Market Summary 22 Feb 2021

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

નિફ્ટી 15760ની નીચે ઉતરી ગયો

બેન્ચમાર્ક નિફ્ટી તેના મહત્વના સપોર્ટ નીચે બંધ રહ્યો હતો અને તેથી ટૂંકાગાળા માટે બજાર નરમાઈ તરફી રહેવાની સંભાવના છે. બેન્ચમાર્ક 14635નું તળિયુ બનાવી 14676 પર બંધ રહ્યો હતો. હવે તેને 14630નો નજીકનો મહત્વનો સપોર્ટ છે. જ્યારબાદ 14514નો સપોર્ટ છે.

 

 

બજારમાં ચોતરફી વેચવાલી વચ્ચે મેટલ અડગ બની રહ્યું

એકમાત્ર નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.6 ટકા સુધરી બંધ આવ્યો

વ્યક્તિગત મેટલ શેર્સમાં 15 ટકા સુધીનો ઉછાળો નોંધાયો

 

સોમવારે બજારમાં ચારેબાજુથી વેચવાલી વચ્ચે મેટલ સેક્ટરના શેર્સ અડગ બનીને ઊભા રહ્યાં હતાં. એક તબક્કે નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 3 ટકાથી વધુનો સુધારો દર્શાવતો હતો. જોકે બજારમાં વેચવાલી આકરી બનતાં તેણે કેટલોક સુધારો ગુમાવ્યો હતો અને કામકાજના અંતે 1.6 ટકાના સુધારે 3609ની સપાટી પર બંધ આવ્યો હતો. મેટલ નિફ્ટીએ 3682ની ઓલ-ટાઈમ હાઈ દર્શાવી હતી. જ્યારે 3609 પર બંધ દર્શાવ્યું હતું. અંતિમ એક સપ્તાહમાં તે 4 ટકાનો સુધારો દર્શાવે છે. જે દરમિયાન નિફ્ટી 4 ટકા ઘટાડો દર્શાવી રહ્યો છે.

મેટલ શેર્સમાં જાતે-જાતમાં ખરીદી જોવા મળી હતી. એટલેકે સ્ટીલ, કોપર, એલ્યુમિનિયમ ઉત્પાદક કંપનીઓના શેર્સમાં લેવાલી જળવાઈ હતી. સાથે ખાનગી તેમજ જાહેર સાહસો, બંને ક્ષેત્રો મજબૂતી દર્શાવતાં હતાં. જેમકે સૌથી વધુ સુધારો દર્શાવનાર હિંદુસ્તાન કોપરનો શેર 15 ટકા ઉછળ્યો હતો અને ઘણા વર્ષોની ટોચ પર બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારમાં કોપરના ભાવ 10 વર્ષની ટોચ પર પહોંચતા જ્યારે સ્થાનિક બજારમાં તે સર્વોચ્ચ સપાટી પર પહોંચતાં ઉત્પાદક કંપનીઓના ભાવમાં ભારે લેવાલી જોવા મળી રહી છે. હિદ કોપરનો શેર અંતિમ સપ્તાહમાં 31 ટકા જેટલો છળ્યો છે. જ્યારે ત્રણ મહિનામાં તે 166 ટકાનું તીવ્ર વળતર સૂચવી રહ્યો છે. ગયા માર્ચ મહિનાંમાં રૂ. 18ના તળિયા સામે સોમવારે તેણે રૂ. 103ની ટોચ નોંધાવી હતી. અન્ય મેટલ શેર્સમાં રત્નમણિ મેટલ(9.4 ટકા), વેદાંતા(7 ટકા), જેએસડબલ્યુ સ્ટીલ(2.7 ટકા), હિંદાલ્કો(2.7 ટકા), સેઈલ(2.3 ટકા), મોઈલ(2.3 ટકા) અને ટાટા સ્ટીલ(2 ટકા)નો સુધારો દર્શાવી રહ્યાં હતાં. આમાં હિંદાલ્કો તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. ઉપરાંત વેદાંતે પણ બે વર્ષની ટોચ દર્શાવી હતી. જ્યારે રત્નમણિ મેટલનો શેર તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર સપ્તાહમાં 12 ટકાનો જ્યારે છ મહિનામાં 57 ટકાની વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. સ્ટીલ શેર્સ તેમની ત્રણ વર્ષની ટોચ નજીક ટ્રેડ થઈ રહ્યાં છે. ઊંચી નિકાસ અને સ્થાનિક માગ પાછળ તેઓ તળિયાના ભાવથી ત્રણ ગણા ભાવે ટ્રેડ દર્શાવી રહ્યાં છે.

સોમવારે મેટલ શેર્સનો દેખાવ

 

સ્ક્રિપ્સ          વૃદ્ધિ(%)

હિંદુસ્તાન કોપર         15

રત્નમણિ મેટલ          9.5

વેંદાતા                 7.0

જેએસડબલ્યુ સ્ટીલ      3.0

હિંદાલ્કો                3.0

સેઈલ                  2.3

મોઈલ                  2.3

ટાટા સ્ટીલ              2.0

એનએમડીસી           2.0

નાલ્કો                  1.7

હિંદુસ્તાન ઝીંક          1.4

 

 

મહત્વના સપોર્ટ તૂટતાં સુધારે વેચવાની સલાહ આપતાં એનાલિસ્ટ્સ

નિફ્ટીએ સોમવારે 14760નું સ્તર તોડ્યું, જો 14630 તૂટશે તો 14514નો સપોર્ટ જોવાશે

ટ્રેડર્સે પોઝીશન હળવી રાખવા સાથે લોંગ પોઝીશન માટે ચુસ્ત સ્ટોપલોસનું પાલન કરવાનું રહેશે

સોમવારે ઈન્ડિયા વીઆઈએક્સ 14.5 ટકા ઉછળી ઘણા સપ્તાહોની ટોચ પર બંધ જોવા મળ્યો, જે બજારમાં તીવ્ર વધ-ઘટનો સંકેત આપે છે

 

માર્કેટ માટે નવા સપ્તાહની શરૂઆત નિરાશાજનક રહી હતી. વિતેલા સપ્તાહે જોવા મળેલો ઘટાડાનો દોર નવા સપ્તાહે લંબાઈ ગયો હતો અને બેન્ચમાર્ક નિફ્ટીએ મહત્વનું સપોર્ટ સ્તર તોડતાં ટૂંકાગાળા માટે બજાર મંદીનું બની ગયું હોવાનું એનાલિસ્ટ્સ જણાવે છે. તેમના મતે બજારમાં છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહેલા તેજીનો દોર વચગાળા પૂરતો અટક્યો છે અને તેથી ટ્રેડર્સે સુધારે લોંગ પોઝીશન હળવી કરી ઉછાળે વેચવાનું વલણ અપનાવવું જોઈએ.

નિફ્ટીએ સોમવારે 14760ના તેના 20-દિવસની મુવીંગ એવરેજના સપોર્ટને તોડ્યો હતો અને તે 14676 પર બંધ આવ્યો હતો. દિવસ દરમિયાન તે 14635ના તળિયા સુધી જોવા મળ્યો હતો. જે 14630ના 34-દિવસની મુવીંગ એવરેજના સપોર્ટ નજીકનું સ્તર હતું. મંગળવારે બજાર આ સ્તરને જાળવી રાખે છે કે નહિ તે જોવાનું રહેશે, પરંતુ જો આ સ્તર તૂટશે તો નિફ્ટીમાં 14514નો મહત્વનો સપોર્ટ રહેશે. જોકે બજારે નોંધપાત્ર સમયગાળા બાદ 20-ડીએમએનું સ્તર તોડતાં તેમાં ટૂંકાગાળાનો ટ્રેન્ડ નરમાઈનો બન્યો છે. જેને ધ્યાનમાં રાખતાં હવે સુધારે વેચવાનો વ્યૂહ અપનાવવાનો રહેશે. જે માટે 15100ના સ્ટોપલોસનું પાલન કરવાનું રહેશે. અગાઉ નિફ્ટી આ સ્તરેથી સપોર્ટ મેળવીને 15435ની ટોચ સુધી પહોંચ્યો હતો. જોકે ગયા સપ્તાહે 15100નું સ્તર તૂટતાં તેમાં ઝડપી વેચવાલી જોવા મળી હતી અને સોમવારે તે ટોચના સ્તરેથી લગભગ 5 ટકા જેટલો તૂટી ચૂક્યો હતો. સોમવારે ઘટાડો બ્રોડ બેઝ હતો અને તેથી પણ એનાલિસ્ટ્સનો અભિપ્રાય બદલાયો છે. જો માર્કેટ સોમવારના તળિયાથી બાઉન્સ થઈને ગ્રીન બંધ રહ્યું હોત તો તેજીનો ટ્રેન્ડ અકબંધ હોત એમ તેઓનું કહેવું છે.

બજેટ રજૂઆતના બીજા દિવસથી બજારમાં જોવા મળેલા તીવ્ર સુધારાનો 40 ટકા હિસ્સો બજારે ગુમાવી દીધો છે. એટલેકે બજેટ દિવસ અગાઉના 13635ના બંધથી 14435ના 1800 પોઈન્ટ્સના ઉછાળામાંથી નિફ્ટી 750 પોઈન્ટ્સ જેટલો તૂટી ચૂક્યો છે અને અવરલી ચાર્ટ પર તે ઓવરસોલ્ડ પોઝીશનમાં છે આમ તેમાં ઈન્ટ્રા-ડે તીવ્ર પુલબેકની શક્યતા પણ છે અને તેથી એનાલિસ્ટ્સ શોર્ટ સેલર્સને થોડો દૂરનો સ્ટોપલોસ જાળવી શોર્ટ ઊભું રાખવા જણાવે છે. જેઓ બજારમાં બોટમ ફિશીંગ કરવા માગે છે તેમણે પણ લોંગ પોઝીશનથી દોઢ ટકા દૂરનો સ્ટોપલોસ જાળવવાનો રહેશે. ગુરુવારે ફેબ્રુઆરી સિરિઝની એક્સપાયરી છે અને તેથી બજારમાં વોલેટિલિટી ઊંચી જોવા મળશે. બીજું વોલેટિલિટીનો માપદંડ એવો ઈન્ડિયા વીઆઈએક્સ સોમવારે એક દિવસમાં 14.47 ટકા ઉછળી 25.47ની છેલ્લા ઘણા સપ્તાહોની ટોચ પર બંધ રહ્યો હતો. જે સૂચવે છે કે માર્કેટમાં આગામી દિવસોમાં તીવ્ર વધ-ઘટ જોવા મળી શકે છે. ટ્રેડર્સ કેટલોક સમય માટે બજારથી સાઈડલાઈન રહેવાનો વિકલ્પ પણ અપનાવી શકે છે એમ એનાલિસ્ટ્સ સૂચવે છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage