Market Summary 06/02/2024

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

શેરબજારમાં મીડ અને સ્મોલ-કેપ્સમાં ભારે તેજી
નિફ્ટી 21900 પર ટકવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 1 ટકા વૃદ્ધિ સાથે 15.78ના સ્તરે બંધ
આઈટી, ઓટો, મેટલ, પીએસઈ, ફાર્મામાં ભારે ખરીદી
બેંકિંગ, એફએમસીજીમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં આગઝરતી તેજી
જમના ઓટો, આઈઓબી, સેઈલ, એમએમટીસી, લેટેન્ટ વ્યૂ, પેટ્રોનેટ એલએનજી નવી ટોચે
સારદા કોર્પ, એસબીઆઈ કાર્ડ, યૂપીએલમાં નવા તળિયા

શેરબજારમાં ફાટ-ફાટ તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં મંગળવારે તોફાની તેજીનો અનુભવ થયો હતો. લાર્જ-કેપ્સમાં પણ મજબૂત અન્ડરટોન પાછળ બેન્ચમાર્ક્સ બંધની ટોચ નજીક બંધ આપવામાં સફળ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 455 પોઈન્ટ્સ ઉછળી 72186ની સપાટીએ જ્યારે નિફ્ટી 158 પોઈન્ટ્સની વૃદ્ધિ સાથે 21929ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં ભારે લેવાલી પાછળ માર્કેટ બ્રેડ્થ મજબૂત જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3944 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2296 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1574 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 465 કાઉન્ટર્સે વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 38 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 438 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 259 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1 ટકા વૃદ્ધિ સાથે 15.78ના સ્તરે બંધ રહ્યો હતો.
મંગળવારે એશિયન બજારોમાં મિશ્ર ટ્રેન્ડ વચ્ચે ભારતીય બજારમાં કામગીરીની શરૂઆત પોઝીટીવ રહી હતી. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 21772ના બંધ સામે 21825ની સપાટીએ ખૂલ્યાં પછી એક તબક્કે 21738ના તળિયા પર ટ્રેડ થયો હતો. જોકે, ત્યાંથી તે દિવસભર સુધરતો રહ્યો હતો અને ઈન્ટ્રા-ડે 21951ની ટોચ દર્શાવી હતી. જ્યાંથી થોડો સુધારો ગુમાવી 21900 પર બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 72 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 22001ના સ્તરે બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રની સરખામણીમાં વૃદ્ધિ સૂચવે છે. જેનો અર્થ એવો થાય છે કે લોંગ પોઝીશનમાં ઉમેરો થયો છે. આમ, માર્કેટમાં મજબૂતી જળવાય રહેવાની પૂરી શક્યતાં છે. લોંગ ટ્રેડર્સ 21450ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી શકે છે.
નિફ્ટીને મંગળવારે સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં બીપીસીએલ, એચડીએફસી લાઈફ, એચસીએલ ટેક્નોલોજી, ટીસીએસ, મારુતિ સુઝુકી, વિપ્રો, ઓએનજીસી, એસબીઆઈ લાઈફ, ઈન્ફોસિસ, લાર્સન, તાતા સ્ટીલ, કોલ ઈન્ડિયા, ભારતી એરટેલ, યૂપીએલ, એમએન્ડએમ, કાકા મોટર્સ, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ડો. રેડ્ડીઝ લેબ્સ, અદાણી પોર્ટ્સ, એસબીઆઈ, તાતા કન્ઝ્યૂમર, અદાણી એન્ટરપ્રાઈઝ અને હિંદાલ્કોનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, પાવર ગ્રીડ કોર્પોરેશન, બ્રિટાનિયા, ઈન્ડસઈન્ડ બેંક, આઈટીસી, કોટક મહિન્દ્રા, ગ્રાસિમ, બજાજ ફિનસર્વ, એક્સિસ બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એપોલો હોસ્પિટલ, સિપ્લા, એનટીપીસી, નેસ્લેમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો આઈટી, ઓટો, મેટલ, પીએસઈ, ફાર્મામાં ભારે ખરીદી જોવા મળી હતી. જ્યારે બેંકિંગ, એફએમસીજીમાં નરમાઈ જળવાય હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 3 ટકા ઉછળી નવી ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં એચસીએલ ટેક્નોલોજી 4.4 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, ટીસીએસ, વિપ્રો, એમ્ફેસિસ, કોફોર્જ, ઈન્ફોસિસ, એલએન્ડટી ટેક્નોલોજી, ટેક મહિન્દ્રા, પર્સિસ્ટન્ટમાં મજબૂત સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી મેટલ 1.6 ટકા વૃદ્ધિ સાથે સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં સેઈલ 8 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, નાલ્કો, વેદાંત, જિંદાલ સ્ટીલ, મોઈલ, તાતા સ્ટીલ, કોલ ઈન્ડિયા, એનએમડીસી, હિંદાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ઓટો 1.5 ટકા વૃદ્ધિ સાથે નવી ટોચ પર જોવા મળ્યો હતો. જેના ઘટકોમાં મારુતિ સુઝુકી 4 ટકા ઉછળી સર્વોચ્ચ ટોચે બંધ રહ્યો હતો. આ ઉપરાંત, બોશ, મધરસન, એમએન્ડએમ, આઈશર મોટર્સ, તાતા મોટર્સ, એમઆરએફ, ટીવીએસ મોટર, ભારત ફોર્જ, બજાજ ઓટો, હીરો મોટોકોર્પમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા એક ટકા ઉછળી નવી ટોચ પર બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં બાયોકોન 5 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, ઝાયડસ લાઈફ, આલ્કેમ લેબ, ડો. રેડ્ડીઝ લેબ્સ, સન ફાર્મા, ડિવિઝ લેબ્સ અને લ્યુપિનમાં પણ મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી રિઅલ્ટી 0.41 ટકા સુધારા સાથે પોઝીટીવ બંધ દર્શાવતો હતો. જેના ઘટકોમાં ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી 11 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત સોભા, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, પ્રેસ્ટીજ એસ્ટેટ, ઓબેરોય રિઅલ્ટી, ડીએલએફ અને સનટેક રિઅલ્ટીમાં પણ મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી બેંક 0.3 ટકા ઘટાડો સૂચવતો હતો. જેના ઘટકોમાં બેંક ઓફ બરોડા 3 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત, બંધન બેંક, ઈન્ડસઈન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક અને ફેડરલ બેંકમાં નરમાઈ જોવા મળી હતી. એકમાત્ર એસબીઆઈ એક ટકાથી વધુનો સુધારો દર્શાવતો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો સેઈલ 8 ટકા સાથે સૌથી ઊંચી વૃદ્ધિ દર્શાવતો હતો. આ ઉપરાંત, ઓરેકલ ફાઈનાન્સિયલ, પેટ્રોનેટ એલએનજી, આઈઓસી, બીપીસીએલ, ઈપ્કા લેબ્સ, એચપીસીએલ, એચડીએફસી લાઈફ, બાયોકોન, મેક્સ ફાઈનાન્સિયલ, ઝાયડસ લાઈફ, મહાનગર ગેસ, નાલ્કો, એચસીએલ ટેક્નોલોજી, ટીસીએસ, મારુતિ સુઝુકી, સિન્જિન ઈન્ટરનેશનલ, વોડાફોન આઈડિયા, વિપ્રો અને ઓએનજીસીમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, સીજી કન્ઝ્યૂમર, પાવર ગ્રીડ કોર્પોરેશન, બેંક ઓફ બરોડા, બ્રિટાનિયા, સિટી યુનિયન બેંક, બર્ગર પેઈન્ટ્સ, બંધન બેંક, ઈન્ડસઈન્ડ બેંક, એલએન્ડટી ફાઈનાન્સ, આઈટીસી, ભેલ અને ટોરેન્ટ ફાર્મામાં નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં જમના ઓટો, આઈઓબી, સેઈલ, એમએમટીસી, લેટન્ટ વ્યૂ, પેટ્રોનેટ એલએનજી, ગ્લાન્ડ ફાર્મા, આઈઓસી, બીપીસીએલ, ઈપ્કા લેબ્સ, હેગ, કેપીઆઈટી ટેક, ફોર્ટિસ હેલ્થ, બાયોકોન, ઝાયડસ લાઈફ, ઓઈલ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, રેઈન ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે.


તાતા જૂથ રૂ. 30 લાખ કરોડનું માર્કેટ-કેપ પાર કરનાર પ્રથમ ભારતીય જૂથ બન્યું
ચાલુ કેલેન્ડરમાં ટીસીએસમાં 9 ટકા, તાતા મોટર્સમાં 20 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો
આ ઉપરાંત, તાતા પાવર 18 ટકા અને ઈન્ડિયન હોટેલ્સ 16 ટકા ઉછળ્યો

ભારતીય ઔદ્યોગિક જૂથોમાં રૂ. 30 લાખ કરોડના માર્કેટ-કેપિટલાઈઝેશનને પાર કરવાનું સીમાચિહ્ન તાતા જૂથને લાધ્યું છે. મંગળવારે જૂથનું માર્કેટ-કેપ પ્રથમવાર આ સપાટી પાર કરી ગયું હતું. જૂથની લિસ્ટેડ કંપનીઓ ટીસીએસ, તાતા મોટર્સ, તાતા પાવર અને ઈન્ડિયન હોટેલ્સના શેર્સમાં ચાલુ કેલેન્ડરમાં મજબૂત તેજી પાછળ આમ બન્યું છે. કેલેન્ડર 2024માં અત્યાર સુધીમાં ટીસીએસનો શેર 9 ટકા ઉછળ્યો છે. જ્યારે તાતા મોટર્સનો શેર 20 ટકા ઉછળ્યો છે. આ ઉપરાંત, તાતા પાવર 18 ટકા અને ઈન્ડિયન હોટેલ્સ 16 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. તાતા જૂથની 24 કંપનીઓ શેરબજારો પર લિસ્ટીંગ ધરાવે છે. બીજી બાજુ, જૂથની કેટલીક કંપનીઓના શેર્સમાં ચાલુ વર્ષે 10 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં તેજસ નેટવર્ક, તાતા એલેક્સિ અને તાતા કેમિકલ્સનો સમાવેશ થાય છે. જ્યારે આ સિવાયની લિસ્ટેડ કંપનીઓના શેર્સમાં 1-5 ટકા સુધીની વૃદ્ધિ જોવા મળી હતી. મંગળવારે ટીસીએસનો શેર 4 ટકા ઉછળ્યો હતો અને રૂ. 15 લાખ કરોડના માર્કેટ-કેપને પાર કરી ગયો હતો. કંપનીના શેરમાં મજબૂતી પાછળ 8.1 અબજ ડોલરની કુલ કોન્ટ્રેક્ટ વેલ્યૂ જવાબદાર છે. કંપનીએ તાજેતરમાં જ યૂકેના ઈન્શ્યોરન્સ લીડર અવીવા સાથે 15-વર્ષો માટેની ભાગીદારી વિસ્તરણની જાહેરાત કરી હતી. તાતા મોટર્સના શેરમાં પણ છેલ્લાં સપ્તાહમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. જેનું મુખ્ય કારણ ડિસેમ્બર ક્વાર્ટરના અપેક્ષાથી ચઢિયાતા પરિણામ જવાબદાર છે.


HDFC બેંક જૂથે છ બેંક્સમાં 9.5 ટકા હિસ્સા ખરીદી માટે RBIની મંજૂરી મેળવી
આરબીઆઈએ 4 ફેબ્રુઆરી, 2025 સુધીમાં આ ખરીદી માટે આપેલી મુદત
એચડીએફસી બેંક ગ્રૂપે જણાવ્યું છે કે બેંક રેગ્યુલેટર આરબીઆઈએ તેને છ બેંક્સમાં કુલ 9.5 ટકા શેર હિસ્સો ખરીદવા માટેની મંજૂરી આપી છે. આ છ બેંક્સમાં એક્સિસ બેંક, સર્વોદય સ્મોલ ફાઈનાન્સ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, બંધન બેંક, યસ બેંક અને ઈન્ડસઈન્ડ બેંકનો સમાવેશ થાય છે. એક રેગ્યુલેટરી ફાઈલીંગમાં બેંકે જણાવ્યું હતું કે 18 ડિસેમ્બર, 2023ના રોજ આરબીઆઈ તરફથી આ મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂરી એક વર્ષ માટે માન્ય રહેશે. જે 4 ફેબ્રુઆરી, 2025 સુધીનો સમયગાળો સૂચવે છે. વધુમાં, બેંકે જણાવ્યું હતું કે ઉપરોક્ત જણાવેલી બેંક્સમાં એચડીએફસી બેંકનો કુલ હિસ્સો 9.5 ટકાથી વધવો જોઈશે નહિ. એચડીએફસી બેંકે જણાવ્યું હતું કે તે આ બેંક્સમાં ઈન્વેસ્ટ કરવાનો ઈરાદો નથી ધરાવતી પરંતુ તેનું હોલ્ડિંગ 5 ટકાથી વધવાની શક્યતાં હોવાના કારણે તેણે આરબીઆઈના નિયમો હેઠળ તેના ઈન્વેસ્ટમેન્ટમાં વૃદ્ધિ માટે અરજી કરી હતી.


વેદાંતા ઓઈલ ઉત્પાદન બમણું કરવા 4 અબજ ડોલરનું રોકાણ કરશે
માઈનીંગ કંપની વેદાંતાએ આગામી ત્રણ વર્ષોમાં ઓઈલ ઉત્પાદન બમણું કરવા માટે 4 અબજ ડોલરના રોકાણની યોજના જાહેરા કરી છે. કંપનીના ચેરમેન અનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે તેઓ આક્રમક ઓઈલ અને ગેસ વિસ્તરણ પ્રોગ્રામ સાથે આગળ વધી રહ્યાં છે. વેદાંતાએ એક દાયકા અગાઉ સ્કોટીશ એક્સપ્લોરર કેઈર્ન એનર્જી પાસેથી તેની ભારતીય એસેટ્સની ખરીદી કરી હતી. કંપની પ્રતિ દિવસ 3 લાખ બેરલ્સ ઉત્પાદનનો ટાર્ગેટ રાખી રહી છે. કંપની તેની પેરન્ટ કંપની વેદાંતા રિસોર્સિઝની ડેટની સમસ્યાને બાજુ પર રાખીને ઈન્વેસ્ટમેન્ટમાં આગળ વધી રહી છે. અગ્રવાલના મતે હાલમાં ભારતમાં હોવું એ બિલકુલ યોગ્ય બાબત છે. તેની પાસે સ્રોતો પણ છે અને માર્કેટ પણ છે. જોકે, હાલમાં દેશ તેની જરૂરિયાતના માત્ર 15 ટકા ઉત્પાદન ધરાવે છે અને બાકીની નિર્ભરતા આયાત પર રહેલી છે. હાલમાં વેદાંત દૈનિક 1.4 લાખ બેરલ્સનું ઉત્પાદન ધરાવે છે.


હિંડેનબર્ગ પછી અદાણીએ પ્રથમ ડોલર બોન્ડ સેલ માટે ચર્ચા-વિચારણા શરૂ કરી
બિલિયોનર ગૌતમ અદાણી જૂથે ડોલર બોન્ડ્સ મારફતે 50 કરોડ ડોલર ઊભા કરવા માટે વાતચીત શરૂ કરી હોવાનું વર્તુળો જણાવે છે. ગયા વર્ષે યુએસ શોર્ટ સેલર હિંડેનબર્ગના રિપોર્ટ પછી પ્રથમવાર કંપની વિદેશમાં ડોલર બોન્ડ્સ ઈસ્યુ કરવા વિચારી રહી છે. જૂથ કંપની અને સોલાર એનર્જી ઉત્પાદક અદાણી ગ્રીન એનર્જી વિદેશી બેંક્સના જૂથ સાથે આ નાણા ઊભા કરવા માટે વાતચીત કરી રહી છે. જેમાં યુએસ કંપનીનો સમાવેશ પણ થાય છે એમ જાણકારોનું કહેવું છે. ચાલુ વર્ષની આખરમાં આ ડીલ પૂરું થવાની અપેક્ષા છે. જોકે, તેની શરતોને લઈ આખરી નિર્ણય લેવાનો બાકી છે. ગયા વર્ષે હિંડેનબર્ગ રિપોર્ટ પછી કંપનીના શેર્સમાં ભારે ઘટાડો નોંધાયો હતો અને કંપનીએ તેના ડેટને હળવું કરવા માટે નોંધપાત્ર ઈક્વિટીઝ વેચી હતી. જોકે, હિંડેનબર્ગ રિપોર્ટને લઈ સુપ્રીમે અદાણી જૂથને ક્લિનચીટ આપી હતી અને 2023ની આખર સુધીમાં જૂથ શેર્સમાં ભારે તેજી જોવા મળી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage