Market Summary 22 September 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
ફેડ કોમેન્ટરી અગાઉ માર્કેટમાં સાંકડી વધ-ઘટ
બુધવારે ભારત સહિત વૈશ્વિક બજારોમાં સાંકડી વધ-ઘટ જોવા મળી હતી. યુએસ ફેડ બુધવારે તેની મોનેટરી નીતિ સમીક્ષા બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયની જાહેરાત કરશે. જેમાં તે ડિસેમ્બરથી ટેપરિંગ શરૂ કરવાની વાત જણાવી શકે છે. જોકે આ બાબત માર્કેટ ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે. જો ફેડ ચેરમેન ઈન્ટરેસ્ટ રેટમાં વૃદ્ધિ અંગે કોઈ નિવેદન કરશે તો તે બજાર માટે નેગેટિવ બાબત બની શકે છે. સવારે એશિયન બજારોમાં પોઝીટીવ ટ્રેન્ડ અને બપોરે યુરોપ બજારોમાં પણ પોઝીટીવ ટ્રેન્ડ વચ્ચે ભારતીય બેન્ચમાર્ક્સ સાધારણ નરમાઈ સાથે બંધ જોવા મળ્યાં હતાં. નિફ્ટી 15 પોઈન્ટ્સના ઘટાડે 15547ના સ્તરે બંધ રહ્યો હતો. બેંક નિફ્ટીમાં 0.78 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે મિડિયા ઈન્ડેક્સ 14 ટકા અને રિઅલ્ટી ઈન્ડેક્સ 9 ટકા ઉછળ્યાં હતાં.
રિઅલ્ટી શેર્સમાં ભારે લેવાલીઃ ઈન્ડેક્સ 9 ટકા ઉછળ્યો
શેરબજારમાં રિઅલ્ટી શેર્સમાં ભારે લેવાલી જોવા મળી હતી. જેની પાછળ રિયલ્ટી ઈન્ડેક્સ 8.45 ટકા ઉછળી 454.55ની ઓલટાઈમ ટોચ પર બંધ રહ્યો હતો. અગ્રણી રિઅલ્ટી કાઉન્ટર્સમાં ગોદરેજ પ્રોપર્ટી 13.20 ટકા ઉછળી રૂ. 1951.10ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે ડીએલએફ 11.60 ટકા ઉછળી રૂ. 369.05ના સ્તરે બંધ રહ્યો હતો. ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી 9 ટકાનો ઉછાળો દર્શાવતો હતો. જ્યારે ફિનિક્સ મિલ્સ(6 ટકા), સોભા ડેવલપર્સ(6 ટકા), હેમિસ્ફીયર(4.20 ટકા), ઓબેરોય રિઅલ્ટી(3.58 ટકા) અને સનટેક રિઅલ્ટી(3.6 ટકા)નો સુધારો દર્શાવતાં હતાં. ડીએલએફે રૂ. 91 હજાર કરોડનું માર્કેટ-કેપ પાર કર્યું હતું. જે તેની છેલ્લા 10 વર્ષની ટોચ છે. ગોદરેજ પ્રોપર્ટીઝ પ્રથમવાર રૂ. 50 હજાર કરોડના એમ-કેપને પાર કરી ગયો હતો.
રેંજ બાઉન્ડ ટ્રેડમાં માર્કેટ બ્રેડ્થ મજબૂત જળવાઈ
બુધવારે બજાર સાંકડી રેંજમાં અથડાયેલું રહ્યું હતું. નિફ્ટી 80 પોઈન્ટ્સની રેંજમાં ટ્રેડ થયો હતો ત્યારે બ્રોડ માર્કેટમાં મજબૂતી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3370 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2113માં સુધારો નોંધાયો હતો. જ્યારે માત્ર 1101 ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. 156 કાઉન્ટર્સ સ્થિરતા દર્શાવી રહ્યાં હતાં. 217 શેર્સે સર્વોચ્ચ અથવા તો 52-સપ્તાહની ટોચ દર્શાવી હતી. જ્યારે 18 કાઉન્ટર્સ વાર્ષિક તળિયા પર બંધ આવ્યાં હતાં. 362 સ્ક્રિપ્સ અપર સર્કિટ સાથે બંધ જોવા મળી હતી અને 154 જાતોએ સેલર સર્કિટમાં બંધ દર્શાવ્યું હતું.
ઝી લિ.ના સોની ઈન્ડિયા સાથે મર્જરના નિર્ણય પાછળ મિડિયા શેર્સમાં ભારે લેવાલી
ઝી એન્ટરટેઈનમેન્ટનો શેર 32 ટકા ઉછળીને બંધ રહ્યો જ્યારે નિફ્ટી મિડિયા ઈન્ડેક્સ 13.6 ટકા ઉછળ્યો
ઝી એન્ટરટેઈનમેન્ટ અને સોની ઇન્ડિયા મળીને દેશમાં 27-28 ટકા માર્કેટ હિસ્સા સાથેનું સૌથી મોટું મિડિયા નેટવર્ક બનશે
દેશની અગ્રણી મિડિયા કંપની ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝિસે(ઝી લિ.) મંગળવારે સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયા(એસપીએનઆઈ) સાથે મર્જરને સત્તાવાર મંજૂરીની જાહેરાત કર્યાં બાદ મિડિયા શેર્સમાં ભારે તેજી જોવા મળી હતી. ઝી એન્ટરટેઈનમેન્ટનો શેર 31.72 ટકા અથવા રૂ. 81.10ના ઉછાળે રૂ. 336.80ના સ્તરે બંધ રહ્યો હતો. કંપનીના શેરે સાત સત્રો અગાઉ જ એક દિવસમાં 40 ટકાનો તીવ્ર ઉછાળો દર્શાવ્યો હતો. આ ડીલની જાહેરાતને પગલે મિડિયા શેર્સમાં લેવાલી ફરી વળી હતી અને અનેક મિડિયા શેર્સ 5 ટકાથી 11 ટકાની રેંજમાં સુધારા સાથે બંધ રહ્યાં હતાં. નિફ્ટી મિડિયા ઈન્ડેક્સ 13.57 ટકાના તીવ્ર ઉછાળા સાથે 2204.75ની તેની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો.
સોની પિક્ચર્સ અને ઝી લિ.નું મર્જર દેશના મિડિયા ક્ષેત્રે કોન્સોલિડેશનની પ્રથમ ઘટના છે. મર્જ થવા જઈ રહેલી બંને કંપનીઓએ જણાવ્યું હતું કે તેઓ બંને કંપનીઓના નેટવર્ક્સ, ડિજિટલ એસેટ્સ, પ્રોડક્શન ઓપરેશન્સ અને પ્રોગ્રામ લાઈબ્રેરિઝનું જોડાણ કરશે. બંનેના જોડાણથી ઊભી થનારી કંપની શેરબજાર પર લિસ્ટેડ હશે તથા ગ્રાહકોને પરંપરાગત પે ટીવીમાંથી ડિજિટલ ભાવિ તરફ દોરી જવામાં મહત્વની સ્થિતિમાં હશે. એક સંયુક્ત કંપની તરીકે તે ભારતની સૌથી મોટી મિડિયા નેટવર્ક કંપની બનશે. જે સ્ટાર ઈન્ડિયાના 24 ટકા સામે 27-28 ટકા માર્કેટ હિસ્સો ધરાવતી હશે. સંયુક્ત કંપનીનો ડિજિટલ બિઝનેસ ઘરઆંગણે તૈયાર થયેલી બીજી સૌથી મોટી ઓટીટી વિડિયો સ્ટ્રીમીંગ સર્વિસ તરીકે ઊભરશે. હાલમાં આ ક્ષેત્રે ડિઝની પ્લસ હોટસ્ટાર ટોચ પર જોવા મળે છે. સંયુક્ત કંપની પાસે ઊંચી નાણાકિય શક્તિ તથા કન્ટેન્ટ પાવર જોતાં તે નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ વિડિયો જેવા વૈશ્વિક જાયન્ટ્સ સામે પણ ટક્કર લઈ શકશે એમ એનાલિસ્ટ્સ જણાવે છે.
મંગળવારે માર્કેટ ખૂલે તે અગાઉ જ ઝી લિ.ના બોર્ડે એસપીએનઆઈ સાથે મર્જરની મંજૂરી આપ્યાંના અહેવાલ પાછળ કંપનીનો શેર અગાઉના રૂ. 255.70ના બંધ સામે રૂ. 281.25 ટકાના સ્તરે 10 ટકા ગેપ-અપ ઓપનીંગ દર્શાવી ઉછળ્યો હતો અને રૂ. 306ની અપર સર્કિટમાં બંધ રહ્યો હતો. જે ખૂલ્યાં બાદ તે વધુ સુધારો દર્શાવતો રહ્યો હતો અને રૂ. 355.35ની બે વર્ષોની ટોચ પર ટ્રેડ થયા બાદ રૂ. 336.80ના સ્તરે બંધ રહ્યો હતો. એનાલિસ્ટ્સ હજુ પણ કંપનીના શેરમાં વધુ 25 ટકા સુધી સુધારાની શક્યતા જોઈ રહ્યાં છે. ઝી લિ અને એસપીઆઈએનની વર્તમાન અંદાજિત ઇક્વિટી વેલ્યૂને આધારે મર્જર રેશિયો 61.25 ટકા સાથે ઝી લિ.ની તરફેણમાં હશે એમ માર્કેટ એનાલિસ્ટ્સનું કહેવું છે. જોકે એસપીએનઆઈમાં ગ્રોથ કેપિટલના ઈન્ફ્યુઝન બાદ ઈફેક્ટિવ મર્જર રેશિયો 47.07 ટકા રહેવાની અપેક્ષા છે. એટલેકે સંયુક્ત કંપનીનો 47.07 ટકા હિસ્સો ઝીના શેરધારકો પાસે જ્યારે એસપીએનઆઈ પાસે 52.93 ટકા હિસ્સો રહેશે.
ઝી એન્ટરપ્રાઈઝના શેરમાં ઉછાળા પાછળ સમગ્ર મિડિયા સેગમેન્ટમાં ભારે બાઈંગ જોવા મળ્યું હતું અને અન્ય મિડિયા કંપનીઓના શેર્સ ઈન્ટ્રા-ડે મોટો સુધારો દર્શાવી રહ્યાં હતાં. જેમાં જૂથ કંપની ઝી લર્નનો શેર 20 ટકા ઉછળ્યો હતો. ટીવી18 બ્રોડકાસ્ટનો શેર 11 ટકા ઉછળ્યો હતો. એનડીટીવીનો શેર 10 ટકા સર્કિટમાં બંધ રહ્યો હતો. સન ટીવી નેટવર્કનો શેર 7 ટકા ઉછળ્યો હતો. સિનેમા કંપનીઓ આઈનોક્સ લેઝર 11 ટકા, પીવીઆર 5 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. જ્યારે ન્યૂઝ ક્ષેત્રે નેટવર્ક 18નો શેર 9 ટકાનો સુધારો દર્શાવતો હતો. ઝી જૂથ કંપની ડિશ ટીવીનો શેર 20 ટકાની સર્કિટમાં બંધ રહ્યો હતો. જ્યારે અન્ય કેબલ ઓપરેટર કંપનીઓમાં હાથવે કેબલ 8 ટકા ઉછળ્યો હતો.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage