બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં તીવ્ર બાઉન્સ, સેન્સેક્સ 690 પોઈન્ટ્સ ઉછળ્યો
ચીન સરકારની એક ટ્રિલીયન યુઆન છૂટાં કરવાની જાહેરાત પાછળ તેજી
હોંગ કોંગ, ચીનના બજારોમાં 4 ટકા સુધીનો ઉછાળો
વોલેટિલિટી ઈન્ડેક્સ 3.23 ટકા ગગડી 14.37ના સ્તરે બંધ
મેટલ, એનર્જી, એફએમસીજી, પીએસઈ, પીએસયૂ બેંક, આઈટી ઈન્ડેક્સમાં મજબૂતી
બ્રોડ માર્કેટમાં પણ પરત ફરતી ખરીદી
એચએફસીએલ, આઈએફબી ઈન્ડસ્ટ્રીઝ, મોતીલાલ ઓસ્વાલ, આઈડીબીઆઈ બેંક નવી ટોચે
શેરબજારમાં બુધવારે તીવ્ર બાઉન્સ જોવા મળ્યું હતું. ચીનની મધ્યસ્થ બેંક તરફથી 5 ફેબ્રુઆરીથી સીઆરઆરમાં રાહત પાછળ શેરબજારોમાં તેજી જોવા મળી હતી. આ નિર્ણયને કારણે ચીનના માર્કેટમાં 1 ટ્રિલિયન ડોલર એટલેકે લગભગ 140 અબજ ડોલરની લિક્વિડીટી છૂટી થશે. આ નિર્ણયને કારણે ચીન અને હોંગ કોંગના બજારોમાં ભારે તેજી જોવા મળી હતી. બંને બજારો 4 ટકા જેટલા ઉછળ્યાં હતાં.
ભારતીય બજારોમાં પણ એક ટકાની મજબૂતી જોવા મળી હતી. જેમાં બીએસઈ સેન્સેક્સ 690 પોઈન્ટ્સ ઉછળી 71060ની સપાટીએ જ્યારે નિફ્ટી 215 પોઈન્ટ્સ ઉછળી 21452ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ તેજી પરત ફરી હતી. જેની પાછળ માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3884 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2406 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1393 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 291 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ બનાવી હતી.જ્યારે 32 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 38 કાઉન્ટર્સ અપર સર્કિટમાં જ્યારે 23 કાઉન્ટર્સ લોઅર સર્કિટમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 3.23 ટકા ગગડી 14.37ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે ભારતીય બજારે કામકાજની શરૂઆત નરમાઈ સાથે કરી હતી. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉ 21239ના બંધ સામે 21185ની સપાટીએ ખૂલ્યાં પછી શરૂઆતી તબક્કામાં બે બાજુ અથડાતો જોવા મળ્યો હતો. તેણે 21137નું તળિયું બનાવ્યું હતું. જોકે, ત્યાંથી તે ઝડપી સુધારા પાછળ 21481ની ટોચની સપાટી પર ટ્રેડ થયો હતો અને તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 35 પોઈન્ટ્સ પ્રિમીયમે 21485ની સપાટીએ બંધ રહ્યો હતો. મંગળવારના 37 પોઈન્ટ્સના ડિસ્કાઉન્ટની સરખામણીમાં તે 72 પોઈન્ટસની વૃદ્ધિ દર્શાવતો હતો. આમ, માર્કેટમાં નીચા મથાળે લોંગ પોઝીશનમાં નોંધપાત્ર વૃદ્ધિનો સંકેત મળે છે. માર્કેટમાં 21140નો સપોર્ટ છે. જેના સ્ટોપલોસે લોંગ પોઝીશન જાળવી શકાય. ઉપરમાં 21500નો નજીકનો અવરોધ છે.
બુધવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં હિંદાલ્કો, ડો. રેડ્ડીઝ લેબ્સ, તાતા સ્ટીલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, એચસીએલ ટેક્નોલોજી, ઈન્ડસઈન્ડ બેંક, બીપીસીએલ, ટેક મહિન્દ્રા, એચયૂએલ, ભારતી એરટેલ, જેએસડબલ્યુ સ્ટીલ, એસબીઆઈ લાઈફ, બજાજ ફિનસર્વ, એસબીઆઈ, નેસ્લે, એનટીપીસી, એમએન્ડએમ, ઈન્ફોસિસ, એચડીએફસી બેંક, યૂપીએલનો સમાવેશ થાય છે. બીજી બાજુ, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, એશિયન પેઈન્ટ્સ, અદાણી પોર્ટ્સ, એચડીએફસી લાઈફ, ટીસીએસ, એલટીઆઈમાઈન્ડટ્રી, હીરો મોટોકોર્પ, બજાજ ફાઈનાન્સમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો મેટલ, એનર્જી, એફએમસીજી, પીએસઈ, પીએસયૂ બેંક, આઈટી ઈન્ડેક્સમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 3 ટકા ઉછળ્યો હતો. જેના ઘટકોમાં નાલ્કોમાં 7 ટકાની તેજી જોવા મળી હતી. આ ઉપરાંત, સેઈલ, એનએમડીસી, હિંદાલ્કો, વેદાંત, તાતા સ્ટીલ, મોઈલ, જેએસડબલ્યુ સ્ટીલ, કોલ ઈન્ડિયા, જિંદાલ સ્ટીલ, અદાણી એન્ટરપ્રાઈઝ, હિંદુસ્તાન ઝીંકમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ પણ 3.2 ટકા ઉછાળો દર્શાવતો હતો. જેના ઘટકોમાં આરઈસી 7.5 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત નાલ્કો, પાવર ફાઈનાન્સ, એનએચપીસી, સેઈલ, ગેઈલ, એનએમડીસી, આઈઆરસીટીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, ભેલ, આઈઓસી, બીપીસીએલ, એચપીસીએલ અને એનટીપીસીમં પણ મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી એફએમસીજી 1.61 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં કોલગેટ 3.3 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ગોદરેજ કન્ઝ્યૂમર, એચયૂએલ, ડાબર ઈન્ડિયા, નેસ્લે, યુનાઈટેડ બ્રૂઅરિઝ, બ્રિટાનિયા, મેરિકો, પીએન્ડજી, તાતા કન્ઝ્યૂમર, આઈટીસી, જ્યુબિલિઅન્ટ ફૂડમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી પીએસયૂ બેંક 2 ટકા મજબૂતી દર્શાવતો હતો. જેના ઘટકોમાં આઈઓબી, બેંક ઓફ મહારાષ્ટ્ર, પંજાબ એન્ડ સિઁધ બેંક, સેન્ટ્રલ બેંક, પીએનબી, બેંક ઓફ બરોડા, યૂકો બેંક, જેકે બેંક, એસબીઆઈ, યુનિયન બેંક, બેંક ઓફ ઈન્ડિયામાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 1.4 ટકા મજબૂતી સાથે સર્વોચ્ચ ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ડો. રેડ્ડીઝ લેબ્સ, આલ્કેમ લેબ, ઝાયડસ લાઈફ, ઓરોબિંદો ફાર્મા, ડિવિઝ લેબ્સ, બાયોકોન, લ્યુપિન, સિપ્લા, ટોરેન્ટ ફાર્મા, સન ફાર્મામાં મજબૂતી જોવા મળતી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો આરઈસી 8 ટકા સાથે સૌથી મજબૂત જોવા મળતો હતો. આ ઉપરાંત, નાલ્કો, ઝી એન્ટરટેઈનમેન્ટ, પાવર ફાઈનાન્સ, ઈન્ડુસ ટાવર્સ, હિંદ કોપર, સેઈલ, આદિત્ય બિરલા ફેશન, ચંબલ ફર્ટિલાઈઝર્સ, જેકે સિમેન્ટ, ગેઈલ, એનએમડીસી, પોલીકેબ, હિંદાલ્કો, એમસીએક્સ ઈન્ડિયા, વેદાંત, અતુલ, ડો. રેડ્ડીઝ લેબ્સમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, ઓબેરોય રિઅલ્ટી વધુ 5 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, ડેલ્ટા કોર્પ, એશિયન પેઈન્ટ્સ, પીવીઆર આઈનોક્સ, બોશ, અદાણી પોર્ટ્સ, એમઆરએફ, એબીબી ઈન્ડિયા, એચડીએફસી લાઈફમાં નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં એચએફસીએલ, આઈએફબી ઈન્ડસ્ટ્રીઝ, મોતીલાલ ઓસ્વાલ, આઈડીબીઆઈ બેંક, બોરોસીલ રિન્યૂ, ઈન્ડૂસ ટાવર્સ, સ્ટર્લિંગ વિલ્સન, એઆઈએ એન્જીનીયરીંગ, કમિન્સ ઈન્ડિયા, એલેમ્બિક ફાર્મા, પાવર ગ્રીડ કોર્પોરેશન, ઝાયડસ લાઈફ, ગુજરાત ગેસ, ભારતી એરટેલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ વેદાંત ફેશન્સ, નવીન ફ્લોરિન, એચડીએફસી બેંક, વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું.
IOCનો નેટ પ્રોફિટ ઉછળીને રૂ. 8063 કરોડ પર પહોંચ્યો
કંપની વાર્ષિક ધોરણે સૌથી ઊંચી અર્નિંગ દર્શાવવાના માર્ગે
પીએસયૂ ઓઈલ માર્કેટિંગ લીડર ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 8063 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 448 કરોડના નફાની સરખામણીમાં તીવ્ર વૃદ્ધિ સૂચવે છે. કંપની ચાલુ નાણા વર્ષ દરમિયાન શ્રેષ્ઠ નફો નોંધાવે તેવી શક્યતાં ઊભી થઈ છે. કંપનીના માર્કેટિંગ માર્જિન્સમાં વૃદ્ધિ પાછળ કામગીરી સારી જોવા મળી છે. ત્રિમાસિક ધોરણે કંપનીનો નફો જોકે ઘટ્યો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આઈઓસીએ રૂ. 12,967 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. ક્રૂડના ભાવમાં ઘટાડા છતાં રિટેલ ભાવમાં ઘટાડો નહિ કરાતાં કંપનીના અર્નિંગ્સમાં વૃદ્ધિ જોવા મળી હતી.
ટેક મહિન્દ્રાનો નફામાં 60 ટકા ઘટાડો નોંધાયો
કંપનીએ ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1297 કરોડના નેટ પ્રોફિટ સામે રૂ. 510 કરોડનો પ્રોફિટ દર્શાવ્યો
દેશમાં પાંચમા ક્રમની આઈટી કંપની ટેક મહિન્દ્રાએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 510.4 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 1297 કરોડના નેટ પ્રોફિટ સામે 60 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 494 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. કંપનીની કામકાજી આવક પણ 4.6 ટકા ઘટાડે રૂ. 13,101 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 13,734 કરોડ પર હતી. કંપનીના એબિટામાં ઘટાડાનું કારણ માર્જિનમાં ઘટાડો હતું. કંપનીના માર્જિન વાર્ષિક ધોરણે 12 ટકા પરથી ઘટી 5.4 ટકા પર જોવા મળ્યાં હતાં.
કેનેરા બેંકનો નફો 27 ટકા ઉછળી રૂ. 3656 કરોડ રહ્યો
પીએસયૂ બેંક એવી કેનેરા બેંકે ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 3656 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 27 ટકા વૃદ્ધિ સૂચવે છે. બેંકના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 3.03 ટકા પર રહ્યાં હતાં. જે વર્ષ અગાઉ સમાનગાળામાં 3.05 ટકા પર હતાં. જ્યારે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 3.03 ટકા પર હતાં. બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 9.5 ટકા ઉછળી રૂ. 9417 કરોડ પર નોંધાઈ હતી. જ્યારે અન્ય આવક 7.75 ટકા ઉછળી રૂ. 4295 કરોડ પર રહી હતી. જ્યારે ઈન્વેસ્ટમેન્ટ્સના વેચાણમાંથી નફો ગયા વર્ષના રૂ. 386 કરોડ પરથી ઘટી રૂ. 310 કરોડ પર રહ્યો હતો. બેંકનો કોસ્ટ-ટુ-ઈન્કમ રેશિયો 50.37 ટકા પર રહ્યો હતો. જે વર્ષ અગાઉ 44.77 ટકા પર જોવા મળતો હતો. બેંકનો સ્થાનિક લોન ગ્રોથ 12.56 ટકા જોવા મળ્યો હતો. જેમં રિટેલ, એગ્રીકલ્ચર અને એમએસએમઈનો નોંધપાત્ર હિસ્સો હતો. બેંકની રિટેલ ક્રેડિટ 12.14 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી. જ્યારે કોર્પોરેટ ક્રેડિમાં 8.26 ટકાનો વધારો નોંધાયો હતો. બેંકની સ્થાનિક ડિપોઝીટ્સ 8.07 ટકા ઉછળી રૂ. 11.67 લાખ કરોડ પર રહી હતી.
બજાજ ઓટોનો નેટ પ્રોફિટ 38 ટકા ઉછળી રૂ. 2033 કરોડે જોવા મળ્યો
ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 12,165 કરોડ પર નોંધાઈ
ટુ-વ્હીલર્સ ઉત્પાદક બજાજ ઓટોએ ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 2033 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 38 ટકા વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીનો નફો રૂ. 1473 કરોડ પર જોવા મળતો હતો. કંપનીની કામકાજી આવક રૂ. 12,165.33 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 9319 કરોડ પર હતી. કંપનીનો કુલ ખર્ચ પણ નોંધપાત્ર વૃદ્ધિ સૂચવતો હતો. ડિસેમ્બર, 2022માં રૂ. 7645 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે કંપનીનો ખર્ચ સમાનગાળામ્ રૂ. 9855.44 કરોડ પર રહ્યો હતો.
TVS મોટરનો નેટ પ્રોફિટ 68 ટકા ઉછળી રૂ. 593 કરોડ પર જોવા મળ્યો
વર્ષ અગાઉ સમાનગાળામાં કંપનીનો નફો રૂ. 352 કરોડ પર હતો
દેશમાં ત્રીજા ક્રમની ટુ-વ્હીલર કંપની ટીવીએસ મોટરે ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 593 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 352 કરોડના નેટ પ્રોફિટની સરખામણીમાં 68 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની કુલ કામકાજી આવક પણ 26 ટકા વધી રૂ. 8245 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 6545 કરોડ પર હતી. ટીવીએસ મોટરનો શેર રૂ. 2004ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. જે અગાઉના બંધ કરતાં એક ટકા વૃદ્ધિ દર્શાવતો હતો.