બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
માર્કેટમાં બાઉન્સઃ સેન્સેક્સ 2300 પોઈન્ટ્સ ઉછળ્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 29 ટકા ગગડી 18.88ના સ્તરે બંધ
અદાણી જૂથ શેર્સમાં બાઉન્સ જોવાયો
નિફ્ટી મેટલ 6 ટકા ઉછળ્યો
નિફ્ટી ઓટો 5 ટકાની તેજી
નિફ્ટી એફએમસીજીમાં 4 ટકા ઉછાળો
નિફ્ટી ફાર્મા, નિફ્ટી આઈટી, રિઅલ્ટી, બેંક, પીએસઈમાં પણ મજબૂતી
આદિત્ય બિરલા ફેશન, ઈમામી, ટ્રેન્ટ, સન ટીવી નેટવર્ક નવી ટોચે
ભારતીય શેરબજારે અપેક્ષાથી ઊણા ચૂંટણી પરિણામોને પચાવી બાઉન્સ દર્શાવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 2303 પોઈન્ટ્સ ઉછળી 74382ની સપાટીએ જ્યારે નિફ્ટી 736 પોઈન્ટ્સ ઉછળી 22620ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ખરીદી જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3918 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2600 પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે 1220 કાઉન્ટર્સ નેગેટીવ બંધ સૂચવતાં હતાં. 117 કાઉન્ટર્સે વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 110 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું.
બુધવારે ભારતીય બજારે મજબૂતી સાથે કામકાજની શરૂઆત દર્શાવી હતી. ત્યારપછી બજારમાં સતત ખરીદી જળવાય હતી. બેન્ચમાર્ક નિફ્ટી 22670ની ટોચ પર ટ્રેડ થયો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર ડિસ્કાઉન્ટમાં જોવા મળ્યો હતો અને 22584 પર બંધ રહ્યો હતો. આમ 36 પોઈન્ટ્સનું ડિસ્કાઉન્ટ જોવા મળતું હતું. ટેકનિકલ એનાલિસ્ટ્સ મુજબ નિફ્ટીને 21300નો મજબૂત સપોર્ટ છે. જેના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી શકાય. જો આ લેવલ તૂટશે તો માર્કેટમાં મોટો ઘટાડો શક્ય છે.
બુધવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં અદાણી પોર્ટ્સ, ઈન્ડ્સઈન્ડ બેંક, હિંદાલ્કો, હીરો મોટોકોર્પ, એમએન્ડએમ, તાતા સ્ટીલ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, શ્રીરામ ફાઈનાન્સ, તાતા કન્ઝ્યૂમર, બજાજ ફાઈનાન્સનો સમાવેશ થતો હતો.
FMCG શેરોમાં મોટી તેજી
આજના ટ્રેડિંગમાં FMCG શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી છે. નિફ્ટીનો FMCG ઈન્ડેક્સ 5%થી વધુ વધીને ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી ઓટોમાં 4%થી વધુ તેજી છે. ફાર્મા અને હેલ્થકેર ઇન્ડેક્સ 3% કરતા વધારે છે. જ્યારે IT, મીડિયા, મેટલ લગભગ 2% વધ્યા છે.
રેલવે, ડિફેન્સ અને પીએસયુના શેર્સમાં સાવચેતી
બ્રોકિંગ કંપનીઓના મતે મોદી-3 સરકારમાં પોલિસી એજન્ડા (રોકાણ- આધારિત વિકાસ, કેપેક્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ, ઉત્પાદન વગેરે) ચાલુ રહેશે.
મંગળવારે સેન્સેક્સ 4,389 પોઈન્ટ તુટ્યો હતો
ગઈકાલે, 4 જૂને, લોકસભા ચૂંટણીના પરિણામોના દિવસે, સેન્સેક્સ 4389 પોઈન્ટ (5.74%)ના ઘટાડા સાથે 72,079 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 1,379 પોઈન્ટ (5.93%) ઘટીને 21,884 ના સ્તર પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 25 ઘટ્યા અને 5 શેરમાં તેજી રહી હતી. NTPC અને SBIના શેરમાં લગભગ 15%નો ઘટાડો થયો છે. એલટી, પાવર ગ્રીડના શેર 12% કરતા વધુ ડાઉન છે. જ્યારે હિન્દુસ્તાન યુનિલિવરનો શેર લગભગ 5.74% વધ્યો હતો.
Market Summary 05/06/2024
June 05, 2024