Market Summary 21 June 2021

માર્કેટ સમરી



તેજીવાળાઓએ ફરી બાજી મારી

ઉઘડતાં સપ્તાહે તીવ્ર ગેપ-ડાઉન ઓપનીંગ બાદ દિવસ દરમિયાન ભારતીય બજારે સતત સુધારાતરફી ચાલ દર્શાવી હતી અને તે પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યું હતું. નિફ્ટી 15506ના દિવસના તળિયાથી વધતો રહી 15765ની ટોચ બનાવી 15747ના સ્તરે બંધ રહ્યો હતો. અગાઉના બંધ સામે તે 63 પોઈન્ટ્સ સુધારા સાથે બંધ આવ્યો હતો. માર્કેટને મુખ્ય સપોર્ટ એફએમસીજી, સિમેન્ટ, પીએસયૂ અને એનબીએફસી તરફથી મળ્યો હતો. ઓટો અને આઈટી સેક્ટર્સમાં નરમાઈ જોવા મળી હતી.



ડોલર સામે રૂપિયો 25 પૈસા ઘસાયો



ઉઘડતાં સપ્તાહે ભારતીય ચલણમાં યુએસ ડોલર સામે નરમાઈ જોવા મળી હતી. ગયા શુક્રવારે 73.86ના સ્તરે બંધ રહેલો રૂપિયો ગ્રીનબેક સામે 74.25ના સ્તરે તીવ્ર ઘટાડા સાથે ખૂલ્યો હતો. દિવસ દરમિયાન તે વધુ ઘટી 74.28ના તળિયા પર જોવા મળ્યો હતો. જ્યાંથી સુધરી 74.08ની ટોચ દર્શાવી આખરે 74.11ની સપાટીએ બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી પાછળ તેમજ ઈમર્જિંગ માર્કેટ ઈક્વિટીઝમાં તીવ્ર ઘટાડા પાછળ કરન્સીઝ પર દબાણ જોવા મળ્યું હતું. રૂપિયો તાજેતરના તળિયા પર બંધ રહ્યો હતો.



પીએનબી હાઉસિંગ ફાઈ.ને એજીએમ યોજવા સેટની મંજૂરી



જાહેર ક્ષેત્રની લેન્ડર પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ કંપનીએ પ્રાઈવેટ ઈક્વિટી અગ્રણી કાર્લાઈલના નેતૃત્વ હેઠળના કોન્સોર્ટિયમના રૂ. 4 હજાર કરોડના ટ્રાન્ઝેક્શન્સ અંગે મંજૂરી મેળવવા 22 જૂને યોજેલી વિશેષ સામાન્યસભાને સિક્યુરિટીઝ એપલેટ બ્યૂરો(સેટ)એ મંજૂરી આપી છે. જોકે વોટિંગનું પરિણામ તે રજૂ કરી શકશે નહિ. સેબીએ ગયા સપ્તાહાંતે દરમિયાનગીરી કરીને આ ડીલને અટકાવવાનો આદેશ આપ્યો હતો. જ્યારબાદ કંપનીએ સેટમાં અપીલ કરી હતી. સેબીના ભૂતપૂર્વ ઈડી જેએન ગુપ્તાના નેતૃત્વ હેઠળની એડવાઈઝરી ફર્મે આ ડીલને લઈને વેલ્યૂએશન્સ તથા લઘુમતી શેરધારકોના હિતને લઈને પ્રશ્નાર્થ રજૂ કર્યો હતો. જેને કારણે સેબીએ દરમિયાનગીરી કરી હતી.



માર્કેટમાં મજબૂત માર્કેટબ્રેડ્થ જોવા મળી



સોમવારે એક ટકાથી વધુના ગેપ-ડાઉન ઓપનીંગ બાદ માર્કેટમાં ઉત્તરોત્તર સુધારા વચ્ચે મીડ અને સ્મોલ-કેપ્સમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. જેને કારણે માર્કેટ બ્રેડ્થ નોંધપાત્ર સમયગાળા બાદ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે 3463 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2049 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતી રહ્યાં હતાં. જ્યારે 1258 કાઉન્ટર્સ અગાઉના બંધની સરખામણીમાં નેગેટિવ બંધ આવ્યાં હતાં. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 0.8 ટકા જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.65 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યાં હતાં.



ગોલ્ડ-સિલ્વરમાં નવા સપ્તાહે થોડી રાહત



વૈશ્વિક બજારમાં ભાવમાં ઘટાડો અટકતાં સ્થાનિક કોમેક્સ ખાતે કિંમતી ધાતુઓમાં પોઝીટીવ ટ્રેડ જોવા મળ્યો હતો. એમસીએક્સ ખાતે ઓગસ્ટ ગોલ્ડ વાયદો 0.7 ટકા અથવા રૂ. 315ના સુધારા સાથે રૂ. 47043ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. આમ સોનુ ફરી રૂ. 47 હજારની સપાટી પર પરત ફર્યું હતું. સિલ્વર જુલાઈ વાયદો 0.3 ટકા અથવા રૂ. 180ના સુધારે રૂ. 67778 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આમ ચાંદીમાં સોના સામે સાધારણ સુધારો જોવા મળતો હતો. બેઝ મેટલ્સમાં નીકલ અને લેડ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં.




પ્રથમ તબક્કામાં સેન્ટ્રલ બેંક અને IOBનું ખાનગીકરણઃ PSU બેંક્સમાં લેવાલી



બજેટના પ્રસ્તાવ પર અમલીકરણમાં સરકાર ઝડપથી આગળ વધી રહ્યાંના સંકેતો પાછળ પીએસયૂ બેંક નિફ્ટી 4 ટકા ઉછળ્યો



સેન્ટ્રલ બેંક, આઈઓબી અને જેએન્ડકે બેંકના શેર્સ 20 ટકાની ઉપલી સર્કિટ્સમાં બંધ રહ્યાં





નાણાપ્રધાને બજેટમાં રજૂ કરેલા જાહેર ક્ષેત્રની બે બેંક્સના ખાનગીકરણના પ્રસ્તાવના અમલીકરણમાં સરકારે પ્રથમ તબક્કો પૂર્ણ કર્યો જણાય છે. જે હેઠળ પ્રાઈવેટાઈઝેશન માટે તેમણે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીઝ બેંક(આઈઓબી)ને શોર્ટ લિસ્ટ કર્યાં હોવાના અહેવાલ પાછળ આ બંને બેંક શેર્સ ઉપરાંત સમગ્ર પીએસયૂ બેંક બાસ્કેટમાં ભારે લેવાલી જોવા મળી હતી. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને આઈઓબીના શેર્સ અપર સર્કિટ ફિલ્ટર્સમાં બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે પીએસયૂ બેંક નિફ્ટી ઈન્ડેક્સ 4.11 ટકા ઉછળીને બંધ રહ્યો હતો.



ફેબ્રુઆરીમાં બજેટની રજૂઆતમાં બે પીએસયૂ બેંક્સના પ્રાઈવેટાઈઝેશનની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારબાદ ખાનગીકરણના ઉમેદવારો તરીકે નાણાપ્રધાને કુલ ચાર પીએસયૂ બેંક્સ નામની જાહેરાત કરી હતી. જેમાં બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકના નામનો સમાવેશ થતો હતો. આ ચારેય બેંકિંગ શેર્સમાં તે વખતે ભારે ખરીદી જોવા મળી હતી. જોકે અંતિમ બે બેંક્સ કઈ હશે તેને લઈને સ્પષ્ટતા નહોતી અને તેથી ઉપરોક્ત શેર્સ વધ્યાં મથાળેથી નોંધપાત્ર ઘટી ચૂક્યાં હતાં. સોમવારે ખાનગીકરણના પ્રથમ તબક્કા માટેના બે આખરી નામ જાહેર થતાં તે બંને બેંક શેર્સ 20 ટકાની ઉપલી સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. જેમાં સેન્ટ્રલ બેંકનો શેર અગાઉના રૂ. 20.20ના બંધ ભાવ સામે 20 ટકા અથવા રૂ. 4 ઉછળી રૂ. 24.20 પર બંધ રહ્યો હતો. તેની વાર્ષિક ટોચ રૂ. 26.40 છે. જે સ્તર મંગળવારે પાર થવાની પૂરી શક્યતા છે. આઈઓબીનો શેર અગાઉના રૂ. 19.70ના બંધ ભાવ સામે 20 ટકા ઉછળી રૂ. 23.60ની તેની 52-સપ્તાહની ટોચ પર પહોંચ્યો હતો. નોંધપાત્ર બાબત એ છે કે બેંકનું માર્કેટ-કેપ બીજા ક્રમની પીએસયૂ બેંક પીએનબી સમકક્ષ લગભગ રૂ. 45 હજાર કરોડ નજીક પહોંચ્યું હતું અને મંગળવારે વધુ 20 ટકાની સર્કિટ વખતે તે એસબીઆઈ પછી બીજા ક્રમની પીએસયૂ બેંક બની જશે. એક અન્ય પીએસયૂ બેંક જેએન્ડકે બેંકનો શેર પણ 20 ટકા ઉછળી રૂ. 39.40ની વાર્ષિક ટોચ પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત યુનિયન બેંક( 5.3 ટકા), બેંક ઓફ ઈન્ડિયા(5 ટકા), ઈન્ડિયન બેંક(4 ટકા), પીએનબી(3.5 ટકા) અને કેનેરા બેંક(3.3 ટકા)નો સુધારો દર્શાવી રહ્યાં હતાં.



એનાલિસ્ટ્સના મતે બે પીએસયૂ બેંક્સના ખાનગીકરણની પ્રક્રિયાની શરૂઆતની અન્ય પીએસયૂ બેંક શેર્સ પર પણ પોઝીટીવ અસર જોવા મળશે. કેમકે સરકારે ફાળવેલી રિકેપિટલાઈઝેશનની રકમમાંથી અન્ય બેંક્સને મોટો હિસ્સો મળશે. સાથે ડિસઈન્વેસ્ટમેન્ટને કારણે જે પીએસયૂ બેંક્સની વેલ્યૂ અનલોક થશે. હાલમાં મોટાભાગના પીએસયૂ બેંક શેર્સ તેમની બુકવેલ્યૂથી અડધા ભાવે ટ્રેડ થઈ રહ્યાં છે. ખાનગી બેંકિંગ શેર્સની સરખામણીમાં તેઓ સસ્તાં મળી રહ્યાં છે. ખાનગીકરણ બાદ વર્તમાન પીએસયૂ બેંક્સના મેનેજમેન્ટની કાર્યદક્ષતા વધશે અને તેઓ ખાનગી બેંક સાથે સીધા સ્પર્ધામાં આવશે એમ માનવામાં આવે છે. જે કારણે 0.35થી 0.65ના પ્રાઈસ-ટુ-બુક પર મળી રહેલાં પીએસયૂ બેંક શેર્સમાં આગામી સમયગાળામાં ખરીદીનો ક્રમ જળવાય રહેવાની શક્યતા તેઓ દર્શાવે છે.





સોમવારે પીએસયૂ બેંકનો દેખાવ



બેંક શેર ભાવમાં વૃદ્ધિ(%)





આઈઓબી 20



સેન્ટ્રલ બેંક 20



જેકે બેંક 20



બેંક ઓફ ઈન્ડિયા 5.3



યુનિયન બેંક 5.0



ઈન્ડિયન બેંક 4.0

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage