Market Summary 18 June 2021

માર્કેટ સમરી

 

નિફ્ટીએ ઈન્ટ્રા-ડે કરેક્શન આપી સપોર્ટ જાળવ્યો

 

લાંબા સમય બાદ ભારતીય બજારમાં ઈન્ટ્રા-ડે મોટી વધ-ઘટ જોવા મળી હતી. જેમાં નિફ્ટી તેના મહત્વના સપોર્ટની નીચે ઉતરી ગયા બાદ બાઉન્સ થયો હતો અને સાધારણ ઘટાડે બંધ રહ્યો હતો. સેન્સેક્સ તો પોઝીટીવ બંધ દર્શાવી રહ્યો હતો. બેન્ચમાર્કને એફએમસીજી, ટેલિકોમ, સિમેન્ટ કાઉન્ટર્સનો સપોર્ટ સાંપડ્યો હતો. જ્યારે મેટલ અને બેંકિંગ તરફથી બજાર પર દબાણ જોવા મળ્યું હતું.

 

પેટીએમ ફ્રેશ ઈક્વિટી મારફતે રૂ. 12000 કરોડ ઊભાં કરશે

 

 

પેટીએમની પેરન્ટ કંપની વન97 કોમ્યુનિકેશન્સ ફ્રેશ ઈક્વિટી ઈસ્યુ કરી રૂ. 12000 કરોડ એકત્ર કરવાનો ઈરાદો ધરાવે છે. કંપનીનો આઈપીઓ ચાલુ વર્ષના નવેમ્બર સુધીમાં બજારમાં પ્રવેશે તેવી પણ શક્યતા છે. અન્ય મુદ્દાઓ ઉપરાંત આઈપીઓનો મુદ્દો પણ 12 જુલાઈએ કંપનીની અસાધારણ વાર્ષિક બેઠક(ઈજીએમ)માં ચર્ચવામાં આવશે. વર્તુળોના જણાવ્યા મુજબ પ્રાઈમરી ફંડ રેઈઝીંગ બાદ કંપની સેકન્ડરી ફંડ રેઈઝીંગ પણ કરશે. ઈજીએમમાં કંપનીના પ્રમોટર તરીકે વિજય શેખર શર્માના પ્રમોટરના દરજ્જાને દૂર કરવામાં આવે તેવી શક્યતા પણ છે. હાલમાં તેઓ કંપનીમાં 14.61 ટકા હિસ્સો ધરાવે છે. જે ઉપરાંત સોફ્ટ બેંક, એન્ટ ગ્રૂપ અને બર્કશાયર હાથવે પણ હિસ્સો ધરાવે છે.

 

 

ડોલર સામે રૂપિયામાં 22 પૈસા સુધારો

 

સતત દોઢ સપ્તાહ સુધી ડોલર સામે ઘટતાં રહેલા રૂપિયાને સપ્તાહના આખરી સત્રમાં રાહત મળી હતી. ગુરુવારે એક ટકાથી વધુના તીવ્ર ઘટાડા બાદ ઓવરસોલ્ડ ઝોનમાં જોવા મળતો રૂપિયો ગ્રીનબેક સામે 22 પૈસા ઉછળી 73.86ના સ્તરે બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન તેણે મોટી વધ-ઘટ દર્શાવી હતી. અગાઉના 74.08ના બંધ સામે 74.11ની સપાટીએ નરમાઈ સાથે ખૂલ્યાં બાદ રૂપિયો 74.2750 સુધી ગગડ્યો હતો. જ્યાંથી સુધરી 73.82ની ટોચ પર જોવા મળ્યો હતો અને આખરે 73.86ના સ્તરે 22 પૈસા સુધારા સાથે બંધ રહ્યો હતો.

 

 

નિફ્ટી એફએમસીજીએ નવી ટોચ દર્શાવી

 

શુક્રવારે બજારમાં સાર્વત્રિક વેચવાલી વચ્ચે એફએમસીજી ક્ષેત્રે ખરીદી જોવા મળી હતી. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 35797નું તળિયું બનાવી 36361ની નવી ટોચ પર ટ્રેડ થયો હતો. એફએમસીજી જાયન્ટ હિંદુસ્તાન યુનિલીવરનો શેર 2.7 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે યુનાઈટેડ સ્પિરિસ્ટ્, જ્યુબિલિઅન્ટ ફૂડ, ડાબર ઈન્ડિયામાં પણ સુધારો જોવા મળ્યો હતો. અન્ય સેક્ટરલ સૂચકાંકોમાં નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિસ સાધારણ પોઝીટીવ બંધ દર્શાવતો હતો.

 

 

સોનુ-ચાંદી, બેઝ મેટલ્સમાં જોવા મળેલો બાઉન્સ

 

ગુરુવારે તીવ્ર એકદિવસીય ઘટાડો નોંધાવ્યાં બાદ કિંમતી ધાતુઓ સહિત બેઝ મેટલ્સમાં બાઉન્સ જોવા મળ્યો હતો. એમસીએક્સ ખાતે ઓગસ્ટ ગોલ્ડ વાયદો 0.6 ટકા અથવા રૂ. 262ના સુધારે રૂ. 47220 પર ટ્રેડ થઈ રહ્યો હતો. દિવસ દરમિયાન તેણે રૂ. 47387ની ટોચ દર્શાવી હતી. સિલ્વર જુલાઈ વાયદો 1106ના સુધારે રૂ. 68705ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો. દિવસ દરમિયાન તેણે રૂ. 68740ની ટોચ દર્શાવી હતી. નિકલમાં 0.7 ટકાનો જ્યારે એલ્યુમિનિયમ અને કોપરમાં સાધારણ સુધારો જોવા મળી રહ્યો હતો. માત્ર ક્રૂડ અને નેચરલ ગેસમાં નરમાઈ જોવા મળી રહી હતી. જેમાં નેચરલ ગેસ 1.7 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવતો હતો.

 

 

બ્રોડ માર્કેટમાં ઘટાડા વચ્ચે સ્માર્ટ બાઈંગ પણ જોવા મળ્યું

 

 

એનએસઈ-500 જૂથમાં સમાવિષ્ટ પસંદગીના શેર્સમાં શુક્રવારના તળિયાના ભાવથી 17 ટકા સુધીનો સુધારો

 

રિટેલ ટ્રેડર્સની ગેરહાજરી વચ્ચે મોકળુ મેદાન મળતાં અનેક કાઉન્ટર્સમાં બાર્ગેન હંટીંગ

 

 

શુક્રવારે શેરબજારમાં નરમાઈનો ભરપૂર લાભ સ્માર્ટ ટ્રેડર્સે લીધો હતો. એકબાજુ રિટેલ ટ્રેડર્સ ગભરાટમાં માલ વેચી રહ્યાં હતાં અને બીજી બાજુ મોટા ટ્રેડર્સ બાર્ગેન હંટિંગ કરી રહ્યાં હતાં. બજાર મોટાભાગનો સમય નરમ ટ્રેડ દર્શાવતું રહ્યું હતું ત્યારે તેમણે ટાર્ગેટેડ સ્ક્રિપ્સમાં ધૂમ ખરીદી કરી હતી. જેની પાછળ કેટલાંક પસંદગીના કાઉન્ટર્સ બજાર બંધ થયું ત્યારે 17 ટકાના તીવ્ર સુધારા સાથે બંધ રહ્યાં હતાં. માર્કેટ નિરીક્ષકોના મતે બજારને દબાવેલું રાખી ખેલાડીઓએ બીજી બાજુ માલ ખરીદવાનું ચાલુ રાખ્યું હતું. આને તેઓ માર્કેટમાં ટૂંકાગાળાનું કરેક્શન પુરું થયું એમ માને છે.

 

માર્કેટમાં કામકાજની શરૂઆત સાધારણ ઘટાડા સાથે થઈ હતી. જોકે જોતજોતામાં સેન્સેક્સ 600 પોઈન્ટ્સ જેટલો તૂટી ગયો હતો. નિફ્ટી તેના 15650ના સપોર્ટને તોડી ઈન્ટ્રા-ડે 15450ના સ્તર સુધી ગગડ્યો હતો. જોકે ત્યાંથી તેણે યુ-ટર્ન દર્શાવ્યો હતો અને બજાર બંધ થવાના અડધો કલાક અગાઉ તે ગ્રીન ઝોનમાં ટ્રેડ થયો હતો. લાર્જ-કેપ્સને એફએમસીજી અને આઈટી જેવા ડિફેન્સિવ જેવા ક્ષેત્રો સપોર્ટ સાંપડ્યો હતો. જોકે બેંકિંગ સહિતના ક્ષેત્રો તળિયાના સ્તરેથી નોંધપાત્ર સુધારો દર્શાવી શક્યાં નહોતાં તેમજ તેઓ ઘટાડા સાથે જ બંધ જોવા મળ્યાં હતાં. જોકે આ બધા વચ્ચે મીડ અને સ્મોલ-કેપ કાઉન્ટર્સમાં દેખીતી ખરીદી જોવા મળી હતી. જેમાં ટેક્સટાઈલ ક્ષેત્રે ટીસીએનએસ બ્રાન્ડ્સ જેવું કાઉન્ટર શુક્રવારની ઈન્ટ્રા-ડે લોથી 16.75 ટકાના તીવ્ર સુધારા સાથે બંધ દર્શાવી રહ્યું હતું. દિવસ દરમિયાન તે રૂ. 543.95ના તળિય પર ટ્રેડ થયો હતો અને ત્યાંથી રૂ. 90થી વધુના સુધારે રૂ. 635.05ની સપાટી પર બંધ રહ્યો હતો. શેરમાં 52-સપ્તાહની ટોચ પણ જોવા મળી હતી. ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર તેના દિવસના તળિયેથી 15 ટકા ઉછળી રૂ. 10.4 પર બંધ રહ્યો હતો. આવા અન્ય કેટલાક કાઉન્ટર્સમાં ફ્યુચર કન્ઝ્યૂમર(14 ટકા), અશોકા બિલ્ડકોન(13 ટકા), અદાણી એન્ટરપ્રાઈઝ(12 ટકા), એલેમ્બિક(11.33 ટકા), મિન્ડા ઈન્ડ(11.28 ટકા) જેવા કાઉન્ટર્સ તેમના તળિયાથી નોંધપાત્ર સુધારા સાથે બંધ આવ્યાં હતાં. જે સૂચવે છે કે જાણકારોએ આ કાઉન્ટર્સમાં ધૂમ ખરીદીની તક ઝડપી લીઘી હતી. ખાસ કરીને સામે બાજુ રિટેલ ટ્રેડર્સ બજારમાં નેચ વેચવાલ હતા ત્યારે ગભરાટમાં તેમનો માલ ખરીદવાની રીતસરની રમત બજારમાં જોવા મળી હતી. એનાલિસ્ટ્સના મતે શુક્રવારના દિવસે જે કાઉન્ટર્સ તળિયાથી મજબૂત સુધારા સાથે બંધ આવ્યાં છે તેઓ આગામી સમયગાળામાં પણ સુધારો જાળવે તેવી શક્યતા છે. કેમકે આવા દિવસોમાં થયેલી એકબાજુની ખરીદી એ  મજબૂત કન્વિક્શન ધરાવતાં ખેલાડીઓ દ્વારા જ શક્ય છે અને તેથી તેમને અનુસરવામાં જોખમ ઓછું રહેતું હોય છે. જોકે આવા કેટલાક સ્માર્ટ બાઈંગના કિસ્સાને બાદ કરીએ તો શુક્રવારે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જળવાય હતી. બીએસઈ ખાતે 3352 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી માત્ર 1180 કાઉન્ટર્સ જ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 2031 કાઉન્ટર્સ નેગેટિવ બંધ સૂચવતાં હતાં. નિફ્ટી સ્મોલ-કેપ્સ અને મીડ-કેપ્સ સૂચકાંકો પણ નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં.

 

 

 

શુક્રવારે બોટમ ભાવે બાઈંગ દર્શાવનાર કાઉન્ટર્સ

 

 

સ્ક્રિપ્સ          18 જૂનનું તળિયાનું સ્તર(રૂ.)   18 જૂનનો બંધ(રૂ.)   વૃદ્ધિ(%)

 

 

TCNS બ્રાન્ડ્સ  543.95        635.05        16.75

આઈડિયા          9.05           10.4   14.92

ફ્યૂચર કન્ઝ્યૂમર           8.9    10.15  14.04

અશોકા બિલ્ડકોન           88     99.65 13.24

અદાણી એન્ટરપ્રાઈઝ     1332.55       1495   12.19

એલેમ્બિક લિ.    120    133.6  11.33

મિન્ડા ઈન્ડ.       600.   667.75        11.28

જેકે ટાયર          137    151.65 10.69

જેએન્ડકે બેંક      30.15  33.25 10.28

એડલવેઈસ       66.55 73.2   9.99

IIFL             237.05 260   9.68

રેંડિગ્ટન            248.1  271.9  9.59

સોનાટા સોફ્ટવેર           673.5 736    9.28

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage