Market Summary 08/01/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

વૈશ્વિક શેરબજારોમાં વેચવાલી પાછળ સ્થાનિક માર્કેટમાં નરમાઈ
નિફ્ટીએ 21700 અને 21600ની સપાટી સાથે ગુમાવી
સેન્સેક્સ 72 હજારની નીચે ઉતરી ગયો
વોલેટિલિટી ઈન્ડેક્સ 7 ટકા ઉછળી 13.46ના સ્તરે બંધ
પીએસયૂ બેંક, એફએમસીજી, મેટલ, આટી, ફાર્મામાં વેચવાલી
બ્રોડ માર્કેટમાં બ્રેડ્થમાં નરમાઈ
જેબીએમ ઓટો, કિસ્ટોન રિઅલ્ટી, સેન્ચ્યૂરી, ગોદરેજ ઈન્ડ. નવી ટોચે

શેરબજારમાં નવા સપ્તાહની નરમાઈ સાથે શરૂઆત થઈ હતી. વૈશ્વિક બજારોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જેમાં હોંગ કોંગ અને ચીન મુખ્ય હતાં. ચીનનું બજાર તેના વાર્ષિક તળિયા નજીક પહોંચ્યું હતું. જ્યારે હોંગ કોંગ માર્કેટ પણ વાર્ષિક તળિયા નજીક સરક્યું હતું. બીએસઈ સેન્સેક્સ 671 પોઈન્ટ્સ ગગડી 71555ની સપાટીએ જ્યારે નિફ્ટી 198 પોઈન્ટ્સ ગગડી 21513ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં ખરીદી થોડી ઘટતાં બ્રેડ્થ સાધારણ નરમ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 4074 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2065 નેગેટિવ ટ્રેડ દર્શાવતાં હતાં. જ્યારે 1905 પોઝીટીવ જોવા મળતાં હતાં. 493 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 12 કાઉન્ટર્સ તેમનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 7 ટકા ઉછળી 13.46ના સ્તરે બંધ રહ્યો હતો.
સોમવારે એશિયન બજારોમાં નરમાઈ વચ્ચે ભારતીય બજારે કામગીરીની મજબૂત શરૂઆત દર્શાવી હતી. જોકે, ગ્રીન ઝોનમાં ખૂલ્યાં પછી બજાર સમગ્ર દિવસ દરમિયાન ઘટતું જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી ઈન્ટ્રા-ડે 21493નું તળિયું બનાવી 21500ની સપાટી પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. આમ, આગામી સત્રો માટે 21490નો સપોર્ટ મહત્વનો રહેશે. જો આ સપોર્ટ તૂટશે તો નિફ્ટી 21300 સુધીનો ઝડપી ઘટાડો દર્શાવી શકે છે. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 57 પોઈન્ટ્સ પ્રિમીયમે 21579ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 84 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં 27 પોઈન્ટ્સનો ઘટાડો સૂચવે છે. આમ, માર્કેટમાં લોંગ પોઝીશનમાં લિક્વિડેશન જળવાયું હોવાના સંકેતો છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે 21500ની સપાટી નીચે લોંગ પોઝીશન છોડવી જોઈએ. બજાર માટે 21770નો મહત્વનો અવરોધ છે. જેના સ્ટોપલોસે શોર્ટ પોઝીશનનું સાહસ કરી શકાય. સોમવારે નિફ્ટીને સપોર્ટ કરનારા ઘટકોમાં અદાણી પોર્ટ્સ, એચસીએલ ટેક્નોલોજી, ઓએનજીસી, હીરો મોટોકોર્પ, એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, બીપીસીએલ, સન ફાર્મા, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, આઈશર મોટર્સ, બજાજ ઓટોનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, યૂપીએલ, એસબીઆઈ, એસબીઆઈ લાઈફ, ડિવિઝ લેબ્સ, બ્રિટાનિયા, આઈટીસી, નેસ્લે, એલટીઆઈમાઈન્ડટ્રી, એશિયન પેઈન્ટ્સ, તાતા કન્ઝ્યૂમર, એચયૂએલ,ટીસીએલ, હિંદાલ્કો, એમએન્ડએમ, ટેક મહિન્દ્રા, અદાણી એન્ટરપ્રાઈઝિસ, વિપ્રોમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો પીએસયૂ બેંક, એફએમસીજી, મેટલ, આટી, ફાર્મામાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી રિઅલ્ટી અને મિડિયા સિવાય તમામ સેક્ટરલ સૂચકાંકો નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. નિફ્ટી પીએસયૂ બેંક સૂચકાંક 2.52 ટકા ગગડ્યો હતો. જેના ઘટકોમાં બેંક ઓફ બરોડા 5 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત, સેન્ટ્રલ બેંક, જેકે બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, એસબીઆઈ, પીએનબી, યૂકો બેંક, ઈન્ડિયન બેંક, આઈઓબી, બેંક ઓફ મહારાષ્ટ્રમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 1.72 ટકા ગગડ્યો હતો. જેના ઘટકોમાં મેરિકો ઈન્ડસ્ટ્રીઝ 4 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત, જ્યુબિલિઅન્ટ ફૂડ, ગોદરેજ કન્ઝ્યૂમર, ડાબર ઈન્ડિયા, બ્રિટાનિયા, આઈટીસી, ઈમામી, નેસ્લે, એચયૂએલમાં નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટી મેટલ 1.6 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં નાલ્કો, એનએમડીસી, વેદાંત, જિંદાલ સ્ટીલ, સેઈલ, હિંદાલ્કો, તાતા સ્ટીલ, કોલ ઈન્ડિયા, હિંદુસ્તાન ઝીંક, મોઈલ, જેએસડબલ્યુ સ્ટીલમાં નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટી ફાર્મા એક ટકા ડાઉન બંધ દર્શાવતો હતો. જેના ઘટકોમાં બાયોકોન, ડિવિઝ લેબ્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ, સિપ્લા, ટોરેન્ટ ફાર્મા, ઓરોબિંદો ફાર્મા, આલ્કેમ લેબ, લ્યુપિન અને ઝાયડસ લાઈફમાં નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટી રિઅલ્ટી સાધારણ ગ્રીન બંધ દર્શાવતો હતો. જેના ઘટકોમાં હેમિસ્ફિઅર, સોભા, ફિનિક્સ મિલ્સ, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી અને ડીએલએફ નોઁધપાત્ર સુધારો સૂચવતાં હતાં. નિફ્ટી મિડિયા ઈન્ડેક્સમાં મજબૂતી પાછળ નેટવર્ક 18, ડિશ ટીવી, ટીવી ટુડેનેટવર્ક, ટીવી18 બ્રોડકાસ્ટનો સમાવેશ થતો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો જીએમઆર એરપોર્ટ્સ 3.6 ટકા ઉછળી નવી ટોચે બંધ રહ્યો હતો. આ ઉપરાંત ટીવીએસ મોટર, એચપીસીએલ, મણ્ણાપુરમ ફાઈનાન્સ, જેકે સિમેન્ટ, એસ્કોર્ટ્સ કુબોટા, મધરસન સુમી, ચંબલ ફર્ટીલાઈઝર, એચડીએફસી એએમસી, અદાણી પોર્ટ્સ, આઈઆરસીટીસી, શ્રી સિમેન્ટ્સ, શ્રીરામ ફાઈનાન્સ, ડીએલએફ, ઓએનજીસી, એમસીએક્સ ઈન્ડિયા, હીરો મોટોકોર્પ, પાવર ફાઈનાન્સ, બીપીસેલ, સન ફાર્મા, ગુજરાત ગેસમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, બંધન બેંક, નવીન ફ્લોરિન, હિંદ કોપર, આરતી ઈન્ડસ્ટ્રીઝ, બેંક ઓફ બરોડા, ઈન્ડુસ ટાવર્સ, પીવીઆર આઈનોક્સ, મેક્સ ફાઈનાન્સિયલ, ગોદરેજ પ્રોપર્ટીઝ, જ્યુબિલિઅન્ટ ફૂડ, કોરોમંડલ ઈન્ટર., બાયોકોન, ગોદરેજ કન્ઝૂયમર, યૂપીએલ, એસઆરએફ, નાલ્કો, એનએમડીસી, પેજ ઈન્ડસ્ટ્રીઝ, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, આદિત્ય બિરલા ફેશન, રામ્કો સિમેન્ટ્સ, ઈન્ડિયા સિમેન્ટ્સમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં જેબીએમ ઓટો, કિસ્ટોન રિઅલ્ટી, સેન્ચ્યૂરી, ગોદરેજ ઈન્ડ., ટ્રાઈડન્ટ, કેપ્રિ ગ્લોબલ, નેટવર્ક 18, બીએલએસ ઈન્ટરનેશનલ, ઓલેક્ટ્રા ગ્રીન, જીએમઆર એરપોર્ટ્સ, ટીવીએસ મોટર, બીઈએમએલ, એચપીસીએલ, મોતીલાલ ઓસ્વાલ, ફિનિક્સ મિલ્સ, જેકે સિમેન્ટ અને એચડીએફસી એએમસીનો સમાવેશ થતો હતો.

અલાસ્કા વિમાન અકસ્માન જેવું વિમાન મુકેશ અંબાણી પાસે પણ રહેલું છે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગયા વર્ષે બોઈંગ 737-9 મેક્સને તેના વિમાન કાફલામાં ઉમેર્યું હતું.

બિલિયોનર મુકેશ અંબાણીના કોંગ્લોમેરટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વિમાનોના કાફલામાં બોઈંગ 7373-9 મેક્સ વેરિઅન્ટનું વિમાન રહેલું છે. તાજેતરમાં જ યુએસના અલાસ્કા તરફ જઈ રહેલા આ પ્રકારના વિમાનમાં અધવચ્ચે કેટલોક ભાગ તૂટી જવાને કારણે મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. એશિયામાં સૌથી ધનવાન મુકેશ અંબાણી એકમાત્ર આ પ્રકારનું કોર્પોરેટ જેટ ધરાવે છે. જે પ્લગ્ડ મીડ-કેબિન એક્ઝિટ ડોર સાથેનું છે એમ ફ્લાઈડ ડેટા પ્રોવાઈડર સિરિયમ શો જણાવે છે.
અલાસ્કા એરલાઈન્સ ફ્લાઈટની દૂર્ઘટનામાં કોઈ જાનહાનિ નહોતી થી પરંતુ તેણે આ ચોક્કસ મોડેલની સુરક્ષા તથા બોઈંગના રેકર્ડને લઈને ગંભીર સવાલો ઊભા કર્યાં છે. વિશ્વમાં કેટલીક એરલાઈન્સ કંપનીઓએ તેમના કાફલામાં રહેલા બોઈંગ 737-9ને સંપૂર્ણપણે જમીન પર ઉતારી દીધાં છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને ગયા શનિવારે કેટલાંક મેક્સ 9 વિમાનોની ઉડાન પર હંગામી પ્રતિબંધ મૂક્યો હતો. હાલમાં તેમનું નિરીક્ષણ ચાલી રહ્યું છે. વર્તુળોના જણાવ્યા મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગયા વર્ષે જ 737-9 મેક્સને તેની કોર્પોરેટ ફ્લીટમાં ઉમેર્યું હતું. પ્લેન T7-LOTUS રજિસ્ટ્રેશન ધરાવે છે અને તે રિલાયન્સની લાયવેરીમાં પાર્ક છે. જોકે, આ અંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રવક્તા તરફથી તત્કાળ કોઈ પ્રતિભાવ નહોતો સાંપડ્યો. ભારતના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને બોઈંગના 737-8 મેક્સ જેટ્સ વિમાનોના પરિક્ષણ માટે આદેશ આપ્યો છે. તેણે રવિવાર સુધીમાં વન-ટાઈમ ઈન્સ્પેક્શન પુરું કરવા જણાવ્યું છે. રિલાયન્સ તેના વિમાનોના કાફલામાં ઘણા જેટ્સ ધરાવે છે. જેમાં બે એમ્બ્રેઅર એસએ ઈઆરજે 145 એરક્રાફ્ટ અને એક એરબસ એસઈ એ310નો સમાવેશ થાય છે. તે બે હેલિકોપ્ટર્સ, એક ડૌફિન અને સિકોર્સ્કિ પણ ધરાવે છે. અંબાણીની કુલ વેલ્થ 97.5 અબજ ડોલર પર જોવા મળે છે. 737-9 મેક્સ એ બોઈંગનું સૌથી લાંબુ સિંગલ-એસ્લે વેરિએન્ટ છે. તે મોડ્યુલર ફ્યૂઝલેગ લેઆઉટ્સ ધરાવે છે.

ઘઉં-ચોખાની નિકાસ પર પ્રતિબંધ છતાં એગ્રીકલ્ચર નિકાસ વધશે

કેન્દ્ર સરકાર તરફથી ઘઉં, ચોખા અને ખાંડ જેવા મહત્વના ખાદ્ય પેદાશો પર નિકાસ પ્રતિબંધ છતાં દેશની કૃષિ પેદાશોની નિકાસ ચાલુ નાણા વર્ષ 2023-24માં ઊંચી જોવા મળશે એમ કેન્દ્રિય વાણિજ્ય પ્રધાન પિયૂષ ગોયલે જણાવ્યું છે. તેમના મતે ઉપરોક્ત મહત્વની કોમોડિટીઝની નિકાસમાં ઘટાડા છતાં નિકાસ ઊંચી રહે તેવી શક્યતાં છે. કેમકે, સરકાર તરફથી નિકાસના વૈવિધ્યીકરણ માટેના ઉપાયો હાથ ધરાયાં છે.
વિશ્વમાં ઘઉં, ચોખા અને ખાંડના બીજા ક્રમના ઉત્પાદક એવા ભારતે સ્થાનિક સ્તરે ભાવને અંકુશમાં લેવા માટે આ ત્રણેય કોમોડિટીઝની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. અગાઉ, એક સંસ્થાના અભ્યાસ મુજબ સરકાર તરફથી આ પ્રતિબંધને કારણે કૃષિ નિકાસમા 4-5 અબજ ડોલરનો ઘટાડો નોંધાશે. નવી દિલ્હી ખાતે એક પરિષદમાં ગોયલે જણાવ્યું હતું કે 2022-23માં દેશમાંથી કુલ 53 અબજ ડોલરની કૃષિ નિકાસ જોવા મળી હતી. જે આંકડો ચાલુ વર્ષ દરમિયાન ઘઉં, ચોખા અને ખાંડ પર નિકાસ પ્રતિબંધ છતાં ઊંચો રહેવાની અમારી અપેક્ષા છે. કૃષિ પેદાશોને પ્રોત્સાહન આપતી સરકારી એજન્સી એપેડાના આંકડા મુજબ ડેરી પ્રોડક્ટ્સ, જાડા ધાન્યોમાંથી તૈયાર થતી ફૂડ આઈટમ્સ, ફ્રૂડ્સ અને વેજિટેબલ્સની નિકાસમાં એપ્રિલથી નવેમ્બર સુધીના સમયગાળામાં વૃદ્ધિ જોવા મળી હતી. આમ, સ્ટેપલ કોમોડિટીઝની નિકાસમાં ઘટાડાને તે સરભર કરી શકે છે.

અદાણી ગ્રીને હોલ્ડકો બોન્ડ માટે 75 કરોડ ડોલર્સનો રિડમ્પ્શન પ્લાન જાહેર કર્યો
પાકતી મુદતના આઠ મહિના પહેલા હોલ્ડકો નોટ્સના સિનિયર ડેટ રિડેમ્પશન એકાઉન્ટમાં રોકડ બેલેન્સ સંપૂર્ણ સુરક્ષિત

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે 09 સપ્ટેમ્બર 2024 (હોલ્ડકો નોટ્સ)ના રોજ બાકી નીકળતી 75 કરોડ ડોલરના 4.375 નોટ્સ માટે રિડેમ્પશન પ્લાનની જાહેરાત કરી છે. હોલ્ડકો નોટ્સની બાકી રકમ પાકતી મુદતના આઠ મહિના પહેલા હોલ્ડકો નોટ્સને સુરક્ષિત કરતા વિવિધ રિઝર્વ એકાઉન્ટ્સના ભાગ રૂપે અલગ રાખવામાં આવેલા રોકડ બેલેન્સ દ્વારા સંપૂર્ણ રીતે સુરક્ષિત કરવામાં આવશે. એટલે કે AGEL એ પાકતી તારીખના આઠ મહિના પહેલા હોલ્ડકો નોટ્સને સંપૂર્ણ ચૂકવી દીધી છે.
અન્ડરપિનિંગ પુનઃચુકવણીમાં 1.425 અબજ ડોલરની પુનઃચૂકવણીમાં પ્રમોટર્સ તરફથી 1.125 અબજ ડોલરના પ્રેફરન્શિયલ ઇશ્યુ અને ટોટલએનર્જી જેવી તરફથી 30 કરોડ ડોલરનો સમાવેશ થાય છે. તે લાંબા ગાળાના રોકાણકારો, વ્યૂહાત્મક ભાગીદારોની રુચિ દર્શાવે છે. તે 2030 સુધીમાં AGELની 45 ગીગાવોટનું લક્ષ્ય હાંસલ કરવાની વ્યૂહાત્મક પ્રાથમિકતાઓને પહોંચી વળવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) અદાણી પોર્ટફોલિયોનું રિન્યુએબલ એનર્જી પ્લેટફોર્મ છે. કંપની પાસે વિશ્વના સૌથી મોટા પુનઃપ્રાપ્ય પોર્ટફોલિયોમાંનો એક છે. જે 20.4 GW ની લૉક-ઇન વૃદ્ધિ સાથે ઓપરેશનલ, અંડર-કન્સ્ટ્રક્શન, પુરસ્કૃત અને હસ્તગત અસ્કયામતો, ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ કાઉન્ટર પાર્ટીઝને પૂરી પાડે છે. કંપની યુટિલિટી-સ્કેલ ગ્રીડ-કનેક્ટેડ સોલાર અને વિન્ડ ફાર્મ પ્રોજેક્ટ્સ વિકસાવે છે, માલિકી ધરાવે છે, સંચાલન કરે છે અને જાળવે છે. AGEL પાવર જનરેશનના ડીકાર્બોનાઇઝેશન પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ભારતને ટકાઉપણાના લક્ષ્યોને પૂર્ણ કરવામાં મદદ કરે છે. યુએસ સ્થિત થિંક ટેન્ક મેરકોમ કેપિટલે અદાણી ગ્રૂપને #1 વૈશ્વિક સોલાર પાવર જનરેશન એસેટ ઓનર તરીકે સ્થાન આપ્યું છે. પ્રોજેક્ટ ફાઇનાન્સ ઇન્ટરનેશનલ (PFI) દ્વારા AGEL ને ઊર્જા સંક્રમણના મુખ્ય ડ્રાઇવર તરીકે માન્યતા આપતા AGEL ને ગ્લોબલ સ્પોન્સર ઓફ ધ યર તરીકે પણ પુરસ્કૃત કરવામાં આવી છે.

સરકારે ફાર્મા કંપનીઓ પર કડક ક્વોલિટી કંટ્રોલ્સ નિયમો લાગુ પાડ્યાં
રૂ. 250 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીઓએ 6 મહિનામાં નવા કોમ્પ્લાયન્સ લાગુ કરવાના રહેશે
એમએસએમઈ અથવા રૂ. 250 કરોડથી નીચેના ટર્નઓવરવાળી કંપનીઓએ 12-મહિનામાં અમલ કરવો પડશે

કેન્દ્ર સરકારે ફાર્મા કંપનીઓ તરફથી સારી મેન્યૂફેક્ચરિંગ પ્રેકટિસિસની ફરજિયાત ખાતરી હેતુસર નિયમો કડક બનાવ્યાં છે. જેથી કંપનીઓ મટિરિયલ્સ, મશીન્સ, પ્રોસેસિસ પર્સનલ અને ફેસિલિટીઝને લઈને ક્વોલિટી કંટ્રોલને મજબૂત બનાવે. તમામ ફાર્મા કંપનીઓએ આગામી 6-12 મહિનામાં નવા નિયમો હેઠળ સુધારેલી ગૂડ મેન્યૂફેક્ચરિંગ પ્રેકટિસિસને અનુસરવું પડશે. જ્યારે રૂ. 250 કરોડથી નીચું ટર્નઓવર ધરાવતી નાની અથવા એમએસએમઈ ફાર્મા કંપનીઓએ 12-મહિનાની સમયમર્યાદામાં આ નિયમોને અમલી બનાવવાના રહેશે. રૂ. 250 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓએ આ નિયમો છ મહિનાની મર્યાદામાં અમલી બનાવવાના રહેશે. આ નિયમો તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યાં હતાં. જે સહુ માટે સુધારેલા શેડ્યૂલ એમને ફરજિયાત બનાવે છે.
કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયના અધિકારીના જણાવ્યા મુજબ દેશણાં 10,500 મેન્યૂફેક્ચરિંગ યુનિટ્સમાંથી 8500 એમએસએમઈ કેટેગરીમાં સમાવેશ પામે છે. આમાઁથી 2000 યુનિટ્સ નિકાસકર્તાં યુનિટ્સ છે. તેઓ WHO GMP સર્ટિફિકેશન ધરાવે છે. અધિકારીના જણાવ્યા મુજબ સીડીએસસીઓએ અત્યાર સુધીમાં 254 સુવિધાઓનું નિરીક્ષણ કર્યું છે. તેમણે 112 પબ્લિક ટેસ્ટીંગ લેબ્સનું પરિક્ષણ પણ કર્યું છે. પરીક્ષણ દરમિયાન જાણમાં આવેલા મુખ્ય મુદ્દાઓણાં નબળું ડોક્યૂમેન્ટેશન, પ્રોસેસ અને એનાલિટીકલ વેલિડેશન્સનો અભાવ, સેલ્ફ-એસેટમેન્ટની ગેરહાજરી, ક્વોલિટી ફેઈલ્યોર ઈન્વેસ્ટીગેશનની ગેરહાજરી, આંતરિક ક્વોલિટી સમીક્ષાનો અભાવ, ક્રોસ-કન્ટેમિનેશનને અટકાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઊણપ, પ્રોફેશ્નલી ક્વોલિફાઈડ કર્મચારીઓની ગેરહાજરી, મેન્યૂફેક્ચરિંગ અને ટેસ્ટીંગ એરિયાની ખામીયુક્ત ડિઝાઈન વગેરે બાબતોનો સમાવેશ થતો હોવાનું અધિકારી ઉમેરે છે.
નવા જાહેરનામા પછી નિયમો ફાર્માસ્યુટિકલ ક્વોલિટી સિસ્ટમ(પીક્યૂએસ), ક્વોલિટી રિસ્ક મેનેજમેન્ટ(ક્યૂઆરએમ), પ્રોડક્ટ ક્વોલિટી રિવ્યૂ(પીક્યૂઆર), ક્વોલિફિકેશન એન્ડ વેલિડેશન ઓફ ઈક્વિપમેન્ટ, ચેન્જ કંટ્રોલ મેનેજમેન્ટ, સેલ્ફ-ઈન્સ્પેક્શન એન્ડ ક્વોલિટી ઓડિટ ટીમ, સપ્લાયર ઓડિટ અને એપ્રૂવલ જેવા ફેરફારો અમલી બનાવશે. ઈન્ડિયન ફાર્માસ્યુટીકલ એલાયન્સના સેક્રેટરી જનરલ સુદર્શન જૈનના જણાવ્યા મુજબ શેડ્યૂલ એમનું રિવિઝન દવાઓના ગુણવત્તાના ધોરણોમાં સુધારો કરશે.

પ્રથમવાર મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગનું AUM રૂ. 50 લાખ કરોડ પાર કરી ગયું
2023માં એયૂએમમાં રૂ. 11 લાખ કરોડની તીવ્ર વૃદ્ધિ નોંધાઈ
ડિસે.માં SIP હેઠળ રૂ. 17,610 કરોડનો વિક્રમી ઈનફ્લો જોવાયો
2023ના આખરી મહિનામાં રૂ. 16,997 કરોડનો ઈક્વિટી ઈનફ્લો નોંધાયો
કેલેન્ડર 2023માં ઈક્વિટી ફંડ્સમાં રૂ. 1.61 લાખ કરોડનો કુલ ઈનફ્લો જોવા મળ્યો
મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં રૂ. 63,949 કરોડનો ઈનફ્લો નોંધાયો

શેરબજારમાં અવિરત જળવાયેલા ઈનફ્લોને કારણે ભારતીય મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગનું એસેટ અન્ડર મેનેજમેન્ટ(AUM) પ્રથમવાર ગયા ડિસેમ્બરમાં રૂ. 50 લાખ કરોડનું સીમાચિહ્લન પાર કરી ગયું હતું એમ એસોસિએશન ઓફ મ્યુચ્યુલ ફંડ્સ ઓફ ઈન્ડિયા(એમ્ફી)એ જણાવ્યું હતું. ડેટા દર્શાવે છે કે ડિસેમ્બરમાં ઓપન-એન્ડેડ સ્કિમ હેઠળ એસેટ મેનેજમેન્ટ ઉદ્યોગનું કુલ એયૂએમ રૂ. 50.80 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. જે નવેમ્બર 2023માં રૂ. 48.78 લાખ કરોડ પર હતું. આ માસિક ધોરણે રૂ. 2 લાખ કરોડથી વધુની વૃદ્ધિ નોંધાઈ હતી.
શેરબજારમાં તેજી પાછળ મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગની એસેટ્સમાં વૃદ્ધિ જોવા મળી હતી. કેલેન્ડર 2023ના આખરી મહિનામાં બીએસઈ સેન્સેક્સ 7.53 ટકા ઉછળ્યો હતો. જ્યારે એનએસઈનો નિફ્ટી 7.93 ટકા ઉછળ્યો હતો. દરમિયાનમાં સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ(SIP) મારફતે ડિસેમ્બરમાં રૂ. 17610નો વિક્રમી ઈનફ્લો નોંધાયો હતો. જે નવેમ્બરમાં જોવા મળેલા રૂ. 17,073 કરોડની સરખામણીમાં રૂ. 500 કરોડથી વધુની વૃદ્ધિ દર્શાવતો હતો. ઊંચો સિપ ઈનફ્લો રિટેલ રોકાણકારોનો શેરબજારમાં વિશ્વાસ સૂચવે છે. કોટક મ્યુચ્યુલ ફંડના માર્કેટિંગ હેડના મતે એસઆઈપી ઈનફ્લો મજબૂત જળવાય રહેશે. રોકાણકારો બજારમાં ઊંચી વોલેટિલિટીને ધ્યાનમાં રાખી એસઆઈપીનો માર્ગ અપનાવી રહ્યાં છે. ડિસેમ્બરમાં ઓપન-એન્ડેડ ઈક્વિટી મ્યુચ્યુલ ફંડ સ્કિમ્સમાં રૂ. 16997 કરોડનો મજબૂત ઈનફ્લો નોંધાયો હતો. જે નવેમ્બરમં રૂ. 15,536 કરોડ પર જોવા મળ્યો હતો. મહિના દરમિયાન સ્મોલ-કેપ ફંડ્સમાં રૂ. 3858 કરોડનો ઈનફ્લો નોંધાયો હતો. જ્યારે મીડ-કેપ ફંડ ફ્લોમાં 48 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે લાર્જકેપ ફંડ્સમાં રૂ. 281 કરોડનો આઉટફ્લો જોવા મળ્યો હતો. નવેમ્બરમાં સ્મોલકેપ ફંડ્સમાં રૂ. 3699 કરોડનો ઈનફ્લો નોંધાયો હતો. જ્યારે મીડ-કેપ ફંડ્સમાં રૂ. 2666 કરોડનો ઈનફ્લો જોવા મળ્યો હતો. જ્યારે લાર્જકેપ ફંડ્સમાં રૂ. 307 કરોડનો ઈનફ્લો નોંધાયો હતો.
ઓગસ્ટથી નવેમ્બરના ચાર મહિનાની સરખામણીમાં ડિસેમ્બરમાં મીડ-કેપ કેટેગરીમાં ઈનફ્લોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. રોકાણકારો તરફથી મીડ-કેપ કેટેગરીમાં પ્રોફિટ બુકિંગ પાછળ આમ બન્યું હોવાની શક્યતાં ફંડ મેનેજર વ્યક્ત કરી રહ્યાં છે. સમગ્ર કેલેન્ડર(2023)ની વાત કરીએ તો સ્મોલકેપ ફંડ્સમાં રૂ. 41035 કરોડનો નેટ ઈનફ્લો નોંધાયો હતો. જ્યારે મીડ-કેપ ફંડ્સમાં રૂ. 22,913 કરોડનો નેટ ઈનફ્લો જોવા મળ્યો હતો. બીજી બાજુ, લાર્જકેપ ફંડ્સમાં રૂ. 2968 કરોડનું નેટ વેચાણ નોંધાયું હતું. ઈક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુલ ફંડ્સે નવેમ્બરમાં ફંડ ફ્લોમાં 22 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો.
જોકે, બીજી બાજુ ડેટ ફંડ્સમાં ઊંચો આઉટફ્લો જોવા મળ્યો હતો. ફિસ્ક્ડ ઈન્કમ ડેટ ફંડ્સે ગયા મહેન રૂ. 75,560 કરોડનો ચોખ્ખો આઉટફ્લો દર્શાવ્યો હતો. જે નવેમ્બરમાં માત્ર રૂ. 4707 કરોડ પર હતો. ડેટ-ઓરિએન્ટેડ સ્કિમ્સમાં લિક્વિડટ ફંડ્સે રૂ. 39,675 કરોડનો આઉટફ્લો નોંધાવ્યો હતો. જેમાં લો-ડ્યૂરેશન ફંડ્સમાં રૂ. 9432 કરોડનો જ્યારે મની માર્કેટ ફંડ્સમાં રૂ. 8384 કરોડનો આઉટફ્લો નોંધાયો હતો. અલ્ટ્રા-શોર્ટ ડ્યૂરેશન અને ફ્લોટર ફંડ્સે રૂ. 6-6 હજાર કરોડનો આઉટફ્લો જોયો હતો. જ્યારે ઓવરનાઈટ ફંડ્સે રૂ. 4865 કરોડનો આઉટફ્લો દર્શાવ્યો હતો. હાઈબ્રીડ ફંડ્સની માગ વધી હતી. હાઈબ્રીડ સ્કિમ્સે રૂ. 15009 કરોડનો નેટ ઈનફ્લો દર્શાવ્યો હતો. જેમાં આર્બિટ્રેડ ફંડ્સે રૂ. 10,645 કરોડનો આઉટફ્લો નોંધાવ્યો હતો. ઘણા રોકાણકારોએ ઈક્વિટી અને ડેટ ફંડ્સ વચ્ચે રિએલોકેશન શરૂ કર્યું હતું. જેનું મુખ્ય કારણ ઈક્વિટી માર્કેટમાં તેજી હતી. ભારતીય બેન્ચમાર્ક્સે નવી ઊંચાઈ બનાવવાનું જાળવતાં ઈક્વિટીમાં ફ્લો વધ્યો હતો. મલ્ટી-એસેટ એલોકેશન ફંડ્સે રૂ. 2420 કરોડનો ઈનફ્લો દર્શાવ્યો હતો. જ્યાર પછી બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સે રૂ. 1369 કરોડનો ઈનફ્લો નોંધાવ્યો હતો.
સમગ્ર કેલેન્ડર વર્ષમાં ઈક્વિટી ફંડ્સમાં રૂ. 1.61 લાખ કરોડનો ઈનફ્લો નોંધાયો હતો. જેમાંથી 39 ટકા એટલેકે રૂ. 63,949 કરોડ મીડ અને સ્મોલ-કેપ મ્યુચ્યુલ ફંડ્સમાં પ્રવેશ્યો હતો. સેક્ટરલ અથવા થીમેટીક ફંડ્સે બીજા ક્રમે સૌથી સારો ફંડ ફ્લો નોંધાવ્યો હતો. તેમણે વર્ષ દરમિયાન રૂ. 30,841 કરોડ આકર્ષ્યાં હતાં. લાર્જકેપ અને ફોકસ્ડ ફંડ્સ, માત્ર આ બે ફંડ્સે જ 1.7 ટકાનો નેગેટિવ ફ્લો નોંધાવ્યો હતો.

સમાન દિવસે સેટલમેન્ટને કારણે માર્કેટ લિક્વિડીટીમાં ઘટાડો થશેઃ FPI
વિદેશી સંસ્થાકિય રોકાણકારોના મતે T+0 સેટલમેન્ટને કારણે માર્કેટની લિક્વિડીટી અથવા ટ્રેડિંગ વોલ્યુમ્સ પર અસર પડશે

વિદેશી સંસ્થાકિય રોકાણકારો(FPI)એ T+0 અથવા સમાન દિવસે સેટલમેન્ટને લઈ ચિંતા જગાવી છે. તેમનું કહેવું છે કે આમ કરવાથી માર્કેટની લિક્વિડિટી અથવા ટ્રેડિંગ વોલ્યુમ્સ પર અસર પડશે. તેમણે કેલેન્ડરની આખરમાં વેકેશનને કારણે આ મુદ્દે શક્ય વિકલ્પને લઈ સૂચનો માટે માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે કેટલાક વધુ સમયની માગણી કરી છે.
સેબી અગાઉ તબક્કાવાર રીતે ઈક્વિટી કેશ માર્કેટમાં ઈન્સ્ટન્ટ સેટલમેન્ટને રજૂ કરવાનો પ્રસ્તાવ દર્શાવી ચૂકી છે. આ માટે તેણે બજારમાં સક્રિય ભાગીદારો પાસે 12 જાન્યુઆરી સુધીમાં તેમનો પ્રતિભાવ મંગાવ્યો હતો. પ્રથમ તબક્કામાં ત્રણ મહિનાના સમયગાળામાં શેરબજારમાં ટોચની 500 લિસ્ટેડ કંપનીઓ T+0 સેટલમેન્ટમાં જોડાશે. તેઓ નીચા માર્કેટ કેપિટલાઈઝેશનથી ઊંચા માર્કેટ કેપિટલાઈઝેશનના ક્રમમાં T+0 સેટલમેન્ટમાં પ્રવેશ કરશે. 1.30 વાગ્યા સુધી હાથ ધરવામાં આવેલા ટ્રેડ્સનું સેટલમેન્ટ સમાન 4-30 સુધીમાં કરવામાં આવશે એમ ગયા મહિને સેબીએ રજૂ કરેલા કન્સલ્ટેશન પેપરમાં નોંધ્યું હતું.
રિટેલ ઈન્વેસ્ટર્સ માટે T+0 સેટલમેન્ટ વૈકલ્પિક રહેશે પરંતુ સંસ્થાકિય રોકાણકારોને તે લાગુ પડશે નહિ. આનો અર્થ એ થયો કે એક જ શેરનું બે અલગ સેગમેન્ટમાં ટ્રેડિંગ થશે. એક T+0 અને બીજું T+1. રિટેલ ઈન્વેસ્ટર્સ જ્યારે પણ શેર્સનું વેચાણ ઈચ્છશે ત્યારે તેને માટે સંસ્થાકિય રોકાણકાર ખરીદાર ઉપલબ્ધ ના હોય તેવું બને. આ જ રીતે એફપીઆઈ જ્યારે વેચાણ કરવા ઈચ્છે ત્યારે ત્યાં જૂજ રિટેલ ખરીદાર હાજર હોય અથવા ના પણ હોય તેવું બને. કેમકે તેઓ T+0 સેટલમેન્ટ ઈચ્છતાં હોય તેવું બને. T+0 સેટલમેન્ટ અથવા ઈન્સ્ટન્ટ સેટલમેન્ટ માટે કેશ અને સિક્યૂરિટીઝ માટે પ્રિ-ફંડીંગ(આગોતરા ફંડ)ની જરૂરિયાત રહેશે એમ એક્સપર્ટ્સનું કહેવું છે. કેમકે ટ્રેડ હાથ ધરવામાં આવે તે અગાઉ વેચાણકારે તેના ક્લિઅરીંગ કોર્પોરેશન મારફતે તેમના ટ્રેડિંગ કે ક્લિઅરિંગ મેમ્બર્સને સિક્યૂરિટીઝ ટ્રાન્સફર કરવાની રહેશે. જેવો ટ્રેડ કરવામાં આવશે કે કાઉન્ટરપાર્ટી સ્ટેમ્પ મૂકવામાં આવશે. જેને સીસી સેટલમેન્ટ માટે મૂકશે. એફપીઆઈ સાથે કામ કરતાં સિનિયર અધિકારીના મતે કેશ અને સિક્યૂરિટીઝ માટે પ્રિ-ફંડિંગ એ સંસ્થાઓ માટે અઘરું બનશે.
સ્થાનિક સંસ્થાકિય રોકાણકારો પણ તેમને જે-તે દિવસ દરમિયાન ખરીદવાના શેર્સને લઈને નિશ્ચિત નથી હોતાં એમ જાણકારનુ કહેવું છે. કેમકે સામાન્યરીતે બાય રિક્વેસ્ટ્સ બપોરે 2થી 2-30 દરમિયાન સબસ્ક્રિપ્શન માટેના નાણાની ક્રેડિટને આધારે જોવા મળે છે. જે સંસ્થાઓ માટે T+0 સેટલમેન્ટમાં ટ્રેડને અઘરું બનાવે છે એમ અધિકારીનું કહેવું છે. સેબીના જણાવ્યા મુજબ T+0 સેટલમેન્ટમાં T+1 સેટલમેન્ટની સરખામણીમાં ઊંચા ભાવ ફેરને ટાળવા માટે 100 બેસીસ પોઈન્ટ્સનો પ્રાઈસ બેન્ડ લાગુ પાડવામાં આવી શકે છે. તેથી બહુ મોટા ભાવફેરને ટાળી શકાય. આનો અર્થ એ થયો કે કોઈ શેર T+1 સેટલમેન્ટ હેઠળ રૂ. 2800ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હોય તો T+0 સેટલમેન્ટ હેઠળ તેની પ્રાઈસ રેંજ રૂ. 2772-2828ની રહેશે.
ઈન્સ્ટન્ટ સેટલમેન્ટ સંસ્થાકિય સહિત તમામ રોકાણકારોને વૈકલ્પિક બેસીસ પર લાગુ પડશે. રિઅલ-ટાઈમ ઈન્ટિમેશનની સુવિધા હેઠળ ઝડપી પે-ઈન માટે ડિપોઝીટર્સ અને સીસી વચ્ચે એપીઆઈ-બેઝ્ડ ઈન્ટરફેસ બનાવવામાં આવશે એમ કન્સલ્ટેશન પેપર જણાવે છે. માત્ર લિમિટ ઓર્ડર્સને જ મંજૂરી આપવામાં આવશે. જેથી લિમિટ પ્રાઈસની સામે સીસી તરફથી પ્રિફંડીગની પર્યાપ્તતાને માન્યતા આપી શકાય. એક્સચેન્જિસ પર મૂકવામાં આવેલા તમામ ઓર્ડર્સને પહેલા પ્રિ-ફંડિંગ વેલીડેશન માટે સીસીને મોકલવામાં આવશે. બાય ઓર્ડર્સના કિસ્સામાં સીસી ચાર્જિસ સહિત જરૂરી પર્યાપ્ત ફંડની ચકાસણી કરશે.

રેડ સી ઘર્ષણને કારણે એગ્રી, ટેક્સટાઈલ નિકાસકારોએ શીપમેન્ટ્સ અટકાવ્યાં
શીપમેન્ટનું ભાડૂં અને ઈન્શ્યોરન્સ વધતાં નિકાસકારોમાં ગુડ્ઝની રવાનગીને લઈ જોવા મળતી મૂંઝવણ

વાણિજ્ય મંત્રાલય હાલમાં રેડ સી(રાતા સમુદ્ર)માં ચાલી રહેલી ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ઊંચા ફ્રેઈટ ખર્ચને કારણે નિકાસકારો તેમના શીપમેન્ટ્સને પકડીને બેઠાં છે. તેમને શીપીંગ જહાજોને અન્ય માર્ગે મોકલવામાં ઊંચા ખર્ચને ચિંતા પણ સતાવી રહી છે. આવી શીપમેન્ટ્સમાં મુખ્યત્વે એગ્રીકલ્ચરલ અને ટેક્સટાઈલ્સ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.
સુએઝ કેનાલ માર્ગે માલની રવાનગીમાં ખતરાને કારણે શીપર્સ આ માર્ગને ત્યજવા માટે મજબૂર બન્યાં છે અને તેઓ કેપ ઓફ ગુડ હોપ થઈ લાંબો માર્ગ પસંદ કરી રહ્યાં છે. આમ થવાનું કારણ ઈરાન-સમર્થિત હૂથી બળવાખોરો તરફથી રેડ સીમાં વ્યાપારી જહાજો પર સતત હુમલાઓ છે. સિનિયર સરકારી અધિકારીના જણાવ્યા મુજબ નિકાસકારોએ તેમના શીપમેન્ટ્સને હાલમાં અટકાવી રાખ્યાં છે. કેમકે તેમની અધિક ફ્રેઈટ ખર્ચની ચિંતા સતાવી રહી છે. જો આમ લાંબુ ચાલશે તો તે ચિંતાનો વિષય બનશે. તેમના મતે કન્ટેનર્સની અછત નહિ હોવા છતાં કન્ટેનર્સ તેમના ટર્નએરાઉન્ડ ટાઈમમાં 12-14 દિવસોના વિલંબનો સામનો કરી શકે છે. હજુ સુધી અમને વિદેશમાં નિકાસકારોએ શીપમેન્ટ્સ અટકાવી રાખ્યાં છે કે કેમ તેના સંકેતો નથી મળ્યાં તેમ અધિકારી જણાવે છે. યુએસના પશ્ચિમ કિનારા ખાતે થતી નિકાસ યથાવત છે. જ્યારે યુરોપ, નોર્થ આફ્રિકા અને પશ્ચિમ એશિયાને નિકાસ પર અસર પડી છે. ભારત આ ત્રણ પ્રદેશોમાં 100 અબજ ડોલરના મૂલ્યના માલ-સામાનની નિકાસ કરે છે. વાણિજ્ય મંત્રાલયે ભારતીય નિકાસ પર અસરનો વિગતવાર કયાસ કાઢવાનો બાકી છે. અધિકારીના મતે વિલંબને કારણે કેટલો માલ અટકી પડ્યો છે તેની ગણતરી જરૂરી છે. હજુ સુધી તે થઈ નથી કેમકે સ્થિતિ ધીરે-ધીરે સ્પષ્ટ બની રહી છે. ગુરુવારે વાણિજ્ય સચિવે નિકાસકારો સાથે કરેલી બેઠક પછી આ ઘટના જાણમાં આવી હતી. એક અન્ય અધિકારીના જણાવ્યા મુજબ ઘણા કન્સાઈન્મેન્ટ્સ મધદરિયે ઊંચી સિક્યૂરિટી સાથે પસાર કરવામાં આવી રહ્યાં છે. જેમાં સંરક્ષણ મંત્રાલય સાથે આપી રહ્યું છે. એક ઘટનામાં ડેનીશ શીપીંગ જાયન્ટ મર્સ્કે તેના જહાજોને વાયા કેપ ઓફ ગુડ હોપ લાવવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સ્થિતિમાં સતત પરિવર્તન જોવા મળી રહ્યું છે. તે ખૂબ વોલેટાઈલ જોવા મળી રહી છે. તમામ ગુપ્તચર માહિતી સૂચવે છે કે સિક્યૂરિટી રિસ્ક નોંધપાત્ર ઊંચા સ્તરે જળવાય રહેશે.

સોની ઝી સાથેનું મર્જર પડતું મૂકે તેવી સંભાવના
જાપાનીઝ કોંગ્લોમેરટ 20 જાન્યુઆરી પહેલા ઝી લિ.ને ટર્મિનેશન લેટર મોકલે તેવી સંભાવના
ગયા મહિને બંને કંપનીઓને તેના મર્જરને પૂરું કરવા માટે એક મહિનાની વધુ મુદત આપવામાં આવી હતી

જાપાનનું સોની ગ્રૂપ ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝિસ સાથેના તેના મર્જરને મુલત્વી રાખવા માટે આગળ વધી રહી હોવાનું જાણકાર વર્તુળોનું કહેવું છે. તેમના મતે જાપાની કોન્ગ્લોમેરટ 20 જાન્યુઆરી પહેલા ઝી લિ.ને ટર્મિનેશન લેટર મોકલે તેવી શક્યતાં છે.
વર્તુળોના મતે મર્જર થયેલી કંપનીનું નેતૃત્વ કોણ સંભાળે તેને લઈને ખટરાગ પાછળ સોની આ ડિલ રદ કરવા વિચારી રહી છે. ઝીના વર્તમાન સીઈઓ પુનિત ગોએન્કા નવી કંપનીનું સુકાને સંભાળશે કે નહિ તેને લઈ મૂંઝવણ જોવા મળી રહી છે. નવી કંપનીનું નેતૃત્વ ગોએન્કા સંભાળે તેમ સોની નથી ઈચ્છતી. કેમકે ગોએન્કા અને તેમના પિતા સુભાષચંદ્ર સામે સેબી અગાઉથી જ ફ્રોડની તપાસ ચલાવી રહી છે. ગયા મહિને બંને કંપનીઓને તેમના ભારતીય ઓપરેશન્સને મર્જ કરવા માટે એક મહિનાનો વધારાનો સમય પૂરો પાડવામાં આવ્યો હતો. બંને કંપનીઓના મર્જરથી 10 અબજ ડોલરની મિડિયા જાયન્ટ ઊભી થવાની હતી. ઝીએ ડિલ પૂરું કરવા માટે એક મહિનાનો સમય માગ્યો હતો. રિપોર્ટના જણાવ્યા મુજબ હાલમાં બંને કંપનીઓ વચ્ચે ચર્ચા-વિચારણા ચાલી રહી છે અને 20 જાન્યુઆરી પહેલાં કોઈ ઉકેલ આવી પણ શકે છે.
ગયા વર્ષે જૂનમાં માર્કેટ રેગ્યુલેટર સેબીએ તેના સ્થાપક ચેરમેન સુભાષચંદ્ર અને તેમના દિકરા પુનિત ગોએન્કા સામે કંપનીમાંથી નાણા ઉચાપતનો આક્ષેપ મૂક્યો હતો અને તેમને લિસ્ટેડ કંપનીઓના ટોચના સ્થાનો સંભાળવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જોકે, ગોએન્કાને સિક્યૂરિટીઝ એપલેટ ટ્રિબ્યૂનલ તરફથી રાહત મળી હતી. સોની વર્તમાન તપાસને કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દા તરીકે જોઈ રહી છે. બંને કંપનીઓના મર્જરથી બનનારી નવી કંપનીમાં સોની 50.86 ટકા હિસ્સો ધરાવતી હશે. જ્યારે ગોએન્કા પરિવાર પાસે 3.99 ટકા હિસ્સો જ હશે. મર્જર માટે તમામ રેગ્યુલેટરી મંજૂરીઓ મળી ચૂકી છે.

તાતા જૂથની TACOના IPO માટે વિચારણા
તાતા ઓટોકોમ્પ સિસ્ટમ્સ ઓટો કોમ્પોનેન્ટ્સનું ઉત્પાદન કરે છે
તેનો સંપૂર્ણ હિસ્સો તાતા જૂથની કંપનીઓ પાસે રહેલો છે

તાતા જૂથ તેના ઓટો કોમ્પોનેન્ટ્સ મેન્યૂફેક્ચરિંગ બિઝનેસ તાત ઓટોકોમ્પ સિસ્ટમ્સ(TACO)ના આઈપીઓ મારફતે લિસ્ટીંગ માટે સક્રિયપણે વિચારણા ચલાવી રહ્યું છે એમ વર્તુળો જણાવે છે. હાલમાં જોકે, આ માટેની વિચારણા શરૂઆતી તબક્કામાં જોવા મળી રહી છે. જેમાં તાતા જૂથની કઈ કંપની ટાકોમાં આઈપીઓ મારફતે કેટલો હિસ્સો વેચશે તે નિર્ધારિત કરવામાં આવી રહ્યું છે.
ટાકોની સ્થાપના 1995માં કરવામાં આવી હતી. જે ઓટો કોમ્પોનેન્ટ્સ સેક્ટરમાં તાતા જૂથના સાહસો માટે એક વેહીકલ તરીકે કામ બજાવે છે. તાતા ઓટોકોમ્પ સિસ્ટમ્સની સંપૂર્ણ માલિકી તાતા જૂથની વિવિધ કંપનીઓ પાસે રહે છે. જેમાં તાતા સન્સ 21 ટકા હિસ્સો ધરાવે છએ. જ્યારે બાકીનો હિસ્સો તાતા ઈન્ડસ્ટ્રીઝ પાસે રહેલો છે. તાતા મોટર્સની સબસિડિયરી તાતા ટેક્નોલોજીસે નવેમ્બરની આખરમાં લગભગ રૂ. 3050 કરોડના મૂલ્યનો સફળ આઈપીઓ પૂરો કર્યાં પછી આ ઘટના જોવા મળી રહી છે. તાતા જૂથ તરફથી લગભગ 20 વર્ષ પછી તાતા ટેક્નોલોજીસનો આઈપીઓ કરવામાં આવ્યો હતો. અગાઉ 2004માં કંપની ટીસીએસના આઈપીઓ સાથે બજારમાં પ્રવેશી હતી. તાતા ટેક્નોલોજીસનો આઈપીઓ 69.43 ગણો છલકાયો હતો.

કોર્પોરેટ હેડલાઈન્સ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝઃ ટોચની કોંગ્લોમેરટે કેનેડાની બ્રૂકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ અને યુએસની ડિજીટલ રિઆલિટી સાથે ભાગીદારીમાં ચેન્નાઈ ખાતે ડેટા સેન્ટર શરૂ કરવા માટે ભાગીદારી હાથ ધરી છે. આ ડેટા સેન્ટર ચાલુ સપ્તાહે શરૂ થશે એમ કંપનીના સીએમડી મુકેશ અંબાણીએ જણાવ્યું હતું. તમિલનાડુમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે લગભગ 1300 રિટેલ સ્ટોર્સ ખોલ્યાં છે. જેમાં તેણે રૂ. 25000 કરોડનું રોકાણ કર્યું છે.
તાતા પાવરઃ તાતા જૂથની કંપની તમિલનાડુમાં 10 ગીગા વોટ સોલાર અને વિન્ડ યુનિટ્સમાં આગામી પાંચથી સાત વર્ષોમાં રૂ. 70 હજાર કરોડનું રોકાણ કરશે. જે કોઈપણ રાજ્યમાં કંપનીનું સૌથી મોટું રોકાણ હશે. આ રોકાણ હાલમાં તિરુનેલવેલી ખાતે આવી રહેલા 4.3 ગીગા વોટના સોલાર સેલ અને મોડ્યુલ મેન્યૂફેક્ચરિંગ સુવિધાના રોકાણ ઉપરાંતનું રહેશે.
અશોક લેલેન્ડઃ કમર્સિયલ વેહીકલ ઉત્પાદકે કેલેન્ડર 2023માં 1,98,113 યુનિટ્સનું વિક્રમી વેચાણ નોંધાવ્યું હતું. આ અગાઉ તેણે 2018માં 1,96,579 યુનિટ્સનું ટોચનું વેચાણ દર્શાવ્યું હતું. આમ, ચાર વર્ષ પછી તેણે નવો વિક્રમી બનાવ્યો હતો. કંપનીએ કટીંગ-એજ ટેક્નોલોજીસમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. તેમજ તે સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં તેની સ્થિતિને મજબૂત બનાવી રહી છે. તાજેતરમાં તેણે પીએસયૂ પરિવહન કોર્પોરેશન્સ પાસેથી ઓર્ડર્સ મેળવ્યાં છે.
ડો.રેડ્ડીઝ લેબ્સઃ ફાર્મા કંપનીએ યુએસ ખાતે ટ્રાન્સપ્લાન્ટેડ ઓર્ગનના રિજેક્શનને ટાળવાની સારવારમાં વપરાતી જેનેરિક દવાની 8000 બોટલ્સને પરત બોલાવી છે. તેણે પેકેજિંગમાં ખામીને કારણે આ બોટલ્સ પરત બોલાવવી પડી છે એમ યૂએસએફડીએ જણાવે છે. ટોચની દવા કંપનીએ ટેક્રોલીમસ કેપ્સ્યૂલ્સની 8280 બોટલ્સ પરત બોલાવી છે. આ પરત બોલાવાયેલા લોટનું ઉત્પાદન હૈદરાબાદ નજીક બાચુપલ્લી પ્લાન્ટ ખાતે કરવામાં આવ્યું હતું.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage