Market Summary 02/04/2024

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

શેરબજારમાં ટોચ પાસે ડિસ્ટ્રીબ્યુશનના સંકેતો, સાવચેતી જરૂરી
બેન્ચમાર્ક્સ સેન્સેક્સ-નિફ્ટીમાં સાધારણ નરમાઈ
વોલેટિલિટી ઈન્ડેક્સ 3.6 ટકા ગગડી 11.65ના સ્તરે બંધ
ઓટો, મેટલ, રિઅલ્ટી, એનર્જી, પીએસઈમાં મજબૂતી
ફાર્મા, આઈટીમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં સતત બીજા દિવસે જોવા મળેલી ખરીદી
એબી કેપિટલ, એચઈજી, રેડિંગ્ટન, સેઈલ, વેદાંત, જેએસડબલ્યુ એનર્જી, મેનકાઈન્ડ ફાર્મા નવી ટોચે

નવા નાણા વર્ષના બીજા સત્રમાં શેરબજારમાં પ્રોફિટ બુકિંગના સંકેતો મળ્યાં હતાં. બેન્ચમાર્ક્સ તેમની ટોચ નજીક ડિસ્ટ્રીબ્યૂશન અનુભવી રહ્યાં છે. મંગળવારે સેન્સેક્સ 111 પોઈન્ટ્સ જ્યારે નિફ્ટી 9 પોઈન્ટ્સના સાધારણ ઘટાડે અનુક્રમે 73904 અને 22453ની સપાટીએ બંધ જોવા મળ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં પ્રોફિટ બુકિંગ વચ્ચે બ્રોડ માર્કેટમાં ખરીદી જળવાય હતી. સતત બીજા સત્રમાં બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3959 કાઉન્ટર્સમાંથી 2853 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1003 કાઉન્ટર્સ નેગેટિવ બંધ રહ્યાં હતાં. 174 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ જ્યારે 20 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 3.6 ટકા ગગડી 11.65ના સ્તરે બંધ રહ્યો હતો.
બેન્ચમાર્ક નિફ્ટી સાધારણ ગેપ-ડાઉન ખૂલ્યાં પછી ગ્રીન ઝોનમાં પરત ફર્યો હતો. જોકે, તે ઊંચા મથાળે ટકી શક્યો નહોતો અને નીચે પટકાયો હતો. મધ્યાહને તે 22388ના તળિયા પર ટ્રેડ થયાં પછી લગભગ ફ્લેટ બંધ આપી શક્યો હતો. નિફ્ટી સ્પોટ સામે નિફ્ટી ફ્યુચર 125 પોઈન્ટ્સ પ્રિમીયમ સામે 22578ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉ સત્રમાં જોવા મળતાં 149 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો સૂચવે છે. આનો અર્થ માર્કેટમાં લોંગ પોઝીશનમાં લિક્વિડેશન સૂચવે છે. ટ્રેડર્સે નવી ખરીદીમાં સાવચેતી જાળવવી જરૂરી છે. લોંગ ટ્રેડર્સે 22 હજારના સ્ટોપલોસનું પાલન કરવાનું રહેશે. જેની નીચે માર્કેટમાં ઝડપી ઘટાડો સંભવ છે.
મંગળવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં તાતા કન્ઝ્યૂમર્સ, એનએન્ડએમ, બજાજ ઓટો, બીપીસીએલ, અદાણી પોર્ટ્સ, ડિવિઝ લેબ્સ, નેસ્લે, શ્રીરામ ફાઈનાન્સ, તાતા મોટર્સ, ઈન્ડસઈન્ડ બેંક, એસબીઆઈ, ઓએનજીસી, તાતાસ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, હીરો મોટોકોર્પ, કોટક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજી, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ લાઈફ, ટીસીએસ, ઈન્ફોસિસ, લાર્સન, વિપ્રોમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સ જોઈએ તો ઓટો, મેટલ, રિઅલ્ટી, એનર્જી, પીએસઈમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે ફાર્મા, આઈટી નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી પીએસઈ 1.7 ટકા વૃદ્ધિ સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ઓઈલ ઈન્ડિયા 7 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, સેઈલ, ભારત ઈલે., હિંદુસ્તાન એરોનોટિક્સ, આઈઆરસીટીસી, આઈઓસી, નાલ્કો, એચપીસીએલ, બીપીસીએલ, એનએચપીસી, એનએમડીસી, ઓએનજીસી, એનટીપીસી, આરઈસી, ગેઈલમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મેટલ 1.5 ટકા ઉછળ્યો હતો અને નવી ટોચ પર પહોંચ્યો હતો. જેના ઘટકોમાં સેઈલ, વેદાંત, જિંદાલ સ્ટીલ, હિંદુસ્તાન ઝીંક, નાલ્કો, એનએમડીસી, તાતા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, હિંદાલ્કોમાં ખરીદી જોવા મળી હતી. નિફ્ટી ઓટો પણ એક ટકાથી વધુ મજબૂતી સાથે સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં મજબૂતી દર્શાવનારાઓમાં એમએન્ડએમ, બજાજ ઓટો, બોશ, તાતા મોટર્સ, અશોક લેલેન્ડ, એમઆરએફ, ભારત ફોર્જ, ટીવીએસ મોટરનો સમાવેશ થતો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો આદિત્ય બિરલા ફેશન 12 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, એબી કેપિટલ, સેઈલ, વેદાંત, ગોદરેજ પ્રોપર્ટીઝ, ડિસ્કોન ટેક્નોલોજી, હિંદુસ્તાન એરોનોટીક્સ, એસીસી, તાતા કન્ઝ્યૂમર્સમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, વોડાફોન આઈડિયા, ઈન્ડિયામાર્ટ, ઈન્ડુસ ટાવર્સ, હીરો મોટોકોર્પ, કોટક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજી, પિડિલાઈડ ઈન્ડ.માં ઘટાડો નોંધાયો હતો. કેટલાંક સર્વોચ્ચ કે વાર્ષિક ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં એબી કેપિટલ, એચઈજી, રેડિંગ્ટન, સેઈલ, વેદાંત, જેએસડબલ્યુ એનર્જી, મેનકાઈન્ડ ફાર્માનો સમાવેશ થતો હતો.ભાવમાં વૃદ્ધિના અહેવાલે સિમેન્ટ કંપનીઓના શેર્સ ઉછળ્યાં
અલ્ટ્રાટેક, અંબુજા સિમેન્ટ્સ, ACC અને અન્યોમાં મજબૂતી
મંગળવારે ટોચના સિમેન્ટ શેર્સ સહિત મજબૂતી જોવા મળી હતી. માર્કેટના અહેવાલો મુજબ સિમેન્ટના ભાવમાં દેશભરમાં પ્રતિ બેગ રૂ. 10-15ની વૃદ્ધિના અહેવાલે સિમેન્ટ કંપનીઓના શેર્સમાં ખરીદી જોવા મળી હતી. અલ્ટ્રાટેક સિમેન્ટ, શ્રી સિમેન્ટ્સ, અંબુજા સિમેન્ટ્સ, એસીસી અને દાલમિયા ભારત જેવા ટોચના સિમેન્ટ ઉત્પાદકોના શેર્સ એકથી ત્રણ ટકા વૃદ્ધિ સૂચવતાં હતાં.
દેશના વિવિધ ભાગોમાં સિમેન્ટ કંપનીઓએ કોમોડિટીના ભાવમાં વૃદ્ધિ કર્યાંના અહેવાલ હતાં. જેમાં ઉત્તરમાં પ્રતિ બેગ રૂ. 10-15ની વૃદ્ધિ કરી હતી. જ્યારે મધ્ય અને પૂર્વ ભારતમાં રૂ. 40ની તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી. ડિલર્સના મતે જોકે બેગ દીઠ રૂ. 10-2ની વૃદ્ધિ ટકી શકશે. પશ્ચિમ ભાગમાં કંપનીઓએ ગુણી દીઠ રૂ. 20 વધાર્યાં હતાં.
એપ્રિલમાં સિમેન્ટની માગ પર જોકે વિપરીત અસરની સંભાવના છે. જેના કારણોમાં માર્ચમાં સ્ટોકિંગ, હોળીના કારણે મજૂરોની અછત અને મેમાં લોકસભા ચૂંટણીઓ જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. ડિલર્સના મતે સિમેન્ટના ભાવમાં વૃદ્ધિ ટકી શકશે કે કેમ તે જોવાનું રહેશે.


