Market Summary 24/05/2024

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

નિફ્ટી ઈન્ટ્રા-ડે 23000 પાર કરી ફ્લેટ બંધ રહ્યો
વૈશ્વિક બજારોમાં નરમાઈ વચ્ચે ભારતીય બજારમાં સ્થિરતા
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.5 ટકા ઉછળી 21.71ના સ્તરે બંધ
બ્રોડ માર્કેટમાં વેચવાલીનું દબાણ
પીએસઈ, ઓટો, બેંકિંગ, એનર્જીમાં મજબૂતી
આઈટી, એફએમસીજી, ફાર્માં, મેટલ, રિઅલ્ટીમાં નરમાઈ
ફિનોલેક્સ કેબલ્સ, આઈનોક્સ વિન્ડ, અમર રાજા બેટરીઝ, ભારત ડાયનેમિક્સ નવી ટોચે
વૈશ્વિક શેરબજારોમાં સાર્વત્રિક નરમાઈ વચ્ચે ભારતીય બજાર ઈન્ટ્રા-ડે નવી ટોચ બનાવી ફ્લેટ બંધ દર્શાવતું હતું. બીએસઈ સેન્સેક્સ 8 પોઈન્ટ્સના સાધારણ ઘટાડા સાથે 75410ની સપાટીએ જ્યારે નિફ્ટી 11 પોઈન્ટ્સ ઘસાઈ 22957ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં વેચવાલી વચ્ચે બ્રેડ્થ નરમ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3945 ટ્રેડેડ કાઉન્ટર્સ વચ્ચે 2159 નેગેટિવ બંધ સૂચવતાં હતાં.જ્યારે 1689 પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. 215 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 33 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.5 ટકા ઉછળી 21.71ના સ્તરે બંધ રહ્યો હતો.
સપ્તાહના આખરી સત્રમાં ભારતીય બજારમાં કામકાજની નેગેટિવ શરૂઆત જોવા મળી હતી. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 22968ના બંધ સામે 22931ની સપાટી પર ખૂલી ઉપરમાં 23026ની ટોચ દર્શાવી સાધારણ નેગેટિવ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 57 પોઈન્ટ્સ પ્રિમિયમ સાથે 23015ની સપાટીએ બંધ રહ્યો હતો. બેન્ચમાર્ક આગામી સપ્તાહે તેની આગેકૂચ જાળવી શકે છે. લોંગ ટ્રેડર્સે તેમની પોઝીશન માટે 22550નો સ્ટોપલોસ જાળવવાનો રહેશે.
શુક્રવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં એચડીએફસી બેંક, લાર્સન, ભારતી એરટેલ, બીપીસીએલ, એક્સિસ બેંક, કોલ ઈન્ડિયા, એનટીપીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈશર મોટર્સ, મારુતિ સુઝુકી, ડિવીઝ લેબ્સ, એલટીઆઈમાઈન્ડટ્રી, બજાજ ફાઈનાન્સ, બજાજ ફાઈનાન્સનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, અદાણી પોર્ટ્સ, તાતા કન્ઝ્યૂમર, ટેક મહિન્દ્રા, આઈટીસી, ટાઈટન કંપની, ટીસીએસ, એમએન્ડએમ, એશિયન પેઈન્ટ્સ, એપોલો હોસ્પિટસ, જેએસડબલ્યુ સ્ટીલ, બ્રિટાનિયા, એસબીઆઈ લાઈફ, એચસીએલ ટેક, સન ફાર્મા નરમાઈ સૂચવતાં હતાં.
સેક્ટરલ પર્ફોર્મન્સ પર નજર નાખીએ તો પીએસઈ, ઓટો, બેંકિંગ, એનર્જીમાં મજબૂતી જોવા મળતી હતી. જ્યારે આઈટી, એફએમસીજી, ફાર્માં, મેટલ, રિઅલ્ટી નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી પીએસઈ 1.2 ટકા ઉછળી સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં પાવર ફાઈનાન્સ, હિંદુસ્તાન એરોનોટિક્સ, આરઈસી, ભારત ઈલે., ગેઈલ, એચપીસીએલ, ઓઈલ ઈન્ડિયા, નાલ્કો, બીપીસીએલ, કોલ ઈન્ડિયા, એનટીપીસી અને એનએમડીસીમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી બેંક 0.4 ટકા પોઝીટીવ બંધ સૂચવતો હતો. બીજી બાજુ, નિફ્ટી આઈટી 0.6 ટકા ઘટ્યો હતો. જ્યારે નિફ્ટી એફએમસીજી પણ 0.8 ટકા નરમાઈ દર્શાવતો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો વોડાફોન આઈડિયા, ભારત ફોર્જ, પાવર ફાઈનાન્સ, હિંદુસ્તાન એરોનોટીક્સ, આદિત્ય બિરલા, આરઈસી, ભારત ઈલે., બલરામપુર ચીની, ટીવીએસ મોટર, ચંબલ ફર્ટિ., એક્સાઈડ ઈન્ડ., ઝી એન્ટરટેઈનમેન્ટ, મધરસન, એસ્ટ્રાલ, હેવેલ્સમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, ઈન્ટરગ્લોબ એવિએશન, ટોરેન્ટ ફાર્મા, ગોદરેજ પ્રોપર્ટીઝ, લૌરસ લેબ્સ, વેદાંત, સિન્જિન ઈન્ટર., અદાણી પોર્ટ્સ, જ્યુબિલિઅન્ટ ફૂડ, અંબુજા સિમેન્ટ્સ, તાતા કન્ઝ્યૂમર્સ, ઈન્ફો એજમાં નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં ફિનોલેક્સ કેબલ્સ, આઈનોક્સ વિન્ડ, અમર રાજા બેટરીઝ, ભારત ડાયનેમિક્સ, ટીમકેન, ભારત ફોર્જ, પાર ફાઈનાન્સ, ફિનોલેક્સ ઈન્ડ., એચએએલ, સેન્ચૂરી, આદિત્ય બિરલા ફેશનનો સમાવેશ થતો હતો.


હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા ભારતનો સૌથી મોટો IPO લાવે તેવી શક્યતાં
કંપની બજારમાંથી 2.5 અબજ ડોલરથી 3 અબજ ડોલર ઊભા કરી શકે
અગાઉ એલઆઈસીએ માર્કેટમાંથી રૂ. 22000 કરોડ મેળવ્યાં હતાં
દક્ષિણ કોરિયન કંપની હ્યુન્દાઈ મોટર કંપનીએ તેની ભારતીય પાંખ હ્યુન્દાઈ મોટર ઈન્ડિયાના આઈપીઓ માટે કોટક મહિન્દ્રા કેપિટલ અને મોર્ગન સ્ટેનલીની ઈન્વેસ્ટમેન્ટ બેંક્સ તરીકે નિમણૂંક કરી છે. કંપની સ્થાનિક બજારમાં હ્યુન્દાઈ ઈન્ડિયાનું લિસ્ટીંગ કરાવશે તેમ જાણકારોનું કહેવું છે. કંપની માર્કેટમાંથી 2.5 અબજ ડોલરથી 3 અબજ ડોલર ઊભા કરે તેવી શક્યતાં હોવાનું તેઓ વ્યક્ત કરે છે. જે ભારતીય મૂડી બજારમાં સૌથી મોટી શેરવેચાણ ઓફર બની શકે છે. અગાઉ સરકારી કંપની એલઆઈસીએ મે, 2022માં સૌથી મોટો આઈપીઓ કર્યો હતો. જે મારફતે તેણે રૂ. 22000 કરોડ ઊભા કર્યાં હતાં.
અગાઉ સિટિ બેંક, જેપી મોર્ગન અને એચએસબીસી સિક્યૂરિટીઝ હાઈ-પ્રોફાઈલ ડિલમાં સક્રિય હતાં. આઈપીઓના વેલ્યૂએશનને આધારે તે દેશનો સૌથી મોટો આઈપીઓ છે કે નહિ તે નિર્ધારિત થશે એમ વર્તુળોનું કહેવું છે. મે 2022માં એલઆઈસીએ 2.7 અબજ ડોલર ઊભા કરી સૌથી મોટો આઈપીઓ કર્યો હતો.
જાણકારના જણાવ્યા મુજબ કોટક મહિન્દ્રા કેપિટલ અને મોર્ગન સ્ટેનલીને તાજેતરમાં કંપનીના બોર્ડમં લેવાલમાં આવ્યાં છે. આમ કરવાનો હેતુ ડીઆરએચપી ફાઈલ કરવાનો છે. કંપની જૂન કે જુલાઈની આખર સુધીમાં સેબીમાં ડીઆરએચપી ફાઈલ કરી શકે છે. હ્યુન્દાઈ ઈન્ડિયાનું સફળ લિસ્ટીંગ અન્ય બહુરાષ્ટ્રીય કંપનીઓને પણ ભારતીય શેરબજારમાં આઈપીઓ માટે પ્રેરી શકે છે.
એક વર્તુળના મતે હ્યુન્દાઈ મોટર ઈન્ડિયા 20 અબજ ડોલરના વેલ્યૂએશનની અપેક્ષા રાખી રહી છે. જોકે, હજુ આ શરૂઆતી દિવસો છે અને તેથી તેમાં ફેરફાર સંભવ છે એમ તેઓ ઉમેરે છે. અગાઉ એક માધ્યમના અહેવાલમાં કંપની 22 અબજ ડોલરથી 30 અબજ ડોલરના વેલ્યૂએશનની અપેક્ષા રાખી રહી હોવાનું જાણવા મળતું હતું.



જગુઆર લેન્ડ રોવર હવે રેંજ રોવરનું ભારતમાં ઉત્પાદન કરશે
સ્થાનિક સ્તરે ઉત્પાદન પાછળ ભાવમાં 20 ટકા ઘટાડાની શક્યતાં
અત્યાર સુધી આઈકોનિક કારનું ઉત્પાદન માત્ર જેએલઆરના યૂકે પ્લાન્ટ ખાતે કરવામાં આવતું હતું

તાતા મોટર્સની માલિકીની જગુઆર લેન્ડ રોવરે તેની આઈકોનિક રેંજ રોવરનું ભારતમાં ઉત્પાદન કરવાની જાહેરાત કરી છે. કંપની તેના પૂણે સ્થિત પ્લાન્ટ ખાતે આમ કરશે. આ સાથે કંપની પ્રથમવાર લેન્ડ રોવરનું યૂકે બહાર ઉત્પાદન કરશે.
અત્યાર સુધી રેંજ રોવરના તમામ મોડેલ્સનું જેએલઆરના યૂકે સ્થિત પ્લાન્ટમાં જ ઉત્પાદન થતું હતું અને તેને વિશ્વભરમાં નિકાસ કરવામાં આવતી હતી. ભારતમાં એસેમ્બલ્ડ રેંજ રોવર્સનું મૂલ્ય 18-22 ટકા જેટલું નોંધપાત્ર નીચું જોવા મળશે. તે રૂ. 1.4 કરોડથી રૂ. 2.6 કરોડની રેંજમાં હશે. રેંજ રોવર સ્પોર્ટ ચાલુ વર્ષના ઓગસ્ટ સુધીમાં વહેલામાં વહેલી પ્રાપ્ય બને તેવી શક્યતાં છે.
તાતા જૂથના ચેરમેન એન ચંદ્રશેખરના મતે રેંજ રોવરનું ભારતમાં મેન્યૂફેક્ચરિંગ દેશમાં જેએલઆરનો વિશ્વાસ સૂચવે છે. તેમના મતે ભારતમાં રેંજ રોવરનું ઉત્પાદન થશે એ બાબત એક વિશેષ લાગણી આપે છે. આ એક ખાસ ક્ષણ છે અને તે ગર્વની બાબત છે.


જીઓ ફાઈનાન્સિયલ રિલાયન્સ રિટેલ સાથે રૂ. 36 હજાર કરોડનું ડિલ કરશે
પ્રસ્તાવિત ડિલ હેઠળ જીઓ લિઝીંગ સર્વિસિઝ રાઉટર્સ અને સેલ ફોન્સની ખરીદી કરશે
મુકેશ અંબાણી જૂથની જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝ(જેએફએસ) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની રિટેલ પાંખ રિલાયન્સ રિટેલ પાસેથી રૂ. 36000 કરોડના ઈક્વિપમેન્ટ ખરીદવા માટે શેરધારકોની મંજૂરી ઈચ્છી રહી છે. કંપની આમ કરીને ડિવાઈઝ લિઝીંગ બિઝનેસમાં પ્રવેશવા વિચારી રહી છે એમ પોસ્ટલ બેલટ નોટિસ જણાવે છે.
પ્રસ્તાવિત ડિલ હેઠળ જેએફએસનું યુનિટ જિઓ લિઝીંગ સર્વિસિઝ રાઉટર્સ અને સેલ ફોન્સ સહિતના ટેલિકોમ ઈક્વિપમેન્ટની ખરીદી કરશે. જીઓ ફાઈનાન્સિયલની રચના રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી અલગ કંપની તરીકે કરવામાં આવી હતી. જેનું ઓગસ્ટ, 2023માં લિસ્ટીંગ કરાવાયું હતું. ગયા વર્ષે જીઓ ફાઈનાન્સિયલે જણાવ્યું હતું કે તે જીઓ ઈન્ફોકોમના એરફાઈબર વાઈફાઈ સર્વિસિઝ, ફોન્સ અને લેપટોપ્સ સહિતની પ્રોડક્ટ્સનું લિઝીંગ કરશે. કંપની રિલાયન્સ જીઓ ઈન્ફોકોમના ગ્રાહકોને આ ઈક્વિપમેન્ટ ભાડે આપશે.
આ પ્રસ્તાવને લઈ 22 જૂને વોટિંગ પૂર્ણ થશે. જ્યારે ડિલ નાણા વર્ષ 2025 અને 2026માં અમલી બને તેવી શક્યતાં છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage