Market Summary 01/01/2024

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

કેલેન્ડર 2024ની શેરબજારમાં પોઝીટીવ શરૂઆત
ઈન્ટ્રા-ડે નવી ટોચ પછી ઝડપી વેચવાલીથી ફ્લેટ બંધ
બેન્ચમાર્ક નિફ્ટી 21834ની ટોચ પરથી પરત ફર્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.24 ટકા વધી 14.68ના સ્તરે બંધ
પીએસઈ, આઈટી, એનર્જી, રિલ્ટી, મેટલમાં મજબૂતી
બેંક, ઓટોમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં ભારે ખરીદી જોવા મળી
જીએસએફસી, જેબીએમ ઓટો, કેસ્ટ્રોલ, જીએનએફસી નવી ટોચે

નવા કેલેન્ડર 2024ના પ્રથમ સત્રમાં બેન્ચમાર્ક્સ પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યાં હતાં. બેન્ચમાર્ક સેન્સેક્સ 32 પોઈન્ટ્સ સુધારા સાથે 72,271ની સપાટીએ જ્યારે નિફ્ટી 11 પોઈન્ટ્સ મજબૂતી સાથે 21,742 પોઈન્ટ્સ પર બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં ભારે ખરીદી જોવા મળી હતી. જેની પાછળ બ્રેડ્થ મજબૂત રહી હતી. બીએસઈ ખાતે કુલ 4047 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2541 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળતાં હતાં. જ્યારે 1350 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 392 કાઉન્ટર્સે વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. 16 કાઉન્ટર્સ તેમનું 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.24 ટકા વધી 14.68ના સ્તરે બંધ રહ્યો હતો.
સોમવારે નવા વર્ષના પ્રથમ સત્રમાં મોટાભાગના એશિયન બજારો રજાના કારણે બંધ હતાં. જેની વચ્ચે ભારતીય બજારે ફ્લેટથી નેગેટીવ ઓપનીંગ દર્શાવ્યાં પછી ધીમો સુધારો જાળવ્યો હતો. જોકે, આખરી દોઢ કલાકમાં લાર્જ-કેપ્સમાં ચોમેરથી ખરીદી પાછળ નિફ્ટીને 21834ની સર્વોચ્ચ ટોચ પર લઈ જવામાં આવ્યો હતો. જ્યાં બજાર બંધ થવાના અડધો કલાક પહેલાં ભારે વેચવાલી નીકળી હતી અને તે 100 પોઈન્ટ્સ નીચે ઉતરી ગયો હતો. જોકે, સરેરાશની રીતે તે પોઝીટીવ બંધ સૂચવતો હતો. આમ, સતત બીજી સત્રમાં તે 21800 પર ટકવામાં અસમર્થ રહ્યો હતો. જે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ દર્શાવે છે. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 148 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 21830ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 151ના પ્રિમીયમ જેટલું જ છે. આમ, માર્કેટમાં લોંગ પોઝીશન હજુ પણ અકબંધ જણાય છે. જોકે, નવા ટ્રેડમાં સાવચેતી દાખવવી જરૂરી છે. ટેક્નીકલ એનાલિસ્ટસ 21500ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવવા સૂચવે છે.
સોમવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં નેસ્લે, અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, ટેક મહિન્દ્રા, કોલ ઈન્ડિયા, તાતા મોટર્સ, આઈટીસી, વિપ્રો, એચસીએલ ટેક્નોલોજી, યૂપીએલ, એપોલો હોસ્પિટલ, ઈન્ફોસિસ, ટીસીએસ, પાવર ગ્રીડ કોર્પોરેશન, ડો. રેડ્ડીઝ લેબ્સ, સિપ્લા, બીપીસીએલ, ડિવિઝ લેબ્સ, એચડીએફસી લાઈફનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, આઈશર મોટર્સ, ભારતી એરટેલ, એમએન્ડએમ, બજાજ ઓટો, હિંદાલ્કો, એચડીએફસી બેંક, તાતા કન્ઝ્યૂમર, બજાજ ફિનસર્વ, એલટીઆઈમાઈન્ડટ્રી, હીરો મોટોકોર્પ, એનટીપીસીમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ પર્ફોર્મન્સ પર નજર નાખીએ તો પીએસઈ, આઈટી, એનર્જી, રિલ્ટી, મેટલમાં મજબૂતી જળવાય હતી. જ્યારે બેંક, ઓટોમાં નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ એક ટકા સુધારે સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં પાવર ફાઈનાન્સ, નાલ્કો, આરઈસી, ગેઈલ, એનએચપીસી, ભેલ, ઓઈલ ઈન્ડિયા, કોલ ઈન્ડિયા, એનએમડીસી, સેઈલ, હિંદુસ્તાન એરોનોટીક્સ, આઈઆરસીટીસી, આઈઓસી, બીપીસીએલ, કોન્કોર, એચપીસીએલ, ઓએનજીસીનો સમાવેશ થાય છે. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ અડધો ટકો મજબૂતી સાથે નવી ટોચ પર બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં સોભા, પ્રેસ્ટીજ એસ્ટેટ, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, સનટેક રિઅલ્ટી, ફિનિક્સ મિલ્સ, ઓબેરોય રિઅલ્ટીમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ પણ સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. તે અડધો ટકો મજબૂતી દર્શાવતો હતો. તેના ઘટકોમાં નેસ્લે વધુ 3 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત ઈમામી, આઈટીસી, ગોદરેજ કન્ઝ્યૂમર, વરુણ બેવરેજિસ, યુનાઈટેડ બ્રૂઅરિઝ અને ડાબર ઈન્ડિયાનો સમાવેશ થતો હતો. નિફ્ટી મેટલ ઈન્ટ્રા-ડે 8000ની ટોચ પાર કરી ગયો હતો. જોકે, તેના પર બંધ આપી શક્યો નહોતો. તેના ઘટકોમાં નાલ્કો, અદાણી એન્ટરપ્રાઈઝ, કોલ ઈન્ડિયા, મોઈલ, એનએમડીસી, સેઈલ, તાતા સ્ટીલમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા પણ પોઝીટીવ ટ્રેડ સાથે સર્વોચ્ચ ઊંચાઈએ બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં બાયોકોન, ઝાયડસ લાઈફ, ડો. રેડ્ડીઝ લેબ્સ, સિપ્લા, ડિવિઝ લેબ્સમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળતી હતી. બીજી બાજુ, લ્યુપિન, આલ્કેમ લેબ્સમાં વેચવાલી નોંધાઈ હતી.
એનએસઈ ખાતે ડેરિવેટિવ્સ સેગમેન્ટ પર નજર કરીએ તો વોડાફોન આઈડિયા 6 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત જીએનએફસી, એલઆઈસી હાઉસિંગ, ગુજરાત ગેસ, મધરસન સુમી, ડેલ્ટા કોર્પ, દાલમિયા ભારત, ઝી એન્ટરટેઈનમેન્ટ, પાવર ફાઈનાન્સ, નાલ્કો, નેસ્લે, ઓરેકલ ફાઈ. સર્વિસિઝ, આરઈસી, અંબુજા સિમેન્ટ્સ, ગેઈલ, અશોક લેલેન્ડ, ભેલ, બાયોકોન, અદાણી પોર્ટ્સ પણ મજબૂતી દર્શાવતાં હતાં. બીજી બાજુ, ચોલા ઈન્વેસ્ટમેન્ટ્સ, બિરલાસોફ્ટ, આઈશર મોટર્સ, ભારતી એરટેલ, ટ્રેન્ટ, કોલગેટ, ડિસ્કોન ટેક્નોલોજી, આલ્કેમ લેબ, એમએન્ડએમ, કોફોર્જ, આઈડીએફસી ફર્સ્ટ બેંક, મેરિકો, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝમાં નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ બંધ દર્શાવતાં કાઉન્ટર્સમાં જીએસએફસી, જેબીએમ ઓટો, કેસ્ટ્રોલ, જીએનએફસી, સન ફાર્મા એડવાન્સ્ડ, એન્જીનીયર્સ ઈન્ડિયા, એલઆઈસી હાઉસિંગ, ફોર્ટિસ હેલ્થ, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ, જીએસપીસી, બિરલો કોર્પ, મધરસન સુમી, હિટાચી ઈન્ડસ્ટ્રીઝ, ગુજરાત પીપાવાવનો સમાવેશ થતો હતો.

ભારત મેટ કોલનો સૌથી મોટો આયાતકાર બનશે
દેશમાં વધતાં ઈન્ડસ્ટ્રીઅલાઈઝેશનને કારણે આગામી બે વર્ષોમાં ભારત વિશ્વમાં મેટાલર્જિકલ કોલનો સૌથી મોટો આયાતકાર બનશે. તે ચીનને પાછળ રાખી દેશે એમ ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી જણાવે છે. 2026માં વૈશ્વિક મેટ કોલ ટ્રેડ 2 ટકા વૃદ્ધિ સાથે 35.3 કરોડ ટન પર જોવા મળે તેવી અપેક્ષા છે. ચીન ખાતેથી મેટ કોલની આયાતમાં 28 ટકા ઘટાડો અન્ય દેશોમાં આયાત વૃદ્ધિ મારફતે સરભર થશે એમ એજન્સીનું કહેવું છે. ભારતમાં 2026 સુધીમાં મેટ કોલની આયાત 21 ટકા અથવા 1.6 કરોડ ટન જેટવી વધવાની અપેક્ષા છે. દેશમાં બ્લાસ્ટ ફર્નેસ-બેઝીક ઓક્સિજન ફર્નેસ રૂટથી સ્ટીલના ઉત્પાદનમાં વૃદ્ધિ પાછળ મેટ કોલની આયાત વધશે. 2023માં વિશ્વમાં મેટ કોલની આયાતમાં 11 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જેની પાછળ ચીન અને ભારત મુખ્ય ચાલકબળો હતાં. ચીનની આયાત 56 ટકા વધી 10 કરોડ ટન રહી હોવાનો અંદાજ છે. જ્યારે ભારતની આયાક 7.8 કરોડ ટન રહ્યાંની શક્યતાં છે.

બોર્ડ મિટિંગ પહેલાં અદાણી પોર્ટ સહિત જૂથ શેર્સમાં ઉછાળો
ગૌતમ અદાણી નેતૃત્વના જૂથનું કુલ માર્કેટ-કેપ સોમવારે રૂ. 14.22 લાખ કરોડને પાર કરી ગયું

અદાણી જૂથના શેર્સમાં સોમવારે 4 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. શેરબજારમાં મજબૂતી વચ્ચે અદાણી જૂથ કંપનીઓના મોટાભાગના શેર્સમાં ખરીદી જોવા મળી હતી. જેમાં ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટ મુખ્ય હતાં. અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટ્સના શેર્સ લગભગ 2.5 ટકા મજબૂતી સાથે બંધ જોવા મળ્યાં હતાં. બેન્ચમાર્ક્સ નિફ્ટી અને સેન્સેક્સ પણ ઈન્ટ્રા-ડે તેમની સર્વોચ્ચ સપાટી દર્શાવી પોઝીટીવ બંધ રહ્યાં હતાં.
અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 3 ટકા ઉછળ્યો હતો. જ્યારે અદાણી વિલ્મેર 4 ટકા ઉછળ્યો હતો. અદાણી ગ્રીન એનર્જી, અદાણી એનર્જી સોલ્યુશન અને અદાણી ટોટલ ગેસમાં પણ એક ટકા આસપાસની મજબૂતી જોવા મળતી હતી. અંબુજા સિમેન્ટ અને એસીસીના શેર્સ પણ ગ્રીનમાં ટ્રેડ થઈ રહ્યાં હતાં. અદાણી પોર્ટ્સનો શેર 3 જાન્યુઆરીએ મળનારી બોર્ડની મિટિંગ અગાઉ મજબૂતી દર્શાવતો હતો. કંપનીનું બોર્ડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સના ઈસ્યુને લઈને પ્રસ્તાવ પર વિચારણા તથા મંજૂરી માટે મળનાર છે. કોંગ્લોમેરટે 2023માં ઈક્વિટી મારફતે 5 અબજ ડોલર તથા ડેટ મારફતે તેનાથી બમણી રકમ ઊભી કરી હતી. યુએસ સ્થિત જીક્યૂજી પાર્ટનર્સે માર્ચ 2023થી ઓગસ્ટ 2023 વચ્ચે જૂથમાં 4.3 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. આ ઉપરાંત કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી અને ફ્રેન્ચ એનર્જી જાયન્ટ ટોટલએનર્જિસે અદાણી ગ્રીન એનર્જીમાં 77 કરોડ ડોલર રોક્યાં હતાં. કંપનીના પ્રમોટર્સે પણ શેર્સ સામે લોન્સની ચૂકવણી માટે 4.6 અબજ ડોલર ઈન્ફ્યૂઝ કર્યાં હતાં. અદાણી જૂથના શેર્સમાં 2023ના આખરી બે મહિના દરમિયાન મજબૂત સુધારો જોવા મળ્યો હતો. જેને કારણે ગૌતમ અદાણીની વેલ્થ ઉછળી 84.2 અબજ ડોલર પર જોવા મળી હતી.

જાન્યુઆરીથી બેંક લોકર્સથી લઈ કારના ભાવોમાં વૃદ્ધિ જેવા ફેરફારો અમલી બન્યાં
નિશ્ક્રિય યૂપીઆઈ આઈડી પણ બંધ થયા જ્યારે ઈન્શ્યોરન્સ માટે સરળ ડોક્યૂમેન્ટ્સ ઉપલબ્ધ બન્યાં

નવા કેલેન્ડરની શરૂઆત સાથે જ ફાઈનાન્સિયલ માર્કેટમાં કેટલાંક મહત્વના ફેરફારો અમલમાં આવી રહ્યાં છે. જેની ચર્ચા અહીં કરી છે. આવા ફેરફારોમાં બેંક લોકર એગ્રીમેન્ટ્સથી લઈ કારના ભાવોનો સમાવેશ થાય છે. તેમજ સ્મોલ સેવિંગ્ઝ સ્કિમ્સ પર ઊંચી રેટ પણ આગામી વર્ષે મળશે. સરકારે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્સ સ્કિમ(એસએસએએસ) અને ત્રણ-વર્ષની ડિપોઝીટ, બંને પર ઈન્ટરેસ્ટ રેટમાં 20 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ કરી છે. સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ સ્કિમમાં માર્ટ ક્વાર્ટર માટે ઈન્ટરેસ્ટ રેટ 20 બેસીસ પોઈન્ટ વધારી 8.2 ટકા કરી છે. વધુમાં, 3-વર્ષની મુદત માટેની ડિપોઝીટને 10 બેસીસ પોઈન્ટ્સ વધારી 7.10 ટકા પર કરી છે.
બેંક લોકર એગ્રીમેન્ટ્સ
જેઓ બેંક લોકર્સ ધરાવે છે તેમણે 31 ડિસેમ્બર સુધીમાં સુધારેલા બેંક લોકર એગ્રીમેન્ટ પર સાઈન કરવાની હતી. જે કરવામાં નિષ્ફળ જવાથી 1 જાન્યુઆરીથી તેમના લોકર્સને ફ્રીઝ કરવામાં આવ્યાં છે.
નિશ્ક્રિય UPI એકાઉન્ટ્સ બંધ કરાશે
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(NPCI)એ પેમેન્ટ એપ્સ અને બેંક્સને એક વર્ષથી વધુ સમયથી નિશ્ક્રિય હોય તેવા યૂપીઆઈ આઈડી અને નંબર્સને બંધ કરવા માટે જણાવ્યું હતું. દરેક બેંકે તેમજ થર્ડ-પાર્ટી એપ્લિકેશને 31 ડિસેમ્બર, 2023 સુધીમાં આ બાબતનું પાલન કરવાનું રહેતું હતું. બીજું, એનપીસીઆઈ તમામ ડિજીટલ પેમેન્ટ પ્રોવાઈડર્સ માટે ‘યુપીઆઈ ટેપ એન્ડ પે’ ફિચરને સક્રિય બનાવવા પર કામ કરી રહી છે. આ ફિચર યૂપીઆઈ યુઝર્સને 31 જાન્યુઆરી, 2024થી પ્રાપ્ત કરાવવામાં આવશે.
સીમ કાર્ડ માટે પેપરલેસ KYC
1 જાન્યુઆરી, 2024થી જ વર્તમાન પેપર-આધારિત નો યોર કસ્ટમર(કેવાયસી) પ્રક્રિયાને પેપરલેસ કેવાયસીથી તબદિલ કરવામાં આવશે. જોકે, નવા મોબાઈલ કનેક્શન્સ માટે નિયમોમાં કોઈ ફેરફાર નહિ થાય. એક નોટિફિકેશનમાં ટેલિકોમ ડિપાર્ટમેન્ટે ટેલિકોમ પ્રોવાઈડર્સને ગ્રાહકોને સિમ કાર્ડ્સ પૂરું પાડતા પહેલાં તબક્કાવાર ફિઝિકલ ક્લાયન્ટ વેરિફિકેશન બંધ કરવા માટે વિનંતી કરી હતી. જેના પરિણામે, ટૂંક સમયમાં નો યોર કસ્ટમર(કેવાયસી) વેરિફિકેશન હવેથી સંપૂર્ણપણે ડિજિટલ બનશે. ત્યારપછી, ગ્રાહકોએ ડિજિટલ વેરિફેકેશન પ્રક્રિયા પૂરી કરવા માટે માત્ર ફોટો આઈડી પૂરું પાડવાનું રહેશે.
ઈન્કમ ટેક્સ રિટર્ન્સ ડેડલાઈન
વિલંબિત રિટર્ન્સ તથા સુધારેલા રિટર્ન ફાઈલીંગ માટેની ડેડલાઈન 31 ડિસેમ્બર હોય છે. મોડું રિટર્ન્સ ફાઈલ કરનારે મહત્તમ રૂ. 5000 સુધીની પેનલ્ટી ભરવાની રહેતી હોય છે. જોકે, જેઓ સુધારેલું રિટર્ન ફાઈલ કરે છે તેઓ કોઈપણ ખર્ચ વિના તેમ કરી શકે છે.
ઈન્શ્યોરન્સ માટે સરળ ડોક્યૂમેન્ટ્સ
ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર ઈરડાઈએ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીધારકોને 1 જાન્યુઆરી, 2024થી ઈન્શ્યોરર્સને રિવાઈડ્ઝ કસ્ટમર ઈન્ફર્મેશન શીટ્સ(CIS) રિલીઝ કરવા માટે જમાવ્યું છે. જેથી કરીને ક્લાયન્ટ્સને પોલીસીની મુખ્ય બાબતોની સરળતાથી જાણકારી મળી રહે. આમ કરવાનું કારણ તેમને સમજવામાં સરળતા રહે તે માટેની છે.
કારના ભાવોમાં વૃદ્ધિ
કાર ઉત્પાદકો જેવાકે મારુતિ સુઝુકી, તાતા મોટર્સ, ઔડી ઈન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હ્યુન્ડાઈ કાર્સ ઈન્ડિયા અને એમજી મોટર્સે જાન્યુઆરી, 2024થી તેમની કાર્સના ભાવ વધાર્યાં છે. આ ભાવ વધારો 2 ટકાથી લઈ 3 ટકાની રેંજમાં જોવા મળે છે.

ડિસે.માં મારુતિનું વેચાણ ઘટ્યું, એમજી મોટર અને બજાજ ઓટોના વેચાણમાં ઊંચી વૃદ્ધિ
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું વેચાણ પણ વાર્ષિક છ ટકા વધ્યું
મારુતિ સુઝુકીના યુટિલિટી વેહીકલ્સ સિવાય તમામ સેગમેન્ટમાં વેચાણ ઘટ્યું
મારુતિએ 2023માં વિક્રમી કાર નિકાસ નોંધાવી

દેશની ટોચની ઓટોમોબાઈલ કંપનીઓએ ડિસેમ્બર મહિના માટે તેમના વાહનોના વેચાણના આંકડા સોમવારે પ્રગટ કર્યાં હતાં. જેમાં સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયાએ ડિસેમ્બરમાં વેચાણમાં ઘટાડો નોંધાવ્યો હતો. કેલેન્ડરના આખરી મહિનામાં કંપનીનું વેચાણ 1,37,551 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં વધી 1,39,347 યુનિટ્સ પર રહ્યું હતું. આ ઘટાડો યુટિલિટી વેહીકલ્સ સિવાય તમામ પેસેન્જર સેગમેન્ટ્સમાં જોવા મળ્યો હતો.
બીજી બાજુ એમજી મોટર ઈન્ડિયા અને બજાજ ઓટોના વેચાણમાં સૌથી ઊંચી વૃદ્ધિ જોવા મળી હતી. એમજી મોટર ઈન્ડિયાએ ડિસેમ્બરમાં 13 ટકા વૃદ્ધિ સાથે 4400 યુનિટ્સનું વેચાણ દર્શાવ્યું હતું. જ્યારે સમગ્ર 2023માં કંપનીએ વેચાણમાં 18 ટકા વૃદ્ધિ સાથે 56,902 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું હતું. તેણે સતત ચોથા વર્ષે વેચાણમાં વૃદ્ધિ દર્શાવી હતી. ઈવી સેગમેન્ટમાં એમજી મોટરનો હિસ્સો લગભગ 25 ટકા રહ્યો હતો.
મારુતિ સુઝુકીની નિકાસ ડિસેમ્બરમાં ઉછળીને 26,884 યુનિટ્સ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતી 21,796 યુનિટ્સ કરતાં ઊંચી હતી. 2023માં કંપનીની નિકાસ 2,69,046 યુનિટ્સ પર વિક્રમી સ્તરે નોંધાઈ હતી. જે 2022માં 2,63,068 યુનિટ્સ પર જોવા મળતી હતી. કંપનીના ડેટા મુજબ એમએસઆઈએલના મીનિ સેગમેન્ટના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ સેગમેન્ટમાં અલ્ટો અને એસ-પ્રેસોનો સમાવેશ થાય છે. તેમનું વેચાણ ડિસેમ્બર 2022માં 9,765 યુનિટ્સ પરથી ગગડી માત્ર 2,557 યુનિટ્સ પર જોવા મળ્યું હતુ. કોમ્પેક્ટ સેગમેન્ટમાં કાર્સનું વેચાણ 57,502 યુનિટ્સ પરથી ગગડી 45,741 યુનિટ્સ પર રહ્યું હતું. જ્યારે મીડ-સાઈઝ સેગમેન્ટમાં વેચાણ 1154 યુનિટ્સ પરથી અડધું થઈ 489 યુનિટ્સ રહ્યું હતું. વેન સેગમેન્ટનું વેચા 10,034 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. જે ગયા સપ્તાહે 10,581 યુનિટ્સ પર હતું. કંપનીએ એકમાત્ર યુટિલિટી વેહીકલ્સ સેગમેન્ટમાં વેચાણ વૃદ્ધિ દર્શાવી હતી. જેનું વેચાણ ડિસેમ્બરમાં 45,957 યુનિટ્સ પર રહ્યું હતું. જે ગયા વર્ષે 33,008 યુનિટ્સ પર જોવા મળતું હતું. આ સેગમેન્ટમાં કંપની બ્રેઝા, અર્ટીગા, ફ્રોન્ક્સ, જીમ્ની, એસ-ક્રોસ અને ઈન્વિક્ટો જેવી કાર્સ ઓફર કરે છે. કંપનીના લાઈટ કોમર્સિયલ વેહીકલ્સ સેગમેન્ટના વેચાણમાં વૃદ્ધિ નોંધાઈ હતી અને તે ગયા વર્ષના 1,525 યુનિટ્સ પરથી વધી 1,714 યુનિટ્સ પર રહ્યું હતું. નાણા વર્ષ 2023-24ના પ્રથમ નવ મહિનામાં કંપનીનું વેચાણ 14.5 લાખ યુનિટ્સ પરથી વધી 15.5 લાખ યુનિટ્સ પર જોવા મળ્યું હતું.
ટુ-વ્હીલર્સ અગ્રણી બજાજ ઓટોએ ડિસેમ્બરમાં 16 ટકા વૃદ્ધિ સાથે 3,26,806 યુનિટ્સનું વેચાણ દર્શાવ્યું હતું. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં 2,81,514 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. આમાં કંપનીના દ્વિ-ચક્રિય વાહનોનું વેચાણ 2,83,001 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં 2,47,052 યુનિટ્સ સામે 15 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીના જણાવ્યા મુજબ સ્થાનિક બજારમાં દ્વિ-ચક્રિય વાહનોનું વેચાણ 26 ટકા વધી 1,58,370 યુનિટ્સ પર રહ્યું હતું. જે 2022માં 1,25,553 યુનિટ્સ પર હતું. ડિસેમ્બરમાં ટુ-વ્હીલર્સની નિકાસ વધી 1,24,631 યુનિટ્સ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે 1,21,499 યુનિટ્સ પર હતી.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું વેચાણ ડિસેમ્બરમાં 60,188 યુનિટ્સ પર રહ્યું હતું. જે વાર્ષિક છ ટકા વૃદ્ધિ સૂચવે છે. ડિસેમ્બરમાં 2022માં 28,445 યુનિટ્સ સામે ડિસેમ્બર, 2023માં 35,174 યુનિટ્સનું વેચાણ જોવા મળ્યું હતું. કંપનીના જણાવ્યા મુજબ ડિસેમ્બરમાં વાહનોની નિકાસ 41 ટકા ઘટી 1819 યુનિટ્સ પર રહી હતી. જે 2022માં સમાનગાળામાં 3100 યુનિટ્સ પર હતી. ડિસેમ્બરમાં ટ્રેકટર્સનું વેચાણ 18 ટકા ઘટી 19,318 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 23,243 યુનિટ્સ પર હતું.

સ્ટ્રેસના સમયમાં પણ બેંક્સ પૂરતી મૂડી ધરાવતી હશેઃ RBI
બેંક્સની નેટ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ 0.8 ટકા પર જ્યારે કેપિટલ એડિક્વસી રેશિયો 16.6 ટકા પર જળવાયો

ભારતીય બેંકિંગ સિસ્ટમ સ્ટ્રેસની પરિસ્થિતિમાં પણ પૂરતી મૂડી ધરાવતી હશે એમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો રિપોર્ટ સૂચવે છે. રિપોર્ટ મુજબ છેલ્લાં વર્ષોમાં બેંક્સની સ્થિતિમાં ઉત્તરોત્તર સુધારો જોવા મળ્યો છે. જેન કારણે તે હાલમાં મજબૂત સ્થિતિ જોઈ રહી છે. બેંક્સની નેટ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ 0.8 ટકા પર જ્યારે કેપિટલ એડિક્વસી રેશિયો(મૂડી પર્યાપ્તતા દર) 16.6 ટકા પર જોવા મળી રહ્યો છે એમ બેંકે ડિસેમ્બર મહિનના ફાઈનાન્સયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં જણાવ્યું છે.
બેંકોના સ્ટ્રેટ ટેસ્ટ રિઝલ્ટ્સ મુજબ શેડ્યૂલ્ડ કમર્સિયલ બેંક્સ સારી રીતે મૂડી ધરાવે છે અને વધુ કેપિટલ ઈન્ફ્યૂઝન વિના પણ તેઓ કોઈપણ પ્રકારના મેક્રોઈકોનોમિક આંચકાઓને પહોંચી વળી શકે તે માટે તૈયાર છે. બેંક્સની એસેટ ક્વોલિટીમાં સુધારો બ્રોડ-બેઝ્ડ રહ્યો છે. જેને કારણે ચિંતાનું કારણ નથી જણાતું. કૃષિ ક્ષેત્ર તરફથી બેડ લોન્સનું પ્રમાણ 7 ટકા પર ઊંચું છે. જોકે, સમગ્રતયા એસેટ ક્વોલિટી સારી છે. ખાસ કરીને રિટેલ લોન્સ સેગમેન્ટમાં સ્થિતિમાં સુધારો થયો છે. માત્ર ક્રેડિટ કાર્ડ રિસિવેબલ્સમાં સ્થિતિ થોડી વણસી છે. ઈન્ડસ્ટ્રીઅલ સેક્ટરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પેટ્રોલિયમ સિવાય તમામ સબ-સેક્ટર્સમાં એસેટ ક્વોલિટીમાં સુધારો જોવા મળ્યો છે. બેઝલાઈન સિનેરિયો હેઠળ ટોચની 46 બેંક્સનો કેપિટલ એડિક્વસી રેશિયો સપ્ટેમ્બર 2024 સુધીમાં ઘટી 14.8 ટકા પર જોવા મળે તેવી શક્યતાં છે. જે સપ્ટેમ્બર 2023ની આખરમાં 16.6 ટકા પર જોવા મળતો હતો. તીવ્ર સ્ટ્રેસની સ્થિતિમાં કેપિટલ પોઝીશન 12.2 ટકા પર હતો. જે લઘુત્તમ કેપિટલ જરૂરિયાત કરતાં ઘણી ઊંચી હશે. એક પણ શેડ્યૂલ્ડ કમર્સિયલ બેંક 9 ટકાની લઘુત્તમ મૂડી જરૂરિયાતના સ્તરની નીચે ઉતરી જાય તેવી શક્યતાં નથી એમ રિપોર્ટ દર્શાવે છે. બેઝલાઈન સિનેરિયો હેઠળ ગ્રોસ એનપીએ સપ્ટેમ્બર 2024 સુધીમાં સુધરી 3.1 ટકા પર જોવા મળશે. જે હાલમાં 3.2 ટકા પર છે.
ભારતીય નાણાકિય સિસ્ટમ ઊંચી વૈશ્વિક અનિશ્ચિતતાઓનો સામનો કરી રહી છે તે જોતાં તેના પર ચાંપતી નજર નાખવી જરૂરી છે. તેમજ કોઈપણ પ્રકારના અનિચ્છનીય જોખમને બનતું અટકાવવું પણ અનિવાર્ય બનશે એમ રિપોર્ટ નોંધે છે.

ટોચના 10 ટ્રેડ ભાગીદારોમાંથી 9 સાથે ભારતની વેપાર ખાધ
એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન ચીન સાથે 51.11 અબજ ડોલર, રશિયા સાથે 33.56 અબજ ડોલરની ખાધ

ભારતે ચાલુ નાણા વર્ષના પ્રથમ સાત મહિનામાં તેના ટોચના 10 ટ્રેડ પાર્ટનર્સમાંથી નવ સાથે વેપાર ખાધ(ટ્રેડ ડેફિસિટ) દર્શાવી છે. એકમાત્ર યુએસ સાથે ભારતે વેપાર પુરાંત સૂચવે છે. જ્યારે તે સિવાય તમામ દેશો સાથે તે વેપાર ખાધ જોઈ રહ્યો છે.
યુએસ ભારતનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર છે. જેની સાથે ભારતની ટ્રેડ સરપ્લસ એપ્રિલ 2023થી ઓક્ટોબર 2023 સુધીમાં 19.59 અબજ ડોલર જોવા મળી હતી એમ કેન્દ્રિય વાણિજ્ય વિભાગનો ડેટા સૂચવે છે. જોકે, બીજા ક્રમે આવતાં ટ્રેડ પાર્ટનર ચીનથી લઈને 10મા ક્રમે આવતાં સિંગાપુર સુધી બાકીના તમામ વેપાર ભાગીદારો સાથે ભારત વેપાર ખાધ ધરાવે છે. જેમકે ચીન સાથે ભારતની વેપાર ખાધ એપ્રિલથી ઓક્ટોબરમાં 51.11 અબજ ડોલર પર જોવા મળતી હતી. જ્યારે ચોથા ક્રમે આવતાં ટ્રેડ પાર્ટનર રશિયા સાથે વેપાર ખાધ 33.56 અબજ ડોલર પર રહી હતી. ત્રીજા ક્રમે આવતાં વેપાર ભાગીદાર યૂએઈ સાથે વેપાર ખાધ 6.83 અબજ ડોલર જોવા મળી હતી.
રશિયા ખાતેથી પેટ્રોલ, હાઈ કેલરિફિક વેલ્યૂ કોલ, કોક, ફર્ટિલાઈઝર જેવી પેદાશોની આયાત વધવાથી વેપાર રશિયાની તરફેણમાં નોંધપાત્ર રીતે વધ્યો છે. ઉપરાંત, ભારતની યુએસ અને હોંગ કોંગ ખાતે નિકાસમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં હોંગ કોંગ અને યુએસ ખાતે જેમ્સ અને જ્વેલરી નિકાસ ઘટી હતી. હોંગ કોંગ સાથે ટ્રેડ ગેપ વધી 7.59 અબજ ડોલર પર બની રહ્યો હતો. એપ્રિલથી નવેમ્બર 2023-24માં ભારતની કુલ મર્ચેન્ડાઈઝ નિકાસ 6.51 ટકા ઘટી 278.8 અબજ ડોલર રહી હતી. જ્યારે આયાત પણ 8.67 ટકા ગગડી 445.15 અબજ ડોલર પર જોવા મળી હતી એમ સરકારી ડેટા દર્શાવે છે. ઉપરોક્ત ટોચના ચાર ભાગીદારો ઉપરાંત સાઉદી અરેબિયા, ઈન્ડોનેશિયા, ઈરાક, સિંગાપુર અને સાઉથ કોરિયા સાથે પણ વેપાર ખાધ જોવા મળી હતી. જેમાં ઈન્ડોનેશિયા ખાતે વેપાર ખાધનું કારણ ખાદ્ય તેલની આયાત છે. સામાન્યરીતે ઈન્ડોનેશિયા ખાતેથી ખાદ્ય તેલ ખરીદવા સામે ભારત ચોખા અને ખાંડની નિકાસ કરતો હોય છે. જોકે, હાલમાં, આ બંને કૃષિ પેદાશોની નિકાસ પર પ્રતિબંધ લાગુ પાડવામાં આવ્યો છે. જેથી ખાધ વધી છે. કોરિયા સાથે ભારત પરંપરાગત ખાધ ધરાવતો દેશ રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે તેની સાથે 2009માં બે કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિકસ પાર્ટનરશીપ એર્ગીમેન્ટ છતાં ભારત હંમેશા વેપાર ખાધ દર્શાવે છે. ઈરાન સાથે વેપાર ખાધ પાછળનું કારણ તેના તરફથી ભારતની ચા અને ચોખાની ખરીદીમાં ઘટાડો છે. તમજ ફોરેન એક્સચેન્જની સમસ્યાને કારણે પણ આમ જોવા મળ્યું છે. અગાઉ પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે.
એપ્રિલ-ઓક્ટોબર 2023 સુધીમાં વેપાર ખાધનું ચિત્ર
દેશ વેપાર ખાધ(અબજ ડોલરમાં)
ચીન 51.55
રશિયા 33.56
ઈરાક 14.24
સાઉદી અરેબિયા 11.64
ઈન્ડોનેશિયા 9.12
સાઉથ કોરિયા 8.68
હોંગ કોંગ 7.59
યૂએઈ 6.83
સિંગાપુર 5.51

કોર્પોરેટ હેડલાઈન્સ

એલઆઈસીઃ પીએસયૂ જીવન વીમા જાયન્ટે મુંબઈ સ્થિત ડેપ્યૂટી કમિશ્નર ઓફ સ્ટેટ ટેક્સ પાસેથી રૂ. 806.3 કરોડ માટે જીએસટી નોટિસ મેળવી હોવાનું કંપનીએ રેગ્યુલેટરી ફાઈલીંગમાં જણાવ્યું છે. આ રકમમાં રૂ. 365 કરોડ જીએસટી તથા રૂ. 404.7 કરોડની પેનલ્ટી અને રૂ. 36.5 કરોડના ઈન્ટરેસ્ટનો સમાવેશ થાય છે. ફાઈલીંગમાં જણાવ્યા મુજબ કોર્પોરેશન આ આદેશ સામે કમિશ્નર(અપીલ્સ)માં અપીલ કરશે. જોકે, કંપનીએ જણાવ્યું છે કે આ માગણીની કંપની પર કોઈ નાણાકિય કે મટિરિયલ્સ અસર નહિ પડે.
કોટક મહિન્દ્રા બેંકઃ ટોચની પ્રાઈવેટ બેંકના એમડી અને સીઈઓ તરીકે વેટરન બેંકર અશોક વાસવાણીએ કાર્યભાર સંભાળી લીધો છે. અગાઉ બેંકના ફાઉન્ડર ઉદય કોટકે બેંકના ટોચના અધિકારી તરીકેની કામગીરી છોડ્યાં પછી દિપક ગુપ્તાએ વચગાળા માટે બેંકના એમડી અને સીઈઓનો હવાલો સંભાળ્યો હતો. વાસવાણી છેલ્લે બાર્ક્લેઝ સાથે કામ કરી રહ્યાં હતાં. તે અગાઉ તેઓ યુએસ ઈઝરાયેલ એઆઈ ફિનટેક પ્લેયર સાથે કામ કરતાં હતાં.
એમક્યોર ફાર્માઃ અગ્રણી ફાર્મા કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે ગુજરાતમાં મહેસાણા ખાતે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ધાટન કર્યું હતું. આ નવો પ્લાન્ટ ભારત સહિત વૈશ્વિક બજારમાં વેચાણ અને નિકાસ માટે ઇન્જેક્ટેબલનું ઉત્પાદન કરશે. એમક્યોરની મેન્યુફેક્ચરિંગ કામગીરી ભારતમાં 13 સ્થળોએ ફેલાયેલી છે. કંપની પાસે હાલમાં મહેસાણા ખાતે ઓરલ ફોર્મ્યુલેશન મેન્યુફેક્ચરિંગ લાઇન ધરાવે છે.
રિલાયન્સ પાવરઃ એડીએજી જૂથની પાવર કંપની તેના અરુણાચલ પ્રદેશ સ્થિત 1200 મેગાવોટના કલાઈ 2 હાઈડ્રોઈલેક્ટ્રીક પ્રોજેક્ટનું ટીએચડીસીને રૂ. 128.39 કરોડના ભાવે વેચાણ કરશે. આ માટે કંપનીએ એગ્રીમેન્ટ કર્યો છે. જે હેઠળ લોહિત રિવર સ્થિત હાઈડ્રોકાર્બન પ્રોજેક્ટના ડેવલપમેન્ટ રાઈડ્સ અને તેની ફિઝિકલ એસેટ્સ, સ્ટડીઝ, ક્લિઅરન્સિસ, ડિઝાઈન્સ અને ઈન્ટેલેક્ચ્યૂઅલ પ્રોપર્ટી રાઈટ્સ ટ્રાન્સફર કરવામાં આવશે.
એશિયન પેઈન્ટ્સઃ પેઈન્ટ કંપનીએ ચેન્નાઈ સ્થિત ડેપ્યૂટી કમિશ્નર ઓફ સ્ટેટ ટેક્સ પાસેથી રૂ. 13.83 કરોડની જીએસટી નોટિસ મેળવી છે. તેણે નાણા વર્ષ 2017-18ને લઈને ઈનપુટ ટેક્સ ક્રેડિટના મિસમેચને લઈ આ નોટિસ મેળવી છે. કંપનીએ ટેક્સ સાથે રૂ. 1.38 કરોડની પેનલ્ટી માટેની નોટિસ પણ મેળવી છે. કંપનીએ ફાઈલીંગમાં જણાવ્યું છે કે તે મેરિટ્સને આધારે મજબૂત કેસ ધરાવે છે અને તે ટેક્સ સત્તાવાળાઓ સમક્ષ આ અંગે અપીલ કરશે.
અલ્ટ્રાટેક સિમેન્ટઃ આદિત્ય બિરલા જૂથ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં કુલ 2.732 કરોડ ટનનું વેચાણ દર્શાવ્યું છે. જે વાર્ષિક ધોરણે 6 ટકા વૃદ્ધિ સૂચવે છે. સ્થાનિક બજારમાં કુલ વોલ્યુમ 5 ટકા વધી 2.606 કરોડ ટન પર રહ્યું હતું. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનું ગ્રે સિમેન્ટ ઉત્પાદન 5 ટકા વૃદ્ધિ સાથે 2.544 કરોડ ટન પર નોંધાયું હતું. જ્યારે તેનું વ્હાઈટ સિમેન્ટ ઉત્પાદન 14 ટકા વધી 4.8 લાખ ટન પર જોવા મળ્યું હતું. કંપનીનું વિદેશમાં ઉત્પાદન 20 ટકા વધી 13.8 લાખ ટન પર રહ્યું હતું.
તાતા મોટર્સઃ તાતા જૂથ કંપનીએ ડિસેમ્બરમાં કુલ 76,138 યુનિટ્સ નોંધાવ્યું છે. તેણે ગયા વર્ષે સમાનગાળામાં 72,997 યુનિટ્સ વાહનોનું વેચાણ નોંધાવ્યું હતું. આમ વાર્ષિક 4 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ ત્રીજા ક્વાર્ટરમાં કુલ 2,34,981 યુનિટ્સ વેચાણ દર્શાવ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 2,28,169 યુનિટ્સ પર જોવા મળતું હતું. કંપનીનું કમર્સિયલ વેહીકલ્સ વેચાણ વાર્ષિક 1 ટકા વધી 96,526 યુનિટ્સ પર જોવા મળ્યું હતું.
ઓએનજીસીઃ પીએસયૂ ઓઈલ અને ગેસ ઉત્પાદકે જણાવ્યું છે કે તે ગેસ ફ્લેરિંગ અને ઝીરો મિથેન એમિશન હાંસલ કરવા માટે વૈશ્વિક ટેક્નોલોજી પાર્ટનર્સની શોધ ચલાવી રહી છે. કંપની તેના મહત્વાકાઁક્ષી ડિકાર્બોનાઈઝેશનના ભાગરૂપે 2030 સુધીમાં ઝીરો મિથેન એમિશનનો ટાર્ગેટ ધરાવે છે. કંપનીના સીએમડીના મતે તેમણે ગેસ ફ્લેરિંગમાં નોંધપાત્ર ઘટાડો નોંધાવ્યો છે. જેને તેઓ સંપૂર્ણપણે નાબૂદ કરવા ઈચ્છે છે.
જેકે ટાયરઃ અગ્રણી ટાયર ઉત્પાદકે ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશ્નલ પ્લેસમેન્ટ મારફતે રૂ. 500 કરોડ ઊભા કર્યાં છે. કંપનીએ ક્વિપ ઈસ્યૂ હેઠળ રૂ. 345ના ભાવે શેર ઓફર કર્યો હતો. જેમાં ઈન્ડિયન મ્યુચ્યુલ ફંડ્સ, ઈન્શ્યોરન્સ કંપનીઝ અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ તરફથી ઊંચો રસ જોવા મળ્યો હતો.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage