માર્કેટ સમરી
ભારતીય બજાર માટે સોમવાર તેજીવાળાઓનો બની રહ્યો હતો. બજારે મંદીવાળાઓને થોડી પણ મચક આપી નહોતી. નિફ્ટી 14923 પર બંધ રહ્યો હતો. આમ તેણે 14900ની સપાટીને પાર કર્યું હતું. માર્કેટને બેંકિંગનો મુખ્ય સપોર્ટ મળ્યો હતો. એ સિવાય ઓટો, મેટલ અને રિઅલ્ટીએ પણ સપોર્ટ પૂરો પાડ્યો હતો.
મેટલ્સમાં બપોર બાદ બાઉન્સ જોવાયું
મેટલ સેક્ટરે બીજા દિવસે શરૂઆતી દોરમાં નેગેટિવ ટ્રેન્ડ દર્શાવ્યો હતો. જોકે બપોર બાદ તેણે રૂખ બદલી હતી અને સુધારાતરફી બન્યાં હતાં અને 2.29 ટકાના નોંધપાત્ર સુધારા સાથે બંધ રહ્યાં હતાં. જેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સ્ટીલ શેર્સે બાઉન્સ દર્શાવ્યો હતો. નાલ્કો 6.5 ટકા ઉછળ્યો હતો. એપીએલ એપોલો 5 ટકા, રત્નમણિ મેટલ 4.52 ટકા, જીંદાલ સ્ટીલ 4.36 ટકા, સેઈલ 2.7 ટકા અને હિંદાલ્કો 2.7 ટકા, વેદાંતા 2.3 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં.
મીડ-કેપ અને સ્મોલ-કેપમાં પણ એક ટકાથી વધુ સુધારો
નિફ્ટી મીડ-કેપ 1.84 ટકા ઉછળી 24813ની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ 1.15 ટકા ઉછળી 8859 પર બંધ રહ્યો હતો. સ્મોલકેપ્સમાં લક્ષ્મી મશીન 10 ટકા ઉછળ્યો હતો. જ્યારે ગેલેક્સિ સરફેસ 8 ટકા, બિરલા કોર્પ 6.4 ટકા, કરૂર વૈશ્ય 6 ટકા, પર્સિસ્ટન્ટ 5.5 ટકા, હેગ 5.35 ટકા, કાવેરી સીડ્સ 5.2 ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં.
નિફ્ટી ઓટો 2 ટકા વધ્યો
ઓટો કાઉન્ટર્સમાં ખરીદી જોવા મળી હતી. જેમાં ટાયર્સ અને એન્સિલિયરીસ શેર્સમાં નોંધપાત્ર લેવાલી નીકળ હતી. બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, મધરસન સુમી, બોશ, અશોક લેલેન્ડ, ટીવીએસ મોટર, આઈશર મોટર્સ અને ટાટા મોટર્સમાં સુધારો નીકળ્યો હતો. જોકે ઓટો મેજર મારુતિ સુઝુકીનો શેર એકમાત્ર શેર હતો તે નેગેટિવ બંધ દર્શાવતો હતો.
સિલ્વરમાં એક ટકાથી વધુ મજબૂતી
કિંમતી ધાતુઓમાં ઉઘડતાં સપ્તાહે મજબૂતી જળવાય હતી. જેમાં સિલ્વર રૂ. 800 અથવા એક ટકાથી વધુ મજબૂતી સાથે રૂ. 71900 પર ટ્રેડ થતી હતી. જ્યારે ઝીંક, લેડ, ગોલ્ડ અને કોપરમાં પણ મજબૂતી જોવા મળતી હતી.
Market Summary 17 May 2021
May 17, 2021