Market Opening 9 Nov 2020

માર્કેટ ઓપનીંગ

યુએસ બજાર પાછળ એશિયા મજબૂત

મંગળવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 104 પોઈન્ટ્સ મજબૂતી સાથે 30174ના સ્તરે બંધ આવ્યો હતો. જે તેનું બીજું સર્વોચ્ચ બંધ છે. જેની પાછળ સતત બે ટ્રેડિંગ સત્રોથી નરમાઈ દર્શાવતાં એશિયન બજારોમાં પણ 2 ટકા સુધીનો સુધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કોરિયા, હોંગ કોંગ અને જાપાન બજારોમાં સારી ખરીદી જોવા મળી રહી છે. ચીનનું બજાર સાધારણ પોઝીટીવ ટ્રેડ દર્શાવે છે.

 SGX નિફ્ટી પોઝીટીવ

સિંગાપુર નિફ્ટી 48 પોઈન્ટ્સ મજબૂતી સાથે 13463ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ 13470ની આસપાસ ઓપનીંગ દર્શાવી શકે છે. તેજીવાળાઓની મજબૂત પકડ જોતાં બેન્ચમાર્ક 13500ના સ્તરને પાર કરી દે તેવી શક્યતાં પણ છે.

ક્રૂડમાં કોન્સોલિડેશન

બ્રેન્ટ ક્રૂડ 48.70 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. જે સૂચવે છે કે ક્રૂડ હજુ પણ કોન્સોલિડેશનમાં છે. તે ઉપરની બાજુ બ્રેકઆઉટ દર્શાવે તેવી શક્યતા વધુ છે.

ગોલ્ડ રૂ. 50 હજાર પર બંધ આપવામાં સફળ

એમસીએક્સ ગોલ્ડ મંગળવારે રૂ. 50063ની સપાટી પર બંધ રહ્યું હતું. જે તેનું અંતિમ ત્રણ સપ્તાહનું ટોચનું સ્તર છે. જ્યારે ચાંદી સાધારણ ઘટાડે રૂ. 651055  પર બંધ રહી હતી. બેઝ મેટલ્સમાં નરમાઈ જોવા મળી હતી.

મહત્વની હેડલાઈન્સ

·         અંબાણી ઝડપી 5જી લોંચ કરીને દેશમાં 30 કરોડથી વધુ નવા ગ્રાહકો ઈચ્છી રહ્યાં છે.

·         ટાટા અને મિસ્ત્રી વચ્ચે વેલ્યૂએશનમાં 13 અબજ ડોલરના ગેપને લઈને ઘર્ષણ

·         ટાટાએ મિસ્ત્રી પરિવારના હિસ્સાનું 11 અબજ ડોલરનું કરેલું વેલ્યૂએશન. જે મિસ્ત્રીના અંદાજ કરતાં અડધું છે.

·         કોગ્નિઝન્ટ 2021માં 23000 ફ્રેશર્સ હાયર કરશે.

·         ઓયો વધુ 300 કર્મચારીઓને છૂટાં કરશે.

·         બ્લેકસ્ટોનની પ્રેસ્ટીજ જૂથની એસેટ ખરીદીને સીસીઆઈની મંજૂરી.

·         રિલાયન્સ કેપિટલની ખરીદી માટે ઈચ્છુકો 17 ડિસેમ્બર સુધી બીડ ભરી શકશે.

·         નવેમ્બરમાં સ્થાનિક મ્યુચ્યુલ ફંડ્સે રૂ. 12920 કરોડની વેચવાલી નોંધાવી

·         મંગળવારે વિદેશી ફંડ્સે કેશ સેગમેન્ટમાં રૂ. 2910 કરોડની ખરીદી કરી

·         સ્થાનિક ફંડ્સે મંગળવારે રૂ. 2640 કરોડની વેચવાલી નોંધાવી

·         એડીબીએ બેંગલોરની બે મેટ્રો રેઈલ લાઈન્સ માટે 50 કરોડ ડોલરની આપેલી મંજૂરી

·         સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ટાયર-2 બોન્ડ્સ મારફતે ફંડ એકત્ર કરવાનું વિચારશે.

·         ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ પાવરે 2375 મેગાવોટના રિન્યૂએબલ એનર્જિ પાર્ક માટે મેળવેલી મંજૂરી

·         જેએસડબલ્યુ સ્ટીલનું નવેમ્બર મહિનાનું ક્રૂડ સ્ટીલ ઉત્પાદન 3 ટકા વધી 13.3 કરોડ ટન રહ્યું હતું.

·         ટીસીએસે ઈઝરાયેલમાં બ્લોકચેઈન આધારિત ડિજીટલ બેંક પ્લેટફોર્મ રજૂ કર્યું છે.

·         વાસ્કોન એન્જીનિયર્સે રૂ. 37.74 કરોડનો બાંધકામ ઓર્ડર મેળવ્યો છે. 

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage