Market Summary 22 June 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

USમાં સુધારા વચ્ચે એશિયન બજારોમાં સાર્વત્રિક વેચવાલીનું દબાણ
હોંગ કોંગ, કોરિયા અને તાઈવાન બજારોમાં 2 ટકાથી વધુનું ગાબડું
નિફ્ટી ઈન્ટ્રા-ડે 15400ની નીચે જઈ પરત ફર્યો
નિફ્ટી મેટલ 5 ટકા પટકાયો
હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 3 ટકાનો ઘટાડો
ફાર્મા, આઈટી, રિઅલ્ટી, એફએમસીજી, પીએસઈમાં પણ એક ટકા આસપાસ ધોવાણ
વોલેટિલિટી ઈન્ડેક્સમાં એક ટકાની સાધારણ વૃદ્ધિ
સપ્તાહના શરૂઆતી બે ટ્રેડિંગ સત્રોમાં સુધારો જાળવી રાખ્યાં બાદ તેજીવાળાઓ નિષ્ફળ ગયા હતાં અને બુધવારે એશિયન બજારોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. જેનો ભોગ ભારતીય બજાર પણ બન્યું હતું. બીએસઈ સેન્સેક્સ 710 પોઈન્ટ્સ અથવા 1.35 ટકા ઘટાડે 51823ની સપાટીએ જ્યારે નિફ્ટી 226 પોઈન્ટ્સના ઘટાડે 15413ની સપાટી પર બંધ જોવા મળ્યાં હતાં. સેન્સેક્સના 30માંથી 28 શેર્સ નરમાઈ દર્શાવતાં હતાં. જ્યારે નિફ્ટીના 50માંથી 44 કાઉન્ટર્સ નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 0.75 ટકાની સાધારણ વૃદ્ધિ દર્શાવતો હતો. બ્રોડ માર્કેટમાં પણ વેચવાલી જોવા મળી હતી. જેને કારણે બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ જળવાય હતી.
વૈશ્વિક બજારોમાં મંગળવારે યુએસ ખાતે મજબૂતી વચ્ચે એશિયન ઈક્વિટીઝમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જેમાં હોંગ કોંગ, કોરિયા અને તાઈવાનના માર્કેટ્સ 2 ટકાથી 3 ટકા સુધી ગગડ્યાં હતાં. ચીનનો શાંઘાઈ કંપોઝીટ પણ 1.2 ટકા જેટલો ઘટ્યો હતો. બપોરે યુરોપિયન બજારો 2 ટકા સુધી ઘટાડો સૂચવી રહ્યાં હતાં. જેને કારણે પણ ભારતીય બજારમાં બંધ થતાં અગાઉ ક્યાંય બાઉન્સ જોવા મળ્યો નહોતો. લોંગ ટ્રેડર્સને એક રાહત એ મળી હતી કે નિફ્ટી ઈન્ટ્રા-ડે ધોરણે 15400ની નીચે ગયા બાદ ફરી આ સ્તર પર પરત ફર્યો હતો અને તેની ઉપર જ બંધ રહેવામાં સફળ રહ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે લોંગ ટ્રેડર્સ માટે બુધવારનું 13385નું બોટમ મહત્વનો સપોર્ટ ગણાશે. ગુરુવારે ગ્રીન ઓપનીંગ વખતે તેમણે આ સ્તરને સ્ટોપલોસ તરીકે જાળવી લોંગ હોલ્ડ કરવું જોઈએ. જો નિફ્ટી મંગળવારની 15707ની ટોચને પાર કરશે તો આગામી સપ્તાહે વધુ સુધારો સંભવ છે. યુએસ ખાતે માર્કેટમાં મજબૂતી ટકતાં વૈશ્વિક બજારો પણ મોડા-વહેલા તેને અનુસરે તેવી શક્યતાં છે. ટેકનિકલી માર્કેટ ઓવરસોલ્ડ હોવાથી વર્તમાન સ્તરે નવુ શોર્ટ જોખમી પણ બની શકે છે. ડિલીવરી બેઝ્ડ બાઈંગ માટે વર્તમાન કરેક્શન ખરીદીની ઉત્તમ તક પૂરી પાડી રહ્યું છે. જેમાં આઈટી અને મેટલ કાઉન્ટર્સ તેમની વાર્ષિક ટોચથી 50 ટકા કે તેથી ઊંચી ડિસ્કાઉન્ટમાં પ્રાપ્ય બની રહ્યાં છે. બજારમાં એકવાર સ્થિરતા સ્થપાતાં ત્રણથી છ મહિનામાં 20-25 ટકા રિટર્નની શક્યતાં રહેલી છે.
બુધવારે સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 4.9 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવતો હતો. જેમાં એલ્યુમિનિયમ અગ્રણી હિંદાલ્કો 6.72 ટકા જેટલો ધોવાયો હતો. જાહેર ક્ષેત્રનો એલ્યુમિનિયમ ઉત્પાદક નાલ્કો, હિંદુસ્તાન ઝીંક, જિંદાલ સ્ટીલ, વેદાંત, ટાટા સ્ટીલ, એનએમડીસી જેવા મેટલ કાઉન્ટર્સ 5 ટકા કરતાં વધુ ઘટાડો સૂચવતાં હતાં. વૈશ્વિક બજારમાં એલ્યુમિનિયમના ભાવમાં કડાકા પાછળ મેટલ ઉત્પાદક કંપનીઓના શેર્સ ઊંધા માથે પટકાયાં હતાં. હિંદાલ્કોનો શેર રૂ. 636ની તેની તાજેતરની ટોચથી 50 ટકા જેટલો ગગડી ચૂક્યો છે. મેટલ ઉપરાંત એનર્જી, પીએસઈ, ફાર્મા અને આઈટી ઈન્ડાઈસિસ પણ નોંધપાત્ર ઘટાડો સૂચવતાં હતાં. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 2.32 ટકા ગગડ્યો હતો. અદાણી ગ્રીન એનર્જીમાં 4 ટકાનો જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 3 ટકાના નોંધપાત્ર ઘટાડા પાછળ એનર્જી ઈન્ડેક્સ 564 પોઈન્ટસ તૂટ્યો હતો. જોકે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ એચપીસીએલ અને બીપીસીએલના શેર્સ 3 ટકા સુધીનો સુધારો દર્શાવતાં હતાં. એનએસઈ ફાર્મા ઈન્ડેક્સ 1.32 ટકા ઘટાડો સૂચવતો હતો. જેમાં બાયોકોનનું યોગદાન 3.4 ટકા સાથે મુખ્ય હતું. આ ઉપરાંત આલ્કેમ લેબ 3.11 ટકા, ઓરોબિંદો ફાર્મા 3 ટકા અને લ્યુપિન 2.7 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. નિફ્ટી આઈટીમાં બે બાજુની વધ-ઘટ વચ્ચે 1.2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. એલએન્ડટી ટેક્નોલોજી 3.4 ટકા, વિપ્રો 3.27 ટકા, માઈન્ડટ્રી 3 ટકા અને એચસીએલ ટેક 2.6 ટકા સાથે ઘટાડો દર્શાવવામાં ટોચ પર હતાં. ટીસીએસ અને એમ્ફેસિસમાં સુધારો જોવા મળી રહ્યો હતો. એનએસઈ ડેરિવિટિવ્સ કાઉન્ટર્સમાં મહાનગર ગેસ 2.9 ટકા સુધારા સાથે સૌથી સારો દેખાવ દર્શાવતો હતો. આરબીએલ બેંક 2.8 ટકા સાથે બીજા દિવસે સુધર્યો હતો. બિરલાસોફ્ટ 2.15 ટકા, વોડાફોન આઈડિયા 1.2 ટકા, ઈન્ટરગ્લોબ એવિએશન 1.2 ટકા, હીરોમોટોકોર્પ એક ટકા અને ટાટા કોમ એક ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ સન ટીવી નેટવર્ક 9 ટકા તૂટ્યો હતો. જ્યારે હિંદ કોપર 7.34 ટકા, યૂપીએલ 6.2 ટકા, વેદાંત 6 ટકા, ટાટા સ્ટીલ 5.28 ટકા અને ચંબલ ફર્ટિલાઈઝર 5 ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ વેચવાલી વચ્ચે બીએસઈ ખાતે 3440 ટ્રેડેડ સિક્યૂરિટીઝ સામે 2147 નેગેટિવ જ્યારે 1184 પોઝીટીવ બંધ દર્શાવતી હતી.

ડોલર સામે રૂપિયો 27 પેસા ગગડી નવા તળિયે
વિદેશી રોકાણકારો તરફથી મૂડીબજારમાં અવિરત વેચવાલીને પગલે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયામાં સતત ધોવાણ જોવા મળી રહ્યું છે. બુધવારે રૂપિયો 27 પૈસા ગગડી 78.40ના ઐતિહાસિક તળિયા પર ટ્રેડ થયો હતો. ભારતીય ચલણ અગાઉના 78.13ના સ્તરે ફ્લેટ ઓપનીંગ બાદ શેરબજારમાં ઘટાડા પાછળ વધુ ઘટ્યું હતું અને 78.40ના તળિયા પર જોવા મળ્યું હતું. વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં નરમાઈને કારણે જોકે રૂપિયામાં વધુ ઘટાડો અટક્યો હોવાનું ફોરેક્સ ડિલર્સ જણાવતાં હતાં. બ્રેન્ટ ક્રૂડ વાયદો તેની ગયા સપ્તાહની ટોચ પરથી 10 ડોલર જેટલો ગગડી ચૂક્યો છે. વૈશ્વિક બજારમાં છ કરન્સીઝ સામે ડોલર ઈન્ડેક્સ 0.05 ટકા મજબૂતી સાથે 104.48ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. જેને કારણે ઈમર્જિંગ ચલણોમાં નરમાઈ આગળ વધી હતી.
બોફાએ નિફ્ટી ટાર્ગેટને ઘટાડી 14500 કર્યો
ગ્લોબલ બ્રોકરેજ બોફા સિક્યૂરિટીઝે નિફ્ટી માટેના તેના વર્ષાંતના ટાર્ગેટને અગાઉના 16 હજારના સ્તર પરથી ઘટાડી 14500 કર્યો છે. જે વર્તમાન સ્તરેથી વધુ 6 ટકા ઘટાડાની શક્યતાં સૂચવે છે. વૈશ્વિક મધ્યસ્થ બેંકર્સ તરફથી આક્રમક મોનેટરી ટાઈટનીંગ અને યુએસ ખાતે આર્થિક વૃદ્ધિ દરમાં ઘટાડાના ડર પાછળ બોફાએ નિફ્ટીની ઈપીએસમાં ઘટાડો કર્યો છે. બ્રોકરેજના મતે ભારતીય બજાર ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધીમાં બોટમ આઉટ થવાની શક્યતાં છે. બોફાના અર્થશાસ્ત્રીઓના મતે યુએસ જીડીપી અગાઉના અંદાજ કરતાં 100 બેસીસ પોઈન્ટ્સ નીચી વૃદ્ધિ દર્શાવશે. ફેડ તેની બેલેન્સ શીટમાં ડિસેમ્બર 2023 સુધીમેં 3.2 ટ્રિલિયન ડોલરનો ઘટાડો કરશે. જે ઈક્વિટી માર્કેટમાં અન્ડરપર્ફોર્મન્સનું કારણ બનશે એમ બોફાના ઈન્ડિયા રિસર્ચ હેડે નોંધ્યું છે.
.

નવ મહિનામાં વિદેશી રોકાણકારોએ 39 અબજ ડોલર પરત ખેંચ્યાં
ઓક્ટોબર 2021થી જૂન 2022 સુધીમાં રૂ. 3 લાખ કરોડ આસપાસનું વિક્રમી વેચાણ
જૂનમાં અત્યાર સુધીમાં 5.1 અબજ ડોલરની ઊંચી વેચવાલી
વર્ષની શરૂઆતથી 15 જૂન સુધીમાં FPIના AUMમાં 120 અબજ ડોલરથી વધુ ઘટાડો
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સે ભારતીય ઈક્વિટી માર્કેટમાં જૂન 2022 સુધીના નવ મહિનામાં 39 અબજ ડોલર એટલેકે લગભગ રૂ. 3 લાખ કરોડ આસપાસનું તીવ્ર વેચાણ નોંધાવ્યું છે. આ સાથે તેમણે સતત નવ મહિના સુધી વેચવાલ રહેવાનો વિક્રમ પણ બનાવ્યો છે એમ એનએસડીએલનો ડેટા જણાવે છે. તેમના એસેટ અન્ડર મેનેજમેન્ટમાં છ મહિનામાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે.
એટલેકે જાન્યુઆરી 2022માં ભારતીય બજારમાં 653 અબજ ડોલર પર જોવા મળતું તેમનું એસેટ અન્ડર મેનેજમેન્ટ 15 જૂન 2022 સુધીમાં 18.6 ટકા ગગડી 531 અબજ ડોલર પર રહ્યું હતું. ભારતીય બજારમાં ઊંચા વેલ્યૂએશન તેમજ ક્રૂડ ઓઈલને લઈને ઊંચી મેક્રોઈકોનોમિક સેન્સિટિવિટીને કારણે વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી વિક્રમી વેચવાલી જળવાય છે. એશિયાના ત્રીજા મોટા અર્થતંત્રોમાં તેઓ નવ મહિનાથી સતત વેચવાલ જળવાયાં છે. જે છેલ્લાં દાયકા કરતાં વધુ સમયમાં પ્રથમવાર ઘટેલી ઘટના છે. જૂન મહિનામાં અત્યાર સુધીમાં એફપીઆઈએ 5.1 અબજ ડોલરનું વેચાણ નોંધાવ્યું છે. વિદેશી રોકાણકારો તેમના ફંડને કોમોડિટી વપરાશકાર અર્થતંત્રોમાંથી કોમોડિટી ઉત્પાદક અર્થતંત્રોમાં શિફ્ટ કરી રહ્યાં છે. આ કારણથી જ બ્રાઝિલ, ઈન્ડોનેશિયા અને મલેશિયા જેવા દેશોએ કેલેન્ડરની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 1.5-10 અબજ ડોલરનો ઈનફ્લો નોંધાવ્યો છે. જો પ્રાઈમરી માર્કેટમાં એફપીઆઈના 6.6 અબજ ડોલરના ઈનફ્લોની ગણનામાં લઈએ તો પાછલા નવ મહિનામાં તેમનો નેટ આઉટફ્લો 32 અબજ ડોલર રહ્યો છે. છેલ્લાં એક વર્ષની વાત કરીએ તો તેમણે 27 અબજ ડોલરનું નેટ વેચાણ નોંધાવ્યું છે એમ બ્લૂમબર્ગ ડેટા જણાવે છે.
મે 2022માં વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ 5.2 અબજ ડોલરના મૂલ્યનું ઈક્વિટી વેચાણ નોંધાવ્યું હતું. જે દેશમાં કુલ ફ્રિ ફ્લોટ માર્કેટ-કેપના 16 બેસીસ પોઈન્ટ્સ જેટલું થતું હતું. જે ટોચના ઈમર્જિંગ માર્કેટ્સમાં વેચવાલીનું સૌથી ઊંચું પ્રમાણ દર્શાવે છે. આઉટફ્લોમાં મોટો હિસ્સો નોન-ઈન્ડિયા ડેડિકેટેડ એક્ટિવ ફંડ્સનો હતો. જે કુલ એફપીઆઈ એયૂએમનો 75 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. આ કેટેગરીએ 7 અબજ ડોલરનો આઉટફ્લો દર્શાવ્યો હતો. જ્યારે નોન-ઈન્ડિયા ઈટીએફ્સ અને ઈન્ડિયા ડેડિકેટેડ એક્ટિવ ફંડ્સે ઈનફ્લો નોંધાવ્યો હતો.
FPIs તરફથી 2022માં માસિક વેચાણ
મહિનો વેચાણ(રૂ. કરોડમાં)
જાન્યુઆરી 37000
ફેબ્રુઆરી 36000
માર્ચ 43000
એપ્રિલ 21000
મે 40000
જૂન 410000


કેટલાંક MFએ ઓવરસિઝ ફંડ્સ માટે સબસ્ક્રિપ્શન ફરી ખૂલ્લાં મૂક્યાં
શેરબજારોમાં કરેક્શન્સને કારણે નવા રોકાણ માટે અનૂકૂળતા ઊભી થવાથી લીધેલું પગલું
વિદેશી કંપનીઓના શેર્સમાં રોકાણ ઓફર કરી રહેલી કેટલીક એસેટ મેનેજમેન્ટ કંપનીઓએ લગભગ પાંચ મહિનાના ગાળા બાદ રોકાણકારો તરફથી નવા રોકાણને સ્વીકારવાનું શરૂ કર્યું છે. આમ કરવા પાછળનું કારણ રોકાણ મર્યાદામાં વૃદ્ધિનું નથી જ પરંતુ છેલ્લાં મહિનાઓમાં માર્કેટમાં કરેક્શનને કારણે ઊભી થયેલી જગા છે.
સોમવારે એડલવેઈસ એએમસીએ જણાવ્યું હતું કે તેણે તેની સાત ઈન્ટરનેશનલ ઓફરિંગ્સ પર લાગુ પાડેલા હંગામી સસ્પેન્શનને 21 જૂનથી અમલી બની તે રીતે પરત ખેંચ્યું છે. એક અન્ય અગ્રણી એસેટ મેનેજમેન્ટ કંપની આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ એએમસીએ પણ 22 જૂનથી તેની પાંચ સ્કિમ્સમાં સબસ્ક્રિપ્શનનને અમલી બનાવ્યું છે. અગાઉ 31 જાન્યુઆરીએ માર્કેટ રેગ્યુલેટર સિક્યૂરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ એએમસીને વિદેશી સ્કિમ્સ માટે નવા ઈનફ્લોને નહિ સ્વીકારવાનો આદેશ આપ્યો હતો. આમ કરવા પાછળનું કારણ ઈન્ડસ્ટ્રીવાર લઘુત્તમ રોકાણની 7 અબજ ડોલરની મર્યાદાનું પૂરું થઈ જવું હતું. જેને કારણે તેમણે સેબીને આ મર્યાદામાં વૃદ્ધિ કરવા માટે પણ અનુરોધ કર્યો હતો. જોકે માર્કેટ રેગ્યુલેટર કે આરબીઆઈ તરફથી આ દિશામાં હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ છેલ્લાં કેટલાંક મહિનાઓમાં શેરબજારોમાં કરેક્શનને કારણે વેલ્યૂએશન્સ ઘટવાના કારણે નવા રોકાણ માટે જગા ઊભી થઈ છે અને તેથી જ કંપનીઓએ ફ્રેશ ફ્લો સ્વીકારવાનું શરૂ કર્યું છે. મંગળવારે ઉદ્યોગ સંસ્થા એસોસિએશન ઓફ મ્યુચ્યુલ ફંડ્સ ઈન ઈન્ડિયાએ પણ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે 1 ફેબ્રુઆરી બાદ રિડમ્પ્શન્સ તથા વેચાણને કારણે ઓવરસિઝ ઈન્વેસ્ટમેન્ટ મર્યાદામાં ઊપલબ્દ થયેલા હેડરૂમનો ઉપયોગ એસેટ મેનેજમેન્ટ કંપનીઓ કરી શકે છે. તેણે વધુ સ્પષ્ટતાં કરતાં ઉમેર્યું હતું કે દરેક એએમસીએ ઓવરસીઝ ઈન્વેસ્ટમેન્ટ લિમીટ માટે 1 ફેબ્રુઆરીએ લાગુ પડતી હતી તે મર્યાદાનું પાલન કરવાનું રહેશે. જેને કારણે તમામ એસેટ મેનેજમેન્ટ કંપનીઓ નવા સબસ્ક્રિપ્શન્સ લેવાનું શરૂ કરી શક્યાં નથી. મોતીલાલ ઓસ્વાલ એએમસીએ જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક મહિનાઓમાં અમે ગ્લોબલ ફંડ્સમાં મોટું રિડમ્પ્શન્સ જોયું નથી અને તેથી નવેસરથી રોકાણને સ્વીકારવા માટેની જગા ઊભી થઈ નથી. કંપનીએ તેના પાંચ વૈશ્વિક ફંડ્સ માટે ફેબ્રુઆરીમાં નવા સબસ્ક્રિપ્શન સ્વીકારવાનું બંધ કર્યું હતું.
ઓવરસિઝ સ્કિમ્સમાં રોકાણ પર પ્રતિબંધ ઈન્વેસ્ટર્સ માટે આશિર્વાદરૂપ સાબિત થયો હતો. કેમકે મોટાભાગના વૈશ્વિક બજારોમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. ખાસ કરીને યુએસ બજારો 20 ટકાથી વધુ ગગડ્યાં હતાં. એક અભ્યાસ મુજબ ઈન્ટરનેશનલ ફંડ્સ કેટેગરી હેઠળનું એસેટ અન્ડર મેનેજમેન્ટ જાન્યુઆરીની આખરમાં રૂ. 42689 કરોડના સ્તરેથી ઘટી મેમાં રૂ. 38999 કરોડના સ્તર પર જોવા મળ્યું હતું. ચાલુ મહિને પણ બજારમાં ઘટાડો થતાં એયુએમમાં વધુ ઘટાડો નોંધાયો હતો.
ઓવરસિઝ સ્કિમ્સનું AUM
મહિનો એયૂએમ(રૂ. કરોડમાં)
ડિસેમ્બર 2021 45656
જાન્યુ. 2022 42689
ફેબ્રુઆરી 2022 42224
માર્ચ 2022 43846
એપ્રિલ 2022 39121
મે 2022 38999

કોર્પોરેટ હેડલાઈન્સ
આઈટીસીઃ એફએમસીજી કંપનીમાં રૂ. 1 કરોડથી વધુ વેતન ધરાવતાં કર્મચારીઓની સંખ્યા 2021-22માં 220ને પાર કરી ગઈ હતી. 2020-21માં આ સંખ્યા 153 પર હતી. કંપનીના સીએમડી સંજીવ પૂરીનું વેતન 5.35 ટકા વૃદ્ધિ સાથે રૂ. 12.59 કરોડ પર જોવા મળ્યું હતું. જેમાં રૂ. 7.52 કરોડ પર્ફોર્મન્સ બોનસનો સમાવેશ થાય છે.
ટાટા સ્ટીલઃ કંપનીએ એક સ્પષ્ટતામાં જણાવ્યું છે કે 20 એપ્રિલ પછી તેણે રશિયા ખાતેથી કોઈ કોલ ઈમ્પોર્ટ કર્યું નથી. 75 હજાર ટન પીસીઆઈ કોલના સપ્લાય માટેનું ડીલ માર્ચ 2022માં કરવામાં આવ્યું હતું અને તે કોન્ટ્રેક્ટ કંપનીની એપ્રિલની જાહેરાતના ઘણા સપ્તાહ પહેલા અમલી બન્યો હતો.
કોલ ઈન્ડિયાઃ પીએસયૂ કોલ ઉત્પાદક કંપનીએ જણાવ્યું છે કે દેશમાં કોલ આયાત માટે ઈ-ટેન્ડર્સ મારફતે ભાવિ બીડર્સને નક્કી કરવા માટે 14 જૂનથી 17 જૂન વચ્ચે પ્રિ-બીડ મિટિંગ્સ યોજવામાં આવી હતી. અદાણી જૂથ કોલ આયાત માટે અગ્રણી દાવેદાર મનાય છે.
એચડીએફસી બેંકઃ ટોચની પ્રાઈવેટ સેક્ટર બેંકે જણાવ્યું છે કે મોર્ગેજ લેન્ડર એચડીએફસી સાથે મર્જર બાદ રિઝર્વ સંબંધી નિયમોના પાલન માટે ફંડ્સ ઊભું કરવાની જરૂરિયાત નથી જણાતી.
એમએન્ડએમઃ ઓટોમોબાઈલ મેન્યૂફેક્ચરર કંપનીએ ભારતીય નૌકાદળ પાસેથી રૂ. 1350 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે.
ડો. રેડ્ડીઝ લેબોરેટરીઃ ફાર્મા કંપનીએ યુએસ અને ઈયુ ખાતે પોતાની રીતે બાયોસિમિલર્સને કોમર્સિયલાઈઝ કર્યાં છે.
આઈનોક્સ લેઝરઃ સિનેમા કંપનીના અન્ય સિનેમા કંપની પીવીઆરમાં મર્જરને બંને સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ એનએસઈ તથા બીએસઈ તરફથી મંજૂરી આપવામાં આવી છે.
ભારતી એરટેલઃ બીજા ક્રમની ટેલિકોમ ઓપરેટરની નેધરલેન્ડ સ્થિત સબસિડિયરીએ 30 કરોડ ડોલર સુધીની સિનિયર નોટ્સના કેશ ટેન્ડર ઓફરની શરૂઆત કરી છે.
ફિલાટેક્સ ઈન્ડિયાઃ રેટિંગ એજન્સી કેરે કંપનીની લોંગ-ટર્મ બેંક ફેસિલિટીઝ માટેના ક્રેડિટ રેટિંગને એ પરથી અપગ્રેડ કરી એપ્લસ કર્યું છે. જ્યારે આઉટલૂકને સ્ટેબલ જાળવ્યું છે.
ગ્રીનલામ ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ સ્મિતી હોલ્ડિંગ સાથે શેર સબસ્ક્રિપ્શન એગ્રીમેન્ટ કર્યો છે. જે હેઠળ કંપની રૂ. 309 પ્રતિ શેરના ભાવે કંપનીને 63.1 લાખ શેર્સનું એલોટમેન્ટ કરશે.
એસ્ટ્રાલઃ કંપનીએ જેમ પેઈન્ટ્સ તરફથી ફાળવવામાં આવેલા રૂ. 194 કરોડના ઓપ્શ્નલી કન્વર્ટિબલ ડિબેન્ચર્સની ખરીદી કરી છે.
સ્ટીલ કંપનીઝઃ ભારતમાં મે મહિના દરમિયાન સ્ટીલના વપરાશમાં વાર્ષિક ધોરણે 20 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. માસિક ધોરણે તે 94 લાખ ટનની ટોચ પર જોવા મળ્યું હતું.
જૈન ઈરિગેશનઃ કંપની તેના ઈન્ટરનેશનલ ઈરિગેશન બિઝનેસને તેમાસેકના યુનિટ સાથે મર્જ કરશે. જેને કારણે કોન્સોલિડેટેડ લેવલ પર ડેટમાં રૂ. 2664 કરોડનો ઘટાડો જોવા મળશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage