Market Summary 23 August 2021

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

બેન્ચમાર્કમાં સુધારો, બ્રોડ માર્કેટમાં નરમાઈ યથાવત

ભારતીય બજારમાં બે ભાગમાં વહેંચાઈ ગયું છે. ચુનંદા કાઉન્ટર્સ પાછળ નિફ્ટી અને સેન્સેક્સ મજબૂતી દર્શાવી રહ્યાં છે તો બીજી બાજુ મીડ અને સ્મોલ-કેપ્સમાં કાતિલ મંદી જોવા મળી રહી છે. સોમવારે પણ મોટાભાગનું બજાર નરમાઈ દર્શાવતું હતું. જ્યારે નિફ્ટી 0.3 ટકા સુધારા સાથે પોઝીટીવ બંધ દર્શાવી શક્યો હતો. આઈટી અને એફએમસીજી જેવા ડિફેન્સિવ્સનો સપોર્ટ સાંપડ્યો હતો. બજાજ જૂથની એનબીએફસી બેલડીએ પણ બજારને સપોર્ટ કર્યો હતો. બંને કાઉન્ટર્સ તેમની નવી ટોચ પર ટ્રેડ થયાં હતાં. જોકે સામાન્ય રોકાણકાર મીડ અને સ્મોલ-કેપ્સના ઘટાડાથી અપસેટ હતો.

 

માર્કેટમાં એડવાઈન્સ-ડિક્લાઈન રેશિયો 17-મહિનાના તળિયા પર પટકાયો

ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધી બીએસઈ ખાતે દૈનિક ધોરણે સરેરાસ 2088 શેર્સમાં ઘટાડો અને 1622 શેર્સમાં સુધારો નોંધાયો

નિફ્ટીમાં ટોચથી લગભગ એક ટકાના ઘટાડા સાથે મીડ-કેપ અને સ્મોલ-કેપ ઈન્ડેક્સમાં અનુક્રમે 5.5 ટકા અને 9.5 ટકાનો ઘટાડો

બેન્ચમાર્ક નિફ્ટી અને સેન્સેક્સ તેમની સર્વોચ્ચ સપાટી નજીક ટ્રેડ થઈ રહ્યાં છે પરંતુ બીજી અને ત્રીજી હરોળના શેર્સમાં વ્યક્તિગત 50-60 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સૌથી વધુ લિસ્ટેડ કંપની ધરાવતાં પ્લેટફોર્મ બીએસઈ ખાતે એડવાન્સ-ડિક્લાઈન રેશિયો 17 મહિનાના તળિયા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં ઓગસ્ટ મહિનામાં તે 0.8 પર જોવા મળી રહ્યો છે. જે માર્ચ 2020ના 0.72 બાદનો સૌથી નીચો છે.

છેલ્લા એકથી દોઢ મહિનામાં સંખ્યાબંધ શેર્સ તેમની જૂન-જુલાઈ મહિનાની સર્વોચ્ચ સપાટી પરથી ઊંધા માથે પટકાયાં છે અને તેથી જ રિટેલ ઈન્વેસ્ટર્સ ફરી એકવાર ટ્રેપ થઈ ગયાનો અનુભવ કરી રહ્યાં છે. ચુનંદા શેર્સ પાછળ નિફ્ટીમાં સુધારો જાળવી રાખીને બાકીનું બજાર જોતજોતામાં મંદીમાં સરી પડ્યું જેનો ખ્યાલ મોટાભાગના રોકાણકારોને પાછળથી આવ્યો અને હવે તેઓએ ખરીદભાવથી નોંધપાત્ર નીચા ભાવે એક્ઝિટ લેવી પડે તેવો ખેલ રચાયો છે એમ બજાર નિરીક્ષકો જણાવે છે. સોમવારે બીએસઈ સેન્સેક્સ 226.47 ટકાના સુધારે 55556ના સ્તરે બંધ રહ્યો હતો. જોકે એક્સચેન્જ ખાતે કુલ 3393 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી માત્ર 786 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 2463 કાઉન્ટર્સ અગાઉના બંધ સામે ઘટીને બંધ આવ્યાં હતાં. જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં દૈનિક ધોરણે ઉપલી સર્કિટ્સમાં જોવા મળતાં સંખ્યાબંધ શેર્સની સામે સોમવારે માત્ર 246 શેર્સ અપર સર્કિટ્સાં બંધ રહ્યાં હતાં. જ્યારે 654 શેર્સ લોઅર સર્કિટ્સમાં બંધ જોવા મળતાં હતાં. છેલ્લા મહિનાઓમાં આ રેશિયો ઊલટો જોવા મળતો હતો. એટલેકે મોટાભાગના કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ બંધ રહેતાં હતાં.

માર્ચ 2020માં વૈશ્વિક બજારો પાછળ માર્કેટમાં તીવ્ર ઘટાડા પાછળ સ્થાનિક બજારમાં માર્કેટ બ્રેડ્થ 0.72ના ઘણા વર્ષોના તળિયા પર જોવા મળી હતી. જોકે ત્યારબાદ મીડ અને સ્મોલ-કેપ્સમાં સતત ખરીદી જળવાઈ હતી અને માર્ચ 2021ને બાદ કરતાં માર્કેટ-બ્રેડ્થ એક પર જ જોવા મળી હતી. માર્ચ 2021માં 0.98નો એડવાઈન્સ-ડિકલાઈન રેશિયો જોવા મળ્યો હતો. જે પછીના ચાર મહિનાઓ દરમિયાન એક પર જળવાયો હતો. જેમાં એપ્રિલ(1.26), મે(1.41), જૂન(1.27) અને જુલાઈ(1.22)નો સમાવેશ થાય છે. માર્ચ 2020થી ઓગસ્ટ 2021 સુધીમાં એપ્રિલ 2020માં 1.51 અને જૂન 2020માં 1.54ની ઊંચી માર્કેટ બ્રેડ્થ જોવા મળી હતી. નવેમ્બર-ડિસેમ્બર(2020)માં પણ માર્કેટ બ્રેડ્થ 1.39ના સ્તરે મજબૂત જોવા મળી હતી. છેલ્લાં દોઢ મહિનાથી નિફ્ટી કેટલાંક ગણ્યા-ગાંઠ્યા કાઉન્ટર્સમાં સુધારા પાછળ નવી ટોચ દર્શાવી રહ્યો છે અને બાકીનું બજાર ઘસાતું જોવા મળ્યું છે. સોમવારે નિફ્ટી તેની 16701ની ટોચ સામે 16496ના સ્તરે પોઝીટીવ બંધ દર્શાવતો હતો. તે હજુ ટોચથી સવા ટકા દૂરી પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 28400ની ટોચ સામે 26893 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે 5.5 ટકાથી વધુનો ઘટાડો સૂચવતો હતો. સોમવારે તે 0.9 ટકા તૂટ્યો હતો. નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ સોમવારે 1.85 ટકા જેટલો ગગડ્યો હતો અને 7188 પર બંધ રહ્યો હતો. તે 10674ની સર્વોચ્ચ ટોચ સામે સોમવારે 9668ની સપાટીએ 9.5 ટકા ઘટાડા સાથે બંધ જોવા મળતો હતો.

બીએસઈ ખાતે છેલ્લાં મહિનાઓનો એડવાન્સ-ડિક્લાઈન રેશિયો

મહિનો                  રેશિયો

ઓગસ્ટ(2021)         0.8

જુલાઈ                  1.22

જૂન                    1.27

મે                      1.41

એપ્રિલ                 1.26

માર્ચ                    0.98

ફેબ્રુઆરી                1.15

જાન્યુઆરી              1.05

ડિસેમ્બર(2020)                1.39

નવેમ્બર                1.39

ઓક્ટોબર              1.03

 

LIC આઈપીઓમાં જંગી રિટેલ પાર્ટિસિપેશન માટે સરકાર કેમ્પેઈન ચલાવશે

આઈડીબીઆઈ બેંક મારફતે એલઆઈસીના પોલિસીધારકોના ડીમેટ એકાઉન્ટ ખોલવામાં આવશે

ચાલુ નાણાકિય વર્ષના આખરી ક્વાર્ટરમાં બજારમાં પ્રવેશવાની શક્યતા ધરાવતાં લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશનના મેગા આઈપીઓમાં મોટાપાયે રિટેલ ભાગીદારને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર અને એલઆઈસી એક મોટું અભિયાન ચલાવવાની તૈયારી કરી રહ્યાં છે. જેમાં આઈપીઓ અગાઉ વીમા કંપનીના પોલિસીધારકોના ડિમેટ એકાઉન્ટ્સ ઓપનીંગ જેવી બાબતોનો સમાવેશ થાય છે. એલઆઈસી તેની માલિકીની આઈડીબીઆઈ બેંક મારફતે પોલિસીધારકોના ડીમેટ એકાઉન્ટ્સ ઓપન કરશે.

સરકાર અને એલઆઈસીના સંયુક્ત અભિયાનનો હેતુ દેશમાં અત્યાર સુધીના સૌથી મોટા મેગા આઈપીઓને લઈને રિટેલ રોકાણકારો તેમજ એલઆઈસીના કરોડો પોલિસીધારકોને જાગૃત કરવાનો છે એમ એક ઉચ્ચ અધિકારી જણાવે છે. એલઆઈસીના પોલિસીધારકોને એલઆઈસીમાં આંશિક હિસ્સો ધરાવવા માટેની તક આપવાના ભાગરૂપે જ સરકારે આઈપીઓમાં 10 ટકા હિસ્સો પોલિસીધારકો માટે રિઝર્વ રાખ્યો છે. આ ક્વોટા અંગે તેના ટાર્ગેટ ઓડિઅન્સ એવા પોલિસીધારકોને જાણ કરવા માટે અવેરનેસ કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી આ 10 ટકા હિસ્સો માત્રને માત્ર પોલિસીધારકોને ફાળે જ જાય. આમ કરવા માટે આઈડીબીઆઈ બેંકની સહાય પણ લેવામાં આવશે. હાલમાં આઈડીબીઆઈ બેંકમાં એલઆઈસી 49 ટકા હિસ્સો ધરાવે છે. પોલિસીધારકો અન્ય બેંક્સમાં પણ ડિમેટ એકાઉન્ટ્સ ખોલાવી શકે છે એમ જણાવતાં અધિકારી ઉમેરે છે કે મૂળ હેતુ પોલિસીધારકોને તેમના અધિકારનો સીમલેસ લાભ લેવા માટે તૈયાર કરવાનો છે. જો એલઆઈસી સ્ટોક ઓપ્શન્સ રજૂ કરવાનું વિચારશે તો આવો જ વિકલ્પ એલઆઈસીના કર્મચારીઓને પણ આપવામાં આવે તેવી શક્યતા છે. સરકારે એલઆઈસીના કર્મચારીઓ માટે ઈસ્યુડ શેર કેપિટલમાં વૃદ્ધિ માટે એલઆઈસી જનરલ રેગ્યુલેશન્સ એક્ટમાં સુધારો કર્યો છે.

અધિકારી જણાવે છે કે આઈપીઓમાંથી પોલિસીધારકો લાભ મેળવે એમ સરકાર ઈચ્છે છે અને તેથી જ તેમને જાગૃત કરવાની યોજના છે. કંપનીના પોલિસીધારકો એલઆઈસીના લોંગ ટર્મ ઈન્વેસ્ટર્સ બનવાની તક ઝડપે એવી ઈચ્છા છે. કેમ્પેઈનની તૈયારી શરૂ થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં જ તેને આખરી ઓપ આપવામાં આવશે. સરકાર આઈપીઓને લઈને મોટું એડવર્ટાઈઝ કેમ્પેઈન પણ ચલાવવા માગે છે. આ માટે તેણે એડ એન્જસિઝ પાસેથી બીડ્સ પણ મંગાવ્યાં છે. જેમાં માધ્યમો ઉપરાંત આઉટડોર મિડિયા પ્લાનનો સમાવેશ પણ થાય છે.

 

સેલ્ફ-ચાર્જિંગ હાઈબ્રીડ કાર બનાવી રહેલાં મારુતિ સુઝુકી અને ટોયોટા

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની રોડસાઈડ ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સ્વતંત્ર એવી એવી હાઈબ્રીડ ઈલેક્ટ્રિક વેહીકલ્સ(એચઈવી) વિકસાવી રહી છે, જે ચાલતી વખતે ચાર્જ થઈ જાય. આમ ચાર્જિંગ માટે તેનું કોઈના પર અવલંબન રહેશે નહિ. દેશના અન્ય અગ્રણી ઓટો પ્લેયર્સ અને કંપનીના હરિફ એવા ટાટા મોટર્સ, મહિન્દ્રા અને હ્યુન્દાઈની સરખામણીમાં ઈવીને અપનાવવામાં પાછળ એવી મારુતિ જાપાનીઝ હેવીવેઈટ ટોયોટા સાથે મળીને એચઈવી પર કામ કરી રહી છે. કંપનીના અધિકારીના જણાવ્યા અનુસાર ટોયોટા સાથે મળીને આવા કેટલાંક પ્રોટોટાઈપ્સનો સંયુક્ત ટેસ્ટીંગ પ્રોગ્રામ આગામી મહિને શરૂ થશે. અમે આ અંગે યુસેઝ પેટર્ન વગેરેને લઈને ગ્રાહકોના વધુ પ્રતિભાવ મેળવવાનું આયોજન પણ કર્યું છે. જ્યાં સુધી ભારતમાં ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ ના થાય ત્યાં સુધી ગ્રાહકે સેલ્ફ-ચાર્જિંગ મશીન્સની જરૂરિયાત રહેશે. જેને ધ્યાનમાં રાખીને અમે હાઈબ્રીડ ઈલેક્ટ્રીલ વેહીકલ્સ ઉપયોગમાં લઈશું.

નેસ્લેના શેરે રૂ. 20000નું સ્તર કૂદાવ્યું

એફએમસીજી કંપની નેસ્લેનો શેર સોમવારે રૂ. 20000ના લેવલને પાર કરી સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યો હતો. કંપનો શેર 2.30 ટકા અથવા રૂ. 450ના સુધારા સાથે રૂ. 20021ના સ્તરે બંધ રહ્યો હતો. જે ભાવે તેનું માર્કેટ-કેપ રૂ. 1.93 લાખ કરોડ થતું હતું. શેરે રૂ. 20095ની ઈન્ટ્રા-ડે ટોચ બનાવી હતી. ઓગસ્ટ મહિનામાં કંપનીનો શેર અત્યાર સુધીમાં 13 ટકા જેટલો સુધરી ચૂક્યો છે. કંપનીનો શેર ગયા સપ્તાહે તેની છ મહિના અગાઉની સપાટી પાર કરી ગયો હતો. સોમવારે અન્ય એફએમસીજી કાઉન્ટર્સ સાઈડલાઈન રહ્યાં હતાં ત્યારે તેણે સુધારો જાળવ્યો હતો.

ફાર્મા ઈન્ડેક્સ ડાઉન પણ કેડિલા હેલ્થકેરમાં મજબૂતી

સોમવારે બ્રોડ માર્કેટમાં નરમાઈ વચ્ચે નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ પણ ઘટીને બંધ રહ્યો હતો. જોકે અમદાવાદ સ્થિત કેડિલા હેલ્થકેરનો શેર 2.3 ટકા સુધારા સાથે રૂ. 547.10ની સપાટી પર બંધ રહ્યો હતો. સપ્તાહાંતે કંપનીની કોવિડ માટેની દેશની પ્રથમ ડીએનએ આધારિત વેક્સિનને મંજૂરી મળતાં કંપનીના શેરમાં ખરીદી જોવા મળી હતી. કંપનીનો શેર અગાઉના રૂ. 534.85ના બંધ ભાવ સામે 6 ટકાથી વધુ મજબૂતી સાથે રૂ. 577ના સ્તરે ગેપ-અપ ઓપનીંગ દર્શાવતો હતો. જ્યાંથી તે કેટલોક સુધારો ગુમાવી બંધ જોવા મળ્યો હતો.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage