Market Summary 07/02/2024

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

નિફ્ટી 22K પર બંધ આપવામાં ફરી નિષ્ફળ
શેરબજારમાં કોન્સોલિડેશન વચ્ચે ફ્લેટ બંધ
વોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા ઘટાડે 15.50ના સ્તરે બંધ
પીએસયૂ બેંક ઈન્ડેક્સ 3 ટકા ઉછળી નવી ટોચે
રિઅલ્ટી, મિડિયા, એનર્જી, મેટલમાં મજબૂતી
આઈટી, પીએસયૂમાં નરમાઈ
ઈઆઈએચ, ટ્રેન્ટ, આઈઓબી, યસ બેંક, યૂકો બેંક, સેન્ટ્રલ બેંક નવી ટોચે
નવીન ફ્લોરિન નવા તળિયે

શેરબજારમાં બુધવારે ફ્લેટ બંધ જોવા મળ્યું હતું. વૈશ્વિક બજારોમાં પોઝીટીવ મૂડ વચ્ચે ભારતીય બજાર ગેપ-અપ ખૂલ્યાં પછી સુધારો ગુમાવી બંધ દર્શાવતું હતું. બીએસઈ સેન્સેક્સ 34 પોઈન્ટ્સના ઘટાડે 72152ની સપાટીએ જ્યારે નિફ્ટી 1 પોઈન્ટ્સ મજબૂતી વચ્ચે 21931ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં તેજી જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3957 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2245 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1633 કાઉન્ટર્સ નેગેટિવ જળવાયાં હતાં. 531 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 20 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. 456 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 233 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2 ટકા ઘટાડે 15.50ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે શેરબજારે પોઝીટીવ ઓપનીંગ સાથે કામગીરીની શરૂઆત કરી હતી. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 21929ના બંધ સામે 22045ની સપાટીએ ખૂલી ઉપરમાં 22053 પર ટ્રેડ થઈ નીચામાં 21860 પર ટ્રેડ થયો હતો. જોકે, તે 22900 પર સતત બીજા સત્રમાં બંધ દર્શાવતો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 88 પોઈન્ટ્સના પ્રિમીયમ સાથે 22019ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રના 78 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં વૃદ્ધિ સૂચવે છે. આમ, લોંગ પોઝીશનમાં ઉમેરાના સંકેત છે. જોકે, બેન્ચમાર્ક માટે 22 હજારનું લેવલ એક અવરોધ બન્યું છે અને તેથી સાવચેતી દાખવવી જરૂરી બની રહે છે. લોંગ ટ્રેડર્સ 21450ના સ્ટોપલોસ સાથે પોઝીશન જાળવી શકે છે. જ્યારે શોર્ટ ટ્રેડર્સે 22200ના સ્ટોપલોસ સાથે પોઝીશન જાળવવી જોઈએ.
નિફ્ટીને સપોર્ટ કરનારા કાઉન્ટર્સમાં એસબીઆઈ મુખ્ય હતો. આ ઉપરાંત, ગ્રાસિમ, જેએસડબલ્યુ સ્ટીલ, એચડીએફસી લાઈફ, એક્સિસ બેંક, અલ્ટ્રાટેકસિમેન્ટ, નેસ્લે, એશિયન પેઈન્ટ્સ, બજાજ ફાઈનાન્સ, સન ફાર્મા, બ્રિટાનિયા, હિંદાલ્કો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, સિપ્લા, કોલ ઈન્ડિયા, મારુતિ સુઝુકી, અદાણી એન્ટરપ્રાઈઝિસ, ટાઈટન કંપની, એસબીઆઈ લાઈફનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ટેક મહિન્દ્રા, પાવર ગ્રીડ કોર્પોરેશન, ઈન્ફોસિસ, અદાણી પોર્ટ્સ, ટીસીએલ, બીપીસેલ, એનટીપીસી, એચડીએફસી બેંક, વિપ્રો, લાર્સન, યૂપીએલ, તાતા મોટર્સ, એચસીએલ ટેક્નોલોજીમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટલ પર્ફોર્મન્સની વાત કરીએ તો પીએસયૂ બેંક ઈન્ડેક્સ 3 ટકા ઉછળી નવી ટોચે બંધ રહ્યો હતો. રિઅલ્ટી, મિડિયા, એનર્જી, મેટલમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે આઈટી, પીએસયૂ નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 3 ટકા ઉછળી સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં આઈઓબી 18 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, યૂકો બેંક, સેન્ટ્રલ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા બેંક, એસબીઆઈ, પંજાબ એન્ડ સિઁધ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, પીએનબી, યુનિયન બેંક, ઈન્ડિયન બેંકમાં મજબૂતી જોવા મળી હતી. એક માત્ર બેંક ઓફ બરોડા બીજા સત્રમાં ઘટાડો સૂચવી રહ્યો હતો. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 1.9 ટકા ઉછળ્યો હતો. જેના ઘટકોમાં ફિનિક્સ મિલ્સ વધુ 4 ટકા મજબૂતી દર્શાવતો હતો. આ ઉપરાંત ડીએલએફ, સોભા, હેમિસ્ફિઅર, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, પ્રેસ્ટીજ એસ્ટેટમાં પણ મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મિડિયા 1.2 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ડિશ ટીવી, ડીબી કોર્પ, ઝી એન્ટરટેઈનમેન્ટ, જાગરણ પ્રકાશન, ટીવી ટુડે નેટવર્કમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી એનર્જી 0.6 ટકા મજબૂતી સાથે સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યો હતો. જેના ઘટકોમાં અદાણી ગ્રીન એનર્જી 8 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, આઈઓસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને તાતા પાવરમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મેટલ પણ અડધા ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં જેએસડબલ્યુ સ્ટીલ 2 ટકાથી વધુ મજબૂતી સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત, હિંદાલ્કો, કોલ ઈન્ડિયામાં સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી ફાર્મા પણ 0.42 ટકા વૃદ્ધિ સાથે સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ટોરેન્ટ ફાર્મા 1.5 ટકા ઉછળી સર્વોચ્ચ સપાટીએ બંધ જોવા મળ્યો હતો. આ ઉપરાંત, સન ફાર્મા, આલ્કેમ લેબ, સિપ્લા, લ્યુપિનમાં પણ મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી આઈટીમાં 1.25 ટકા ઘટાડો નોઁધાયો હતો. જેમાં ટેક મહિન્દ્રા 2.5 ટકા સાથે તૂટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, ઈન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો, એચસીએલ ટેક્નોલોજીમાં પણ નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો ટ્રેન્ટ 19 ટકા ઉછળી બંધ રહ્યો હતો. આ ઉપરાંત, ડેલ્ટા કોર્પોરેશન, કેનેરા બેંક, ચંબલ ફર્ટિલાઈઝર, વોડાફોન આઈડિયા, મેક્સ ફાઈનાન્સિયલ, એબી કેપિટલ, કેન ફિન હોમ્સ, એબીબી ઈન્ડિયા, એસબીઆઈ, ડીએલએફ, ઝી એન્ટરટેઈનમેન્ટ, ઈન્ડિયન હોટેલ્સ, એલએન્ડટી ફાઈનાન્સ, પાવર ફાઈનાન્સ, આદિત્ય બિરલા ફાઈનાન્સ, પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ, જેએમઆર એરપોર્ટ્સ, મધરસનમાં ભારે લેવાલી જોવા મળી હતી. બીજી બાજુ, નવીન ફ્લોરિન, આઈઈએક્સ, મહાનગર ગેસ, બાયોકોન, પેટ્રોનેટ એલએનજી, ટેક મહિન્દ્રા, બિરલાસોફ્ટ, પાવર ગ્રીડ કોર્પોરેશન, કોરોમંડલ ઈન્ટરનેશનલ, સિન્જિન ઈન્ટરનેશનલ, એચપીસીએલ, બેંક ઓફ બરોડા, ગુજરાત ગેસ, ઈન્ફોસિસ, જીએનએફસી, ઓરોબિંદો ફાર્મા, બાટા ઈન્ડિયા, ગેઈલ, કોન્કોર, સેઈલ, આરબીએલ બેંક, અદાણી પોર્ટ્સમાં વેચવાલી જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં ઈઆઈએચ, ટ્રેન્ટ, આઈઓબી, યસ બેંક, યૂકો બેંક, સેન્ટ્રલ બેંક, ત્રિવેણી ટર્બાઈન, અદાણી ગ્રીન એનર્જી, બેંક ઓફ મહારાષ્ટ્ર, એફડીસી, વિજય ડાયગ્નોસ્ટીક્સ, કેનેરા બેંક, સીડએસએલ, ગોદાવરી પાવર, રાઈટ્સ, એલ્ગી ઈક્વિપમેન્ટ્સ, જેબી કેમિકલ્સ, ફિનિક્સ મિલ્સ, એસબીઆઈનો સમાવેશ થતો હતો.

કાલની બેઠકમાં RBI રેપો રેટ સ્થિર જાળવી રાખે તેવી શક્યતાં
2023-24માં ચાલુ ખાતાની ખાધ 2022-23ના જીડીપીના 2 ટકા પરથી ઘટી 2023-24માં 1.2 ટકા રહેવાની અપેક્ષા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ગુરુવારે 2024ની પ્રથમ નાણા સમીક્ષા બેઠક દરમિયાન રેપો રેટને સ્થિર જાળવી રાખે તેવી શક્યતાં અર્થશાસ્ત્રીઓ અને બેંકર્સ જોઈ રહ્યાં છે. જેમના મતે આરબીઆઈની બેઠકનો મુખ્ય મુદ્દો લિક્વિડિટી મેનેજમેન્ટ અંગે તેની ટિપ્પણી રહેશે. આરબીઆઈ વર્તમાન રેપો રેટને સ્થિર જાળવી રાખે તેવી શક્યતાં છે. જોકે, એપ્રિલમાં તેના વલણમાં ફેર પડી શકે છે. જેમાં તે રેટમાં ઘટાડાનો નિર્ણય લઈ શકે છે. હાલમાં, માર્કેટમાં લિક્વિડિટીની સ્થિતિમાં રાહતને જોતાં ખાસ ચિંતાનું કારણ નથી. તેમજ ચૂંટણી અગાઉ કન્ઝ્યૂમર ઈન્ફ્લેશન પણ વધે નહિ તે આરબીઆઈ માટે મુખ્ય ચિંતાનો વિષય છે. અર્થશાસ્ત્રીઓ માને છે કે 2024-25માં આર્થિક ગ્રોથ મોમેન્ટમ થોડું ધીમું પડશે જ્યારે કોર ઈન્ફ્લેશન અંકુશમાં જાળવી શકાશે. એક સિનિયર એનાલિસ્ટના મતે આરબીઆઈ જૂન અથવા ઓગસ્ટ, 2024માં તેની બેઠકથી રેટમાં ઘટાડો કરી શકે છે. જ્યાં સુધી ફેડ તરફથી રેટમાં ઘટાડો નહિ થાય ત્યાં સુધી આરબીઆઈ પણ રેટને સ્થિર જાળવવાનું પસંદ કરશે તેમ તેઓ માને છે.



અપેક્ષાથી ચઢિયાતા પરિણામ પાછળ ટ્રેન્ટનો શેર 20 ટકા ઉછળ્યો
તાતા જૂથની રિટેલ કંપની ટ્રેન્ડનો શેર બુધવારે એક સમયે 20 ટકાની સર્કિટમાં જોવા મળ્યો હતો. કંપનીનો નેટ પ્રોફિટ 139 ટકા જ્યારે આવક 51 ટકા ઉછળતાં શેરમાં તીવ્ર વૃદ્ધિ નોંધાઈ હતી. કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 370.6 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષના સમાનગાળાની સરખામણીમાં 139 ટકાની વૃદ્ધિ દર્શાવતો હતો. એનએસઈ ખાતે કંપનીનો શેર 19.48 ટકા ઉછળા સાથે રૂ. 3636.30ની સપાટીએ બંધ રહ્યો હતો. કંપનીની આવક ગયા વર્ષના રૂ. 2303 કરોડ સામે 50.5 ટકા ઉછળી રૂ. 3466.6 કરોડ પર જોવા મળી હતી. જ્યારે એબિટા 94.6 ટકા ઉછળી રૂ. 629 કરોડ પર નોંધાયો હતો. કંપનીએ ગયા વર્ષના 14 ટકા સામે 18 ટકા માર્જિન દર્શાવ્યાં હતાં. ડિસેમ્બર, 2023ની આખર સુધીમાં ટ્રેન્ટના પોર્ટફોલિયોમાં 227 વેસ્ટસાઈડ, 460 ઝૂડિયો અને 28 સ્ટોર્સનો સમાવેશ થતો હતો.


2030 સુધીમાં ભારત વૈશ્વિક ઓઈલ માગનું સૌથી મોટું કેન્દ્ર હશેઃ IEA
ભારત 2030 સુધીમાં વૈશ્વિક સ્તરે ઓઈલની માગનું સૌથી મોટું કેન્દ્ર બની રહેશે એમ ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીએ જણાવ્યું છે. દેશમાં સમૃદ્ધ મીડલ-ક્લાસ ઉભરી રહ્યો છે, જે ટુરિઝમ અને મોબિલિટી માટે આતુર છે એમ તેણે નોંધ્યું છે. 2030 સુધીમાં વૈશ્વિક સ્તરે ઓઈલની માગમાં પ્રતિ દિવસ 32 લાખ બેરલની અંદાજિત વૃદ્ધિનો ત્રીજો હિસ્સો એટલેકે 12 લાખ બેરલ હિસ્સો ધરાવતું હશે એમ એજન્સી જણાવે છે. જે સાથે તેની દૈનિક માગ 66 લાખ બેરલ્સ પર પહોંચશે. મજબૂત સ્થાનિક માગ પાછળ ભારતની જેટ-કેરોસીનની માગ વાર્ષિક સરેરાશ 5.9 ટકાના દરે વૃદ્ધિ માટે તૈયાર છે. જ્યારે ગેસોલીન(પેટ્રોલ)ની માગ વાર્ષિક 0.7 ટકા દરે વૃદ્ધિ પામશે. લોકોની આવક વધવાને કારણે તેઓ એનર્જીનો ઉપયોગ ધરાવતી મોંઘી વસ્તુઓ જેવીકે કાર્સની ખરીદી તરફ વળ્યાં છે. ભારત એશિયા અને એટલાન્ટિક બેસીનમાં માર્કેટ્સ માટે ટ્રાન્સપોર્ટેશન ફ્યુઅલ્સના મુખ્ય નિકાસકારની સ્થિતિ પણ જાળવી રાખવા માટે તૈયાર છે. જેને કારણે ભારતમાં નવી રિફાઈનીંગ ક્ષમતા પણ જોવા મળશે એમ એજન્સી જણાવે છે.


નેસ્લેનો નફો 4 ટકા ઉછળી રૂ. 655.6 કરોડ પર નોંધાયો
કંપનીની આવક 8.27 ટકા વધી રૂ. 4584 કરોડ પર જોવા મળી
બહુરાષ્ટ્રીય એફએમસીજી કંપની નેસ્લેએ ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 655.6 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 4 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીએ રૂ. 628.06 કરોડનો નફો રળ્યો હતો. કંપનીની આવક વાર્ષિક 8.27 ટકા વૃદ્ધિ સાથે રૂ. 4583.63 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 4233.27 કરોડ પર જોવા મળી હતી. કંપનીનો ખર્ચ 6.11 ટકા વધી રૂ. 3636.94 કરોડ પર રહ્યો હતો. નેસ્લે ઈન્ડિયાનું સ્થાનિક વેચાણ 8.86 ટકા વધી રૂ. 4421.79 કરોડ નોંધાયું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 4061.85 કરોડ પર હતું. જોકે, તેની નિકાસ 5.58 ટકાના ઘટાડે રૂ. 161.84 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે રૂ. 171.42 કરોડ પર જોવા મળતી હતી.


તાતા કન્ઝ્યૂમરનો નફો 17 ટકા ગગડી રૂ. 302 કરોડ નોંધાયો
કંપનીની આવક 9 ટકા વધી રૂ. 3804 કરોડ પર રહી
તાતા જૂથની કન્ઝ્યૂમર કંપની તાતા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સે ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 301.5 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 17 ટકા ઘટાડો સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીએ રૂ. 364 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. કંપનીએ રૂ. 350 કરોડના નફાની અપેક્ષા સામે નીચો પ્રોફિટ દર્શાવ્યો હતો. કંપનીની આવક વાર્ષિક ધોરણે 9 ટકા ઉછળી રૂ. 3804 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે 3475 કરોડ પર હતી. એફએમસીજી અગ્રણીની ત્રીજા ક્વાર્ટરની આવક અંદાજ કરતાં ઊંચી રહી હતી. કંપનીનો એબિટા 26 ટકા ઉછળી રૂ. 576 કરોડ પર નોંધાયો હતો. જ્યારે કંપનીના માર્જિન 2 ટકા વૃદ્ધિ સાથે 15.1 ટકા પર જોવા મળ્યાં હતાં.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage