Market Summary 23/05/2024

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

શેરબજારમાં ભારે લેવાલી વચ્ચે સેન્સેક્સ-નિફ્ટી નવી ટોચે પહોંચ્યાં
સેન્સેક્સ 1197 પોઈન્ટ્સ ઉછળી 75000ની સપાટી પાર કરી ગયો
નિફ્ટી 370 પોઈન્ટ્સ તેજી સાથે 22968 પર બંધ રહ્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 0.4 ટકા ગગડી 21.38ના સ્તરે બંધ
બ્રોડ માર્કેટમાં સુસ્ત માહોલ
ઓટો, બેંકિંગ, આઈટી, રિઅલ્ટી, એનર્જીમાં ભારે મજબૂતી
માત્ર ફાર્મામાં નરમાઈ
ગાર્ડન રિચ, કોચીન શીપયાર્ડ, મઝગાંવ ડોક, રેઈલ વિકાસ નવી ટોચે
ભારતીય શેરબજારમાં ગુરુવારે ભારે તેજી જોવા મળી હતી. બંને બેન્ચમાર્ક્સ તેમની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 1197 પોઈન્ટ્સ ઉછળી 75418ની સપાટીએ જ્યારે નિફઅટી 368 પોઈન્ટ્સ ઉછળી 22968ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે ખાસ ખરીદીના અભાવે માર્કેટ બ્રેડ્થ નેગેટીવ જોવા મળતી હતી. બીએસઈ ખાતે કુલ 3945 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2008 કાઉન્ટર્સ નેગેટિવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1818 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. 222 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક કે સર્વોચ્ચ બંધ બનાવ્યું હતું. જ્યારે 28 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ 0.42 ટકા ઘટાડે 21.38ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે એશિયન બજારોમાં મહ્દઅંશે નરમાઈ વચ્ચે ભારતીય બજારે ગેપ-અપ ઓપનીંગ દર્શાવવા સાથે સતત સુધારો જાળવ્યો હતો અને કામકાજની આખરમાં સર્વોચ્ચ ટોચ પર જ બંધ આવ્યું હતું. ઈન્ટ્રા-ડે ધોરણે નિફ્ટી 22994ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 40 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 23008ની સપાટીએ બંધ રહ્યો હતો. માર્કેટમાં નવેસરથી તેજીને જોતાં આગામી સત્રોમાં 23200 સુધીની વૃદ્ધિની શક્યતાં છે. લોંગ ટ્રેડર્સે 22500નો સ્ટોપલોસ જાળવવાનો રહેશે.
ગુરુવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, અદાણી પોર્ટ્સ, લાર્સન, એમએન્ડએમ, એક્સિસ બેંક, આઈશર મોટર્સ, મારુતિ સુઝુકી, હિરો મોટોકોર્પ, અલ્ટ્રાટેક સિમેન્ટ, શ્રીરામ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ટાઈટન કંપની, ઓએનજીસીનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, સન ફાર્મા, પાવર ગ્રીડ કોર્પોરેશન, હિંદાલ્કો, કોલ ઈન્ડિયા, એનટીપીસી અને તાતા કન્ઝ્યૂમરમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો ઓટો, બેંકિંગ, આઈટી, રિઅલ્ટી, એનર્જીમાં ભારે મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ઓટો 2.25 ટકા ઉછળી સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં એમએન્ડએમ, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ, આઈશર મોટર્સ, મારુતિ સુઝુકી, મધરસન, હીરો મોટોકોર્પ, અશોક લેલેન્ડ, બજાજ ઓટો, તાતા મોટર્સ, ટીવીએસ મોટર, ભારત ફોર્જ, એમઆરએફમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી બેંક પણ 2 ટકાથી વધુ મજબૂત દર્શાવતો હતો. જેના ઘટકોમાં એક્સિસ બેંક, બંધન બેંક, એયૂ સ્મોલ ફિન બેંક, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક, બેંક ઓફ બરોડા, આઈસીઆઈસીઆઈ બેંકમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી રિઅલ્ટી વધુ 1.1 ટકા ઉછળ્યો હતો. જ્યારે નિફ્ટી એનર્જી અડધો ટકા મજબૂતી દર્શાવતો હતો. માત્ર ફાર્મામાં નરમાઈ જોવા મળી હતી. જેનું કારણ સન ફાર્મા અને લ્યુપિન જેવા કાઉન્ટર્સમાં વેચવાલી જવાબદાર હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો અદાણી એન્ટરપ્રાઈઝ આઁઠ ટકા સાથે વૃદ્ધિમાં ટોચ પર હતો. આ ઉપરાંત, મધરસન સુમી, અદાણી પોર્ટ્સ, વોલ્ટાસ, વોડાફોન આઈડિયા, મારુતિ સુઝુકી, લાર્સન, એક્સિસ બેંક, કોફોર્જ, બેંક ઓફ બરોડા, આલ્કેમ લેબ, ઈન્ડસઈન્ડ બેંક, એમએન્ડએમ, કોન્કોર, સિમેન્સ, બિરલાસોફ્ટમાં ભારે ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, દિપક નાઈટ્રેટ, લ્યુપિન, નાલ્કો, પાવર ગ્રીડ કોર્પોરેશન, સન ફાર્મા, વેદાંત, એનએમડીસી, હિંદાલ્કો, મેક્સ ફાઈનાન્સિયલ, દાલમિયા ભારત, હિંદ કોપર, પેજ ઈન્ડસ્ટ્રીઝમાં નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં ગાર્ડન રિચ, કોચીન શીપયાર્ડ, મઝગાંવ ડોક, રેઈલ વિકાસ, બ્રિગેડ એન્ટર., પીએનસી ઈન્ફ્રાટેક, હેપ્પી ફોર્જિંગ્સ, એન્જિનીયર્સ ઈન્ડિયા વગેરેનો સમાવેશ થતો હતો.ITCએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 5020 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો
કંપનીની આવક 1.4 ટકા વધી રૂ. 17,753 કરોડ પર નોંધાઈ
કંપનીના બોર્ડે પ્રતિશેર રૂ. 7.5નું ડિવિડન્ડ જાહેર કર્યું
સિગારેટ અગ્રણી આઈટીસીએ માર્ચ ક્વાર્ટર માટે રૂ. 5020.2 કરોડનો નેટ પ્રોફિટ જાહેર કર્યો હતો. જે વાર્ષિક ધોરણે 1.31 ટકાનો ઘટાડો સૂચવતો હતો. પ્રોફિટમાં ઘટાડા પાછળ ફ્લેટ સિગારેટ વોલ્યુમ અને નીચા એફએમસીજી માર્જિન્સ જવાબદાર હતા. એનાલિસ્ટ્સ રૂ. 5114 કરોડના નફાનો અંદાજ ધરાવતાં હતાં.
કંપનીની આવક જોકે રૂ. 16,945 કરોડની અપેક્ષા સામે રૂ. 17753 કરોડ પર જોવા મળી હતી. જે વાર્ષિક 1.4 ટકા વૃદ્ધિ સૂચવતી હતી. કંપનીના બોર્ડે રૂ. 7.5 પ્રતિ શેરના આખરી ડિવિડન્ડની ભલામણ કરી હતી. અગાઉ 29 જાન્યુઆરી, 2024ના રોજ કંપનીએ રૂ. 6.25નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું હતું. જેને ગણનામાં લેતાં વર્ષ દરમિયાન તેણે રૂ. 13.75 પ્રતિ શેરનું ડિવિડન્ડ ચૂકવ્યું ગણાશે.
આઈટીસીનો માર્ચ ક્વાર્ટર એબિટા રૂ. 6162.6 કરોડ પર રહ્યો હતો. જે 0.8 ટકા નીચો હતો. જ્યારે એબિટા માર્જિન 70 બેસીસ પોઈન્ટ્સ ગગડી 37.2 ટકા પર રહ્યાં હતાં. કંપનીના એફએમસીજી અન્ય સેગમેન્ટનો દેખાવ નબળી માગ વચ્ચે સારો જળવાયો હતો. સ્થાનિક ખેલાડીઓ તરફથી વધતી સ્પર્ધા વચ્ચે પણ તેણે ઊંચો દેખાવ નોંધાવ્યો હતો. તેણે પ્રિમિયમાઈઝેશન, કોસ્ટ મેનેજમેન્ટ અને સ્ટ્રેટેજિક પ્રાઈસીંગ મારફતે મજબૂત ગ્રોથ હાંસલ કર્યો હતો. કંપનીની સેગમેન્ટ રેવન્યૂ 9.6 ટકા વધી હતી. જ્યારે એબિટા 19.7 ટકા વધી રૂ. 2338.50 કરોડ રહ્યો હતો. જ્યારે એબિટા માર્જિન 94 બેસીસ પોઈન્ટ્સ સુધરી 11.2 ટકા પર રહ્યાં હતાં.
કંપનીનું ઉન્નતિ ઈબીટુબી પ્લેટફોર્મ હવે 7 લાખ આઉટલેટ્સ સુધી પહોંચ્યું છે. જ્યારે કુલ વેચાણમાં ડિજિટલી અનેબલ્ડ સેલ્સનો હિસ્સો 31 ટકા પર પહોંચ્યો છે. આઈટીસી ઈ-સ્ટોર અને અન્ય ડીટુસી પ્લેટફોર્મ્સ 24000થી વધુ પિન કોડ્સમાં કાર્યરત છે. જે કન્ઝ્યૂમર ઈનસાઈટ્સ અને કોમર્સનો વ્યાપ વધારી રહ્યાં છે. એફએમસીજી એક્સપોર્ટ 70 દેશોમાં થઈ રહી છે. જેને બિસ્કિટ્સ, કેક્સ, સ્નેક્સ, ડેરી અને રેડી-ટુ-ઈટ ફૂડ્સ માટે પીએલઆઈ સ્કિમ્સનો લાભ મળ્યો છે.ઈન્ડિગોનો માર્ચ ક્વાર્ટર નફો 106 ટકા ઉછળી રૂ. 1895 કરોડ પર નોંધાયો
કંપનીની આવકમાં 26 ટકા વૃદ્ધિ જોવા મળી
દેશમાં ટોચની હવાઈ ઉડ્ડયન કંપની ઈન્ટરગ્લોબ એવિએશને ગુરુવારે રૂ. 1894.2 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 919.20 કરોડના નેટ પ્રોફિટની સરખામણીમાં 106 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
કંપનીની આવક વાર્ષિક ધોરણે 26 ટકા વધી રૂ. 17,825.27 કરોડ પર નોંધાઈ હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 14,160.6 કરોડ પર હતી. કંપનીનો શેર એક ટકા મજબૂતી સાથે રૂ. 4400ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જે ભાવે તેનું માર્કેટ-કેપ રૂ. 1.70 લાખ કરોડ પર જોવા મળતું હતું. કંપનીનો શેર 52-સપ્તાહના રૂ. 2250ના તળિયાના ભાવથી લગભગ 100 ટકા રિટર્ન દર્શાવી રહ્યો છે.મે મહિના માટે ફ્લેશ કંપોઝીટ PMI  61.7ની સપાટીએ જોવા મળ્યો
જોબ ક્રિએશન 18-વર્ષોમાં સૌથી મજબૂત નોંધાયું
દેશના સર્વિસ સેક્ટરમાં મજબૂત માગ તથા ખાનગી સેક્ટરની ઊંચી કામગીરી પાછળ મે મહિનામાં ફ્લેશ કંપોઝીટ પીએમઆઈ(પર્ચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ) વધી 61.7ની સપાટીએ જોવા મળ્યો હતો. જે એપ્રિલમાં 61.5 ટકા પર નોંધાયો હતો.
ગુરુવારે એચએસબીસી તરફથી રજૂ કરવામાં આવેલા સર્વે મુજબ ઈન્ડેક્સ માસિક ધોરણે ભારતના મેન્યૂફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર્સમાં સંયુક્ત ઉત્પાદનમાં ફેરફારનો માપદંડ છે. જેના મુજબ સતત 34મા મહિના દરમિયાન વૃદ્ધિ જોવા મળી હતી. એચએસબીસી ખાતે ચીફ ઈન્ડિયા ઈકોનોમિસ્ટના મતે મેમાં કંપોઝીટ પીએમઆઈએ 14-વર્ષોમાં ત્રીજું સૌથી મજબૂત રિડીંગ દર્શાવ્યું હતું. જેની પાછળ મેમાં સર્વિસ સેક્ટરમાં તીવ્ર વૃદ્ધિ કારણભૂત હતી. કેમકે, મેમાં મેન્યૂફેક્ચરિંગ સેક્ટરનો વૃદ્ધિ દર થોડો નરમ પડ્યો હતો. નવા ઓર્ડર્સમાં અને ઉત્પાદનમાં ઘટાડા પાછળ આમ બન્યું હતું.
જોકે, સમગ્રતયા મેન્યૂફેક્ચરિંગ સેક્ટરના ઉત્પાદનમાં વૃદ્ધિએ સર્વિસ ઈકોનોમીને પાછળ રાખી દીધી છે. વધુમાં, તાજો ડેટા બંને સેક્ટર્સમાં નવા એક્સપોર્ટ ઓર્ડર્સમાં મજબૂતી દર્શાવે છે. જે સપ્ટેમ્બર, 2014માં સિરિઝની શરૂઆતથી સૌથી ઝડપી વૃદ્ધિ સૂચવે છે. વર્ષને લઈને આશાવાદ 11-વર્ષોની ટોચ પર જોવા મળે છે. જેને પરિણામે કંપનીઓમાં સ્ટાફિંગ લેવલમાં વૃદ્ધિ જોવા મળી છે. જોકે, ઊંચા ઈનપુટ ખર્ચને કારણે માર્જિન્સ પર અસર પડી છે. ખાસ કરીને સર્વિસ સેક્ટરમાં માર્જિન ઘસાયાં છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage