Market Opening 9 Sep 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક બજારોમાં નરમાઈ યથાવત
બુધવારે યુએસ બજારમાં ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 69 પોઈન્ટ્સના સાધારણ ઘટાડા સાથે સતત બીજા દિવસે નરમાઈ દર્શાવતો હતો. નાસ્ડેક પણ લાંબા સમય બાદ 88 પોઈન્ટ્સ ઘટાડા સાથે બંધ જોવા મળ્યો હતો. એશિયન બજારોમાં સિંગાપુર અને તાઈવાન પોઝીટીવ ઝોનમાં ટ્રેડ દર્શાવી રહ્યાં છે. તે સિવાય અન્ય તમામ બજારોમાં નરમાઈ જોવા મળી રહી છે. જેમાં હોંગકોંગ અને કોરિયાનું બજાર એક ટકાથી વધુ ઘટાડો સૂચવે છે.
SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 57 પોઈન્ટ્સ નરમાઈ સાથે 17326ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવશે. જોકે બજારમાં મોટા ઘટાડાની શક્યતા નથી જોવાઈ રહી. નિફ્ટીમાં 17250ના ગઈકાલના તળિયાને સ્ટોપલોસ બનાવી લોંગ પોઝીશન જાળવી શકાય.
ક્રૂડમાં અન્ડરટોન મજબૂત
વૈશ્વિક ક્રૂડના ભાવમાં અન્ડરટોન મજબૂત જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ વાયદો આજે 0.3 ટકા સુધારા સાથે 72.81 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. વૈશ્વિક અર્થતંત્રમાં રિકવરીમાં અવરોધ વચ્ચે ક્રૂડ મક્કમ ટકેલું જોવા મળે છે. કોમોડિટી એનાલિસ્ટ્સના મતે ક્રૂડ અન્ય કોમોડિટીઝની સરખામણીમાં અન્ડરપર્ફોર્મર છે અને તેથી તેમાં સુધારો જોવા મળી શકે છે.
ગોલ્ડમાં ફરી સુધારો ધોવાયો
વૈશ્વિક ગોલ્ડના ભાવ ફરી 1800 ડોલરના સ્તર નીચે ઉતરી ગયા છે. ડિસેમ્બર ગોલ્ડ ફ્યુચર્સ 2 ડોલર નરમાઈ સાથે 1792 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ગોલ્ડમાં છેલ્લાં બે ટ્રેડિંગ સત્રોમાં 40 ડોલરનો ઘટાડો નોંધાયો છે. ગોલ્ડ માટે 1830 ડોલરનો મહત્વનો અવરોધ બન્યો છે.
મહત્વની હેડલાઈન્સ
• સરકારે એરફોર્સને ટ્રાન્સપોર્ટેશન માટે 56 એરબસ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદવા આપેલી મંજૂરી.
• ઓઈલના ભાવોને પોષણક્ષમ સ્તરે જાળવી રાખવા પર ભારત અને યુએસનો અનુરોધ.
• સુપ્રીમ કોર્ટ આજે ફ્યુચર રિટેલ અને એમેઝોનના કેસ અંગે સુનાવણી કરશે.
• ભારતની ક્રિપ્ટોકરન્સી પોલિસીમાં સિક્યૂરિટી મહત્વનો મુદ્દો બની રહેશે.
• ગ્રીન એનર્જિ જેવીકે હાઈડ્રોજનને લઈને જોવા મળી રહેલા ઉત્સાહને જોતાં સરકાર ઈલેક્ટ્રોલાઈઝર્સ ઉત્પાદનમાં ઈન્સેન્ટિવ્સ આપવાનું વિચારી રહી છે.
• ઓએનજીસી સેનેગલ ઓઈલ ફિલ્ડમાં વુડસાઈડનો હિસ્સો ખરીદવાની ફિરાકમાં.
• સરકાર 100 મિનરલ બ્લોક્સનું ઓક્શન કરશે.
• ભારત આગામી બે વર્ષોમાં 40 અબજ ડોલરનો ઈનફ્લો આકર્ષે તેવો અંદાજ.
• ગોઆ માઈન્સ લીઝ રિન્યૂઅલ કેસમાં વેદાંતા સુપ્રીમમાં કેસ હારી ગઈ.
• સરકારે વિવિધ રવિ પાકો માટેની એમએસપીમાં કરેલી વૃદ્ધિ.
• ભારત ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરે તેવી શક્યતા પાછળ પામ ઓઈલના ભાવ પાંચમા દિવસે સુધર્યાં.
• 8 સપ્ટેમ્બર સુધીમાં દેશમાં સરેરાશની સરખામણીમાં 7 ટકા નીચો વરસાદ.
• વૈશ્વિક ફંડ્સે બુધવારે ભારતીય બજારમાં રૂ. 803 કરોડની વેચવાલી દર્શાવી.
• સ્થાનિક ફંડ્સે બુધવારે રૂ. 60 લાખ કરોડની ખરીદી કરી.
• વિદેશી ફંડ્સે ડેરિવેડિવ્સ માર્કેટમાં રૂ. 11120 કરોડની ખરીદી દર્શાવી.
• આઈઆરસીટીસી 18 સપ્ટેમ્બરથી દેશની પ્રથમ લક્ઝરી ક્રૂઝ લાઈનર લોંચ કરશે.
• એસબીઆઈ લાઈફની શેર ઓફરિંગમાંથી 33.2 કરોડ ડોલર મેળવે તેવી શક્યતા.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage