બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારની આગેકૂચ જારી, સેન્સેક્સ-નિફ્ટીએ નવી ટોચ દર્શાવી
સેન્સેક્સ 145 પોઈન્ટ્સ સુધરી 55583 પર જ્યારે નિફ્ટી 34 પોઈન્ટ્સના સુધારે 16563ની સપાટી પર બંધ
વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક નરમાઈ વચ્ચે ભારતીય બજારનું અવિરત આઉટપર્ફોર્મન્સ યથાવત
વૈશ્વિક શેરબજારોની સરખામણીમાં ભારતીય બજારનું આઉટપર્ફોર્મન્સ જળવાયું છે. નવા સપ્તાહે એશિયન બજારો 2 ટકા સુધી ઘટાડો દર્શાવતાં હતાં જ્યારે બપોરે યુરોપ બજારોમાં પણ નરમાઈ હતી ત્યારે સ્થાનિક બેન્ચમાર્ક્સ સેન્સેક્સ 145.29 ટકાના સુધારે 55582.58ની સર્વોચ્ચ સપાટી પર બંધ જોવા મળ્યો હતો. એનએસઈનો નિફ્ટી-50 33.90 પોઈન્ટ્સના સુધારે 16563ની નવી ટોચ પર બંધ રહ્યો હતો.
માર્કેટમાં સૌથી વધુ વેઈટ ધરાવતાં બેંકિંગના સપોર્ટ વિના બજાર નવી ટોચ દર્શાવવામાં સફળ રહ્યું હતું. મેટલ અને એનર્જી સેક્ટર્સના સપોર્ટને કારણે બજાર પોઝીટીવ ઝોનમાં ટકી રહ્યું હતું. નિફ્ટી મેટલ ઈન્ડેક્સે 1.5 ટકાના ઉછાળે 5926.10ની તેની સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યો હતો. ટાટા સ્ટીલનો શેર 3.95 ટકા ઉછળી 1519.40ની ઐતિહાસિક ટોચ પર બંધ રહ્યો હતો. અન્ય મેટલ શેર્સમાં પણ સુધારો જોવા મળ્યો હતો. એનર્જી શેર્સમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને આઈઓસીના શેર્સમાં મજબૂતી જોવા મળી હતી. જોકે બીજી બાજુ બેંકિંગ, ઓટો, પાવર અને રિઅલ્ટી શેર્સમાં નરમાઈ જોવા મળી હતી. મારુતિ ઓટો અને બજાજ ઓટોના શેર્સ સૌથી વધુ ઘટાડો દર્શાવતાં હતાં. ગયા સપ્તાહે બજારને સપોર્ટ પૂરો પાડનાર આઈટી શેર્સ પણ નરમ રહ્યાં હતાં. ટીસીએસ સાધારણ પોઝીટીવ બંધ દર્શાવતો હતો. જ્યારે ફાર્મા શેર્સમાં સતત પાંચમા દિવસે નરમાઈ જળવાય હતી.
બેન્ચમાર્ક્સમાં સુધારો નોંધાયો હતો પરંતુ બ્રોડ માર્કેટમાં પ્રોફિટ બુકિંગ જળવાયું હતું. બીએસઈ ખાતે 3382 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી માત્ર 1119 શેર્સ તેમના અગાઉના બંધ સામે સુધારા સાથે બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 2128 શેર્સ ઘટીને બંધ આવ્યાં હતાં. આમ શુક્રવાર બાદ સતત બીજા દિવસે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 0.34 ટકા જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.78 ટકા ઘટાડા સાથે બંધ આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે માર્કેટમાં સુધારા છતાં ઈન્ડિયા વોલેટિલિટી ઈન્ડેક્સ 3.54 ટકાના સુધારા સાથે 13.45ના સ્તરે છેલ્લા મહિનાની ટોચ પર બંધ જોવા મળ્યો હતો. સામાન્યરીતે બજારમાં સુધારો હોય ત્યારે વીક્સમાં ઘટાડો નોંધાતો હોય છે.
વૈશ્વિક બજારોની વાત કરીએ તો ગયા સપ્તાહે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 15 પોઈન્ટ્સના સુધારા સાથે તેની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. જોકે તેમ છતાં એશિયન બજારોમાં સપ્તાહની શરુઆત નરમાઈ સાથે થઈ હતી. જાપાનનો નિક્કાઈ 1.62 ટકા ઘટાડા સાથે બંધ જોવા મળ્યો હતો. જ્યારે કોરિયાનો કોસ્પી પણ 1.16 ટકા નરમાઈ સાથે બંધ રહ્યો હતો. હોંગ કોંગ, તાઈવાન અને સિંગાપુર માર્કેટ્સ પણ નરમ રહ્યાં હતાં. એશિયન બજારોમાં ચીન સાધારણ પોઝીટીવ બંધ દર્શાવતું હતું. જ્યારે યુરોપ ખાતે યૂકેનો ફૂટ્સી 1.2 ટકા, ફ્રાન્સનો કેક 0.9 ટકા અને જર્મનીનો ડેક્સ 0.5 ટકા ઘટાડા સાથે બંધ આવ્યાં હતાં. ડાઉ ફ્યુચર્સ 129 પોઈન્ટ્સની નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે ભારતીય બજારે તેમની અવગણના કરી હતી. એનાલિસ્ટ્સના મતે વૈશ્વિક રોકાણકારો ચીન ખાતેથી તેમનું રોકાણ મોટાપાયે ભારતીય બજારમાં શિફ્ટ કરે તેવી શક્યતા છે અને તેથી ભારતીય બજારમાં મોટા કરેક્શનની શક્યતા ઓછી છે. જાપાન સિવાયના એશિયામાં ભારત એફઆઈઆઈનું 25 ટકા રોકાણ આકર્ષે તેવો અંદાજ સિંગાપુર સ્થિત અગ્રણી ઈન્વેસ્ટર મૂકી રહ્યાં છે.
હેડિંગ….સેઝ યુનિટ્સને સ્થાનિક બજારમાં પ્રોડક્ટ્સ વેચવાની છૂટ માટે વિચારણા
સરકાર આ માટે નેચ ફોરેન એક્સચેન્જ અર્નિંગ ઓબ્લિગેશન દૂર કરશે
અમદાવાદ
કેન્દ્ર સરકાર સેઝમાં સ્થાપિત ઉત્પાદક એકમોન તેમની પ્રોડક્ટ્સના આંતરરાષ્ટ્રીય અથવા સ્થાનિક માર્કેટ્સમાં વેચાણની સંપૂર્ણપણે સ્વતંત્રતા આપવા માટે વિચારી રહી છે. આ માટે તે નેટ ફોરેન એક્સચેન્જ અર્નિંગ ઓબ્લિગેશનને દૂર કરે એમ આ વિષય સાથે નજીકથી જોડાયેલા અધિકારી જણાવે છે. એક અન્ય સુધારામાં સરકાર સેઝમાં ખાલી પડેલી જગ્યાના ડિ-નોટિફિકેશનની છૂટ આપવા માટે વિચારણા કરી રહી છે. જેથી સ્થાનિક બજારમાં સક્રિય કંપનીઓ સેઝમાં તેમનું એકમ સ્થાપી શકે અને ત્યાં તૈયાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ લઈ શકે.
સેઝ યુનિટ્સમાં નિયમો હળવા કરવાનું પગલું ઓક્ટોબરમાં અમલમાં આવવાની શક્યતા ઘરાવતી નવી પાંચ વર્ષીય ફોરેન ટ્રેડ પોલિસીના ભાગરૂપ હોય શકે છે. સરકાર સેઝનું આકર્ષણ જળવાય રહે તે માટે પણ આમ કરવાનું વિચારી રહી હોય તેમ શક્ય છે. સરકારે વિચારેલા મોટાભાગના રિફોર્મ્સ ડિસેમ્બર 2018માં બાબા કલ્યાણી કમિટિ રિપોર્ટમાં ભલામણ કરવામાં આવ્યાં હતાં. સેઝમાં ઈન્કમ-ટેક્સમાંથી મુક્તિ પર સનસેટનો નિયમ લાગુ પડવા જઈ રહ્યો છે ત્યારે તેમનું આકર્ષણ જળવાય રહે તે માટે નવા ઈન્સેન્ટીવ્સ આપવાનો છે. અધિકારીના જણાવ્યા મુજબ સેઝને ઈકોનોમિક અથવા તો એમ્પ્લોયમેન્ટ ઝોન્સ તરીકે પ્રમોટ કરવાનો વિચાર ચાલી રહ્યો છે.
હાલમાં કેન્દ્રિય વાણિજ્ય મંત્રાલય સેઝને લઈને નવા પ્રસ્તાવો અંગે નાણા મંત્રાલય સાથે ચર્ચા-વિચારણા કરી રહ્યું છે. એનએફઈ પોઝીટીવ ઓબ્લિગેશન(ફોરેન એક્સચેન્જના ખર્ચ કરતાં ઊંચી કમાણીની જોગવાઈ)ને દૂર કરવાથી સેઝ યુનિટ્સને જો દેશમાંથી સારુ બજાર મેળવતાં હશે તો તેઓને ફરજિયાત નિકાસમાંથી મુક્તિ મળશે. આનો અમલ સરળતાથી થઈ શકશે. જે સેઝ યુનિટ સ્થાનિક બજારમાં વેચાણની પસંદગી કરશે તેમણે અગાઉ તેમને કાચી સામગ્રીની આયાત પર મળતી કસ્ટમ્સ ડ્યુટી છૂટનો લાભ મળે. તેઓ કસ્ટમ્સ ડ્યુટી ચૂકવી સ્થાનિક બજારમાં તેમની પ્રોડક્ટ્સ વેચી શકશે.
SBIએ રિટેલ ગ્રાહકોને આપેલી ખાસ છૂટ
દેશમાં સૌથી મોટી લેન્ડર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તહેવારોની સિઝન અગાઉ રિટેલ ગ્રાહકો માટે કેટલીક ખાસ ઓફર્સ રજૂ કરી હતી. જેમાં તેણે કાર લોન પર પ્રોસેસિંગ ફીને 100 ટકા દૂર કરી હતી. તેમજ ગ્રાહકોને તેમની કાર લોન્સ માટે 90 ટકા સુધી ઓન-રોડ ફાઈનાન્સિંગની સુવિધા ઉપલબ્ધ બનાવી હતી. આ ઉપરાંત યોનો મારફતે કાર લોન માટે અરજી કરનાર પર 25 બેસીસ પોઈન્ટ્સનું વિશેષ રેટ કન્સેશન આપવાનું પણ જણાવ્યું હતું. બેંકે ફ્રન્ટલાઈન હેલ્થકેર વર્કર્સને પર્સનલ લોન્સમાં 50 બેસીસ પોઈન્ટ્સ રેટ રાહત આપવાનું પણ જણાવ્યું છે. તેણે પ્લેટિનમ ટર્મ ડિપોઝિટ્સ ઓફર હેઠળ રિટેલ ડિપોઝીટર્સ માટે 15 ઓગસ્ટછી 14 સપ્ટેમ્બર દરમિયાન ડિપોઝીટ્સ પર 15 બેસીસ પોઈન્ટ્સ અધિક વ્યાજ ચૂકવવાનું પણ જણાવ્યું છે.
ઈન્વિટ્સ-રેઈટ્સમાં રૂ. 8 લાખ કરોડ રોકાણની સંભાવના
રેટિંગ એજન્સી ક્રિસિલના મતે ભારતમાં ઈન્વિટ્સ અને રેઈટ્સ જેવી પ્રોડક્ટ્સમાં આગામી 4-6 વર્ષોમાં રૂ. 8 લાખ કરોડ સુધીના જંગી રોકાણની સંભાવના છે. મૂળે આ પ્રકારના રોકાણ વિકલ્પો ડાયવર્સિફિકેશનની તક પૂરી પાડે છે. તાજેતરમાં જ માર્કેટ રેગ્યુલેટર સેબીએ એક મહત્વના પગલામાં ઈન્વિટ્સ માટે ટ્રેડિંગ લોટ સાઈઝ ઘટાડી એક યુનિટ કરી હતી. જેથી રિટેલ માટે રોકાણ કરવાનું આસાન બની રહે. સેબીની જાહેરાતને વધાવતાં ઈન્ડિગ્રિડ ટ્રસ્ટના સીઈઓ હર્ષ શાહે જણાવ્યું હતું કે એક્સચેન્જિસ દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ માટે એક મેચ્યોર ઈન્વિટ બજાર ઊભું કરવામાં મહત્વના બની રહેશે. આના કારણે માર્કેટમાં લિક્વિડીટી વધશે અને ઈફેક્ટિવ પ્રાઈસ ડિસ્કવરી જોવા મળશે.
કંપની સમાચાર
મેક્સ વેન્ચરઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 46 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 13.1 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 258 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 384 કરોડ રહી હતી.
ઓલકાર્ગોઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 249 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 94 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 375 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 701.5 કરોડ રહી હતી
જેકે સિમેન્ટઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 208 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 77 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 964 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1633 કરોડ રહી હતી
જીઆર શીપીંગઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 20.6 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 14 લાખ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 110 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 304 કરોડ રહી હતી
દિશમાન કાર્બોજેનઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 550.73 કરોડનું વેચાણ દર્શાવ્યું હતું. જે વાર્ષિક ધોરણે 16 ટકા જ્યારે ત્રિમાસિક ધોરણે 4 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ રૂ. 16.02 કરોડનો નફો નોંધાવ્યો હતો. ગયા વર્ષે તેણે રૂ. 21.43 કરોડની ખોટ દર્શાવી હતી. જ્યારે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 135 કરોડની ખોટ નોંધાવી હતી.
જિંદાલ પોલીઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 232 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 130 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 771 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1341 કરોડ રહી હતી
ઉત્તમ સુગરઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 34.2 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 28.7 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 409 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 449 કરોડ રહી હતી
એક્સેલ ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 21.4 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 8.2 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 133 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 232 કરોડ રહી હતી
જિંદાલ ડ્રીલીંગઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 9.95 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 4.24 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 85.3 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 99.3 કરોડ રહી હતી
રામ ઈન્ફોઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 22.87 કરોડની આવક નોંધાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 5.07 કરોડ હતી. કંપનીનો નફો રૂ. 1.90 કરોડ રહ્યો હતો. જે ગયા વર્ષે રૂ. 8 લાખ રહ્યો હતો.
જમના ઓટોઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 19.5 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 12.7 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 65.2 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 295 કરોડ રહી હતી
ઈક્લર્ક્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 92 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 51.7 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 338 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 486 કરોડ રહી હતી
ત્રિવેણી એન્જીઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 92.3 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 83.8 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1223 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1111.5 કરોડ રહી હતી
એચએસસીએલઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 14.5 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 12.6 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 257 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 539 કરોડ રહી હતી.
એપોલો હોસ્પિટલ્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 491.6 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 165 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 3161 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 3760 કરોડ રહી હતી
આઈઆરએફસીઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 1502 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 892 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 3669 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 4581 કરોડ રહી હતી
એસજેવીએનઃ કંપની બિહાર ખાતે 200 મેગાવોટ ગ્રીડ કનેક્ટેડ સોલાર પ્રોજેક્ટ માટે સૌથી નીચા બીડર તરીકે ઊભરી છે.
Market Summary 16 August 2021
August 16, 2021