માર્કેટ સમરી
બેન્ચમાર્ક નિફ્ટીએ સતત બીજા દિવસે બે બાજુની વધ-ઘટ દર્શાવી હતી. જોકે ગુરુવારની સરખામણીમાં બજારમાં વોલેટિલિટી ઓછી હતી. કામકાજના અંતે નિફ્ટી 87 પોઈન્ટ્સ અથવા 0.68 ટકાના સુધારે 12859ના સ્તરે બંધ આવ્યો હતો દિવસ દરમિયાન તેણે 12730નું તળિયું બનાવ્યું હતું. બેન્ચમાર્ક માટે 12700 મહત્વનો સપોર્ટ છે.
આઈટી, એફએમસીજી અને બેંકિંગ શેર્સનો સપોર્ટ
માર્કેટને બ્રોડ બેઝ સપોર્ટ સાંપડ્યો હતો. બજાર જૂથની એનબીએફસી બજાજ ફિનસર્વ 9 ટકા સાથે બેન્ચમાર્કમાં સૌથી વધુ ઉછાળો દર્શાવતી હતી. ઉપરાંત ટાઈટન, બજાજ ફાઈનાન્સ, કોટક બેંક, ભારતી એરટેલ, નેસ્લે, એનટીપીસી, એચડીએફસી બેંક અને આઈટીસીમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્ય હતો. જેણે રિલાયન્સ ઈન્ડ.માં 3.72 ટકાના ઘટાડાને ખાળવા માટે બજારને સહાયતા કરી હતી. હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર ફરી એકવાર રૂ. 1900ની નીચે ઉતરી ગયો હતો.
વૈશ્વિક બજારોમાં પોઝીટીવ મૂડ
સવારે એશિયન બજારોમાં ગ્રીન ઝોનમાં ટ્રેડ જોવા મળ્યાં બાદ બપોરે યુરોપ બજારો પણ 0.7 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. આમ માર્કેટમાં મૂડ પોઝીટીવ હતો. જોકે બજારો ઊંચા સ્તરે ટ્રેડ થઈ રહ્યાં છે અને તેથી સાવચેતી જોવા મળી રહી છે.
ડાઉ ફ્યુચર 70 પોઈન્ટ્સ નરમ
ડાઉ ફ્યુચર ભારતીય બજાર બંધ થયું ત્યારબાદ 70 પોઈન્ટ્સની નરમાઈએ 29373 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે યુએસ બજારમાં કામકાજની શરૂઆત સાધારણ નરમાઈ સાથે થવાની સંભાવના દર્શાવે છે.
કોપર-ચાંદી-ક્રૂડમાં મજબૂતી
એમસીએક્સ ખાતે કોપર નવેમ્બર વાયદો 1.42 ટકાના સુધારે રૂ. 550ના સ્તરને પાર કરી ગયો હતો અને રૂ. 552ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. જે તેની સર્વોચ્ચ ટોચ છે. સિલ્વર પણ સતત બે દિવસના ઘટાડા બાદ 0.75 ટકાના સુધારે રૂ. 61960ના સ્તરે ટ્રેડ થતો હતો. જ્યારે ક્રૂડ 1.3 ટકા મજબૂતી સાથે રૂ. 3133 પર જોવા મળતું હતું. જોકે સોનું રૂ. 65ના સાધારણ સુધારે રૂ. 50057ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યું હતું.
મીડ-કેપ્સમાં આક્રમક તેજીનો માહોલ
મીડ-કેપ્સમાં ફાટફાટ તેજી જોવા મળી રહી છે. ઈન્વેસ્ટર્સ એક પછી એક સ્ક્રિપમાં ખરીદી કરી રહ્યાં છે અને તેની પાછળ દૈનિક ધોરણે ઉપલી સર્કિટમાં બંધ થવાનું વલણ વધતું જોવા મળે છે. છેલ્લા કેટલાંક સત્રોમાં સંખ્યાબંધ કાઉન્ટર્સે 20-40 ટકા સુધીનો ઉછાળઓ નોંધાવ્યો છે. જેમાં અદાણી જૂથના શેર્સ ઉપરાંત જીઈ પાવર(55 ટકા), આઈઆઈએફએલ(55 ટકા), બજાજ ફિનસર્વ(53 ટકા), સ્પાઈસ જેટ(47 ટકા), કેર રેટિંગ્સ(45 ટકા), જમના ઓટો(45 ટકા), જેએન્ડકે બેંક(20 ટકા) જેવા નામોનો સમાવેશ થાય છે.