JSW એનર્જી QIP મારફતે રૂ. 5000 કરોડ ઊભા કરશે
સજ્જન જિંદાલ જૂથની જેએસડબલ્યુ એનર્જી એક કે વધુ તબક્કામાં રૂ. 5000 કરોડ ઊભા કરવા માટેનું વિચારી રહી છે. કંપની ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશ્નલ પ્લેસમેન્ટ(ક્યૂઆઈપી) મારફતે આ નાણા ઊભા કરશે એમ સ્ટોક એક્સચેન્જ ફાઈલીંગમાં જણાવ્યું છે. કંપનીએ ક્યૂઆઈપી માટેની વિગતો હજુ નિર્ધારિત કરવાની બાકી છે. કંપનીના બોર્ડે ફાઈનાન્સ કમિટીને તમામ જરૂરી નિર્ણયો માટેની છૂટ આપી છે. ડિસેમ્બર, 2023 ક્વાર્ટરમાં જેએસડબલ્યુ એનર્જી પ્રમોટર્સ પાસે 73.38 ટકા હિસ્સો રહેલો હતો. કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં તેના કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટમાં 24.36 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. જેમાં થર્મલ પોર્ટફોલિયો અને મર્ચન્ટ સેલ્સે મજબૂત યોગદાન આપ્યું હતું. કંપનીની આવક 13.3 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2661.41 કરોડ પર રહી હતી. મંગળવારે કંપનીનો શેર 4 ટકાથી વધુ મજબૂતી સાથે રૂ. 542ની સપાટીએ બંધ રહ્યો હતો.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage