Market Summary 20 April 2021

માર્કેટ સમરી

નિફ્ટી 14207નું તળિયું બનાવી પરત ફર્યો

ભારતીય શેરબજારમાં અંતિમ એક કલાકમાં ઓચિંતી વેચવાલી જોવા મળી હતી અને સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ્સ નરમ બન્યો હતો. જ્યારે નિફ્ટી પણ 150 પોઈન્ટ્સ જેટલો નીચે ઉતરી ગયો હતો. જોકે શોર્ટ કવરિંગ પાછળ બેન્ચમાર્ક 14207નું તળિયું બનાવી 12296 પર બંધ રહ્યો હતો. આમ એકબાજુ તેણે 14350નો સપોર્ટ ગુમાવ્યો હતો. જોકે 14200નો સપોર્ટ જાળવી રાખ્યો હતો.

યુરોપ બજારોમાં નરમાઈ પાછળ સ્થાનિક બજાર ગગડ્યું

બપોરે યુરોપ બજારોએ કામકાજની શરૂઆત ફ્લેટ-ટુ-નેગેટિવ દર્શાવી હતી. જોકે ત્યારબાદ તેઓ ધીમે-ધીમે ઘસાયા હતાં અને સાંજે પણ દિવસના તળિયા પર ટ્રેડ થઈ રહ્યાં હતાં. આમ ભારતીય બજાર પર સેન્ટિમેન્ટની અસર પડી હતી. જર્મનીનો ડેક્સ 0.85 ટકા, ફ્રાન્સનો કેક 1.4 ટકા અને ફૂટ્સી 1.2 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.

એપોલો હોસ્પિટલનો શેર 5 ટકા ઉછળી નવી ટોચે

હોસ્પિટલ ચેઈન એપોલો હોસ્પિટલનો શેર તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 3156ના બંધ ભાવ સામે 5 ટકાથી વધુ ઉછળી રૂ. 3308ની સપાટી પર જોવા મળ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 47000 કરોડની સપાટી પાર કરી ગયું હતું. દેશમાં કોવિડ સંક્રમણો પાછળ હોસ્પિટલ કંપનીના શેર્સમાં ખરીદી જોવા મળી છે. તે રૂ. 1253ના વાર્ષિક તળિયાની સરખામણીમાં લગભગ અઢી ગણુ રિટર્ન દર્શાવે છે. શેરબજારમાં લિસ્ટેડ હોસ્પિટલ કંપનીઓમાં તે સૌથી ઊંચું માર્કેટ-કેપ ધરાવે છે.

ટાટા કન્ઝ્યૂમરનો શેર સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યો

 ટાટા જૂથની કંપની ટાટા કન્ઝ્યૂમરનો શેર મંગળવારે નવી ટોચ પર જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી સતત વૃદ્ધિ દર્શાવતો રહેનાર શેર કોન્સોલિડેશન બાદ નવી રેંજમાં પ્રવેશ્યો હતો અને 4 ટકાથી વધુ સુધારે રૂ. 698ની ટોચ પર ટ્રેડ થયો હતો. જે ભાવે કંપનીએ રૂ. 62 હજાર કરોડનું માર્કેટ-કેપ પાર કર્યું હતું. જૂથ કંપનીઓમાં માર્કેટ-કેપની રીતે તે પાંચમા ક્રમે આવે છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરે 100 ટકાથી વધુ રિટર્ન દર્શાવ્યું છે.

બ્રેન્ટ ક્રૂડ વાયદો 68 ડોલરને પાર કરી ગયો

વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ કોન્સોલિડેટ થઈ ફરી સુધારાતરફી બન્યાં છે. મંગળવારે બ્રેન્ટ વાયદો 68 ડોલરની સપાટીને પાર કરી દોઢ મહિનાની ટોચ પર જોવા મળતો હતો. સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે તે એક ટકા સુધારા પાછળ તેણે રૂ. 4824ની ટોચ બનાવી હતી. વૈશ્વિક બજારમાં તે બે દિવસમાં ચાર ડોલરનો સુધારો દર્શાવી રહ્યો છે. યુએસ ખાતે ઈન્વેન્ટરી અપેક્ષાથી ઓછી રહેતાં તથા ચીન ખાતે પ્રથમ ક્વાર્ટરનો જીડીપી 18 ટકાની સર્વોચ્ચ સપાટીએ આવતાં ક્રૂડના ભાવમાં કોવિડના વધતાં કેસિસ વચ્ચે સેન્ટિમેન્ટ મજબૂત બન્યું છે. બ્રેન્ટ વાયદાએ માર્ચ મહિનાની શરૂમાં 70 ડોલરની સપાટી પાર કરી હતી. જ્યારે સ્થાનિક બજારમાં ક્રૂડ રૂ. 4900ના ભાવને પાર કરી ગયું હતું.

ડોલર સામે રૂપિયો 74.88ના સ્તરે સ્થિર રહ્યો

છેલ્લા બે સપ્તાહથી ઊંચી વધ-ઘટ દર્શાવનાર રૂપિયામાં મંગળવારે સ્થિરતા જોવા મળી હતી અને તે 74.88ના અગાઉના સ્તરે જ બંધ રહ્યો હતો. સોમવારે તેણે ગ્રીનબેક સામે 52 પૈસાનો ઘટાડો નોંધાવ્યો હતો. મંગળવારે રૂપિયો 74.66ના સ્તરે ખૂલ્યો હતો અને સુધરીને 74.645 થયો હતો. જ્યારે ઘટીને 74.9850 સુધી ગગડ્યો હતો અને આખરે રૂ. 74.88 પર બંધ રહ્યો હતો. ભારતીય ઈક્વિટી બજારમાં વિદેશી સંસ્થાઓ તરફથી નાના પ્રમાણમાં પોઝીટીવ ફ્લો જળવાયો છે અને તેથી રૂપિયામાં ઘટાડો અટક્યો છે. તે 74.50થી 75ની રેંજમાં કોન્સોલિડેટ થઈ રહ્યો છે.

 

સ્મોલ-કેપ ફાર્મા કાઉન્ટર્સમાં ભારે લેવાલી વચ્ચે શેર્સમાં ઉપલી સર્કિટ્સ

મંગળવારે લાર્જ-કેપ ફાર્મા શેર્સમાં 6 ટકા સુધી વૃદ્ધિ વચ્ચે નિફ્ટી ફાર્મા 1.29 ટકા સાથે વધવામાં અગ્રણી હતો

જોકે સ્મોલ-કેપ ફાર્મા કંપનીઓના શેર્સમાં 20 ટકા અને 10 ટકાની ઉપલી સર્કિટ્સ જોવા મળી હતી

નિફ્ટી ફાર્માએ મંગળવારે તેની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી

કોવિડ સંક્રમણોમાં તીવ્ર વૃદ્ધિ પાછળ ફાર્મા કંપનીઓના કામકાજમાં ઊંચા સુધારાની અપેક્ષાએ લિસ્ટેડ કંપનીઓના શેર્સમાં ભારે લેવાલી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી લાર્જ-કેપ ફાર્મા કંપનીઓના શેર્સમાં જોવા મળતી ખરીદી હવે મીડ-કેપ અને સ્મોલ-કેપ ફાર્મા કંપનીઓમાં પ્રવેશી છે. જેને કારણે મંગળવારે અનેક સ્મોલ-કેપ ફાર્મા કાઉન્ટર્સ 20 ટકા અથવા તો 10 ટકાની ઉપલી સર્કિટ્સમાં બંધ જોવા મળ્યાં હતાં. બેન્ચમાર્ક નિફ્ટી નરમ બંધ આવ્યો હતો ત્યારે નિફ્ટી ફાર્મા મંગળવારે તેની સર્વોચ્ચ સપાટી પર બંધ જોવા મળ્યો હતો.

માર્કેટ નિરીક્ષકોના મતે છેલ્લા મહિનામાં બજારમાં માત્ર ફાર્મા કાઉન્ટર્સ ચોખ્ખો સુધારો દર્શાવી રહ્યાં છે. જોકે અત્યાર સુધી તેજી લાર્જ-કેપ ફાર્મા કાઉન્ટર્સ સુધી મર્યાદિત જોવા મળતી હતી. ક્યાંક સ્મોલ-કેપ ફાર્મા કાઉન્ટર્સ પણ તેજી દર્શાવતાં હતાં. જોકે હવે તે સ્મોલ-કેપ ફાર્મા કંપનીઓમાં પ્રવેશી છે. અનેક નાની ફાર્મા કંપનીઓના શેર્સમાં મંગળવારે બ્રોડ માર્કેટમાં વધ-ઘટ વચ્ચે ભારે લેવાલી વચ્ચે ઉપલી સર્કિટ્સમાં બંધ જોવા મળ્યાં હતાં. તેમના જણાવ્યા ખાસ દવાઓ સાથે પેરાસીટામોલ કે એજીથ્રોમાઈસિન જેવી દવાઓની માગ વધી છે અને તેથી દવા કંપનીઓના શેર્સમાં નોંધપાત્ર વિરામ બાદ તેજીનો જુવાળ જોવા મળી રહ્યો છે. નિફ્ટી ફાર્માએ જાન્યુઆરીએ તેની ટોચ દર્શાવી હતી અને ત્યારબાદ તે કરેક્શનમાં જોવા મળ્યો હતો. જોકે છેલ્લા એક મહિનામાં તે 15 ટકાથી વધુનો સુધારો દર્શાવે છે. મંગળવારે તે 1.3 ટકા સુધરી 13583ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. જેમાં લાર્જ-કેપ્સ કંપનીઓનું મહત્વનું યોગદાન હતું. પ્રથમ શ્રેણીની કંપનીઓમાં કેડિલા હેલ્થકેરેનો શેર 5.52 ટકા ઉછળી રૂ. 569ની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યો હતો. તે ઉપરાંત ડો. રેડ્ડીઝ લેબો 4 ટકા, લ્યુપિન 2.4 ટકા, ઓરોબિંદો ફાર્મા 2.2 ટકા, સન ફાર્મા એક ટકાનો સુધારો દર્શાવતાં હતાં. જોકે ખરી મજા તો સ્મોલ-કેપ ફાર્મા કંપનીઓમાં હતી. આરપીજી લાઈફલાયન્સનો શેર 20 ટકા ઉછળી ઉપલી સર્કિટમાં બંધ રહ્યો હતો. કંપનીનો શેર રૂ. 399.35ના અગાઉના બંધ સામે રૂ. 78.35ના ઉછાળે રૂ. 477.70 પર બંધ રહ્યો હતો. આ સિવાય બાલ ફાર્મા(20 ટકા), વિવિમેડ લેબ(20 ટકા), જેગસન ફાર્મા(17 ટકા), મોરપેન લેબ(17 ટકા), મંગલમ ફાર્મા(16 ટકા), અલ્પા લેબ(16 ટકા), નેક્ટર લાઈફ(13 ટકા) અને ગુફિક બાયો(10 ટકા)નો ઉછાળો દર્શાવતાં હતાં. ન્યૂલેન્ડ લેબોરેટરી અને પેનેશ્યા બાયોટેકના શેર્સ 10 ટકાની ઉપલી સર્કિટ્સ સાથે તેમની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યાં હતાં. બીએસઈ ખાતે લિસ્ટેડ લગભગ 95 કરતાં વધુ ફાર્મા કંપનીઓના શેર્સમાંથી 80 કંપનીઓના શેર્સ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે અન્ય કંપનીઓના શેર્સે ફ્લેટિશ બંધ આપ્યું હતું. એનાલિસ્ટ્સના મતે ફાર્મા કંપનીઓમાં તેજીનો જવર ચાલુ રહેશે. કેટલીક નાની ફાર્મા કંપનીઓ લાંબા સમય બાદ તેમની પ્રોડક્ટ્સની માગમાં વૃદ્ધિ જોઈ રહી છે. જોકે રોકાણકારોએ ફ્રન્ટલાઈન કંપનીઓ પર જ વધુ ધ્યાન આપવું જોઈએ એમ તેઓ ઉમેરે છે.

મંગળવારે સ્મોલ-કેપ ફાર્મા કંપનીઓનો દેખાવ

આરપીજી લાઈફ 479.2  19.99

બાલ ફાર્મા         72.4    19.97

વિવિમેડ લેબ      28.4    19.83

જેગસન ફાર્મા     92      17.5

મોરપેન લેબ      43.3    16.71

મંગલમ 124.8   16.36

અલ્પા લેબ         55.15   15.74

નેકટર લાઈફ      21.8    12.95

ગુફિક બાયો        127.5   10.39

ન્યૂલેન્ડ લેબો.     2731.5 10

પેનેશ્યા બાયો.    294.35 10

ઈન્ડસ્વિફ્ટ લેબો  76.75  9.96

વોખાર્ટ   502     9.69

માર્કસન્સ           58      8.72

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage