Market Summary 12 September 2022

માર્કેટ સમરી

 

 

નવા સપ્તાહની પોઝીટીવ શરુઆતે 18K તરફ નિફ્ટીની ગતિ

વૈશ્વિક બજારોમાં મજબૂત અન્ડરટોન

IT કાઉન્ટર્સે સતત ત્રીજા સત્રમાં સપોર્ટ પૂરો પાડ્યો

એનર્જી, બેંકિંગ, મેટલમાં જળવાયેલી મજબૂતી

વોલેટિલિટી ઈન્ડેક્સ 1.2 ટકા ગગડી 17.93ની સપાટીએ

અદાણી પોર્ટ્સે ઓલ-ટાઈમ હાઈ દર્શાવી

હિંદુસ્તાન એરોનોટિક્સ 7 ટકા ઉછળ્યો

રિઅલ્ટી કાઉન્ટર્સમાં વ્યાપક ખરીદી જોવા મળી

બ્રોડ માર્કેટમાં જળવાયેલી ભારે ખરીદી

 

ભારતીય શેરબજારમાં નવા સપ્તાહની શુભ શરૂઆત જોવા મળી હતી. બેન્ચમાર્ક્સ સૂચકાંકો તેમની બે સપ્તાહ અગાઉની ટોચ નજીક ટ્રેડ થયા હતાં. જોકે બેન્ચમાર્ક નિફ્ટી 18 હજારની સપાટીની નીચે જ બંધ જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 322 પોઈન્ટ્સ સુધરી 60115ના સ્તરે જ્યારે નિફ્ટી 103 પોઈન્ટ્સ ઉછળી 17936ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ભારે લેવાલીને કારણે નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 34 પોઝીટીવ બંધ સૂચવી રહ્યાં હતાં. જ્યારે 16 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. બીજી બાજુ બ્રોડ માર્કેટમાં પણ ભારે ખરીદી જોવા મળી હતી અને તેને કારણે બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ 1.2 ટકા ઘટી 17.93ની સપાટીએ બંધ રહ્યો હતો.

ગયા સપ્તાહાંતે યુએસ બજારમાં 2 ટકાથી ઊંચા મજબૂત સુધારા પાછળ એશિયન બજારો પોઝીટીવ કામગીરી દર્શાવી રહ્યાં હતાં. જેની પાછળ ભારતીય બજારે પોઝીટીવ નોંધ સાથે કામગીરી શરૂ કરી હતી. નિફ્ટી અગાઉના 17833ના બંધ સામે 17891ની સપાટી પર ઓપન થયા બાદ ધીમે-ધીમે સુધરતો રહી એક તબક્કે 17981ની ટોચ પર ટ્રેડ થયો હતો. આમ નિફ્ટી સ્પોટ 17992ની બે સપ્તાહ અગાઉની ટોચ સુધી પહોંચી શક્યો નહોતો. જોકે સપ્ટેમ્બર સિરિઝ ફ્યુચર્સ 18024ની ટોચ પર ટ્રેડ થયા બાદ 17936ની સપાટીએ બંધ રહ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે બેન્ચમાર્ક 17992ની સપાટી પર બંઘ આપશે તો 18200 સુધી ઝડપી સુધારો દર્શાવી શકે છે. જ્યારબાદ તે ફરી એક કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે. ફંડામેન્ટલ એનાલિસ્ટ્સ વેલ્યૂએશન્સને લઈને ચિંતા રજૂ કરી રહ્યાં છે. તેમના મતે મટિરિયલી અર્થતંત્રની સ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી. તેમ છતાં લિક્વિડિટી અને સેન્ટિમેન્ટ પાછળ બજાર ઊંચકાયું છે અને તેથી જ નવા રોકાણમાં ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે. ક્વોલિટી અન્ડરપર્ફોર્મન્સમાં જ નવી પોઝીશન લેવી જોઈએ. જે સેક્ટર અગાઉથી જ ઊંચા વેલ્યૂએશન્સ સૂચવી રહ્યાં છે તેમનાથી દૂર રહેવું જોઈએ. સોમવારે બજારમાં દરેક સેક્ટર તરફથી પાર્ટિસિપેશન જોવા મળ્યું હતું. તમામ સેક્ટરલ સૂચકાંકો ગ્રીન ઝોનમાં જોવા મળ્યાં હતાં.

જોકે બજારને મુખ્ય સપોર્ટ આઈટી તરફથી સાંપડ્યો હતો. નિફ્ટી આઈટી 1.42 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. શુક્રવારે તેણે 2 ટકાથી વધુનો ઉછાળો નોંધાવ્યો હતો. સતત ત્રણ સત્રોથી આઈટી કાઉન્ટર્સમાં ખરીદી જોવા મળી હતી. લાર્જ-કેપ્સ સાથે મીડ-કેપ આઈટી શેર્સમાં પણ નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. આઈટી ઈન્ડેક્સમાં એલએન્ડટી ઈન્ફોટેક 3 ટકા સુધારે ટોચનો પર્ફોર્મર બન્યો હતો. આ ઉપરાંત માઈન્ડટ્રી, ટેક મહિન્દ્રા, એલએન્ડટી ટેક્નોલોજી, ઈન્ફોસિસ, કોફોર્જ, વિપ્રો, ટીસીએસ, એચસીએલ ટેક્નોલોજીમાં પણ ખરીદી જોવા મળી હતી. એનર્જી સેગમેન્ટના શેર્સમાં ખરીદી પાછળ નિફ્ટી એનર્જી એક ટકા જેટલો મજબૂતી દર્શાવી રહ્યો હતો. જેમાં અદાણી ગ્રીન એનર્જી 1.8 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત એચપીસીએલ, બીપીસીએલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં એક ટકાથી વધુ મજબૂતી જોવા મળી હતી. મેટલ ઈન્ડેક્સ પણ એક ટકા જેટલા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં જિંદાલ સ્ટીલ 2.44 ટકા સાથે સૌથી મજબૂત જોવા મળતો હતો. આ ઉપરાંત એનએમડીસી, ટાટા સ્ટીલ, નાલ્કો, વેલસ્પન કોર્પ, વેદાંતા, સેઈલ અને હિંદાલ્કોમાં એક ટકાથી વધુ સુધારો નોંધાયો હતો. બેંકિંગમાં મજબૂતી જળવાય હતી. બેંક ઈન્ડેક્સ 0.4 ટકા જેટલો મજબૂત જોવા મળ્યો હતો. જેમાં પીએનબી, એક્સિસ બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ બંધન બેંક, એચડીએફસી બેંક, કોટક બેંક, ઈન્ડસઈન્ડ બેંક નરમાઈ સાથે બંધ જોવા મળ્યાં હતાં. નિફ્ટી ઓટો, નિફ્ટી ફાર્મા અને નિફ્ટી એફએમસીજી સાધારણ પોઝીટીવ બંધ સૂચવી રહ્યાં હતાં. જ્યારે નિફ્ટી રિઅલ્ટીમાં 2.2 ટકાનો નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. જેમાં ઓબેરોય રિઅલ્ટી 3.9 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. ગોદરેજ પ્રોપર્ટી 3.6 ટકા, ડીએલએફ 3.2 ટકા, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ 2.5 ટકા, ફિનિક્સ મિલ્સ 1 ટકો અને સનટેક રિઅલ્ટી એક ટકા મજબૂતી દર્શાવતો હતો.

એનએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં અનેક કાઉન્ટર્સે તેમની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. હિંદુસ્તાન એરોનોટિક્સનો શેર 7.4 ટકા સાથે રૂ. 2614ની ટોચ પર બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તેણે રૂ. 2638ની ટોચ બનાવી હતી. કાઉન્ટરમાં જંગી કામકાજ જોવા મળ્યાં હતાં. છેલ્લાં છ મહિનામાં જ તે 60 ટકાથી વધુનું રિટર્ન સૂચવી રહ્યો છે. ઊંચું રિટર્ન દર્શાવનારાઓમાં નવીન ફ્લોરિન, દિપક નાઈટ્રેટ, એસીસી, અંબુજા સિમેન્ટ્સ, ટાટા કેમિકલ્સ, અતુલ, જ્યુબિલિઅન્ટ ફૂડ્સ, જીએનએફસી, એપોલો ટાયર્સ, યુનાઈટેડ સ્પિરિટ્સ, ચંબલ ફર્ટિલાઈઝર્સ, પીવીઆર અને ગોદરેજ પ્રોપર્ટીઝનો સમાવેશ થાય છે. તેઓ 3 ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ 3.5 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવી રહ્યો હતો. ઘટાડો દર્શાવનારા કેટલાંક અન્ય કાઉન્ટર્સમાં કોલ ઈન્ડિયા, એસ્ટ્રાલ, લૌરસ લેબ્સ, ડો. લાલ પેથલેબ્સ, ટોરેન્ટ ફાર્મા, મેક્સ ફાઈનાન્સિયલ, ડિક્સોન ટેક્નોલોજી, ટોરેન્ટ પાવર અને ડાબર ઈન્ડિયાનો સમાવેશ થતો હતો. 52-સપ્તાહ અથવા તો સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં ફાઈન ઓર્ગેનિક્સ, ટાટા ઈન્વેસ્ટક કોર્પ, અદાણી પોર્ટ્સ, કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, કરુર વૈશ્ય, આઈશર મોટર્સ, મઝગાંવ ડોક, ઈન્ડિયન હોટેલ્સ વગેરેનો સમાવેશ થતો હતો. જ્યારે નેટકો ફાર્માએ લાંબા સમયનું તળિયું નોંધાવ્યું હતું. બીએસઈ ખાતે 3759 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2165 પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે 1428 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 214 કાઉન્ટર્સે તેમની 52-સપ્તાહની ટોચ નોઁધાવી હતી. જ્યારે 24 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું નોંધાવ્યું હતું. 166 કાઉન્ટર્સ તેમના અગાઉના બંધ સ્તરે ફ્લેટ જોવા મળ્યાં હતાં.

 

 

ગોલ્ડ ETFsમાં સતત બીજા મહિને આઉટફ્લો નોંધાયો

સ્થાનિક ફંડ ઈન્ડસ્ટ્રીએ ઓગસ્ટમાં સતત બીજા મહિના દરમિયાન ગોલ્ડ ઈટીએફ્સમાં આઉટફ્લો દર્શાવ્યો હતો. ઈક્વિટી માર્કેટમાં મજબૂતીને કારણે રોકાણકારો તે તરફ વળતાં ગોલ્ડમાંથી રોકાણ પરત ખેંચાયું હોવાનું વર્તુળો જણાવે છે. ઓગસ્ટમાં ગોલ્ડ ઈટીએફ્સમાં નેટ રૂ. 38 કરોડનો આઉટફ્લો જોવા મળ્યો હતો. છેલ્લાં બે મહિનામાં ગોલ્ડ ઈટીએફ્સમાં કુલ રૂ. 200 કરોડનો આઉટફ્લો નોંધાયો છે.  દરમિયાન ગોલ્ડ ઈટીએફ્સ હેઠળ એસેટ અન્ડર મેનેજમેન્ટ ગગડીને પાંચ મહિનામાં પ્રથમવાર રૂ. 20 હજાર કરોડ નીચે ઉતરી ગયું હતું. માર્ચ અને જૂન મહિના વચ્ચે ગોલ્ડ ઈટીએફ્સમાં રૂ. 1650 કરોડનો તંદુરસ્ત ઈનફ્લો જોવા મળ્યો હતો. જોકે ત્યારબાદ ગોલ્ડના ભાવમાં સતત ઘટાડા પાછળ રોકાણકારો પીળી ધાતુથી થોડા અળગા બન્યાં હતાં. બીજી બાજુ ઈક્વિટીમાં ઈનફ્લો વધ્યો હતો. ગોલ્ડ ઈટીએફ ફંડ્સના ફોલિઓની સંખ્યા પણ માસિક ધોરણે ઘટાડો દર્શાવે છે. જુલાઈમાં કુલ 46.4 લાખ ગોલ્ડ ઈટીએફ પોર્ટફોલિયો ઓગસ્ટમાં ઘટીને 46.1 લાખ પર નોંધાયા હતા.

રશિયા તરફથી ભારતને વધુ સસ્તાં દરે ઓઈલની ઓફર

જી7 દેશો તરફથી રશિયન ઓઈલ પર ભાવબાંધણું લાગુ પાડવાના પગલાની પ્રતિક્રિયારૂપે રશિયાએ ભારતને અગાઉ કરતાં પણ વધુ સસ્તાં દરે પેટ્રોલિયમ પેદાશો પૂરું પાડવાની ઓફર કરી છે. જોકે બદલામાં ભારતે જી7 તરફથી મૂકવામાં આવેલા પ્રસ્તાવને સમર્થનથી દૂર રહેવું પડશે એમ વિદેશ મંત્રાલયના અધિકારી જણાવે છે. રશિયા તરફથી ઓફર થઈ રહેલું નોંધપાત્ર ડિસ્કાઉન્ટ ઈરાકે છેલ્લાં બે મહિનામાં ઓફર કરેલા ડિસ્કાઉન્ટ કરતાં ઘણું ઊંચું હોવાનું વર્તુળો જણાવે છે. મે મહિનામાં ભારત માટે રશિયન ઓઈલનું ડિસ્કાઉન્ટ પ્રતિ બેરલ 16 ડોલર જેટલું નીચું હતું. જે જૂનમાં ઘટીને 14 ડોલર જોવા મળ્યું હતું. જોકે ઓગસ્ટમાં રશિયન ક્રૂડ ઓઈલ પરનું ડિસ્કાઉન્ટ ઘટીને માત્ર 6 ડોલર જેટલું રહી ગયું હતું. કેમકે વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ ઘટતાં ઈન્ડિયન ક્રૂડ બાસ્કેટના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ભારતના બીજા સૌથી મોટા સપ્લાયર ઈરાકે જૂન મહિનાની આખરથી ડિસ્કાઉન્ટ ઓફર કર્યું હતું અને રશિયન સપ્લાય કરતાં 9 ડોલર નીચે સપ્લાય કર્યો હતો. જેને કારણે રશિયા ફરીથી ભારત માટે ત્રીજા ક્રમનો સપ્લાયર બન્યો હતો. જૂનમાં તે 24 ટકા સાથે ટોચ પર હતો.

 

 

સ્ટાર્ટઅપ્સના વેલ્યૂએશનને લઈ સેબીએ PE, VC પાસે વેલ્યૂએશની વિગતો માગી

રેગ્યુલેટરનું પગલું વેલ્યૂએશન પોલિસીમાં પારદર્શક્તા લાવશે એવો નિષ્ણાતોનો મત

 

માર્કેટ રેગ્યુલેટર સેબી પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટર્સ(પીઈ) અને વેન્ચર કેપિટલ ફંડ્સ(વીસીએફ) તરફથી કરવામાં આવતા સ્ટાર્ટઅપ્સ અને યુનિકોર્ન્સના વેલ્યૂએશન્સ પર ચાંપતી નજર નાખી રહી છે. છેલ્લાં એક વર્ષમાં કેટલાંક જાણીતા સ્ટાર્ટ-અપ્સના શેરબજાર લિસ્ટીંગ્સમાં રોકાણકારોએ ઉઠાવવા પડેલા જંગી નુકસાનને જોતાં સેબી પીઈ અને વીસી રોકાણકારો તરફથી તેમના રોકાણ હોય તેવા સ્ટાર્ટઅપ્સના વેલ્યૂએશન્સમાં પારદર્શક્તા આવે તે માટે આમ કરી રહી છે. તેણે પીઈ અને વીસી ફંડ્સ પાસે સ્ટાર્ટ-અપ્સના વેલ્યૂએશન્સ કેવી રીતે કરવામાં આવે છે તેની વિગતો માગી છે.

કુત્રિમ રીતે ઊંચી ગણતરી કરવામાં આવેલા વેલ્યૂએશન્સ પીઈ ફંડ્સના રોકાણકારોને ફંડ્સના પોર્ટફોલિયો અંગે ગુલાબી ચિત્ર રજૂ કરતું હોય છે. તેમજ આમ કરવાથી ફંડ મેનેજર નવા રોકાણકારો તરફથી વધુ રોકાણ પણ આકર્ષી શકે છે. સાથે તે પછીના ફંડ-રેઈઝીંગ રાઉન્ડમાં જૂના રોકાણકારો પાસેથી પણ વધુ ફંડ મેળવી શકે છે. તાજેતરમાં કેટલાંક રોકાણકારો પાસેથી મળેલી ફરિયાદો અને કેટલાંક યુનિકોર્ન્સ તરફથી ખોટી રીતે ઊંચા વેલ્યૂએશન્સ ઊભા કરવાની ઘટનાઓને ધ્યાનમાં લઈ સેબીએ 6 સપ્ટેમ્બરે સંખ્યાબંધ ફંડ્સને તેમની વેલ્યૂએશન પ્રેકટિસિસ રજૂ કરવા જણાવ્યું છે. સાથે સેબીએ પીઈ અને વીસીએફને તેમના વેલ્યૂઅરનું ક્વોલિફિકેશન શું છે તેનો ખુલાસો કરવા પણકહ્યું છે. સાથે તેણે નીમેલો વેલ્યૂએર એ ફંડનો એસોસિએટ છે કે પછી મેનેજર છે કે સ્પોન્સરર તે પણ પૂછ્યું છે. તેમજ શું છેલ્લાં ત્રણ વર્ષોમાં વેલ્યૂએશનને લઈને મેથોડોલોજીમાં કોઈ ફેરફાર કરાયાં છે કે કેમ તે જણાવવા કહ્યું છે.

એક જાણીતી લો ફર્મના પાર્ટનરના મતે સેબી સ્પષ્ટપણે પીઈ ફંડ્સે હાથ ધરેલી વેલ્યૂએશનની કામગીરીની વિશ્વસનીયતા સમજવા માગે છે. કેમકે છેલ્લાં કેટલાંક મહિનાઓમાં સ્ટાર્ટઅપ વેલ્યૂએશન્સમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને ટૂંક સમય અગાઉ આ ક્ષેત્રે પ્રવેશેલા રોકાણકારો નુકસાન સહન કરી રહ્યાં છે. આ સાથે સેબી અલ્ટરનેટીવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સનો દેખાવ પણ કેવો છે તેનો ખ્યાલ મેળવવા માગે છે એમ તેઓ ઉમેરે છે. ઉદ્યોગ ક્ષેત્રે પ્રવર્તી રહેલા કાર્યપધ્ધતિને પણ સમજવાનો તે પ્રયાસ કરી રહી છે. રેગ્યુલેટરી પ્રિસ્કિપ્શનના અભાવે ફંડ્સને તેમની મનમાની કરવાની છૂટ મળી જાય છે અને સરવાળે રોકાણકારોએ ભોગવવાનું બને છે. પીઈ ફંડ્સમાં ઘણા એનએનઆઈ ઈન્વેસ્ટર્સ મોટું રોકાણ ધરાવે છે. સેબી ઈચ્છે છે કે એઆઈએફ ઉદ્યોગ વેલ્યૂએશન્સને લઈને એક સાતત્યભરી નીતિ અપનાવે. જેથી રોકાણકારો માટે પારદર્શક્તામાં વૃદ્ધિ જોવા મળે. પીઈ અને વીસીને રેગ્યુલેટરની ભાષામાં એઆઈએફ્સ તરીકે ઓળખવામાં આવે છે અને તેઓ મોટેભાગે ક્લોઝ એન્ડેડ હોય છે. તેમજ તેઓ નોનલિસ્ટેડ કંપનીઓમાં મોટું રોકાણ ધરાવે છે. ઓપન એન્ડેડ ફંડ્સ દર મહિને તેમને નેટ એસેટ વેલ્યૂ(એનએવી) જાહેર કરતાં હોય છે. જ્યારે ક્લોઝ એન્ડેડ ફંડ્સ વર્ષમાં બે વાર કે પછી એકવાર જ તેમની એનએવી રજૂ કરતાં હોય છે. જોકે સેબી માટે ક્લોઝલી-હેલ્ડ કંપનીઓ અને અનલિસ્ટેડ સિક્યૂરિટીઝ તેના દાયરાની બહારની બાબત છે તેમ છતાં સેબી પીઈ, વીસીએફ, મ્યુચ્યુલ ફંડ્સ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિસનું રેગ્યુલેશન સંભાળે છે.

 

પારદર્શક્તામાં વૃદ્ધિ માટેનો પ્રયાસ

  • ભારતમાં 900થી વધુ PE અને VC અસ્તિત્વમાં છે
  • ઘણા HNIs આ ફંડ્સમાં ઈન્વેસ્ટમેન્ટ ધરાવે છે
  • સ્ટાર્ટ-અપ્સનું વેલ્યૂએશન ફંડ્સની NAV નિર્ધારિત કરે છે
  • કુત્રિમ રીતે ઊંચી જાળવેલી NAV વર્તમાન તથા નવા ઈન્વેસ્ટર્સને ગેરમાર્ગે દોરી શકે છે

સેબીએ પીઈ અને વીસી પાસે શું માંગ્યું છે?

  • સેબીએ પીઈ અને વીસીએફને તેમના વેલ્યૂઅરનું ક્વોલિફિકેશન જણાવવા કહ્યું છે. સાથે તેણે નીમેલો વેલ્યૂએર એ ફંડનો એસોસિએટ છે કે પછી મેનેજર છે કે સ્પોન્સરર તે પણ પૂછ્યું છે. તેમજ શું છેલ્લાં ત્રણ વર્ષોમાં વેલ્યૂએશનને લઈને મેથોડોલોજીમાં કોઈ ફેરફાર કરાયાં છે કે કેમ તે જણાવવા કહ્યું છે.
  • આમ કરવા પાછળનો હેતુ વેલ્યૂએશન્સ નિર્ધારણમાં સાતત્ય જળવાઈ રહે તેનો અને ઈન્વેસ્ટરના હિતમાં ટ્રાન્સપરન્સી વધારવાનો છે.

 

 

નિફ્ટી નેક્સ્ટ 50ના પુનર્ગઠનથી 12 શેર્સમાં ઈનફ્લો જોવા મળશે

નિફ્ટી બાદ બીજા ક્રમના મહત્વના ઈન્ડેક્સમાં રૂ. 2500 કરોડનું ચર્નિંગ જોવા મળે તેવી શક્યતાં

 

નેશનલ સ્ટોક એક્સચેન્જિસની ઈન્ડેક્સ બનાવતી પાંખ એનએસઈ ઈન્ડાઈસિસે ચાલુ મહિનાની શરૂમાં તેના સૂચકાંકોમાં પુનર્ગઠનની જાહેરાત કરી હતી. જેમાં નિફ્ટી-50 બાદ સૌથી મહત્વના નિફ્ટી નેક્સ્ટ 50માંથી લગભગ એક ડઝન કાઉન્ટર્સ બહાર જશે અને નવા એક ડઝન કાઉન્ટર્સનો ઉમેરો થશે. આ રિબેલેન્સિંગ એક્ટને કારણે ઈન્ડેક્સમાં ઉમેરો પામનારા કાઉન્ટર્સમાં ફંડ્સ તરફથી નોંધપાત્ર ઈનફ્લો જોવા મળે તેવી અપેક્ષા એનાલિસ્ટ્સ રાખી રહ્યાં છે.

નિફ્ટી-50 બાદ નોંધપાત્ર સંખ્યામાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ નિફ્ટી નેક્સ્ટ 50ને ટ્રેક કરે છે. આ બંને સૂચકાંકો મળીને નિફ્ટી 100 ઈન્ડેક્સની રચના કરે છે. આમ નિફ્ટી નેક્સ્ટ 50માં ફેરફારની અસર સંબંધિત કાઉન્ટર્સ પર રહે તે સ્વાભાવિક છે. એનએસઈ ઈન્ડાઈસિસે જાહેર કર્યાં મુજબ નિફ્ટી નેક્સ્ટ 50માં 30 સપ્ટેમ્બરથી સુધારો અમલી બનશે. જોકે ઈટીએફ્સ અને ઈન્ડેક્સ ફંડ્સે તેમના પોર્ટફોલિયોને નવા સુધારા સાથે જોડવા માટે 29 સપ્ટેમ્બરે જરૂર ટ્રેડ કરવાનો રહેશે. નિફ્ટી નેક્સ્ટ 50માં ઉમેરાનારા કાઉન્ટર્સમાં અદાણી ટોટલ ગેસ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, હિંદુસ્તાન એરોનોટિક્સ, આઈઆરસીટીસી, એમ્ફેસિસ, મધરસન સુમી સિસ્ટમ્સ અને શ્રી સિમેન્ટનો સમાવેશ થાય છે. દરમિયાનમાં ઈન્ડેક્સમાંથી બહાર નીકળનારા કાઉન્ટર્સમાં એઈએલ, જ્યુબિલિઅન્ટ ફૂડવર્ક્સ, લ્યુપિન, માઈન્ડટ્રી, પીએનબી, સેઈલ અને ઝાયડસ લાઈફસાયન્સિઝનો સમાવેશ થાય છે. એનાલિસ્ટ્સના મતે આગામી એકાદ-બે સપ્તાહમાં ઉપરોક્ત કંપનીઓના શેર્સમાં મોટી વધ-ઘટ જોવા મળી શકે છે. તેમના મતે મોટાભાગના સ્ટોક્સમાં તેની અસર રૂપે દૈનિક સરેરાશ વોલ્યુમમાં વૃદ્ધિ જોવા મળી શકે છે. જ્યારે ડિલિવરી વોલ્યુમ સંદર્ભમાં અસર નોંધપાત્ર ઊંચી રહેશે. એક અંદાજ મુજબ ઈન્ડેક્સમાં ઉમેરો પામનારા શેર્સમાં અદાણી ટોટલ ગેસમાં રૂ. 426 કરોડનો ઈનફ્લો જોવા મળી શકે છે. અન્ય કાઉન્ટર્સની વાત કરીએ તો બીઈએલ(રૂ. 407 કરોડ), એચએએલ(રૂ. 205 કરોડ)નો ઈનફ્લો જોવા મળી શકે છે. જ્યારે આનાથઈ વિપરીત જ્યુબિલિઅન્ટ ફૂડવર્ક્સ(રૂ. 255 કરોડ), માઈન્ડટ્રી(રૂ. 224 કરોડ) અને લ્યુપિન(રૂ. 172 કરોડ)ના આઉટફ્લોની શક્યતાં છે. કુલ મળી રૂ. 2500 કરોડનો નેટ ઈનફ્લો જોવા મળશે. અદાણી એન્ટરપ્રાઈઝને નિફ્ટી નેક્સ્ટ 50માંથી દૂર કરી નિફ્ટી50માં લેવામાં આવતાં તે રૂ. 3070 કરોડનો ઈનફ્લો જોઈ શકે છે. જ્યારે બીજી બાજુ શ્રી સિમેન્ટમાંથી રૂ. 1000 કરોડના આઉટફ્લોની અપેક્ષા છે.

 

નિફ્ટી નેક્સ્ટ 50માં કોણ ઉમેરાશે

અદાણી ટોટલ ગેસ

IRCTC

BEL

HAL

એમ્ફેસિસ

મધરસન સુમી

 

 

નિફ્ટી નેકસ્ટ 50માંથી કોણ બહાર જશે

ઝાયડસ લાઈ

જ્યુબિલિઅન્ટ ફૂડવર્ક્સ

સેઈલ

PNB

લ્યુપિન

માઈન્ડટ્રી

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

કોર્પોરેટ હેડલાઈન્સ

 

રિલાયન્સ કેપિટલઃ એડીએજી જૂથની નાદાર કંપની રિલાયન્સ કેપિટલ માટે બિડીંગ કરનારી કંપનીઓએ ફાઈનલ ઓફર્સ સબમિટ કરવા માટે અધિક સમયમર્યાદાની માગણી કરી છે. જેમાં પિરામલ જૂથે વધુ 12 સપ્તાહનો સમય માગ્યો હોવાનું વર્તુળો જણાવેછે. જ્યારે પીઈ કંપની એડવેન્ટે આગામી જાન્યુઆરી સુધીનો સમય માગ્યો છે.

તાતા જૂથઃ અગ્રણી ઔદ્યોગિક જૂથે રમેશ ચૌહાણની માલિકીની બિસલેરી ઈન્ટરનેશનલમાં હિસ્સો ખરીદવાની ઓફર કરી હોવાનું જાણવા મળે છે. જૂથે ભવિષ્યમાં કંપનીમાં વધુ હિસ્સાની ખરીદીના આશયથી દેશની સૌથી મોટી પેકેજ્ડ વોટર કંપનીમાં હિસ્સો માગ્યો છે.

મહિન્દ્રા લાઈફસ્પેસિસઃ મહિન્દ્રા જૂથની કંપની રૂ. 3 હજાર કરોડની કિંમતના લેન્ડ પાર્સલ્સની ખરીદી કરવા વિચારી રહી છે. કંપની લેન્ડ ઓવનર્સ સાથે જોઈન્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ મારફતે પણ ખરીદી શકે છે. કંપની મુંબઈ, પૂણે અને બેંગલૂરુ ખાતે લેન્ડ પાર્સલ ખરીદવા વિચારી રહી છે.

FPIs: વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં ભારતીય શેરબજારમાં રૂ. 5600 કરોડની ચોખ્ખી ખરીદી દર્શાવી છે. અગાઉ તેમણે જુલાઈમાં રૂ. 5 હજાર કરોડની અને ઓગસ્ટમાં રૂ. 51200 કરોડની ચોખ્ખી ખરીદી નોંધાવી હતી.

ઓબેરોય રિઅલ્ટીઃ મુંબઈ સ્થિત રિઅલ્ટી કંપનીએ તેની ચાર સબસિડિયરીઝ ઓબેરોય કન્સ્ટ્રક્શન્સ, ઓબેરોય મોલ, ઈવેન્સ્ટાર હોટેલ્સ અને ઈન્ક્લાઈન રિઅલ્ટીના એમાલ્ગમેશનને મંજૂરી આપી છે. અહેવાલ પાછળ કંપનીનો શેર ઉછળ્યો હતો.

કેઈસીઃ એન્જિનીયરિંગ કંપનીએ ગુજરાત ઈન્ડસ્ટ્રીઅલ પાવર તરફથી રૂ. 244 કરોડનો ઈપીસી ઓર્ડર મેળવ્યો છે.

આઈઆરબી ઈન્ફ્રાઃ આઈઆરબી ઈન્ફ્રાની પેટાકંપની આઈઆરબી ઈન્વિટ ગુજરાત સ્થિત વડોદરા કિમ એક્સપ્રેસવે એચએએમ પ્રોજેક્ટને ખરીદવાની આખરી તબક્કામાં પહોંચી છે.

ટીડબલ્યુએલઃ ઈટાલી સરકારની ઈન્વેસ્ટમેન્ટ પાંખ ઈન્વિટાલિયાએ અને યુએસીએ સ્થિત પીઈ હોક આય ડીએમસીસીએ ટીટાગઢ ફાયર્મા સ્પામાં સ્ટ્રેટેજિક હિસ્સાની ખરીદી કરી છે. બંને કંપનીઓએ મળીને કંપનીમાં 44 ટકા હિસ્સો ખરીદ્યો છે.

એચજી ઈન્ફ્રાઃ પેટા કંપની એચજી અટેલી નરનૌલ હાઈવેએ હરિયાણામાં રોડ પ્રોજેક્ટ પૂર્ણ કર્યાંનું સર્ટિફિકેટ મેળવ્યું છે.

ઓએનજીસીઃ પીએસયૂ ઓઈલ એક્સપ્લોરરે સીબીએમ બીડ રાઉન્ડ 2021 હેઠળ ડીએસએફ-3, 2 કોન્ટ્રેક્ટ્સમાં ઓફશોરિંગ દરમિયાન શોધેલો સ્મોલ ફિલ્ડ્સ માટે 6 કોન્ટ્રેક્ટ્સ પર સાઈન કરી છે.

ફોર્ટિસ હેલ્થકેરઃ ન્યૂ જર્સી ડિસ્ટ્રીક્ટ માટેની યુએસ ફેડરલ ડિસ્ટ્રીક્ટ કોર્ટે એમકોર એન્વેસિક્યોર પ્રાઈવેટ કેપિટલ ટ્રસ્ટની ફોર્ટિસ સામેની ફરિયાદને ફગાવી દીધી છે.

સનટેક રિઅલ્ટીઃ મુંબઈ સ્થિત રિઅલ્ટરે મીરા રોડ પર જેડીએ મોડેલ હેઠળ 7.25 એકર્સની પોશ લેન્ડ પાર્સલની ખરીદી કરી છે.

તાતા સ્ટીલઃ તાતા જૂથની કંપનીનું બોર્ડ 14 સપ્ટેમ્બરે ડિબેન્ચર્સ ઈસ્યુ મારફતે ફંડ ઊભું કરવાની વિચારણા માટે મળશે.

ઉજ્જીવન એસએફબીઃ સ્મોલ ફાઈનાન્સ બેંકે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ઈસ્યુ કરીને રૂ. 75 કરોડ ઊભા કર્યાં છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage