Market Summary 13 August 2021

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

સેન્સેક્સે 55 હજારનું સ્તર પાર કર્યું

બીએસઈ સેન્સેક્સે ઈતિહાસમાં પ્રથમવાર શુક્રવારે 55000નું સ્તર પાર કર્યું હતું. બેન્ચમાર્ક 593 પોઈન્ટ્સના સુધારે 55437ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 165 પોઈન્ટ્સ ઉછળી 16529ના સ્તરે બંધ રહ્યો હતો. જોકે નિફ્ટી મીડ-કેપ 0.30 ટકા ઘટી બંધ આવ્યો હતો. બજારમાં શરૂમાં જોવા મળતી પોઝીટીવ માર્કેટ બ્રેડ્થ બેન્મચાર્ક્સમાં વૃદ્ધિ સાથે નેગેટિવ બની હતી. આમ એકબાજુ લાર્જ-કેપ્સ પાછળ સૂચકાંકો નવી ટોચ પર પહોંચ્યાં હતાં. જ્યારે બીજી બાજુ મીડ-કેપ્સમાં વેચવાલી જોવા મળી હતી. બજારને આઈટી અને મેટલનો સપોર્ટ સાંપડ્યો હતો. જ્યારે ફાર્મા, ઓટો, રિઅલ્ટીમાં નરમાઈ જોવા મળી હતી.

ITC બે અબજ ડોલરનું રોકાણ કરશે

ડાયવર્સિફાઈડ કોંગ્લોમેરટ આઈટીસી મધ્યમગાળામાં 2 અબજ ડોલરનું રોકાણ કરશે. કંપની તેના દરેક વર્ટિકલ્સમાં વિસ્તરણ કરશે. જેમાં એફએમસીજી, પેકેજિંગ અને એગ્રી બિઝનેસનો સમાવેશ થાય છે. ઉપરાંત તે નવા બિઝનેસિસમાં પણ રોકાણ કરશે. આ રોકાણ કંપનીએ નક્કી કરેલા એક્વિઝીશન્સ પ્લાન ઉપરાંતનું હશે. કંપની તેના ફૂડ પ્રોસેસિંગ વર્ટિકલને નવી ટોચ પર લઈ જશે. જ્યારે કેટલાક ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સમાં કંપની સ્પાઈસિસ ફેક્ટરીનો સમાવેશ થાય છે. જે સ્થાનિક અને નિકાસ બજારને ટાર્ગેટ કરતી હશે. તે ગુજરાતમાં પેકિજિંગ પ્લાન્ટ સ્થાપશે. તેમજ મૈસુરુ ખાતે નિકોટીન ડેરિવેટિવ્સ મેન્યૂફેક્ચરિંગ ફેસિલિટી ઊભી કરશે. જે મુખ્યત્વે યુએસ અને યૂકેના બજારોને ટાર્ગેટ કરશે. કંપની હોટેલ બિઝનેસમાં તેની વેલકમ બ્રાન્ડની આગેવાનીમાં મેનેજમેન્ટ કોન્ટ્રેક્ટ્સ પર ફોકસ કરશે.

જીઓ સાથે સ્પેક્ટ્રમ એગ્રીમેન્ટ પાછળ ભારતી એરટેલ નવી ટોચ પર

દેશમાં બીજા ક્રમની ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર ભારતી એરટેલે રિલાયન્સ જીઓ ઈન્ફોકોમ સાથે સ્પેક્ટ્રમ ટ્રેડિંગ એગ્રીમેન્ટની જાહેરાત કરતાં કંપનીનો શેર 2.5 ટકા ઉછળી રૂ. 638.80ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. કરાર હેઠળ ભારતી એરટેલ ત્રણ સર્કલ્સમાં જીઓને તેના 800 એમએચઝેડ સ્પેક્ટ્રમ માટે રાઈટ ટુ યુઝ ટ્રાન્સફર કરશે. કરારના ભાગરૂપે ભારતીએ રૂ. 1004.8 કરોડ મેળવ્યાં હતાં. જીઓને ભવિષ્યમાં રૂ. 469.3 કરોડની સ્પેક્ટ્રમ સંબંધી જવાબદારી ઉઠાવવી પડશે. છેલ્લા એક મહિનામાં ભારતીનો શેર 20 ટકાથી વધુ ઉછળી ચૂક્યો છે. જેની સામે સેન્સેક્સ 4.8 ટકાનો સુધારો દર્શાવે છે.

નિફ્ટી શેર્સે 18 મહિનામાં 466 ટકા સુધીનું તગડું રિટર્ન આપ્યું

બેન્ચમાર્ક્સમાં ઊંચું રિટર્ન દર્શાવારાઓમાં મેટલ, આઈટી, એનબીએફસી અને ઓટો શેર્સનો સમાવેશ

ટાટા સ્ટીલે સોથી ઊંચું વળતર આપ્યું જ્યારે હિંદુસ્તાન યુનિલિવર રિટર્ન આપવામાં નિફ્ટી શેર્સમાં સૌથી નીચે

બેન્ચમાર્ક નિફ્ટીએ શુક્રવારે 16500ની સપાટી પાર કરી ત્યારે 18 મહિનામાં બરાબર 120 ટકાનું રિટર્ન દર્શાવ્યું હતું. જોકે નિફ્ટીના ઘટક શેર્સનો સમાનગાળામાં દેખાવ ચકાસીએ તો તેમણે 466 ટકા જેટલું ઊંચું વળતર આપ્યું હતું. માર્ચ 2020થી ઓગસ્ટ 2021 સુધીના ટૂંકા સમયગાળામાં નિફ્ટીએ નોંધપાત્ર કરેક્શન વિના સૌથી લાંબી તેજી દર્શાવવાનો વિક્રમ પણ બનાવ્યો હતો.

કોવિડના પ્રથમ રાઉન્ડ વખતે વૈશ્વિક શેરબજારોમાં તીવ્ર વેચવાલી વખતે 24 માર્ચે નિફ્ટીએ 7510ની તેની ચાર વર્ષોની બોટમ દર્શાવી હતી. જ્યાંથી તે સતત સુધરતો રહ્યો હતો અને શુક્રવારે 9000 પોઈન્ટ્સ અથવા 120 ટકા સાથે તેણે એક મેરેથોન ઈનિંગ દર્શાવી હતી. 18 મહિનાના આ સમયગાળામાં તેણે સપ્ટેમ્બર 2020, જાન્યુઆરી અને માર્ચ 2021માં નરમાઈ દર્શાવી છે. એ સિવાય તે સતત નવી સપાટી દર્શાવતો રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં તે અત્યાર સુધી લગભગ સાત ટકાનું રિટર્ન દર્શાવી ચૂક્યો છે. જે લગભગ છેલ્લા ચાર સિરિઝમાં સૌથી ઊંચું છે. નિફ્ટીના 50 ઘટક શેર્સના 18 મહિનાના દેખાવનો અભ્યાસ કરીએ તો તેમણે પણ અગાઉ ક્યારેય નથી દર્શાવ્યો એવો અસાધારણ પ્રદર્શન કર્યું છે. જેમાં મેટલ, આઈટી, એનબીએફસી, કન્ઝ્યૂમર અને ઓટો શેર્સનો સમાવેશ થાય છે. ટાટા સ્ટીલ 466 ટકાના રિટર્ન સાથે સૌથી સારો પર્ફોર્મર રહ્યો છે. કંપનીનો શેર માર્ચ 2020ના રૂ. 259.27ના સ્તરેથી સુધરતો રહી શુક્રવારે રૂ. 1467.25ના સર્વોચ્ચ બંધ પર જોવા મળ્યો હતો. જ્યારે હરિફ સ્ટીલ કંપની જેએસડબલ્યુ સ્ટીલનો શેર પણ 418 ટકાના રિટર્ન સાથે મોટો આઉટપર્ફોર્મર બની રહ્યો છે. 400 ટકાથી વધુ રિટર્ન દર્શાવનાર ત્રીજું કાઉન્ટર પણ મેટલ કંપની હિંદાલ્કોનું છે. જેનો શેર 401 ટકા ઉછળી રૂ. 88 પરથી રૂ. 443 પર જોવા મળ્યો છે.

નિફ્ટીના 50 ઘટકોમાં ત્રણ કાઉન્ટર્સ 400 ટકાથી વધુ રિટર્ન દર્શાવી રહ્યાં છે. જ્યારે 9 કાઉન્ટર્સ 100-400 ટકા સુધીનું રિટર્ન સૂચવે છે. 17 કાઉન્ટર્સ 50-100 ટકા સુધીનું રિટર્ન આપી ચૂક્યાં છે. માત્ર 4 કાઉન્ટર્સ 21-50 ટકાના રિટર્ન સાથે નિફ્ટીની સરખામણીમાં નોંધપાત્ર અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી રહ્યાં છે. જેમાં એફએમસીજી અગ્રણી હિંદુસ્તાન યુનિલીવર 21 ટકા સાથે મોટો અન્ડરપર્ફોર્મર છે. જ્યારે ત્યારબાદના ક્રમે કોલ ઈન્ડિયા, નેસ્લે ઈન્ડિયા, આઈઓસી અને આઈટીસીએ બ્રોડ માર્કેટ કરતાં નીચો દેખાવ નોંધાવ્યો છે. માર્કેટ-કેપમાં સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર 131 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. જ્યારે હેવીવેઈટ્સમાં એકમાત્ર ઈન્ફોસિસ 200 ટકાથી ઊંચું વળતર દર્શાવે છે. કંપનીનો શેર રૂ. 564ના સ્તરેથી સુધરતો રહી રૂ. 1711 પર બંધ જોવા મળ્યો હતો.

નિફ્ટી શેર્સનો 18 મહિનાનો દેખાવ

સ્ક્રિપ્સ          માર્ચ 2020નો લો(રૂ.)   બજારભાવ(રૂ.)   વૃદ્ધિ(ટકામાં)

ટાટા સ્ટીલ             259.27        1467.25         466

જેએસડબલ્યુ સ્ટીલ        144.17      747.3           418

હિંદાલ્કો                 88.31        442.5           401

ટાટા મોટર્સ               68.55       306.5            347

ગ્રાસિમ                  393.55      1497.1         280

વિપ્રો                     175.93       616       250

ઈન્ડસઈન્ડ બેંક          312.35       1025           228

ટાટા કન્ઝ્યૂમર          245.82      805.45          228

બજાજ ફિનસર્વ         4497.75        14320    218

અદાણી પોર્ટ્સ        230.13           703         205

UPL                     255.11         777.5   205

ઈન્ફોસિસ                 563.52       1711  204

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage