Market Summary 22/04/2024

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

માર્કેટમાં શરૂઆતી ગભરાટ પછી બાઉન્સ, બેન્ચમાર્ક નિફ્ટી 22100 પાર કરવામાં સફળ
એશિયન બજારોમાં જોકે 3 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 3.1 ટકા મજબૂતી સાથે 13.45ના સ્તરે બંધ
બ્રોડ માર્કેટમાં જોકે નરમાઈ યથાવત
બેંકિંગ, મેટલ, ફાઈ. સર્વિસિઝ, એફએમસીજીમાં મજબૂતી
ફાર્મા, આઈટી, રિઅલ્ટી, મિડિયામાં નરમાઈ
જસ્ટ ડાયલ, કેએસબી પંપ્સ, લિંડે ઈન્ડિયા, ઈન્ડુસ ટાવર્સ નવી ટોચે
બાટા ઈન્ડિયા, એશિયન પેઈન્ટ્સ, બંધન બેંક નવા તળિયે

ભારતીય શેરબજારમાં શુક્રવારે ઊંચી વધ-ઘટ જોવા મળી હતી. ઈઝરાયેલ તરફથી ઈરાન પર હુમલાના અહેવાલ વચ્ચે ભારતીય બજાર ગેપ-અપ ઓપનીંગ પછી શરૂઆતી દોરમાં નરમ જળવાયાં પછી પાછળથી બાઉન્સ થયું હતું અને દિવસની ટોચ નજીક બંધ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 599 પોઈન્ટ્સ ઉછળી 73088ની સપાટીએ જ્યારે નિફ્ટી 151 પોઈન્ટ્સ મજબૂતી સાથે 22147ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે, ખાસ ખરીદી જોવા મળી નહોતી અને તેથી બ્રેડ્થ નરમ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3903 કાઉન્ટર્સમાં ટ્રેડિંગ વચ્ચે 2073 કાઉન્ટર્સ નેગેટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1717 કાઉન્ટર્સ નેગેટીવ જોવા મળ્યાં હતાં. 174 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 19 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 3.1 ટકા મજબૂતી સાથે 13.45ના સ્તરે બંધ રહ્યો હતો.
શુક્રવારે એશિયન બજારોમાં 2-4 ટકા સુધીનો તીવ્ર ઘટાડો જોવા મળતો હતો. જેની પાછળ ભારતીય બજાર પણ ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવતું હતું. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 21996ના બંધ સામે 21862ની સપાટી પર ખૂલી નીચામાં 21778ની સપાટીએ ટ્રેડ થયો હતો. જ્યાંથી રિકવર થઈ 22180ની ટોચ પર ટ્રેડ થઈ 22100ની સપાટી પર ટકવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી સ્પોટ સામે નિફ્ટી ફ્યુચર્સ 21 પોઈન્ટ્સના ડિસ્કાઉન્ટ સાથે 22126ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 85 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે 106 પોઈન્ટ્સનો તીવ્ર ઘટાડો સૂચવે છે. આમ, માર્કેટમાં લોંગ પોઝીશનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે તેમ કહી શકાય. લોંગ ટ્રેડર્સ 21800ના સ્ટોપલોસ સાથે તેમની પોઝીશન જાળવી શકે છે. શુક્રવારનો સુધારો આગામી સપ્તાહે ટકે છે કે કેમ તે જોવાનું રહેશે.
નિફ્ટીને શુક્રવારે સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં બજાજ ફાઈનાન્સ, એમએન્ડએમ, મારુતિ સુઝુકી, એચડીએફસી બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, ગ્રાસિમ, વિપ્રો, ભારતી એરટેલ, એપોલો હોસ્પિટલ, બજાજ ફિનસર્વ, આઈટીસી, તાતા સ્ટીલ, ટેક મહિન્દ્રા અને અદાણી પોર્ટ્સનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, બજાજ ઓટો, એચસીએલ ટેક્નોલોજી, નેસ્લે, ડિવિઝ લેબ્સ, ટીસેસ, લાર્સન, હીરો મોટોકોર્પ, તાતા મોટર્સ અને એલટીઆઈમાઈન્ડટ્રીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો બેંકિંગ, ફાઈનાન્સિયલ્સ, મેટલ, એફએમસીજીમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે ફાર્મા, આઈટી, રિઅલ્ટી, મિડિયા નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી બેંક એક ટકાથી વધુ સુધારા સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, બંધન બેંક મજબૂતી સૂચવતાં હતાં. નિફ્ટી મેટલ પણ એક ટકા સુધારો સૂચવતો હતો. જેના ઘટકોમાં જેએસડબલ્યુ સ્ટીલ, જિંદાલ સ્ટીલ, નાલ્કો, એપીએલ એપોલો, તાતા સ્ટીલ, સેઈલ, હિંદાલ્કો, એનએમડીસીમાં મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી એફએમસીજીના ઘટકોમાં આઈટીસી અને એચયૂએલમાં ખરીદી જળવાય હતી. જોકે, નિફ્ટી રિઅલ્ટી 0.7 ટકા ગગડ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો આરબીએલ બેંક સુધારો દર્શાવવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, બજાજ ફાઈનાન્સ, એસ્કોર્ટ્સ કુબોટા, એમએન્ડએમ, મારુતિ સુઝુકી, એચડીએફસી બેંક, હિંદ કોપર, જેએસડબલ્યુ સ્ટીલ, ગ્રાસિમ, ઈન્ડુસ ટાવર્સ, હિંદુસ્તાન એરોનોટીક્સ, યૂપીએલ, નાલ્કો, વિપ્રો, આઈઈએક્સ, ભારતી એરટેલ, ટ્રેન્ટ, મેક્સ ફાઈનાન્સિયલ, બજાજ ફિનસર્વ, એપોલો હોસ્પિટલ, જીએનએફસીમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, તાતા કોમ્યુનિકેશન, લ્યુપિન, કમિન્સ, એમએન્ડએમ ફાઈ., એમસીએક્સ ઈન્ડિયા, ઔરોબિંદો ફાર્મા, એમ્ફેસિસ, બજાજ ઓટો, બિરલાસોફ્ટ, વોડાફોન આઈડિયા, યુનાઈટેડ સ્પિરિટ્સ, એસ્ટ્રાલ લિ. અને બર્ગર પેઈન્ટ્સમાં વેચવાલી જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં ભારતી એરટેલ, જસ્ટ ડાયલ, મોતીલાલ ઓસ્વાલ, કેએસબી પંપ્સ, લિંડે ઈન્ડિયા, એલીકોન એન્જી., ઈન્ડુસ ટાવર્સ, એવન્યૂ સુપરમાર્ટ, થર્મેક્સ, નિપ્પોન, ક્વેસ કોર્પનો સમાવેશ થતો હતો. જ્યારે બાટા ઈન્ડિયા, એશિયન પેઈન્ટ્સ અને બંધન બેંકે વાર્ષિક તળિયું બનાવ્યું હતું.




વિપ્રોએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2835 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો
કંપનીએ અંદાજો કરતાં ઊંચી આવક અને નફો દર્શાવ્યાં
કંપનીએ -1.5 ટકાથી 0.5 ટકા રેવન્યૂ ગ્રોથનો અંદાજ આપ્યો
દેશમાં ત્રીજા ક્રમની આઈટી કંપની વિપ્રોએ માર્ચ ક્વાર્ટર માટે રૂ. 2835 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 8 ટકા ઘટાડો સૂચવતો હતો. જોકે, એનાલિસ્ટ્સે મૂકેલા રૂ. 2748 કરોડના અંદાજની સરખામણીમાં તે ઊંચો હતો. કંપની ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 3074.5 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો.
સોફ્ટવેર સર્વિસિઝ કંપનીની રેવન્યૂ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 22,208.3 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 23,190.3 કરોડ પર જોવા મળતી હતી. કંપની રૂ. 22,117 કરોડની આવક દર્શાવે તેવો અંદાજ હતો. આઈટી સર્વિસિઝ સેગમેન્ટની રેવન્યૂ ત્રિમાસિક ધોરણે 0.1 ટકા વૃદ્ધિ સાથે 265.74 કરોડ ડોલર પર નોંધાઈ હતી. જોકે, વાર્ષિક ધોરણે તે 6.4 ટકા ઘટાડો સૂચવતી હતી. કંપનીએ જૂન ક્વાર્ટર માટે તેની આવકમાં ત્રિમાસિક ધોરણે -1.5 ટકાથી 0.5 ટકા વૃદ્ધિનું ગાઈડન્સ આપ્યું છે. શુક્રવારે બીએસઈ ખાતે વિપ્રોનો શેર 1.74 ટકા મજબૂતી સાથે રૂ. 452.1ની સપાટીએ બંધ રહ્યો હતો.



હિંદુસ્તાન ઝીંકનો નફો 21 ટકા ઘટી રૂ. 2038 કરોડ પર જોવા મળ્યો
ઝીંક માઈનીંગ બિઝનેસની આવકમાં 16 ટકા ઘટાડો નોંધાયો
વેદાંત જૂથની હિંદુસ્તાન ઝીંકે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2038 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. કંપનીએ સતત છઠ્ઠા ક્વાર્ટર દરમિયાન નફામાં ઘટાડો નોંધાવ્યો છે. નીચી માગ પાછળ ઝીંકના ભાવમાં ઘટાડાને કારણે આમ જોવા મળ્યું હતું. શુક્રવારે કંપનીનો શેર 2.7 ટકા જેટલો ગગડ્યો હતો.
હિંદુસ્તાન ઝીંકનો નેટ પ્રોફિટ 21 ટકા ગગડી રૂ. 2038 કરોડ પર નોંધાયો હતો. જોકે, એનાલિસ્ટ્સે રૂ. 1982 કરોડના નફાની અપેક્ષા રાખી હતી. આમ, તેના કરતાં કંપનીનો દેખાવ સારો રહ્યો હતો. કંપનીમાં વેદાંત જૂથ બહુમતી હિસ્સો ધરાવે છે. જ્યારે સરકાર પાસે 29 ટકાથી વધુ હિસ્સો રહેલો છે. વિશ્વમાં ટોચના વપરાશકાર ચીનની ઝીંકની માગ મંદ રહેવાને કારણે મેટલના ભાવ નીચા જળવાયા હતાં. ચોથા ક્વાર્ટરમાં કંપનીના ઝીંક ઉત્પાદનમાં 2 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જોકે, તેના વેચાણમાં 17 ટકા ઘટાડો નોંધાયો હતો. ઝીંક માઈનીંગ બિઝનેસની આવક 16 ટકા ઘટાડો દર્શાવતી હતી. જેને કારણે સમગ્રતયા આવક 12 ટકા ગગડી રૂ. 7,285 કરોડ પર રહી હતી.


એલોન મસ્ક ભારતની મુલાકાત દરમિયાન 20-30 અબજ ડોલર રોકાણનો રોડમેપ રજૂ કરશે
ટેસ્લા ઈન્કના વડા એલોન મસ્ક તેમની ટૂંકમાં યોજાનારી ભારતની મુલાકાત દરમિયાન દેશમાં 2-3 અબજ ડોલરના રોકાણની જાહેરાત કરે તેવી અપેક્ષા છે. સાથે તેઓ દેશમાં 20-30 અબજ ડોલરના રોકાણ માટેનો રોડ-મેપ રજૂ કરી શકે છે એમ વર્તુળો જણાવે છે. મસ્ક 21 એપ્રિલે ભારતમાં આવશે. જ્યારે 22 એપ્રિલે વડાપ્રધાન મોદીને મળશે. જ્યારે ભારત મંડપમ ખાતે સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સને મળશે.
મસ્ક તેમના પ્રાઈવેટ જેટમાં આવશે અને નવી દિલ્હી ખાતે ઓબેરોયમાં રોકાણ કરશે. જોકે, મસ્કની સ્ટારલીંકની ભારતને લઈ યોજનાઓ અંગે કોઈ સત્તાવાર કરાર કરવામાં આવશે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. ઈલેક્ટ્રીક કાર્સ સાથે કોમ્પોનેન્ટ ઉત્પાદકોના રોકાણનો રોડમેપ પણ આવશે. બેટરી મેન્યૂફેક્ચરિંગ ફેસિલીટીમાં રોકાણ પણ ઈન્વેસ્ટમેન્ટનો ભાગ રહેશે. કેન્દ્ર સરકારે માર્ચમાં ન્યૂ ઈલેક્ટ્રીક વેહીકલ પોલીસી રજૂ કરી હતી. જેમાં આયાત પરનો ટેક્સ 100 ટકા જેટલી ટોચ પરથી ઘટાડી 15 ટકા જેટલો કર્યો હતો. જોકે, આ માટે ઈવી કાર ઉત્પાદકે તેની ફેક્ટરી સ્થાપવા સાથે ઓછામાં ઓછું 50 કરોડ ડોલરનું રોકાણ કરવાનું રહેશે.
ટેસ્લાએ ન્યૂ દિલ્હી અને મુંબઈ ખાતે તેના શોરુમ સ્થાપવા માટેની તૈયારી શરૂ કરી છે. જ્યારે તેની બર્લિન ફેક્ટરી જમણા હાથે ચલાવી શકાય તેવી કારનું ઉત્પાદન કરી રહી છે. જેનો હેતુ ભારતમાં નિકાસનો છે.



HDFC AMCનો નફો 44 ટકા ઉછળી રૂ. 541 કરોડે પહોંચ્યો
કંપનીની આવકમાં 29 ટકા વૃદ્ધિ નોંધાઈ

એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપનીએ માર્ચ ક્વાર્ટર માટે રૂ. 541.1 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 44 ટકા વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીએ રૂ. 376.1 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીની આવક 29 ટકા વધી રૂ. 695.5 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 540.9 કરોડ પર જોવા મળતી હતી. ત્રિમાસિક ધોરણે કંપનીનો નેટ પ્રોફિટ 11 ટકા વૃદ્ધિ સૂચવતો હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 489.6 કરોડનો નફો નોંધાવ્યો હતો. જ્યારે આવક ચાર ટકા વધી હતી. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 671.3 કરોડની આવક રહી હતી.
નાણા વર્ષ 2023-24માં કંપનીનો નફો 37 ટકા ઉછળી રૂ. 1945.8 કરોડ પર રહ્યો હતો. જ્યારે ઓપરેટિંગ રેવન્યૂ 19 ટકા વધી રૂ. 2584.4 કરોડ પર રહી હતી. કંપનીનો શેર શુક્રવારે રૂ. 3708 પર બંધ જોવા મળ્યો હતો.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage