બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
શેરબજારોમાં મિશ્ર ટ્રેન્ડ
વૈશ્વિક શેરબજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સોમવારે યુએસ બજારો નરમાઈ સાથે બંધ આવ્યાં હતાં. એશિયન બજારોમાં જાપાન 1.55 ટકાનો સુધારો દર્શાવે છે. કોરિયા અને હોંગ કોંગ પણ મજબૂતી દર્શાવે છે. જોકે બીજી બાજુ તાઈવાન, સિંગાપુર અને ચીન નરમ જોવા મળી રહ્યાં છે. યુરોપ બજારો પણ સોમવારે નરમાઈ સાથે બંધ જોવા મળ્યાં હતાં.
SGX નિફ્ટીનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 43 પોઈન્ટસના સુધારે 17194ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ મજબૂતી સાથે કામકાજની શરુઆત દર્શાવી શકે છે. નિફ્ટી માટે 16800 મહત્વનો સપોર્ટ છે. તેના સ્ટોપલોસે લોંગ પોઝીશન જાળવી શકાય. ઉપરમાં 17300 પર બંધ આપે તો વધુ સુધારો દર્શાવી શકે છે.
ક્રૂડમાં ફરી ઉછાળો
ગયા સપ્તાહે કરેક્શન દર્શાવ્યા બાદ ચાલુ સપ્તાહે ક્રૂડ ફરી ઉછળ્યું છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો સોમવારે 6 ટકા ઉછળ્યાં બાદ આજે સવારે 2.51 ટકાના વધુ સુધારે 118.52 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. આમ તે ફરી તેની 14 વર્ષોની ટોચ પર જોવા મળી રહ્યું છે. ક્રૂડના ભાવમાં ઊંચી વધ-ઘટ જળવાય રહેવાની શક્યતાં છે.
ગોલ્ડમાં મજબૂતી
વૈશ્વિક ગોલ્ડના ભાવ સોમવારે સુધર્યાં બાદ મંગળવારે પણ 8 ડોલર મજબૂતી સાથે 1937 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યાં છે. આમ ગોલ્ડમાં પણ એક સપ્તાહના કરેક્શન બાદ ફરી મજબૂતી જોવા મળી રહી છે. ટેકનિકલી ગોલ્ડને 1900 ડોલરનો મહત્વનો સપોર્ટ છે. જ્યારે ઉપરમાં તે ફરી 1980-2000 ડોલરની રેંજ દર્શાવી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• સ્ટારઃ એક્સ્ટોન બાયોસાયન્સિઝ અને બાયોલેક્સિસે રૂમના તાપમાને જાળવી શકાય તેવી બીજી પેઢીની કોવિડ-19 વેક્સિનને 130થી વધુ દેશોમાં લોંચ કરવા માટે જોડાણ કર્યું છે.
• ડ્રેજિંગ કોર્પઃ પીએસયૂ કંપનીએ પ્રથમ મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ હેઠળ કોચીન શીપયાર્ડ ખાતે પ્રથમ બેગાલે 12 ટ્રેઈલીંગ સક્શન હોપર ડ્રેજરના બાંધકામ માટે એગ્રીમેન્ટ કર્યો છે.
• સીએએમએસઃ કંપનીએ નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ સેન્ટ્રલ રેકર્ડ એજન્સી લોંચ કરી છે.
• એસજેવીએનઃ કંપનીએ ગુજરાત ખાતે 100 મેગાવોટ ગ્રીડ કનેટેડ સોલાર પાવર પ્રોજેક્ટ મેળવ્યો છે.
• એનબીસીસીઃ પીએસયૂ કન્સ્ટ્રક્શન કંપનીએ લડાખના વહીવટી તરફથી રૂ. 500 કરોડના કામકાજનો ઓર્ડર મેળવ્યો છે.
• નાલ્કોઃ પીએસયૂ એલ્યુમિનિયમ ઉત્પાદક કંપનીમાં ઈન્ટિગ્રેટેડ કોર સ્ટ્રેટેજિસે રૂ. 116.9 પ્રતિ શેરના ભાવે 15395487 શેર્સની ખરીદી કરી છે.
• જિંદાલ સ્ટીલઃ કંપનીની મોરેશ્યસ સ્થિત સબસિડિયરીએ 37.5 કરોડ લોનની મુદત કરતાં વહેલી ચૂકવણી કરી દીધી છે.
• ઈઆઈએચઃ કંપની તેની સબસિડિયરી કંપનીનો સમગ્ર હિસ્સો ન્યૂરેસ્ટ જૂથને રૂ. 55.2 કરોડમાં વેચાણ કરશે.
• રૂચિ સોયાઃ ખાદ્ય તેલ અગ્રણી કંપનીએ તેના એફપીઓ માટે રૂ. 615-650 પ્રતિ શેરની પ્રાઈસ બેન્ડ નક્કી કરી છે. કંપની રૂ. 4300 કરોડ ઉઘરાવવા બજારમાં પ્રવેશશે.
• અતુલ લિમિટેડઃ સ્પેશ્યાલિટી કેમિકલ કંપનીનું બોર્ડ 25 માર્ચે કંપનીના શેર્સના બાય-બેક માટે વિચારણા કરશે. હાલમાં કંપનીમાં પ્રમોટર્સ 44.94 ટકા હિસ્સો ધરાવે છે. કંપનીના શેરમાં 2 ટકાથી વધુનો સુધારો જોવા મળ્યો હતો.
• જ્યુબિલિઅન્ટ ફાર્મોવાઃ પેટાકંપની જ્યુબિલિઅન્ટ ફાર્માએ ડોક્સેપિન હાઈડ્રોક્લોરાઈડ કેપ્સ્યૂલ્સ માટે એએનડીએની આખરી મંજૂરી મેળવી લીધી છે.
• ટીવીએસ મોટરઃ ટુ-વ્હીલર કંપની વચગાળાના ડિવિડન્ડ પેટે પ્રતિ શેર રૂ. 3.75ની ચૂકવણી કરશે.
• ધનલક્ષ્મી બેંકઃ પ્રાઈવેટ બેંકના બોર્ડે રૂ. 130 કરોડના રાઈટ્સ ઈશ્યૂને મંજૂરી આપી છે.
Market Summary 22 March 2022
March 22, 2022
