Market Summary 23/01/2024

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

એક્સપાયરી સપ્તાહની ખરાબ શરૂઆતઃ નિફ્ટીએ મહત્વનો સપોર્ટ ગુમાવ્યો
સેન્સેક્સ 1000 પોઈન્ટ્સથી વધુ ગગડી 70 હજાર નજીક
નિફ્ટીમાં એક્સપાયરી અગાઉ 21000ની શક્યતાં
વોલેટિલિટી ઈન્ડેક્સ 8 ટકા ઉછળી 14.85ના સ્તરે બંધ
પીએસયૂ બેંક, મેટલ, રિઅલ્ટી, મિડિયા, એનર્જી, પીએસઈમાં ભારે વેચવાલી
એકમાત્ર નિફ્ટી ફાર્મામાં મજબૂતી
કરુર વૈશ્ય, પેટ્રોનેટ એલએનજી, પર્સિસ્ટન્ટ, સન ફાર્મા, સ્ટર્લિંગ વિલ્સન નવી ટોચે
ઝી એન્ટર., વીઆઈપી ઈન્ડ., એચયૂએલ, એચડીએફસી બેંક નવા તળિયે

શેરબજારમાં સપ્તાહની શરૂઆત ખરાબ જોવા મળી હતી. મજબૂત ગેપ-અપ ઓપનીંગ દર્શાવનાર બેન્ચમાર્ક્સ દિવસ આગળ વધતાં ઊંધા માથે પટકાયાં હતાં અને મહત્વના સપોર્ટ લેવલની નીચે બંધ જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 1.5 ટકા અથવા 1053 પોઈન્ટ્સ ગગડી 70371ની સપાટીએ જ્યારે નિફ્ટી 333 પોઈન્ટ્સ પટકાઈ 21239ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં ભારે વેચવાલી પાછળ છેલ્લાં ઘણા સપ્તાહોની ખરાબ બ્રેડ્થ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 4067 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 3049 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 886 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ જળવાયાં હતાં. 468 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 36 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 7.6 ટકા ગગડી 14.85ના સ્તરે બંધ રહ્યો હતો.
ભારતીય બજારે સોમવારે રજા હોવાના કારણે સપ્તાહની શરૂઆત મંગળવાર સાથે કરી હતી. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 21572ના બંધ ભાવ સામે 21717ની સપાટીએ ગેપ-અપ ઓપનીંગ પછી ઉપરમાં 21750 પર ટ્રેડ થઈ 21193ના તળિયા સુધી પટકાયો હતો. આમ ઈન્ટ્રા-ડે તેણે 500 પોઈન્ટ્સથી વધુનો ઘટાડો દર્શાવ્યો હતો. આખરમાં તે 21200ની ઉપર બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 37 પોઈન્ટ્સ ડિસ્કાઉન્ટમાં 21202 પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 58 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં 95 પોઈન્ટ્સનો ઘટાડો સૂચવે છે. આમ, માર્કેટમાં લોંગ પોઝીશનમાં ઊંચું લિક્વિડેશન જોવા મળ્યું હતું એમ કહી શકાય. જે બજારમાં નવી સિરિઝમાં લોંગ રોલ ઓવરમાં ઘટાડાનો સંકેત પણ છે. નિફ્ટીએ 21280ના ત્રણ સત્ર અગાઉના તળિયાને તોડતાં આગામી સત્રોમાં તે 21000ની સપાટી સુધી ગગડે તેવી સંભાવના છે. આમ નવા લેણમાં સાવચેતી રાખવી જરૂરી છે. શોર્ટ સેલર્સ 21500ના સ્ટોપલોસથી નવી પોઝીશન ઉમેરી શકે છે.
મંગળવારે નિફ્ટીને સપોર્ટ કરનારા કાઉન્ટર્સમાં સિપ્લા, સન ફાર્મા, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, હીરો મોટોકોર્પ, ડો. રેડ્ડીઝ લેબ્સ, એપોલો હોસ્પિટલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, બજાજ ફિનસર્વનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ઈન્ડસઈન્ડ બેંક, કોલ ઈન્ડિયા, ઓએનજીસી, અદાણી પોર્ટ્સ, એસબીઆઈ લાઈફ, એસબીઆઈ, બીપીસીએલ, એચયૂએસ, એચડીએફસી લાઈફ, હિંદાલ્કો, એચડીએફસી બેંક, બજાજ ફાઈનાન્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, એક્સિસ બેંક, એશિયન પેઈન્ટ્સ, લાર્સન, તાતા મોટર્સ, જેએસડબલ્યુ સ્ટીલ, આઈશર મોટર્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈટીસી, એનટીપીસી, વિપ્રોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો એકમાત્ર ફાર્મા સેક્ટરમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે પીએસયૂ બેંક, મેટલ, રિઅલ્ટી, મિડિયા, એનર્જી, પીએસઈમાં ભારે વેચવાલી નીકળી હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 1.7 ટકા ઉછળી નવી ટોચ પર બંધ રહ્યો હતો જેને સપોર્ટ આપવામાં સિપ્લા, સન ફાર્મા, ઝાયડસ લાઈફ, લ્યુપિન અને ડો. રેડ્ડીઝ લેબ્સ મુખ્ય હતાં. જોકે, બાયોકોન, ટોરેન્ટ ફાર્મા, આલ્કેમ લેબમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી રિઅલ્ટી 5.3 ટકા સાથે સૌથી વધુ પટકાયો હતો. જેના ઘટકોમાં પ્રેસ્ટીજ એસ્ટેટ 12 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત ઓબેરોય રિઅલ્ટી, સોભા, હેમિસ્ફિઅર, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, ડીએલએફ, ફિનિક્સ મિલ્સ, સનટેક રિઅલ્ટી, ગોદરેજ પ્રોપર્ટીઝમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી પીએસૂય બેંક 4.1 ટકા ગગડ્યો હતો. જેના ઘટકોમાં પંજાબ એન્ડ સિંધ બેંક 6.4 ટકા સાથે સૌથી વધુ તૂટ્યો હતો. આ ઉપરાંત, પિએનબી, સેન્ટ્રલ બેંક, કેનેરા બેંક, બેંક ઓફ બરોડા, એસબીઆઈ, બેંક ઓફ ઈન્ડિયા, આઈઓબી, જેકે બેંક, ઈન્ડિયન બેંક, યૂકો બેંક, યુનિયન બેંકમાં પણ નોંધપાત્ર વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી મિડિયા 13 ટકાનો તીવ્ર ઘટાડો સૂચવતો હતો. જેની પાછળ ઝી એન્ટરટેઈનમેન્ટમાં 33 ટકાનો ઘટાડો કારણભૂત હતો. આ ઉપરાંત, નેટવર્ક 18, ડિશ ટીવી, ટીવી18 બ્રોડકાસ્ટ, સન ટીવી નેટવર્ક, જાગરણપ્રકાશન, ટીવી ટુડેનેટવર્સ, પીવીઆર સિનેમામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી મેટલ 3.5 ટકા જેટલો ગગડ્યો હતો. જેના ઘટકોમાં મોઈલ 6.7 ટકા, નાલ્કો 6.4 ટકા, કોલ ઈન્ડિયા 6 ટકા, સેઈલ 5.3 ટકા, એનએમડીસી 5 ટકા, જિંદાલ સ્ટીલ 5 ટકા, વેદાંત 5 ટકા, હિંદાલ્કો 3.5 ટકા ઘટાડો દર્શાવતાં હતાં. નિફ્ટી એનર્જી 2.6 ટકા ઘટાડો સૂચવતો હતો. જેના ઘટકોમાં આઈઓસી, એચપીસીએસ, ગેઈલ, ઓએનજીસી, બીપીસીએલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એનટીપીસીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી ઓટો 1.6 ટકા ગગડ્યો હતો. જેના ઘટકોમાં બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ 5.3 ટકા, એમઆરએફ 3 ટકા, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ 3 ટકા ઘટાડો સૂચવતાં હતાં. આ ઉપરાંત, ભારત ફોર્જ, અશોક લેલેન્ડ, તાતા મોટર્સ, આઈશર મોટર્સ, એમએન્ડએમ, ટીવીએસ મોટરમાં પણ નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્ઝ સેગમેન્ટ પર નજર નાખીએ તો સિપ્લા 7 ટકા સાથે વધવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, પેટ્રોનેટ એલએનજી, પર્સિસ્ટન્ટ ટેક્નોલોજી, સન ફાર્મા, ઝાયડસ લાઈફ, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, લ્યુપિન, અબોટ ઈન્ડિયા, હીરો મોટોકોર્પ, ક્યુમિન્સ, ઈન્ડસ ટાવર્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ, એબીબી ઈન્ડિયામાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, ઝી એન્ટરટેઈન મેન્ટ 33 ટકા સાથે સૌથી વધુ તૂટ્યો હતો. આ ઉપરાંત ઓબેરોય રિઅલ્ટી, આઈઆરસીટીસી, જીએમઆર એરપોર્ટ્સ, ભેલ, આઈડીએફસી, સન ટીવી નેટવર્ક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, નાલ્કો, આઈઓસી, ઈન્ડસઈન્ડ બેંક, એચપીસીએલ, પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝમાં ઊંચી વેચવાલી જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં બોરોસીલ રિન્યૂ, કરુર વૈશ્ય, સિપ્લા, પેટ્રોનેટ એલએનજી, પર્સિસ્ટન્ટ, સન ફાર્મા, સ્ટર્લિંગ વિલ્સન, ગ્લોબલ હેલ્થ, મેક્સ હેલ્થકેર, ઝાયડસ લાઈફ, લેમોન ટ્રી, ભારતી એરટેલ, શેલેત હોટેલ્સ, આઈસીઆઈસીઆઈ બેંક, હીરો મોટોકોર્પનો સમાવેશ થાય છે. જ્યારે 52-સપ્તાહનું તળિયું દર્શાવનાર કાઉન્ટર્મસાં ઝી એન્ટરટેઈનમેન્ટ, વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝ, એચયૂએલ, એચડીએફસી બેંક, વેદાંત ફેશન્સ, નવીન ફ્લોરિન, વિનતી ઓર્ગેનિક્સનો સમાવેશ થાય છે.

એક્સિસ બેંકનો નફો 3.7 ટકા ઉછળી રૂ. 6071 કરોડ રહ્યો
બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ રૂ. 12,532 કરોડ પર નોંધાઈ
બેંકની ગ્રોસ એનપીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 1.73 ટકા પરથી ઘટી 1.58 ટકા પર જોવા મળી

દેશમાં ત્રીજા ક્રમની પ્રાઈવેટ લેન્ડર એક્સિસ બેંકે ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 6071 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 5853 કરોડના નફાની સરખામણીમાં 3.7 ટકા ઊંચો છે. એક્સિસ બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ વાર્ષિક ધોરણે 9 ટકા વૃદ્ધિ સાથે રૂ. 12,532 કરોડ પર રહી હતી. તેણે ત્રિમાસિક ધોરણે 2 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. બેંકના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 4.01 ટકા પર જોવા મળ્યાં હતાં. બેંકની નોટ-પર્ફોર્મિંગ એસેટ્સમાં સુધારો જળવાયો હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં ગ્રોસ એનપીએ 1.58 ટકા પર જોવા મળી હતી. જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 1.73 ટકા પર હતી. બેંકની નેટ એનપીએ જોકે ક્વાર્ટર દરમિયાન 0.36 ટકા પર સ્થિર રહી હતી.
વાર્ષિક ધોરણે ગ્રોસ એનપીએમાં 80 બેસીસ પોઈન્ટ્સનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે નેટ એનપીએ 11 બેસીસ પોઈન્ટ્સ ઘટાડો સૂચવતી હતી. ક્વાર્ટરની આખરમાં બેંકના પ્રોવિઝન્સ રૂ. 1028.34 કરોડ પર જોવા મળતાં હતાં. જે ગયા ક્વાર્ટરમાં રૂ. 814.56 કરોડ પર હતાં. 2023-24ના પ્રથમ નવ મહિનામાં બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 18 ટકા ઉછળી રૂ. 36,805 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 31,204 કરોડ પર હતી. નવ મહિના દરમિયાન બેંકનો નેટ પ્રોફિટ રૂ. 15,308 કરોડ પરથી વધી રૂ. 17,732 કરોડ પર રહ્યો હતો. જ્યારે ઓપરેટિંગ પ્રોફિટ 16 ટકા વધી રૂ. 22,881 કરોડ પરથી વધી રૂ. 26,587 કરોડ પર રહ્યો હતો. પ્રથમ નવ મહિનામાં કુલ પ્રોવિઝન્સ 23 ટકા ઉછળી રૂ. 2878 કરોડ પર રહ્યાં હતાં.

તાતા એલેક્સિનો નફો 6 ટકા ઉછળી રૂ. 206 કરોડ પર નોંધાયો
તાતા જૂથની ડિઝાઈન અને ટેક્નોલોજી સર્વિસિઝ કંપની તાતા એલેક્સિએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 206 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 195 કરોડ પર હતો. કંપનીની કામકાજી આવક વાર્ષિક ધોરણે રૂ. 818 કરોડ પરથી વધી રૂ. 914 કરોડ પર રહી હતી. કંપનીની આવકમાં 47 ટકા યોગદાન આપનાર ટ્રાન્સપોર્ટેશન સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે 15.6 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. સોફ્ટવેર ડિફાઈન્ડ વેહીલ્સ(એસડીવી) એંગેંજમેન્ટ્સમાં આકર્ષણને કારણે આમ બન્યું હતું. ચાલુ મહિને ટોચની આઈટી કંપનીઓએ મિશ્ર પરિણામો દર્શાવ્યાં છે. જેમાં બીજી ક્રમની આઈટી કંપની ઈન્ફોસિસે તેના ગાઈડન્સને ઘટાડ્યું હતું. જ્યારે ત્રીજા ક્રમની કંપની એચસીએલ ટેક્નોલોજીએ પણ તેના સમગ્ર વર્ષની આવકના અંદાજને ઘટાડ્યો હતો. ગયા શનિવારે પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સે ત્રિમાસિક નફામાં 20.3 ટકા વૃદ્ધિ નોંધાવી હતી.

RECનો ડિસેમ્બર ક્વાર્ટર પ્રોફિટ 13.5 ટકા ઉછળી રૂ. 3308 કરોડે નોંધાયો
જાહેર ક્ષેત્રની કંપની આરઈસીએ ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 3308.42 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. કંપનીએ ઊંચી આવક પાછળ નફામાં વૃદ્ધિ નોંધાવી છે. કંપનીનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ રૂ. 2915.33 કરોડ રહ્યો છે. જ્યારે કુલ આવક રૂ. 12071.54 કરોડ જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 9795.47 કરોડ પર હતી. કંપનીના બોર્ડે પ્રોજેક્ટ સ્પેસિફિક સ્પેશ્યલ પરપઝ વેહીકલ્સની સ્થાપના માટે મંજૂરી આપી હતી. જેને આરઈસી પાવર ડેવલપમેન્ટ કન્સલ્ટન્સી લિમિટેડ તરીકે સ્થાપવામાં આવશે. જે આરઈસીની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી બનશે.

JSW એનર્જીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 231 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો
કંપનીની આવક ગયા વર્ષના રૂ. 2350 કરોડ પરથી વધી રૂ. 2661 કરોડ પર જોવા મળી

જેએસડબલ્યુ જૂથની એનર્જી કંપની જેએસડબલ્યુ એનર્જીએ ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 231 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 180 કરોડનો નેટ પ્રોફિટની સરખામણીમાં 28 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક પણ ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2350 કરોડ પરથી વધી રૂ. 2661 કરોડ પર રહી હતી. કંપનીના થર્મલ પોર્ટફોલિયો તરફથી મજબૂત યોગદાન તથા મર્ચન્ટ સેલ્સમાં ઊંચી વૃદ્ધિ પાછળ આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. કંપનીનો એબિટા વાર્ષિક ધોરણે 69 ટકા ઉછળી રૂ. 1229 કરોડ પર રહ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 727 કરોડ પર જોવા મળતો હતો. એબિટા માર્જિન પણ ગયા વર્ષના 31 ટકાની સરખામણીમાં સુધરીને 46 ટકા પર જોવા મળ્યાં હતાં.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage