Market Summary 13/02/2024

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

શેરબજારમાં આતરે દિવસે તેજી-મંદીનો ખેલ યથાવત, બ્રોડ માર્કેટમાં અન્ડરટોન નરમ
નિફ્ટી 21700ને પાર કરવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.7 ટકા ગગડી 15.80ના સ્તરે બંધ
બેંકિંગ, ફાર્મા, એફએમસીજી, આઈટીમાં મજબૂતી
મેટલ, મિડિયામાં નરમાઈ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સર્વોચ્ચ સપાટીએ
ઓરેકલ ફાઈ., બોશ, એચડીએફસી એએમસી, વોલ્ટાસ નવી ટોચે
રાજેશ એક્સપોર્ટ્સ, વિનતી ઓર્ગેનિક્સ નવા તળિયે

ભારતીય શેરબજારમાં મંગળવારે મજબૂતી જોવા મળી હતી. માર્કેટ છેલ્લાં બે સપ્તાહથી એકાંતરે દિવસે તેજી-મંદીની ચાલ સાથે કોન્સોલિડેશન દર્શાવી રહ્યું છે. મંગળવારે બીએસઈ સેન્સેક્સ 483 પોઈન્ટ્સની મજબૂતી સાથે 71555ની સપાટીએ જ્યારે નિફ્ટી 127 પોઈન્ટ્સના સુધારે 21743ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં ખરીદીના અભાવે બ્રેડ્થ નરમ હતી. જોકે, સોમવાર કરતાં તેમાં નોંધપાત્ર સુધારો જોવા મળતો હતો. બીએસઈ ખાતે કુલ 3942 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2172 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1685 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 228 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવ્યું હતું. જ્યારે 68 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.7 ટકા ગગડી 15.80ના સ્તરે બંધ રહ્યો હતો.
મંગળવારે ભારતીય બજારે પોઝીટીવ ઓપનીંગ નોંધાવ્યું હતું. જોકે ત્યારપછી ઈન્ડેક્સ નેગેટિવ ઝોનમાં સરી પડ્યો હતો. જ્યાંથી પરત ફરી ઈન્ટ્રા-ડે 21766ની ટોચ પર ટ્રેડ થયો હતો અને તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 74 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 21817ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 88 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં સાધારણ ઘટાડો સૂચવે છે. આમ, માર્કેટમાં તેજી-મંદીની પોઝીશન લગભગ સ્થિર જોવા મળે છે. હાલમાં, માર્કેટમાં બંને પક્ષો મજબૂત જણાય છે. આમ, કોઈ એક બાજુનું બ્રેકઆઉટ ક્યારે શક્ય બનશે તે જોવું રહ્યું. ટેકનિકલી 21450ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી શકાય. જ્યારે શોર્ટ પોઝીશન માટે 20200નો સ્ટોપલોસ જાળવવાનો રહેશે.
નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં કોલ ઈન્ડિયા, યૂપીએલ, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ, વિપ્રો, એનટીપીસી, કોટક મહિન્દ્રા, સિપ્લા, એપોલો હોસ્પિટલ, તાતા કન્ઝ્યૂમર, હીરો મોટોકોર્પ, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ઓટો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, મારુતિ સુઝુકી અને એસબીઆઈનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, હિંદાલ્કોમાં 12 ટકાથી વધુનું ગાબડું પડ્યું હતું. આ ઉપરાંત, ગ્રાસિમ, અલ્ટ્રાટેકસિમેન્ટ, ડિવિઝ લેબ્સ, બીપીસીએલ, એમએન્ડએમ, ટાઈટન કંપની, તાતા મોટર્સ, આઈશર મોટર્સ, એચસીએલ ટેકનોલોજીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો બેંકિંગ, ફાર્મા, એફએમસીજી, આઈટીમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે મેટલ, મિડિયા નરમાઈ દર્શાવતા હતાં. નિફ્ટી બેંક 1.4 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં પીએનબી, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા, આઈડીએફસી ફર્સ્ટ બેંક, કોટક મહિન્દ્રા બેંક, ઈન્ડસઈન્ડ બેંક અને એસબીઆઈ પોઝીટીવ જોવા મળતાં હતાં. નિફ્ટી ફાર્મા અડધો ટકો સુધારો સૂચવતો હતો. જેના ઘટકોમાં આલ્કેમ લેબ, સિપ્લા, લ્યુપિન, ઓરોબિંદો ફાર્મા, સન ફાર્મા, બાયોકોન અને ઝાયડસ લાઈફ પોઝીટીવ જોવા મળતાં હતાં. નિફ્ટી આઈટી પણ 0.54 ટકા મજબૂતી સૂચવતો હતો. જેના ઘટકોમાં વિપ્રો, એમ્ફેસિસ, એલએન્ડટી ટેક્નોલોજી, એલટીઆઈમાઈન્ડટ્રી, ટેક મહિન્દ્રા અને ટીસીએસમાં મજબૂતી જોવા મળતી હતી. જોકે, હિંદાલ્કો પાછળ નિફ્ટી મેટલ 2 ટકા તૂટ્યો હતો. કોલ ઈન્ડિયા, વેદાંત, તાતા સ્ટીલમાં મજબૂતી છતાં હિંદાલ્કોમાં 12.4 ટકા ઘટાડાને કારણે ઈન્ડેક્સ પટકાયો હતો. આ ઉપરાંત, સેઈલ, એનએમડીસી, જિંદાલ સ્ટીલ, નાલ્કો પણ તૂટ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ કાઉન્ટર્સ પર નજર નાખીએ તો ઓરેકલ ફાઈનાન્સિયલ સર્વિસિઝ 7 ટકા ઉછળી સર્વોચ્ચ ટોચે બંધ રહ્યો હતો. આ ઉપરાંત, જીએમઆર એરપોર્ટ્સ, કોલ ઈન્ડિયા, યૂપીએલ, બોશ, હિંદ કોપર, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, એચડીએફસી એએમસી, પીએનબી, આઈઈએક્સ, શ્રીરામ ફાઈનાન્સ, આલ્કેમ લેબ, ડીએલએફ, હિંદુસ્તાન એરોનોટિક્સ, સિટિ યુનિયન બેંક, મેટ્રોપોલીસ, આરઈસી, એલએન્ડટી ફાઈનાન્સમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, હિંદાલ્કો, સેઈલ, ગ્રાસિમ, ભારત ફોર્જ, એમસીએક્સ ઈન્ડિયા, એસ્ટ્રાલ, ઈન્ડુલ ટાવર્સ, આરતી ઈન્ડ., ઈન્ડિયામાર્ટ, રામ્કો સિમેન્ટ્સ, ભેલ, એનએમડીસી, ઈન્ડિયન હોટેલ્સમાં નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં બોમ્બે બર્માહ, બોશ, ઓરેકલ ફિન. કેપીઆઈએલ, એચડીએફસી એએમસી, મેક્સ હેલ્થકેર, વોલ્ટાસ, સિમેન્સ, શેલેત હોટેલ્સ, બજાજ હોલ્ડિંગ્સ, સિપ્લાનો સમાવેશ થતો હતો.
કો-લોકેશન કેસમાં સેટલમેન્ટ માટેની NSEની અરજી સેબીએ ફગાવી
એક્સચેન્જે સેબીના કન્સેન્ટ મિકેનીઝમ હેઠળ સમાધાનની માગણી કરી હતી. જોકે તેણે તેમાં ગુનાની કબૂલાત નહોતી કરી. વર્તુળોના મતે સેબીએ એનએસઈની અરજી ફગાવી છે અને તે રેગ્યુલેટરી ઓર્ડર ઈસ્યુ કરશે

દેશમાં ટોચના સ્ટોક એક્સચેન્જ એનએસઈ તરફથી માર્કેટ રેગ્યુલેટર સેબી સમક્ષ કો-લોકેશન કેસને લઈને સમાધાન માટે કરાયેલી અરજીને સેબીએ ફગાવી દીધી હોવાનું વર્તુળો જણાવે છે. એક્સચેન્જે કન્સેન્ટ મિકેનીઝમ હેઠળ સેબી પાસે સેટલમેન્ટની માગણી કરી હતી. આ વ્યવસ્થા હેઠળ માર્કેટ પાર્ટિસિપન્ટ્સને ગુનાની કબૂલાત સાથે અથવા કબૂલાત વિના ફી ચૂકવીને ગુનામાંથી મુક્તિ આપવામાં આવે છે. જોકે, સેબીએ એનએસઈની કન્સેન્ટ અરજીને ફગાવી છે એટલું જ નહિ પરંતુ તે એક્સચેન્જ સામે એક રેગ્યુલેટરી ઓર્ડર પણ પસાર કરશે એમ જાણકારોનું કહેવું છે. આ કેસ એનએસઈના અધિકારીઓ અને ઓપીજી સિક્યૂરિટીઝ વચ્ચે કહેવાતી સાંઠગાંઠનો છે. જેમાં એક બ્રોકરને એનએસઈના સર્વર્સની ખાસ એક્સેસ પ્રાપ્ત થઈ હોવાનો આરોપ છે. જે તેમને અન્ય ટ્રેડર્સ સામે એડવાન્ટેજ પૂરો પાડતી હતી.


આઈશર મોટર્સનો ડિસેમ્બર ક્વાર્ટર નફો 34 ટકા ઉછળી રૂ. 996 કરોડ રહ્યો
ઓટોમોબાઈલ કંપની આઈશર મોટર્સે ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 996 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 34.4 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ એનાલિસ્ટ્સના રૂ. 989 કરોડના અંદાજ કરતાં ઊંચો પ્રોફિટ નોંધાવ્યો છે. પ્રિમીયમ રોયલ એનફિલ્ડ મોટરસાઈકલ્સ અને ઊંચી કોમર્સિયલ વેહીકલ માગ પાછળ કંપનીએ ઊંચો નફો દર્શાવ્યો છે. કંપનીની આવક વાર્ષિક ધોરણે 12.3 ટકા વૃદ્ધિ સાથે રૂ. 4179 કરોડ પર જળવાય હતી. કંપનીની મોટાભાગની આવક રોયલ એનફિલ્ડ મોટરસાઈકલ્સમાંથી જોવા મળી હતી. જે તેનો સૌથી મોટો બિઝનેસ છે. કંપનીનો કમર્સિયલ વેહીક્લ બિઝનેસ વોલ્વો સાથે જોડાણ ધરાવે છે. જેને ઊંચા વેચાણ અને નીચા ડિસ્કાઉન્ટ્સનો લાભ મળ્યો હતો.


ભેલે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 149 કરોડની ખોટ નોંધાવી
કંપનીની આવક સાધારણ વૃદ્ધિ સાથે રૂ. 5599 કરોડ પર જોવા મળી
જાહેર ક્ષેત્રની એન્જીનીયરીંગ કંપની ભેલે ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 148.77 કરોડની ખોટ દર્શાવી છે. ઊંચા ખર્ચ પાછળ કંપનીએ ખોટ નોંધાવવાનું બન્યું છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 42.28 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીની આવક રૂ. 5599.63 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 5353.94 કરોડ પર હતી. કંપનીના ખર્ચમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી અને તે ગયા વર્ષના રૂ. 5320.84 કરોડ પરથી વધી રૂ. 5816.87 કરોડ પર રહ્યો હતો. ભેલ દેશમાં ટોચની એન્જીનીયરિંગ અને મેન્યૂફેક્ચરિંગ કંપનીઓમાંની એક છે. જે ડિઝાઈન, એન્જીનીયરીંગ, કન્સ્ટ્રક્શન, ટેસ્ટીંગ, કમિશ્નીંગ અને સર્વિસિંગમાં સક્રિય છે.

બોશે ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 518 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો
જર્મન ઓટો એન્સિલયરી કંપની બોશની ભારતીય પાંખે ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 518 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 62.5 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપની બ્રેકિંગ સિસ્ટમ્સ અને બેટરીઝ જેવા ઓટો પાર્ટ્સનું ઉત્પાદન કરે છે. તેમજ તે પાવરટ્રેઈન બિઝનેસમાં પણ સક્રિય છે. ઓટો પાર્ટ્સની માગમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી હતી. કેમકે વાર્ષિક ધોરણે વાહનોનું ઉત્પાદન 21 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. જેને કારણે કંપનીના ઓટોમોટીવ સેગમેન્ટની આવક 13 ટકા ઉછળી હતી અને 15 ટકા વધી રૂ. 4205 કરોડ પર રહી હતી. જેને કારણે કંપનીને ખર્ચમાં 11 ટકા વૃદ્ધિને પાછળ રાખવામાં સહાયતા મળી હતી. રો મટિરિયલ ખર્ચ 16 ટકા વૃદ્ધિ સૂચવતો હતો.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage