બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં મંદીની હેટ્રીકઃ નિફ્ટીએ 21500ની સપાટી તોડી
વોલેટિલિટી ઈન્ડેક્સ 7 ટકા ઘટી 14.07ના સ્તરે બંધ રહ્યો
ફાર્મા, પીએસયૂ બેંક, ઓટો, રિઅલ્ટીમાં મજબૂતી
પ્રાઈવેટ બેંકિંગ, એનર્જી, મેટલ, એફએમસીજી, આઈટીમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં વેચવાલીનો દોર
ઓરેકલ ફાઈનાન્સિઅલ સર્વિસિઝ, પીસીબીએલ, સોભા, એપોલો ટાયર્સ, એફડીસી નવી ટોચે
વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝમાં નવું તળિયું
શેરબજારમાં સતત ત્રીજા સત્રમાં મંદી જોવા મળી હતી. જેની પાછળ બેન્ચમાર્ક્સ બે સપ્તાહના તળિયા પર બંધ જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 314 પોઈન્ટ્સના ઘટાડે 71187ની સપાટીએ જ્યારે નિફ્ટી 110 પોઈન્ટ્સના ઘટાડે 21,462ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ વેચવાલી જોવા મળી હતી. જેને કારણે બ્રેડ્થ નરમ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3910 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2024 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1793 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. 289 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 20 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 7 ટકા ઘટી 14.07ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે સતત બીજા સત્રમાં શેરબજારે ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યું હતું. જ્યાર પછી તે વધુ ગગડ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી શરૂઆતમાં 21286ની સપાટીએ ઈન્ટ્રા-ડે તળિયું બનાવી ઉપરમાં 21539ની ટોચ દર્શાવી ફરી ઘટીને બંધ રહ્યો હતો. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર્સ 88 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 21550ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 20 પોઈન્ટ્સના પ્રિમિયમની સરખામણીમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. જેનો અર્થ એવો થાય છે કે ઘટાડે લોંગ પોઝીશનમાં વૃદ્ધિ જોવા મળી છે અને બજારમાં એક બાઉન્સની શક્યતાં છે. અલબત્ત, તે ટકશે કે કેમ તે એક શંકા છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે 21285નું ઈન્ટ્રા-ડે બોટમ નિફ્ટી માટે એક મહત્વનો સપોર્ટ બનશે જ્યારે 21530ની નીચે તે સતત બંધ આપશે તો ઘટાડો આગળ વધશે. ઉપરમાં 21600 અને 21700ની સ્ટ્રાઈકમાં નોંધપાત્ર કોલ રાઈટિંગ બાઉન્સ વખતે સાવચેતી રાખવા સૂચવે છે. ટ્રેડર્સ માટે કોઈપણ પ્રકારની નવી લોંગ પોઝીશન લેતાં બે વાર વિચારવાનું રહેશે. કેટલોક સમય સાઈડલાઈન રહેવામાં શાણપણ છે.
ગુરુવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં સન ફાર્મા, સિપ્લા, ટેક મહિન્દ્રા, તાતા મોટર્સ, એક્સિસ બેંક, એમએન્ડએમ, એપોલો હોસ્પિટલ, તાતા કન્ઝ્યૂમર, લાર્સન, ઓએનજીસી, હીરો મોટોકોર્પ, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, ટીસીએસ, અલ્ટ્રાટેકસિમેન્ટ, બીપીસીએલ, એચડીએફસી લાઈફ, ભારતી એરટેલ, વિપ્રો, ઈન્ફોસિસનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, એલટીઆઈમાઈન્ડટ્રી, એચડીએફસી બેંક, એનટીપીસી, ટાઈટન કંપની, એશિયન પેઈન્ટ્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, ઈન્ડસઈન્ડ બેંક, અદાણી એન્ટરપ્રાઈઝિસ, નેસ્લે, આઈશર મોટર્સ, મારુતિ સુઝુકી, બજાજ ફાઈનાન્સ, યૂપીએલ, બજાજ ઓટોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો ફાર્મા, પીએસયૂ બેંક, ઓટો, રિઅલ્ટીમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે પ્રાઈવેટ બેંકિંગ, એનર્જી, મેટલ, એફએમસીજી, આઈટી નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ એક ટકો ઉછળી બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ઓરોબિંદો ફાર્મા, સન ફાર્મા, સિપ્લા, લ્યુપિન, બાયોકોનમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ આલ્કેમ લેબ, ડિવિઝ લેબ્સ, ટોરેન્ટ ફાર્મામાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી રિઅલ્ટી 0.72 ટકા મજબૂતી સાથે બંધ આવ્યો હતો. જેના ઘટકોમાં સોભા 11 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત ફિનિક્સ મિલ્સ, સનટેક રિઅલ્ટી, બ્રિગેડ એન્ટરપ્રાઈઝિસ, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, પ્રેસ્ટીજ એસ્ટેટમાં પણ મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 0.81 ટકા મજબૂતી દર્શાવતો હતો. જેના ઘટકોમાં બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક, આઈઓબી, પંજાબ એન્ડ સિંધ બેંક, પીએનબી, યૂકો બેંક, બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, યુનિયન બેંકમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ઓટો 0.3 ટકા પોઝીટીવ બંધ રહ્યો હતો. જેમાં એમઆરએફ, તાતા મોટર્સ, ભારત ફોર્જ, અશોક લેલેન્ડ, એમએન્ડએમમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, મેટલ ઈન્ડેક્સ 0.84 ટકા તૂટ્યો હતો. જેમાં મોઈલ, નાલ્કો, એનએમડીસી, હિંદુસ્તાન ઝીંક, જેએસડબલ્યુ સ્ટીલ, કોલ ઈન્ડિયા, હિંદાલ્કો, તાતા સ્ટીલ, જિંદાલ સ્ટીલમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી એનર્જી 0.8 ટકા ગગડ્યો હતો. જેમાં એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, અદાણી ગ્રીન એનર્જી, તાતા પાવર અને ગેઈલમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 0.6 ટકા ગગડ્યો હતો. જેમાં એનટીપીસી, એનએચપીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, નાલ્કો, એનએમડીસી, કોલ ઈન્ડિયા, આઈઆરસીટીસી, કોન્કોર, આરઈસી, ગેઈલમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી બેંકમાં પોણો ટકા ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં એચડીએફસી બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક, બંધન બેંક અને કોટક બેંકમાં નરમાઈ જોવા મળી હતી.
એનએસઈના ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં ઓરેકલ ફાઈનાન્સ સર્વિસિઝ 29 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, એપોલો ટાયર્સ, આરતી ઈન્ડસ્ટ્રીઝ, તાતા કોમ્યુનિકેશન, મહાનગર ગેસ, ઓરોબિંદો ફાર્મા, પેટ્રોનેટ એલએનજી, સન ફાર્મા, ભેલ, સિપ્લા, ઈન્ડુસ ટાવર્સ, ટેક મહિન્દ્રા, એચડીએફસી એએમસી, એમઆરએફ, લ્યુપિન, કેન ફિન હોમ્સ, તાતા મોટર્સ, એમસીએક્સ ઈન્ડિયામાં મજબૂત સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, એલટીઆઈમાઈન્ડટ્રી, આઈઈએક્સ, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, આરબીએલ બેંક, ઈન્ડિયામાર્ટ ઈન્ટર, એમ્ફેસિસ, ઈપ્કા લેબ્સ, એચડીએફસી બેંક, એનટીપીસી, બર્ગર પેઈન્ટ્સ, એયૂ સ્મોલ ફાઈનાન્સ, મૂથૂત ફાઈનાન્સ, બિરલાસોફ્ટ, એશિયન પેઈન્ટ્સ, આલ્કેમ લેબમાં નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં ઓરેકલ ફાઈનાન્સ, પીસીબીએલ, સોભા, વૈભવ ગ્લોબલ, એપ્ટસ વેલ્યૂ, એપોલો ટાયર્સ, એફડીસી, બેંક ઓફ મહારાષ્ટ્ર, ઓઈલ ઈન્ડિયા, મહાનગર ગેસ, પીએનબી હાઉસિંગ, અંબેર એન્ટરપ્રાઈઝિસ, લ્યુપિન, કોચીન શીપયાર્ડ અને રેઈલ વિકાસનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝમાં નવું તળિયું જોવા મળ્યું હતું.
GQGએ ITCમાં હિસ્સો વધાર્યો
રાજીવ જૈનના મતે આઈટીસી એક મહાન ગ્રોથ સ્ટોરી છે અને તે વાજબી વેલ્યૂએશન ધરાવે છે
યુએસ સ્થિત જીક્યૂજી પાર્ટનર્સે આઈટીસીમાં તેનો હિસ્સો વધાર્યો છે. કંપનીના સીઆઈઓ રાજીવ જૈનના મતે આઈટીસી એક ગ્રેટ ગ્રોથ સ્ટોરી છે. જે વાજબી વેલ્યૂએશન પર પ્રાપ્ય છે. જીક્યૂજીએ બે વર્ષ અગાઉ કંપનીમાં પ્રથમવાર રોકાણ કર્યાં પછી તેનો હિસ્સો વધાર્યો છે. જૈનના મતે હાલમાં આઈટીસી 23ના પીઈ પર પ્રાપ્ય છે. જે ખૂબ જ વાજબી વેલ્યૂએશન છે. તેમના મતે આઈટીસી બહુવિધ વિસ્તરણ જોવા સાથે 14-15 ટકા વૃદ્ધિ દર્શાવશે. કંપનીની એફએમસીજી પાંખ ખૂબ જ સારો દેખાવ કરી રહી છે અને હવે તેના ફળ પાકવા માટે તૈયાર છે. ઉપરાંત, હોટેલ્સ સેગમેન્ટ પણ વધુ વેલ્યૂ અનલોકિંગ જોશે. એકવાર કંપની અલગ પડશે ત્યારપછી વધુ ગ્રોથ દર્શાવશે એમ જૈન જણાવે છે. એનએસઈ ખાતે ગુરુવારે એક સમયે આઈટીસીનો શેર 0.38 ટકા ઘટાડે રૂ. 464.85ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.
સાઉથ ઈન્ડિયન બેંકનો નફો 200 ટકા ઉછળી રૂ. 305 કરોડો પહોંચ્યો
સાઉથ ઈન્ડિયન બેંકે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 305.36 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 103 કરોડની સરખામણીમાં 197 ટકા વૃદ્ધિ સૂચવે છે. થ્રિસૂર સ્થિત બેંકનો ઓપરેટિંગ પ્રોફિટ 138 ટકા ઉછળી રૂ. 482 કરોડ પર જોવા મળ્યો હતો. જે ગયા વર્ષે રૂ. 203 કરોડ પર હતો. બેંકની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ 74 બેસીસ પોઈન્ટ્સ ગગડી 5.48 ટકા પરથી 4.74 ટકા પર જોવા મળી હતી. જ્યારે ચોખ્ખી એનપીએ 65 બેસીસ પોઈન્ટ્સ ગગડી 2.26 ટકા પરથી 1.61 ટકા પર નોંધાઈ હતી.
બેંકનો પ્રોવિઝન કવરેજ રેશિયો 346 બેસીસ પોઈન્ટ્સ સુધરી 77.97 ટકા પર જોવા મળ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળમાં 74.51 ટકા પર હતો. બેંકની રિટેલ ડિપોઝીટ્સ રૂ. 6428 કરોડ વધી રૂ. 95088 કરોડ પર રહી હતી. જે 7.25 ટકા વૃદ્ધિ દર્શાવે છે. સમાનગાળામાં એનઆરઆઈ ડિપોઝીટ્સ રૂ. 27964 કરોડ પરથી ઉછળી રૂ. 29,236 કરોડ પર રહી હતી. બેંકના કાસામાં 2.83 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. બેંક્સના ગ્રોસ એડવાન્સ રૂ. 7569 કરોડ વધી રૂ. 77,686 કરોડ પર નોંધાયા હતા. જે વાર્ષિક ધોરણે રૂ. 10.80 ટકા વૃદ્ધિ સૂચવે છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
ઈન્ડસઈન્ડ બેંકઃ પ્રાઈવેટ બેંકે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2298 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 17.3 ટકા વૃદ્ધિ સૂચવે છે. ક્વાર્ટર દરમિયાન બેંકની ડિપોઝીટ્સમાં 13 ટકા જ્યારે ડિસ્બર્સમેન્ટ્સમાં 20 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. એનાલિસ્ટ્સ રૂ. 2278 કરોડના નેટ પ્રોફિટની અપેક્ષા રાખી રહ્યાં હતાં. બેંકનું નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 4.29 ટકા પર જોવા મળ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળાં 4.27 ટકા પર હતું. બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ ગયા વર્ષના રૂ. 4495 કરોડ પરથી વધી રૂ. 5296 કરોડ પર રહી હતી.
હલ્દિરામઃ સ્નેક્સ ઉત્પાદક તેના હરિફ અને શેરબજાર પર લિસ્ટેડ પ્રતાપ સ્નેક્સમાં બહુમતી હિસ્સો ખરીદવા માટે ચર્ચા-વિચારણા ચલાવી રહી હોવાનું જાણવા મળે છે. પ્રતાપ સ્નેક્સનું વેલ્યૂએશન 35 કરોડ ડોલરનું આંકવામાં આવે છે. કંપની તેની હાજરી પોટેટો ચિપ માર્કેટમાં વધારવા આ ખરીદી ઈચ્છતી હોવાનું જાણકારોનું કહેવું છે. આ અહેવાલ પાછળ પ્રતાવ સ્નેક્સના શેરમાં 13 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી અને તે 2018 પછીના ટોચના સ્તરે બંધ રહ્યો હતો.
ઓએનજીસીઃ દેશમાં ટોચની ઓઈલ એક્સપ્લોરરની વિદેશી પાંખ ઓએનજીસી વિદેશે બેંક ઓફ બરોડા અને ડીબીએસ બેંક પાસેથી પાંચ વર્ષ માટે 42 કરોડ ડોલરની લોન મેળવી છે. આ લોનને કારણે ઓએનજીસી વિદેશની કેશની સ્થિતિમાં સુધારો થશે. કેમકે હાલમાં કંપનીની ફ્રી કેશમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ગયા મહિને મર્ચન્ટ બેંકર્સે જણાવ્યું હતું કે કંપની ફંડ ઊભું કરવા માટે બોન્ડ્સ ઈસ્યૂ કરશે. વાર્ષિક ધોરણે ઓએનજીસી વિદેશનો ફ્રી કેશ ફ્લો 88 ટકા જેટલો ઘટ્યો હતો.
જેએસડબલ્યુ ઈન્ફ્રાઃ જેએસડબલ્યુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નવકાર કોર્પ લિ.ની ખરીદીમાં ટોચનો ઉમેદવાર હોવાનું વર્તુળો જણાવે છે. જેએસડબલ્યુ ઈન્ફ્રાએ નવકાર કોર્પની એસેટ્સનું ડ્યૂ ડિલિજન્સ પણ હાથ ધરશ એમ તેઓ ઉમેરે છે. હાલમાં બંને કંપનીઓ વચ્ચે મંત્રણા તેના આખરી તબક્કામાં પહોંચી ચૂકી છે. જો આ ડિલ થશે તો તેને કારણે નવકાર કોર્પ માટે ઓપન ઓફર લાવવાની બની શકે છે.
એનએચપીસીઃ સરકારી હાઈડ્રોપાવર ઉત્પાદકના ઓફર ફોર સેલમાં સંસ્થાકિય રોકાણકારો તરફથી રૂ. 6000 કરોડનું બીડીંગ કરવામાં આવ્યું છે. બે દિવસ ચાલનારા ઓએફએસમાં સરકાર એનએચપીસીનો 3.5 ટકા હિસ્સો વેચી રહી છે. જેમાં તે 35 કરોડથી વધુ શેર્સ વેચશે. ઓફરમાં 10 કરોડ શેર્સના વધુ વેચાણના ગ્રીન શૂ ઓપ્શનનો સમાવેશ પણ થાય છે. સરકાર રૂ. 66 પ્રતિ શેરના ભાવે શેર વેચશે. ઓએફએસને કારણે સરકારી તિજોરીને રૂ. 2000 કરોડનો લાભ મળશે. ગુરુવારે એનએચપીસીનો શેર 2.74 ટકા ગગડી રૂ. 71.06ની સપાટીએ બંધ રહ્યો હતો.