Market Summary 11/06/2024

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

બીજા દિવસે માર્કેટમાં કોન્સોલિડેશન, ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગના સંકેત
વૈશ્વિક બજારોમાં પણ આગળ વધતો ઘટાડો
વોલેટિલિટી ઈન્ડેક્સ 10 ટકા ગગડી 14.76ના સ્તરે બંધ
બ્રોડ માર્કેટમાં ખરીદી જળવાય
ઓટો, આઈટી, રિઅલ્ટી, મિડિયા, પીએસઈમાં મજબૂતી
ફાર્મા, એફએમસીજી, મેટલ, બેંકિંગમાં નરમાઈ
વેરોક એન્જી, નાટકો ફાર્મા, તેજસ નેટવર્ક્સ,  સન ટીવી નેટવર્ક નવી ટોચે
ભારતીય શેરબજારમાં સતત બીજા સત્રમાં કોન્સોલિડેશન જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક સૂચકાંકો ઈન્ટ્રા-ડે ટોચ પરથી પાછા પડ્યાં હતાં અને ફ્લેટ બંધ દર્શાવતાં હતાં. જેમાં બીએસઈ સેન્સેક્સ 33 પોઈન્ટ્સ ઘટાડે 76457ની સપાટીએ જ્યારે નિફ્ટી 6 પોઈન્ટ્સ સુધારા સાથે 23265ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે, ખરીદી જળવાય હતી અને બ્રેડ્થ પોઝીટીવ જોવા મળતી હતી. બીએસઈ ખાતે કુલ 3969 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2461 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1402 કાઉન્ટર્સ નેગેટીવ જોવા મળ્યાં હતાં. 254 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 22 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. વોલેટીલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 10 ટકા ગગડી 14.76ના સ્તરે બંધ રહ્યો હતો.
મંગળવારે એશિયન બજારોમાં નરમાઈ વચ્ચે ભારતીય બજારે પોઝીટીવ ટોન સાથે કામગીરી શરૂ કરી હતી. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 23259ના બંધ સામે 23284ની સપાટીએ ખૂલી ઉપરમાં 22389ની ટોચ દર્શાવી આખરી તબક્કામાં તમામ લાભ ગુમાવી ફ્લેટ બન્યો હતો. જોકે, તે ગ્રીન ઝોનમાં બંધ આપવામાં સફળ રહ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે બેન્ચમાર્ક 22400ની આસપાસ નાનો અવરોધ અનુભવી રહ્યો છે. સરકાર તરફથી પોઝીટીવ જાહેરાત પાછળ તે 23500ની સપાટી દર્શાવી શકે છે. લોંગ ટ્રેડર્સે 22500નો સ્ટોપલોસ જાળવવાનો રહેશે.
નિફ્ટીને સપોર્ટ કરનારા ઘટકોની વાત કરીએ તો ઓએનજીસી, લાર્સન, અદાણી પોર્ટ્સ, તાતા મોટર્સ, મારુતિ સુઝુકી, હીરો મોટોકોર્પ, એમએન્ડએમ, અલ્ટ્રાટેકસિમેન્ટ, એપોલો હોસ્પિટલ, બજાજ ઓટો, બીપીસીએલ, એચસીએલ ટેક, બજાજ ફાઈનાન્સ, એનટીપીસી, ટેક મહિન્દ્રા, તાતા સ્ટીલ, શ્રીરામ ફાઈનાન્સનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, કોટક મહિન્દ્રા, ડિવિઝ લેબ્સ, એશિયન પેઈન્ટ્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ, રિલાયન્સ ઈન્ડ., આઈટીસી, સન ફાર્મા, જેએસડબલ્યુ સ્ટીલ, હિંદાલ્કો, આઈસીઆઈસીઆઈ બેંક, આઈશર મોટર્સ, એક્સિસ બેંક, એચયૂએલમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો નિફ્ટી પીએસઈ 1.32 ટકા વૃદ્ધિ સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ઓઈલ ઈન્ડિયા, ઓએનજીસી, આઈઆરસીટીસી, ભેલ, કોન્કોર, ગેઈલ, આઈઓસી, ભારત ઈલે., હિંદુસ્તાન એરોનોટીક્સ, બીપીસીએલ, એનટીપસીમાં ખરીદી જોવા મળી હતી. નિફ્ટી રિઅલ્ટી 1.1 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઓટો 0.9 ટકા સુધર્યો હતો. નિફ્ટી આઈટી અને નિફ્ટી પીએસયૂ બેંક પણ પોઝીટીવ બંધ જોવા મળતાં હતાં. બીજી બાજુ નિફ્ટી ફાર્મા અને નિફ્ટી એફએમસીજીમાં નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ પ્લેટફોર્મ પર નજર નાખીએ તો ઓએનજીસી, જીએમઆર એરપોર્ટ્સ, આઈઆરસીટીસી, પેટ્રોનેટ એલએનજીસ, સન ટીવી નેટવર્સ, ભેલ, કોન્કોર, ગુજરાત ગેસ, પોલીકેબ, અશોક લેલેન્ડ, પીવીઆર આઈનોક્સ, વોડાફોન આઈડીયામાં ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, ઈન્ટરગ્લોબ એવિએશન, રામ્કો સિમેન્ટ્સ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, હિંદ કોપર, ચોલા ઈન્વે., કોટક મહિન્દ્રા બેંક, ડિવિઝ લેબ્સમાં નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં વેરોક એન્જિનીયર, નેટકો ફાર્મા, તેજસ નેટવર્ક્સ, આવાસ ફાઈનાન્સિયર, સન ટીવી નેટપર્ક, અશોક લેલેન્ડ, હિકાજી ફૂડ્સ, સુપ્રીમ ઈન્ડ.નો સમાવેશ થતો હતો.



SBI ડેટ મારફતે 3 અબજ ડોલર ઊભા કરશે
કેનેરા બેંક, પંજાબ એન્ડ સિઁધ બેંક, પીએનબી જેવી જાહેર બેંક્સ પણ ડેટ મારફતે નાણા ઊભા કરશે
દેશમાં ટોચની લેન્ડર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(એસબીઆઈ)એ જણાવ્યું છે કે કંપનીના બોર્ડે ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન 3 અબજ ડોલર સુધીની રકમ ઊભી કરવા માટે મંજૂરી આપી છે. બેંક ડેટ મારફતે આ રકમ ઊભી કરશે.
બેંક એકથી વધુ તબક્કામાં આ નાણા ઊભા કરશે. તેમજ તે પબ્લિક કે પ્રાઈલેટ પ્લેસમેન્ટ મારફતે નાણા મેળવશે. તે સિનિયર સિક્યોર્ડ નોટ્સ ઈસ્યુ કરશે. જે યુએસ ડોલર કે અન્ય અગ્રણી વિદેશી ચલણમાં હશે. જોકે, આ નાણાનો ઉપયોગ ક્યાં કરવામાં આવશે તે અંગે એસબીઆઈએ કશું જણાવ્યું નથી. ભારતીય બેંક્સ વધતી લોન માગને પૂરી કરવા માટે તેમના કેપિટલ બેઝને વધારી રહી છે. એસબીઆઈ ઉપરાંત કેનેરા બેંક, પીએનબી અને પંજાબ એન્ડ સિંધ બેંક પણ ડેટ મારફતે નાણા એકત્ર કરવાની યોજના ધરાવે છે.
ચાલુ વર્ષે જાન્યુઆરીમાં એસબીઆઈએ બેસલ-3 કોમ્પ્લાયન્ટ એડિશ્નલ ટીયર-1 પર્પેચ્યૂઅલ બોન્ડ્સના વેચાણ મારફતે રૂ. 5000 કરોડ ઊભા કર્યાં હતાં. આ ઉપરાંત, બેંક ઈક્વિટી વધારીને પણ ગ્રોથ કેપિટલ ઊભી કરવા માટે તૈયાર હોવાનું બેંકના ચેરમેને જણાવ્યું હતું. મંગળવારે એસબીઆઈનો શેર 0.8 ટકા મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં તે 30.5 ટકાનું રિટર્ન દર્શાવી રહ્યો છે.


વોડાફોને એસબીઆઈ-કોન્સોર્ટિયમ પાસેથી રૂ. 14000 કરોડની લોન માટે મંજૂરી મેળવી
નાણાનો ઉપયોગ 5જી નેટવર્સના રોલ આઉટ માટે કરવામાં આવશે
એસબીઆઈના નેતૃત્વ હેઠળના કોન્સોર્ટિયમે વોડાફોન આઇડિયાને રૂ. 14000 કરોડની લોન માટે સૈધ્ધાંતિક મંજૂરી આપી છે એમ જાણકાર વર્તુળોનું કહેવું છે. કંપની આઈપીઓ મારફતે રૂ. 18000 કરોડ ઊભા કર્યાં પછી વધુ રૂ. 25000 કરોડ ઊભા કરવા માટે પ્રયાસ કરી રહી છે. કંપની આ નાણાનો ઉપયોગ 5જી સર્વિસના રોલ આઉટમાં કરશે.
સત્તાવાર રીતે આ અંગે કોમ્યુનિકેશનની રાહ જોવાઈ રહી છે. જોકે, વોડાફોન આઈડિયાએ કેટલીક બેંક્સ પાસેથી અનૌપચારિક મંજૂરી મેળવી લીધી હોવાનું જાણવા મળે છે. જેમાં પીએનબી, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક અને પ્રાઈવેટ સેક્ટર બેંક્સનો સમાવેશ થાય છે એમ વર્તુળો ઉમેરે છે.
એકવાર ટ્રાન્ઝેક્શન થઈ જાય ત્યારપછી કોન્સોર્ટિયમ તબક્કાવાર ફંડનું વિતરણ કરશે. આ નાણાનો ઉપયોગ ઓપરેશ્નલ ક્રેડિટર્સને ચૂકવવાના થતાં નાણાના પેમેન્ટમાં કરવામાં આવશે. કંપની સફળ એફપીઓ પછી આક્રમકપણે રૂ. 25000 કરોડ એકત્ર કરવા માટે પ્રયાસરત છે.
વોડાફોને એક સમયે રૂ. 40000 કરોડની ટોચ પર જોવા મળતાં તેના ડેટને ઘટાડીને હાલમાં રૂ. 4000 કરોડ કર્યું છે અને કંપની તાજેતરમાં રૂ. 18000 કરોડના એફપીઓ પછી લેન્ડર્સને તેને સમાંતર ફંડ રિલીઝ કરવા માટે સમજાવી રહી છે. વોડાફોનનો એફપીઓ છ ગણાથી વધુ ઓવરસબસ્ક્રાઈબ્ડ થયો હતો. જેમાં જીક્યૂજી પાર્ટનર્સ અને સિટીગ્રૂપ ગ્લોબલ માર્કેટ્સ જેવા રોકાણકારોએ પણ શેર ખરીદ્યાં હતાં.



ઓલા ઈલેક્ટ્રીકને રૂ. 7250 કરોડના IPO માટે સેબીની મંજૂરી
ઈલેક્ટ્રીક વેહીકલ ઉત્પાદક ઓલા ઈલેક્ટ્રીકે સેબી તરફથી રૂ. 7250 કરોડના આઈપીઓ માટે મંજૂરી મેળવી છે. ભારતીય ઈવી ટુ-વ્હીલર માર્કેટમાં આઈપીઓ માટે ફાઈલ કરનાર તે પ્રથમ કંપની છે. કંપનીએ 22 ડિસેમ્બર, 2023ના રોજ ડીઆરએચપી ફાઈલ કર્યું હતું.
ઓલા ઈલેક્ટ્રીકના આઈપીઓમાં રૂ. 5500 કરોડનો ફ્રેશ ઈસ્યુ અને રૂ. 1750 કરોડની ઓફર-ફોર-સેલનો સમાવેશ થાય છે. જે સાથે તે કુલ રૂ. 7250 કરોડ ઊભા કરશે. વર્તમાન શેરધારકો ઓએફએસ મારફતે 9.519 શેર્સનું વેચાણ કરશે. જેમાં કંપનીના ફાઉન્ડર ભાવિશ અગ્રવાર 4.73 કરોડ શેર્સ વેચશે. જ્યારે કંપનીમાં શરૂઆતી રોકાણકારો આલ્ફાવેવ, અલ્પાઈન, ડીઆઈજી ઈન્વેસ્ટમેન્ટ, મેટ્રીક્સ અને અન્યો 4.789 કરોડ શેર્સનું વેચાણ કરશે. કંપની આઈપીઓ અગાઉ રૂ. 1100 કરોડના શેર્સનું પ્લેસમેન્ટ કરવાનું ધારે છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage