Market Summary 22 November 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

બુલ્સ બજારમાં પરત ફરતાં ઘટાડાને બ્રેક
મંથલી એક્સપાયરી વીકમાં પાંખા કામકાજે સુધારો
પીએસયૂ બેંક ઈન્ડેક્સમાં સતત મજબૂતી
ઈન્ડિયા વિક્સ 6.5 ટકા ગગડી 13.84ની સપાટીએ
મેટલ, ઓટો, આઈટીમાં મજબૂતી
હિંદુસ્તાન એરોનોટિક્સ નવી ઊંચાઈએ
પેટીએમમાં વધુ 11 ટકાના ગાબડે શેરે રૂ. 500ની સપાટી તોડી
નવેમ્બર એક્સપાયરીને બે સત્રો અગાઉ બજારમાં તેજીવાળાઓ પરત ફર્યાં હતાં અને ત્રણ દિવસથી જોવા મળતો ઘટાડો અટક્યો હતો. જોકે કામકાજ પાંખા જોવા મળ્યાં હતાં. મોટાભાગનો દિવસ રેંજ બાઉન્ડ ટ્રેડ દર્શાવ્યાં બાદ માર્કેટ દિવસની ટોચ નજીક જ બંધ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 274 પોઈન્ટ્સ ઉછળી 61419ની સપાટીએ જ્યારે નિફ્ટી 84 પોઈન્ટ્સના સુધારે 18244 પર બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં બ્રોડ બેઝ ખરીદી પાછળ નિફ્ટી શેર્સની પોઝીટીવ બ્રેડ્થ દર્શાવતાં હતાં. બેન્ચમાર્કમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 38 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 11 નેગેટિવ બંધ રહ્યાં હતાં. જ્યારે એક કાઉન્ટર સ્થિર બંધ દર્શાવી રહ્યું હતું. જોકે બ્રોડ માર્કેટમાં મહ્દઅંશે સુસ્તી જોવા મળતી હતી અને તેને કારણે બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જળવાય હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 6.49 ટકા ઘટાડા સાથે 13.84ના તાજેતરના તળિયા પર બંધ રહ્યો હતો.
મંગળવારે ભારતીય શેરબજારની શરૂઆત પોઝીટીવ રહી હતી. નિફ્ટી તેના અગાઉના 18160ના બંધ સામે 18179ની સપાટીએ ખૂલી શરૂઆતમાં 18138ની સપાટીએ સાધારણ નેગેટિવ ટ્રેડ દર્શાવી પોઝીટીવ બની રહ્યો હતો. તેણે દિવસની આખરમાં 18262ની ટોચ દર્શાવી હતી. કેશ નિફ્ટી સામે ફ્યુચર 50 પોઈન્ટ્સ પ્રિમીયમે 18294 પર બંધ રહ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે બેન્ચમાર્ક ફરીથી 18200 પર પરત ફર્યો છે. જોકે તે રેંજ બાઉન્ડ ટ્રેડ દર્શાવે તેવી શક્યતાં છે. જો નિફ્ટી 18100નું સ્તર તોડશે તો ઝડપથી ઘટાડો દર્શાવી શકે છે. જે વખતે તેને 17800નો સપોર્ટ સાંપડી શકે છે. મંગળવારે માર્કેટને મુખ્ય સપોર્ટ મેટલ, આઈટી અને ઓટો તથા પીએસયૂ બેંક્સ તરફથી સાંપડ્યો હતો. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 1.66 ટકા ઉછળી 3968.40ની ઘણા વર્ષોની ટોચ પર બંધ રહ્યો હતો. પીએસયૂ બેંક્સમાં યૂકો બેંક સતત બીજા દિવસે 12 ટકા ઉછળ્યો હતો. કાઉન્ટરે બે દિવસમાં 30 ટકાથી વધુ ઉછાળો દર્શાવ્યો છે. ઉપરાંત બેંક ઓફ ઈન્ડિયા, જેકે બેંક, બેંક ઓફ બરોડા, સેન્ટ્રલ બેંક, ઈન્ડિયન બેંક, પંજાબ એન્ડ સિઁધ બેંકમાં પણ મજબૂત તેજી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 0.9 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં જેએસડબલ્યુ સ્ટીલ, એનએમડીસી, જિંદાલ સ્ટીલ, તાતા સ્ટીલમાં એક ટકાથી વધુ સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.8 ટકા સુધારો દર્શાવતો હતો. જેમાં કોફોર્જ, એલએન્ડટી ટેક્નોલોજી, ઈન્ફોસિસ, ટીસીએસ અને ટેક મહિન્દ્રા મજબૂત જોવા મળ્યાં હતાં. ઓટો, ફાર્મા, એફએમસીજી જેવા સૂચકાંકો પણ પોઝીટીવ જળવાયાં હતાં. જોકે નિફ્ટી રિઅલ્ટીમાં 1.2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જેમાં ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી 4 ટકા સાથે સૌથી વધુ ખરાબ હતો. આ ઉપરાંત બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, ફિનિક્સ મિલ્સ, સોભા ડેવલપર્સ, ડીએલએફમાં પણ એક ટકાથી વધુનો ઘટાડો નોઁધાયો હતો.
નિફ્ટી કાઉન્ટર્સમાં અગ્રણી સુધારો દર્શાવવામાં ઈન્ડસઈન્ડ બેંક, એનટીપીસી, એચડીએફસી લાઈફ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાઈટન કંપની, અદાણી પોર્ટ્સ, ડિવિઝ લેબ્સ, યૂપીએલનો સમાવેશ થતો હતો. જ્યારે ઘટવામાં બીપીસીએલ, નેસ્લે, પાવર ગ્રીડ કોર્પો., ભારતી એરટેલ અને કોટક મહિન્દ્ર બેંક મુખ્ય હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં શ્રીરામ ટ્રાન્સપોર્ટ 3.6 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત હિંદુસ્તાન એરોનોટિક્સ 3 ટકા ઉછળ્યો હતો અને સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. ભેલ, જીએનએફસી, ગ્લેનમાર્ક, રેઈન ઈન્ડસ્ટ્રીઝ, દાલમિયા ભારત, ટ્રેન્ટ, ઝી એન્ટરટેઈનમેન્ટ, એસઆરએફ, અમર રાજા બેટરીઝ પણ સુધારો દર્શાવતાં હતાં. બીજી બાજુ મહાનગર ગેસ, આઈઈએક્સ, બિરલા સોફ્ટ, મેક્સ ફાઈ., આઈજીએલ, ઝાયડસ લાઈફમાં ઘટાડો જોવા મળ્યો હતો. વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં કેસ્ટ્રોલ, આઈઆરએફસી, આઈઆઈએફએલ ફાઈનાન્સ, કલ્પતરુ પાવર, સેન્ટ્રલ બેંક, આઈઓબી, યુનિયન બેંક વગેરેનો સમાવેશ થતો હતો. બીએસઈ ખાતે બ્રેડ્થ પર નજર નાખીએ તો કુલ 3608 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1809 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1636 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. 121 કાઉન્ટર્સ વાર્ષિક ટોચ દર્શાવતાં હતાં. જ્યારે 89 કાઉન્ટર્સે 52-સપ્તાહના તળિયા પર બંધ રહ્યાં હતાં.


રાજ્યમાં 37 ટકા વિસ્તારમાં શિયાળુ વાવેતર સંપન્ન
ગયા વર્ષે 7.07 લાખ હેકટર સામે ચાલુ સિઝનમાં સમાનગાળામાં 16.46 લાખ હેકટર સાથે 9.39 લાખ હેકટર વધુ વાવેતર
રાયડાનું વાવેતર 102 ટકામાં જ્યારે ચણાનું વાવેતર 42 ટકા વિસ્તારમાં પૂર્ણ

રવિ વાવેતર સિઝન ઝડપથી વેગ પકડી રહી છે. ચાલુ સિઝનમાં વિવિધ શિયાળુ પાકોનું વાવેતર ગઈ સિઝનની સરખામણીમાં નોંધપાત્ર ઊંચું જોવા મળી રહ્યું છે. સોમવારે સુધીમાં રાજ્યમાં કુલ 16.46 લાખ હેકટરમાં વાવેતર થઈ ચૂક્યું હતું. જે છેલ્લી ત્રણ રવિ સિઝનમાં જોવા મળતાં સરેરાશ 44.75 લાખ હેકટરની સરખામણીમાં 37 ટકા વિસ્તાર સૂચવે છે. ગઈ સિઝનમાં સમાનગાળામાં માત્ર 7.07 લાખ હેકટરમાં વાવણી જોવા મળતી હતી. આમ ચાલુ સિઝનમાં વાવેતરમાં 9.39 લાખ હેકટરની તીવ્ર વૃદ્ધિ જોવા મળે છે. જે સૂચવે છે કે ચાલુ સિઝનમાં રવિ વાવેતર નવો વિક્રમ બનાવવા સાથે 50 લાખ હેકટર આસપાસ રહી શકે છે.
મુખ્ય રવિ પાકોમાં ચણાનું વાવેતર અત્યાર સુધીમાં 3.31 લાખ હેકટર સાથે સૌથી ઊંચું જોવા મળે છે. ગઈ સિઝનમાં અત્યાર સુધીમાં માત્ર 1.33 લાખ હેકટરમાં ચણાનું વાવેતર થયું હતું. છેલ્લાં ત્રણ વર્ષોના સરેરાશ 7.75 લાખ હેકટર વિસ્તાર સામે 42 ટકા વિસ્તારમાં ચણા વવાઈ ચૂક્યાં છે. ચણા બાદ બીજા ક્રમે 2.82 લાખ હેકટર વિસ્તાર સાથે ઘઉંનું વાવેતર જોવા મળે છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં માત્ર 50 હજાર હેકટરમાં જ નોંધાયું હતું. આમ ઘઉંના વાવેતરમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી રહી છે. રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષોમાં સરેરાશ 13.39 લાખ હેકટરમાં ઘઉંનું વાવેતર થયું હતું. રવિ તેલિબિયાં રાયડાનું વાવેતર ત્રણ વર્ષોની 2.42 લાખ હેકટરની સરેરાશને પાર કરી 2.47 લાખ હેકટર પર જોવા મળે છે. આમ 102 ટકા વાવેતર થઈ ચૂક્યું છે. ગઈ સિઝનમાં અત્યાર સુધીમાં તે 1.72 લાખ હેકટરમાં સંભવ બન્યું હતું. કેટલાંક પરચૂરણ પાકોમાં શેરડીનું વાવેતર 1.05 લાખ હેકટર સાથે 50 ટકા વિસ્તારમાં નોંધાઈ ચૂક્યું છે. ગયા વર્ષે તે 80 હજાર હેકટરમાં જોવા મળતું હતું. મસાલા પાકોમાં જીરું અને ધાણાનું પણ ઊંચું વાવેતર જોવા મળે છે. જીરુંનું વાવેતર 77 હજાર હેકટર(ગઈ સિઝનમાં માત્ર 8 હજાર હેકટર) જ્યારે ધાણાનું વાવેતર 96 હજાર હેકટર(5 હજાર હેકટર)માં થઈ ચૂક્યું છે. મહત્વના શિયાળુ પાક બટાટાનું વાવેતર પણ 49 હજાર હેકટર(27 હજાર હેકટર) સાથે 39 ટકા વિસ્તારમાં જોવા મળ્યું છે. જ્યારે ડુંગળીનું વાવેતર 32 હજાર હેકટર(10 હજાર હેકટર) સાથે 50 ટકા વિસ્તારમાં નોંધાયું છે. શાકભાજી અને ઘાસચારા પાકોનું વાવેતર અનુક્રમે 61 હજાર હેકટર અને 2.04 લાખ હેકટરમાં થઈ ચૂક્યું છે.
રવિ પાકોના વાવેતરની સ્થિતિ(વાવેતર લાખ હેકટરમાં)
પાક સિઝન 2021 સિઝન 2022

ચણા 3.31 1.33
ઘઉં 2.82 0.50
રાયડો 2.47 2.42
શેરડી 1.05 0.80
જીરું 0.77 0.08
ધાણા 0.96 0.05
બટાટા 0.49 0.27
ડુંગળી 0.32 0.10
શાકભાજી 0.61 0.30
ઘાસચારો 2.04 1.10
કુલ 16.46 7.07


SIAC ખાતે આર્બિટ્રેશન પ્રક્રિયા બંધ કરવા અંગેની ફ્યુચર જૂથની અરજી કોર્ટે ફગાવી
અગાઉ 17 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે SIAC ખાતે ફ્યુચર જૂથ અને એમેઝોન વચ્ચેની પ્રક્રિયાને અટકાવવાની છૂટ તે નહિ આપે

દિલ્હી હાઈકોર્ટે મંગળવારે એમેઝોન તરફથી સિંગાપુર ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન કોર્ટ(SIAC) શરૂ કરવામાં આવેલી આર્બિટ્રેશનની પ્રક્રિયાને અટકાવવા અંગેની ફ્યુચર ગ્રૂપની અરજીને ફગાવી હતી. જસ્ટીજ સી હરિ શંકરે પક્ષો દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલોની યોગ્યતા અંગે કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યો નહોતો અને તેથી SIAC સમક્ષ ચાલતી આર્બિટ્રેશનની કામગીરી ચાલુ રહેશે. અગાઉ 17 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે પણ જણાવ્યું હતું કે SIAC સમક્ષ ચાલી રહેલી આર્બિટ્રેશનની પ્રક્રિયાને અટકાવવાની છૂટ તે નહિ આપે.
સુપ્રીમ કોર્ટેના મુખ્ય ન્યાયાધીન ડીવાય ચંદ્રચૂડ અને ન્યાયાધીશો હિમા કોહલી અને જેબી પારડીવાલાની બનેલી બેંચે જણાવ્યું હતું કે તમે(ફ્યુચર જૂથ અને અન્યો) આર્બિટ્રલ ટ્રિબ્યુનલ સમક્ષ ચાલતી કામગીરીનું અપમાન કરવાનું ચાલુ રાખી શકો નહિ. પ્રક્રિયાને વિલંબિત કરવા માટેની આ માત્ર એક ચાલ છે. ઊંચા ચાલી રહેલા તમામ પક્ષો તરફથી આર્બિટ્રેશન પ્રક્રિયાને વિલંબમાં નાખવાની આ ચાલ છે. તમારો ક્લાયન્ટ વધુ પડતો સમજદાર બનવાનો પ્રયાસ કરી રહ્યો છે એમ બેંચે ઉમેર્યું હતું. એમેઝોન આર્બિટ્રેશન પ્રક્રિયાને વિલંબમાં નાખવાની તરફેણમાં નથી. ફ્યુચર જૂથે આર્બિટ્રલ ટ્રિબ્યુનલના નિર્ણયને પડકારવા માટે આખરી સુનાવણી પર સ્ટે મૂકવા માટે ઓક્ટોબરમાં દિલ્હી હાઈ કોર્ટ સમક્ષ અરજી કરી હતી. ફ્યુચર ગ્રૂપની દલીલ મુજબ ટ્રિબ્યુનલનો આદેશ એ જ્યુરિસ્ડિક્શનનો ભંગ છે કેમકે સુપ્રીમ કોર્ટે અગાઉથી જ આદેશ પસાર કરવા માટે આદેશ કરી દીધો છે. એમેઝોને પાછળથી સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી અને આર્બિટ્રેશનની પ્રક્રિયાને ફરીથી શરૂ કરવા માટેની મંજૂરીની માગણી કરી હતી.OTT કોમ્યુનિકેશન્સ માટે લાયસન્સ ફરજિયાત બનાવોઃ COAI
ઓવર-ધ-ટોપ કોમ્યુનિકેશન્સ સર્વિસિઝે ટેલિકોમ કંપનીઓને વળતર પણ આપવું જોઈએ

દેશમાં ટેલિકોમ ઓપરેટર્સની સંસ્થા COAIએ મંગળવારે OTT(ઓવર-ધ-ટોપ) કોમ્યુનિકેશન્સ સર્વિસિઝને તેમના તરફથી નેટવર્ક્સમાં લાવવામાં આવતાં ટ્રાફિક માટે સીધી વળતર માટે મજબૂત રજૂઆત કરી હતી. COAIએ આવી સર્વિસિસ માટે લાઈસન્સિંગ અને લાઈટ-ટચ રેગ્યુલેશન ફ્રેમવર્કની ભલામણ પણ કરી હતી.
સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા(COAI)ના ડિરેક્ટર જનરલ એસપી કોચરે જણાવ્યું હતું કે ટેલિકોમ બિલના ડ્રાફ્ટના ભાગરૂપે એસોસિએશને તેના સૂચનોમાં OTT કોમ્યુનિકેશન્સ સર્વિસિસને કેવી રીતે વ્યાખ્યાયિત કરવા તે અંગે જણાવ્યું છે. જેથી કોઈ દ્વિધા રહે નહિ. તેમણે જણાવ્યું હતું કે આગળ પર સરકારને સમક્ષ કેટલાંક અન્ય પ્રસ્તાવ પણ મૂકીશું. જેમાં ઓટીટી કોમ્યુનેક્શન્સ સર્વિસિસ તરફથી ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને કેવી રીતે વળતર ચૂકવવું તે માટે ફાઈનાન્સિયલ મોડેલનો સમાવેશ થતો હશે. જેમાં સંભવિત રેવન્યૂ શેર મોડેલનો સમાવેશ થતો હશે. સરકાર તરફથી જ્યારે લાઈટ-ટચ રેગ્યુલેશન મોડેલને લઈને ચોક્કસ બાબતો અંગે ચર્ચા થશે ત્યારે COAI તેના પ્રસ્તાવો રજૂ કરશે એમ તેમણે ઉમેર્યું હતું. ભવિષ્યમાં અન્ય OTTs(તમામ કેટેગરી)ને પણ રેવન્યૂ શેર બેસીસ ડેટા કન્ઝમ્પ્શનનો સિધ્ધાંત લાગુ પડશે એમ પણ તેમણે જણાવ્યું હતું.


PSU બેંક શેર્સે 2 મહિનામાં 76 ટકા રિટર્ન આપ્યું
યૂકો અને યુનિયન બેંકના શેર્સમાં 70 ટકાથી ઊંચું વળતર જ્યારે એસબીઆઈ, આઈડીબીઆઈનું 20 ટકાથી નીચું વળતર

જાહેર ક્ષેત્રના બેંક શેર્સે છેલ્લાં બે મહિના દરમિયાન શેરબજારમાં જબરદસ્ત દેખાવ કર્યો છે. લાંબા સમયથી માર્કેટમાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યાં બાદ પીએસયૂ બેંક શેર્સના દિવસો પરત ફર્યાં જણાય છે. ખાસ કરીને બીજી અને ત્રીજી હરોળની જાહેર ક્ષેત્રની બેંક શેર્સમાં ભારે ખરીદી પાછળ ઓક્ટોબરની શરૂઆતથી અત્યાર સુધીમાં 76 ટકાનું જંગી રિટર્ન જોવા મળ્યું છે.
શેરબજારમાં લિસ્ટેડ 13 પીએસયૂ બેંક શેર્સનો 1 ઓક્ટોબરથી 22 નવેમ્બર સુધીના દેખાવનો અભ્યાસ કરીએ તો જણાય છે કે નાની બેંક્સના શેર્સમાં તીવ્ર ખરીદી જોવા મળી છે. મંગળવારે નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 1.66 ટકા ઉછળી 3968.40ની સપાટી પર બંધ રહ્યો હતો. જે તેની પાંચ વર્ષોથી વધુની ટોચ હતી. છેલ્લાં બે ટ્રેડિંગ સત્રોમાં તે 3 ટકાથી વધુ મજબૂતી દર્શાવી રહ્યો છે. ઈન્ડેક્સમાં ઉછાળો મુખ્યત્વે નાની પીએસયૂ બેંક્સને આભારી છે. કેમકે આ કાઉન્ટર્સમાં ભારે ખરીદી જોવા મળી છે. યૂકો બેંકના શેરમાં સોમવારે 18 ટકાના ઉછાળા બાદ મંગળવારે વધુ 12 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. શેર રૂ. 10.55ના તેના વાર્ષિક તળિયા સામે 21.35ના ટોચ દર્શાવી મંગળવારે રૂ. 20.95 પર બંધ રહ્યો હતો. બે મહિનામાં તેણે 75.63 ટકાનું અસાધારણ રિટર્ન દર્શાવ્યું છે. ઊંચું રિટર્ન દર્શાવતાં અન્ય કેટલાંક પીએસયૂ કાઉન્ટર્સમાં યુનિયન બેંક(71.33 ટકા), બેંક ઓફ ઈન્ડિયા(66.91 ટકા), મહારાષ્ટ્ર બેંક(56 ટકા), કેનેરા બેંક(40 ટકા) અને ઈન્ડિયન બેંક(39 ટકા)નો સમાવેશ થાય છે. બીજી બાજુ ટોચની બે પીએસયૂ બેંક્સ એસબીઆઈનો શેર 13 ટકાનું જ્યારે બેંક ઓફ બરોડાનો શેર 26 ટકાનું રિટર્ન દર્શાવી રહ્યાં છે. એનાલિસ્ટ્સના જણાવ્યા મુજબ પીએસયૂ બેંક શેર્સ હાલમાં ઓવરબોટ ઝોનમાં જોવા મળી રહ્યાં છે અને તેથી નવી ખરીદી માટે કરેક્શનની રાહ જોવી જોઈએ.
સરકારી બેંક શેર્સનો બે મહિનાનો દેખાવ

સ્ક્રિપ સપ્ટેમ્બરનો બંધ(રૂ.) બજારભાવ(રૂ.) વૃદ્ધિ(ટકામાં)
યૂકો બેંક 11.90 20.90 75.63
યુનિયન બેંક 44.65 76.50 71.33
બેંક ઓફ ઈન્ડિયા 48.20 80.45 66.91
મહારાષ્ટ્ર બેંક 17.80 27.70 55.62
કેનેરા બેંક 228.75 319.50 39.67
ઈન્ડિયન બેંક 196.85 274.00 39.19
પંજાબ એન્ડ સિંધ બેંક 15.65 21.50 37.38
IOB 17.50 23.50 34.29
PNB 36.55 48.20 31.87
સેન્ટ્રલ બેંક 20.10 26.10 29.85
બેંક ઓફ બરોડા 132.40 167.30 26.36
IDBI 41.25 49.05 18.91
SBI 530.60 599.90 13.06પેટીએમે લિસ્ટીંગ બાદ M-CAPમાં રૂ. 1 લાખ કરોડ ગુમાવ્યાં
ફિનટેક કંપની પેટીએમે લગભગ વર્ષ અગાઉ લિસ્ટીંગથી લઈને અત્યાર સુધીમાં માર્કેટ-કેપમાં રૂ. એક લાખ કરોડથી વધુનું ધોવાણ નોંધાવ્યું છે. મંગળવારે કંપનીનો શેર 11 ટકાથી વધુ ગગડી રૂ. 477.1ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ભાવે તેનું માર્કેટ-કેપ રૂ. 30,971 કરોડ પર જોવા મળતું હતું. લિસ્ટીંગ સમયે કંપની રૂ. 1.4 લાખ કરોડના એમ-કેપ પર ટ્રેડ થઈ હતી. કંપનીએ રૂ. 2150ના ભાવે શેર ઓફર કર્યો હતો. જેની સરખામણીમાં હાલમાં તેનો બજારભાવ 77 ટકા ડિસ્કાઉન્ટ સૂચવી રહ્યો છે. આમ રોકાણકારોએ ખરા અર્થમાં લાખના બાર હજાર કર્યાં છે. તાજેતરમાં બેંકના અગ્રણી રોકાણકારે લોક-ઈન પિરિયડ પૂરો થવાથી તેની પાસેના નોંધપાત્ર હિસ્સાનું બજારમાં વેચાણ કર્યું હતું.

વૈશ્વિક ગોલ્ડ નીચા મથાળેથી પરત ફર્યું
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડમાં મજબૂતી જળવાય છે. સોમવારે મોડી સાંજે 1734 ડોલર સુધી ગગડેલું ગોલ્ડ મંગળવારે પરત ફર્યું હતું અને સાંજે આ લખાય છે ત્યારે 10 ડોલર મજબૂતી સાથે 1749 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યું હતું. ડોલર ઈન્ડેક્સમાં ઘટાડાને પગલે ગોલ્ડ સહિત કિંમતી ધાતુમાં મજબૂતી જોવા મળી હતી. ડોલર ઈન્ડેક્સ સોમવારે 107.88ની ટોચ પર ટ્રેડ થયા બાદ મંગળવારે ફરી 107ની સપાટી નીચે ઉતરી ગયો હતો. જેની પાછળ યુએસ બોન્ડ યિલ્ડ્સમાં પણ નરમાઈ જોવા મળી હતી. જેને કારણે બુલિયન અને ઈક્વિટીઝમાં સુધારો જોવા મળ્યો હતો. એનાલિસ્ટ્સના મતે ટૂંકાગાળા માટે ગોલ્ડ કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે. જો તે 1780 ડોલર પર બંધ આપવામાં સફળ રહેશે તો 1830 ડોલર સુધીનો સુધારો દર્શાવી શકે છે. નીચામાં 1720નો મહત્વનો સપોર્ટ છે.


કોર્પોરેટ હેડલાઈન્સ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝઃ એનએસીએલટીએ રિલાયન્સ જીઓને રિલાયન્સ ઈન્ફ્રાટેલની એસેટ ખરીદી માટે મંજૂરી આપી છે. કંપનીને લાંબા વિલંબ બાદ એનસીએલટી તરફથી મંજૂરી મળી છે. જીઓએ એસબીઆઈમાં રૂ. 3720 કરોડ ડિપોઝીટ કરાવવાની કરેલી અરજીને મુંબઈ એનસીએલટીએ સ્વીકારીને આ મંજૂરી આપી હતી.
ડેલ્હિવેરીઃ મોર્ગન સ્ટેનલી એશિયા(સિંગાપુર)એ લોજિસ્ટીક કંપનીમાં રૂ. 330 પ્રતિ શેરના ભાવે 48.54 લાખ ઈક્વિટી શેર્સની ખરીદી કરી છે. સામે કંપનીમાં રોકાણ ધરાવતી પીઈ કંપની કાર્લાઈલે કુલ રૂ. 607 કરોડના શેર્સનું વેચાણ કર્યું હતું. કંપનીનો શેર સોમવારે તેના ઓલ-ટાઈમ લો પર ટ્રેડ થયો હતો.
એનડીટીવીઃ મિડિયા કંપનીમાં 26 ટકા હિસ્સા ખરીદી માટે અદાણી જૂથની ઓપન ઓફર મંગળવારથી શરૂ થઈ હતી. કંપનીની ઓફર 5 ડિસેમ્બર સુધી ખૂલી રહેશે. ઓપન ઓફરમાં કંપની રૂ. 294ના ભાવે શેર ખરીદશે. તે કુલ રૂ. 493 કરોડના શેર્સ ખરીદશે. જોકે બપોર સુધીમાં ઓપન ઓફરને કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો.
વેદાંતાઃ મેટલ કંપનીના બોર્ડે મંગળવારે શેરદીઠ રૂ. 17.50ના ઈન્ટરિમ ડિવિડન્ડને મંજૂરી આપી હતી. ડિવિડન્ડ માટે કંપનીએ 30 નવેમ્બરની રેકર્ડ ડેટ પણ નિર્ધારિત કરી હતી. ડિવિડન્ડ ચૂકવણીને કારણે કંપનીના રિઝર્વ્સમાંથી રૂ. 6505 કરોડ વપરાશે. અગાઉ જૂથ કંપની હિંદુસ્તાન ઝીંકે રૂ. 15.50 પ્રતિ શેરનું બીજું ઈન્ટરિમ ડિવિડન્ડ જાહેર કર્યું હતું.
એપોલો પાઈપ્સઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 4.8 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 14 કરોડની સરખામણીમાં 70 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક રૂ. 208 કરોડ સામે સાધારણ ઘટાડે રૂ. 207 કરોડ પર રહ્યો હતો.
ઓરો ફાર્માઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 478 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 575 કરોડની સરખામણીમાં 17 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક રૂ. 5942 કરોડ સામે સાધારણ ઘટાડે રૂ. 5739 કરોડ પર રહ્યો હતો.

ક્રિસિલઃ રેટિંગ એજન્સીએ નાણાકિય વર્ષ 2022-23 માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરમાં અગાઉના 7.3 ટકા વૃદ્ધિના અંદાજને ઘટાડી 7 ટકા કર્યો છે. એજન્સીના જણાવ્યા મુજબ વૈશ્વિક અર્થતંત્રમાં ઘટાડાને પગલે ભારતીય ગ્રોથ રેટ પર થોડી અસર પડશે. ખાસ કરીને ભારતની નિકાસમાં અને ઔદ્યોગિક કામગીરીમાં ઘટાડો જોવા મળશે.
એક્સિસ બેંકઃ રેટિંગ એજન્સી એસએન્ડપીએ પ્રાઈવેટ બેંકના રેટિંગને બીબીપ્લસ પરથી અપગ્રેડ કરી બીબીબી- કર્યું છે. જ્યારે આઉટલૂકને સ્ટેબલ પર જાળવ્યું છે.
જેકે પેપરઃ પેપર કંપનીના બોર્ડે હોરાઈઝન પેક્સ એન્ડ સિક્યૂરિપેક્સ પેકેજીંગમાં 85 ટકા ઈક્વિટી હિસ્સાની ખરીદીને મંજૂરી આપી છે.
ચોલામંડલમ ફાઈનાન્સિયલઃ આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ મ્યુચ્યુલ ફંડે તેની વિવિધ ઈક્વિટી સ્કિમ્સ હેઠળ એનબીએફસી કંપનીમાં 3.04 લાખ શેર્સની ખરીદી કરી છે.
સીએમએસ ઈન્ફોઃ સ્મોલકેપ વર્લ્ડ ફંડ ઈન્કે કંપનીમાં રૂ. 333.05 પ્રતિ શેરના સરેરાશ ભાવે 30.01 લાખ શેર્સની ઓપન માર્કેટમાંથી ખરીદી કરી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage