બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે તેજીઃ સેન્સેક્સે 73 હજારની સપાટી કૂદાવી
વોલેટિલિટી ઈન્ડેક્સ સાધારણ વધી 16.07ના સ્તરે બંધ
બેંકિંગ, ફાઈનાન્સિયલ સર્વિસિઝ, એનર્જી, પીએસઈ તરફથી સપોર્ટ
આઈટી, ઓટો, મેટલ, એફએમસીજીમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં ખરીદી ધીમી પડી
એલેમ્બિક ફાર્મા, એચએફસીએલ, જીંદાલ સો, ઝોમેટો, એનટીપીસી નવી ટોચે
ભારતીય શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે તેજીનો વાયરો વાયો હતો. જેના કારણે બેન્ચમાર્ક સેન્સેક્સ 73000ની સપાટી પાર કરી ગયો હતો. તે 349 પોઈન્ટ્સ ઉછળી 73057ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી-50 75 પોઈન્ટ્સ મજબૂતી સાથે 22,197ની સર્વોચ્ચ સપાટીએ બંધ જોવા મળ્યો હતો. બ્રોડ માર્કેટમાં જોકે ખરીદી થોડી ધીમી પડી હતી. આમ છતાં, માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3931 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1949 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1857 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 338 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 9 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 16.07ના સ્તરે બંધ રહ્યો હતો.
મંગળવારે એશિયન બજારોમાં મિશ્ર વલણ વચ્ચે ભારતીય બજાર ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યાં પછી પોઝીટીવ ઝોનમાં ટ્રેડ થતું જોવા મળ્યું હતું. નિફ્ટી 22122ના અગાઉના બંધ સામે ઈન્ટ્રા-ડે ધોરણે 22216ની સર્વોચ્ચ ટોચ દર્શાવી 22197ની ઓલ-ટાઈમ હાઈ પર બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 35 પોઈન્ટ્સ પ્રિમીયમ સામે 22232ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 38 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે સાધારણ ઘટાડો સૂચવે છે. આમ, માર્કેટમાં લોંગ પોઝીશનમાં લિક્વિડેશન ચાલુ છે. એમ પણ કહી શકાય કે નબળા શોર્ટની કાપણી થઈ ચૂકી છે અને તેથી માર્કેટ એક વિરામમાં જોવા મળી શકે છે. ટેકનિકલી 21850ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવવાનૂં સૂચન છે.
નિફ્ટીને સપોર્ટ કરનારા કાઉન્ટર્સમાં પાવર ગ્રીડ કોર્પોરેશન, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, એનટીપીસી, કોટક મહિન્દ્રા, એસબીઆઈ લાઈફ, એપોલો હોસ્પિટલ, ઈન્ડસઈન્ડ બેંક, ગ્રાસિમ, નેસ્લે, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, બીપીસીએલ, બજાજ ફાઈનાન્સ, એચયૂએલ, ઓએનજીસી, સન ફાર્મા, આઈસીઆઈસીઆઈ બેંકનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, હીરો મોટોકોર્પ, કોલ ઈન્ડિયા, બજાજ ઓટો, આઈશર મોટર્સ, ટીસીએસ, સિપ્લા, બજાજ ફિનસર્વ, અદાણી એન્ટરપ્રાઈઝ, ઈન્ફોસિસ, આઈટીસી, વિપ્રો, એચસેલ ટેક્નોલોજી, તાતા મોટર્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ, તાતા સ્ટીલ, અદાણી પોર્ટ્સમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો પ્રાઈવેટ બેંકિંગમાં પસંદગીના કાઉન્ટર્સમાં સારી ખરીદી જોવા મળી હતી. આ ઉપરાંત, ફાઈનાન્સિયલ સર્વિસિઝ, એનર્જી, પીએસઈ તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. તેમજ, આઈટી, ઓટો, મેટલ, એફએમસીજીમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી બેંક 1.2 ટકા ઉછળી 47 હજારની સપાટી પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. જેના ઘટકોમાં એચડીએફસી બેંક 2.6 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, એક્સિસ બેંક, કોટક બેંક, ઈન્ડસઈન્ડ બેંક, બેંક ઓફ બરોડા, પીએનબીમાં પણ મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, ફેડરલ બેંક 5 ટકા તૂટ્યો હતો. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિઝ પણ 1.23 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. નિફ્ટી પીએસઈ 0.5 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં પાવર ગ્રીડ કોર્પો., ભેલ, એનટીપીસી, ઓઈલ ઈન્ડિયા, સેઈલ, એચપીસીએલ, ભારત ઈલે., બીપીસીએલ, ઓએનજીસી, આઈઆરસીટીસી, આઈઓસી પોઝીટીવ જોવા મળ્યાં હતાં. નિફ્ટી આઈટી 0.9 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત, નિફ્ટી ઓટો પણ 0.6 ટકાનો ઘટાડો સૂચવતો હતો. નિફ્ટી મેટલ, ફાર્મા અને એફએમસીજી પણ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો ઝી એન્ટરટેઈનમેન્ટ 8 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, પાવર ગ્રીડ કોર્પોરેશન, ગ્લેનમાર્ક, દિપક નાઈટ્રેટ, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, ભેલ, જ્યુબિલિઅન્ટ ફૂડ, આરતી ઈન્ડસ્ટ્રીઝ, એનટીપીસી, મેરિકો, ડીએલએફ, કોટક મહિન્દ્રા, એસબીઆઈ લાઈફ, સેઈલ, એસબીઆઈ કાર્ડ, એસઆરએફમાં ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, ફેડરલ બેંક 5 ટકાથી વધુનો ઘટાડો દર્શાવતો હતો. આ ઉપરાંત, હીરો મોટોકોર્પ, બાયોકોન, કોલ ઈન્ડિયા, બિરલાસોફ્ટ, એપોલો ટાયર્સ, બજાજ ઓટો, એનએમડીસી, યુનાઈટેડ બ્રૂઅરિઝ, આઈશર મોટર્સ, ટીસીએસ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, મેક્સ ફાઈ., જીએમઆર એરપોર્ટ્સમાં પણ નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં એલેમ્બિક ફાર્મા, એચએફસીએલ, જિંદાલ સો, ઝોમેટો, એનટીપીસી, ડીએલએફ, ઓઈલ ઈન્ડિયા, એપોલો હોસ્પિટલ, સુંદરમ ફાઈ., બ્લ્યૂ સ્ટાર, ઈન્ડિયન હોટેલ્સ, ગ્રાસિમનો સમાવેશ થતો હતો.
ખાનગી મૂડી ખર્ચનો નવો રાઉન્ડ આર્થિક વૃદ્ધિને દોરશેઃ RBI બૂલેટીન
ભારતીય અર્થતંત્રે 2023-24ના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળામાં દર્શાવેલી ગતિ જાળવી રાખી છે અને કોર્પોરેટ સેક્ટર તરફથી નવેસરથી મૂડી ખર્ચની અપેક્ષા વૃદ્ધિના નવા તબક્કાને બળ આપશે એમ આરબીઆઈએ તેના બૂલેટીનમાં જણાવ્યું છે. બૂલેટીનમાં પ્રગટ થયેલાં ‘સ્ટેટ ઓફ ધ ઈકોનોમી’ મથાળા હેઠળના આર્ટિકલમાં બેંકે નોંધ્યું છે કે 2024માં વૈશ્વિક અર્થતંત્ર પાસેથી અપેક્ષા કરતાં મજબૂત ગ્રોથની શક્યતાં જોવા મળી રહી છે. તે ઉમેરે છે કે હાઈ ફ્રિકવન્સી ઈન્ડિકેટર્સ પર નજર નાખીએ તો ભારતીય અર્થતંત્રમાં વૃધ્ધિની ગતિ અપેક્ષા મુજબ જ જળવાયેલી રહી છે. સેન્ટ્રલ બેંકે નાણા વર્ષ 2024-25 માટે 7 ટકા જીડીપી ગ્રોથનો અંદાજ બાંધ્યો છે. નવા નાણા વર્ષ માટે તેનો કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ માટેનો અંદાજ 4.5નો છે. જોકે, બેંકે બૂલેટીનમાં નોંધ્યું છે કે આર્ટિકલનો વિચારો લેખકોના છે અને નહિ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના.
ગોલ્ડમેને BOE રેટ કટની શક્યતાં મેથી જૂન પર પરત ઠેલવી
ગોલ્ડમેન સાચે મંગળવારે જણાવ્યું હતું કે તેઓ હવે બેંક ઓફ ઈંગ્લેન્ડ તરફથી રેટ કટની સંભાવના જૂનમાં જોઈ રહ્યાં છે. અગાઉ તે માનતી હતી કે બેંક ઓફ ઈંગ્લેન્ડ મેમાં રેટ ઘટાડશે. અગાઉની અપેક્ષામાં ફેરફાર કરવા પાછળનું કારણ લેબર માર્કેટમાં મજબૂતી અને વેતન વૃદ્ધિનું દબાણ હોવાનું ગોલ્ડમાને જણાવ્યું છે. કેલેન્ડર 2023ની આખરમાં બ્રિટીશ વેતનમાં સૌથી નીચા દરે વૃદ્ધિ જોવા મળી હોવા છતાં બેંક ઓફ ઈંગ્લેન્ડને રેટ ઘટાડા માટે પૂરતી યોગ્ય સ્થિતિ નથી જણાઈ રહી. ફુગાવો ઘટી રહ્યાંના સંકેતો સેન્ટ્રલ બેંકને હજુ રેટ ઘટાડા માટે તૈયાર નથી કરી રહ્યાં. ચાલુ મહિનાની શરૂમાં બીઓઈએ તેના રેટને 5.25 ટકાની 15-વર્ષોની ટોચ પર જાળવ્યાં હતાં. બીઓઈ ચાલુ વર્ષના બીજા ક્વાર્ટરમાં ઈન્ફ્લેશન તેના 2 ટકાના ટાર્ગેટ પર જોવા મળે તેવી અપેક્ષા રાખે છે. જે ગયા મહિને 4 ટકા પર જોવા મળતું હતું. જોકે, 2024ની આખરમાં તે ફરી વધીને 3 ટકા તરફ જોવા મળે તેવી અપેક્ષા બેંક ધરાવે છે.
ભારતમાં 9 પ્રોજેક્ટ્સમાં જાપાન રૂ. 12,800 કરોડનું રોકાણ કરશે
કેન્દ્રિય નાણા મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે જાપાન સરકારે દેશમાં નવ પ્રોજેક્ટ્સમાં રૂ. 12,800 કરોડના રોકાણ માટે પ્રતિબધ્ધતા દર્શાવી છે. આ પ્રોજેક્ટ્સમાં નોર્થ ઈસ્ટ રોડ નેટવર્ક કનેક્ટિવિટી, તેલંગાણામાં સ્ટાર્ટ-અપ એન્ડ ઈનોવેશન પ્રોજેક્ટ, ચેન્નાઈ પેરિફેરલ રિંગ રોડ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ, હરિયાણામાં સસ્ટેનેબલ હોર્ટિકલ્ચર પ્રોજેક્ટ વગેરેનો સમાવેશ થાય છે. રોડ નેટવર્ક કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સનો હેતુ ઉત્તર-પૂર્વના પ્રદેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં સુધારાનો છે. આ માટે આર્થિક બાબતોના અધિક સચિવ વિકાસ શીલ અને જાપાનના ભારત ખાતેના રાજદૂત સુઝુકી હીરોશી વચ્ચે કરાર સાઈન કરવામાં આવ્યા હતા.
યૂનિયન બેંક રૂ. 142.78 પ્રતિ શેરના ભાવે QIP કરશે
બેંક ક્વોલિફાઈડ ઈન્વેસ્ટર્સ પાસેથી રૂ. 3000 કરોડ મેળવશે
પીએસયૂ બેંક યૂનિયન બેંક ઓફ ઈન્ડિયાએ રૂ. 3000 કરોડના ક્યૂઆઈપી ઈસ્યૂની જાહેરાત કરી છે. બેંક ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશ્નલ પ્લેસમેન્ટના ભાગરૂપે રૂ. 142.78 પ્રતિ શેરના ભાવે શેર્સનું વેચાણ કરશે. મંગળવારે બેંકનો શેર રૂ. 141.2ના ભાવે બંધ રહ્યો હતો. બેંકનો ઈસ્યુ 20 ફેબ્રુઆરીએ ખૂલ્યો હોવાનું પણ બેંકે જણાવ્યું હતું. યુનિયન બેંકના શેરની વાર્ષિક ટોચ રૂ. 155.35ની છે જ્યારે તળિયું રૂ. 60.35નું છે. બેંકે ડિસેમ્બર ક્વાર્ટરમાં નેટ પ્રોફિટમાં 60 ટકાની વૃદ્ધિ દર્શાવી હતી અને રૂ. 3590 કરોડનો નફો નોંધાવ્યો હતો. બેંકના પ્રોવિઝન્સમાં ઘટાડો નોંધાયો હતો અને ઈન્ટરેસ્ટ ઈન્કમ ઊંચી રહી હતી. બેંકે વર્ષ અગાઉ રૂ. 2249 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો.
Market Summary 21/02/2024
February 21, 2024