Market Summary 24 August 2021

માર્કેટ સમરી

વૈશ્વિક બજારોમાં રિકવરી અને સ્થાનિકમાં શોર્ટ કવરિંગ પાછળ બેન્ચમાર્ક્સ નવી ટોચે

સેન્સેક્સે 403.19 પોઈન્ટ્સ સુધરી 55959નું જ્યારે નિફ્ટીએ 128.10 પોઈન્ટ્સના સુધારે 16624.60નું સર્વોચ્ચ બંધ દર્શાવ્યું

મેટલ ઈન્ડેક્સમાં 3 ટકાનો બાઉન્સ જોવાયો, બેંક નિફ્ટી, ઓટો અને ઓઈલ એન્ડ ગેસનો સપોર્ટ સાંપડ્યો

ભારતીયે શેરબજારે મંગળવારે એક નવું સીમાચિહ્ન દર્શાવ્યું હતું. બંને બેન્ચમાર્ક્સ, સેન્સેક્સ અને નિફ્ટીએ સર્વોચ્ચ બંધ નોંધાવ્યાં હતાં. જેમાં સેન્સેક્સ 403.19 પોઈન્ટ્સ અથવા 0.73 ટકા સુધરી 55958.98ના સ્તરે જ્યારે નિફ્ટી 128.10 પોઈન્ટ્સ અથવા 0.78 ટકાના સુધારે 16624.60ના સ્તરે બંધ રહ્યાં હતાં. જોકે ગયા સપ્તાહની ઈન્ટ્રા-ડે લેવલે જોવા મળેલી ટોચને તેઓ પાર કરી શક્યાં નહોતાં. માર્કેટમાં નોંધપાત્ર સમયબાદ બ્રોડ બેઝ બાઈંગ જોવા મળ્યું હતું. નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 2 ટકા જ્યારે મીડ-કેપ ઈન્ડેક્સ 1.5 ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં.

ચાલુ સપ્તાહે સતત બીજા સત્રમાં ભારતીય બજારે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. જેનું મુખ્ય કારણ યુએસ જેવા બજારનું સર્વોચ્ચ ટોચ પર બંધ રહેવા સાથે એશિયન બજારોમાં ટકેલો બાઉન્સ હતું. સોમવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 216 પોઈન્ટ્સના સુધારે 35336ની સર્વોચ્ચ સપાટી પર બંધ જોવા મળ્યો હતો. જ્યારે નાસ્ડેક પણ 228 પોઈન્ટ્સના સુધારે 14943ની ટોચ પર બંધ રહ્યો હતો. જેની પાછળ એશિયન બજારોમાં બીજા દિવસે સુધારો જળવાયો હતો. જાપાન, સિંગાપુર, હોંગ કોંગ, કોરિયા, તાઈવાન અને ચીન સહિતના બજારો 2 ટકાના સુધારો દર્શાવી રહ્યાં હતાં. જેને કારણે ભારતીય બજાર ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યાં બાદ નોંધપાત્ર સમય કોન્સોલિડેશનમાં રહ્યાં બાદ બંધ થતાં અગાઉ શોર્ટ કવરિંગ પાછળ ઉછળ્યું હતું. ચાલુ સપ્તાહ ઓગસ્ટ સિરિઝ એક્સપાયરીનું છે અને તેથી માર્કેટમાં વોલેટિલિટી અપેક્ષિત છે. માર્કેટ નિરીક્ષકોના મતે મંગળવારે બેંકિંગ શેર્સની આગેવાનીમાં સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી બેંક 1.7 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. બેંકિંગ કાઉન્ટર્સ લાંબા સમયથી બ્રોડ માર્કેટની સરખામણીમાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી રહ્યાં છે. બેંકિંગ સાથે ફાઈનાન્સિયલ સર્વિસ કંપનીઓના શેર્સમાં પણ ખરીદી જોવા મળી હતી. જ્યારે મેટલ શેર્સમાં ઊંચું બાઉન્સ જોવા મળ્યું હતું. જેની પાછળ નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 2.9 ટકાનો ઉછાળો દર્શાવતો હતો. ટેક્સ કલેક્શન્સમાં જોવા મળતી તીવ્ર વૃદ્ધિને કારણે મેટલ શેર્સમાં રોકાણકારો પરત ફર્યાં હતાં. ગયા સપ્તાહે મેટલ ઈન્ડેક્સ 8 ટકાથી વધુ ગગડ્યો હતો. મેટલ શેર્સમાં ટાટા સ્ટીલ ફરી રૂ. 1400ની સપાટી પાર કરી ગયો હતો. જ્યારે નાલ્કો 8 ટકા, એનએમડીસી 5.5 ટકા, વેદાંત 4.5 ટકા અને સેઈલ 3.5 ટકાનો સુધારો દર્શાવતાં હતાં.

નિફ્ટીમાં સુધારો દર્શાવનારા ટોચના કાઉન્ટર્સમાં બજાજ ફિનસર્વ, અદાણી પોર્ટ્સ, બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટીલ અને હિંદાલ્કો હતાં. જ્યારે બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી, ઈન્ફોસિસ, એશિયન પેઈન્ટ્સ અને નેસ્લે સૌથી વધુ ઘટીને બંધ જોવા મળ્યાં હતાં. સેક્ટરલ સૂચકાંકોમાં આઈટી અને એફએમસીજી સિવાય અન્ય તમામ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. આઈટી અને એફએમસીજી શેર્સમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. એક નોંધપાત્ર બાબતમાં છેલ્લા દોઢ મહિનાથી ઘસાતાં રહેતાં મીડ અને સ્મોલ-કેપ શેર્સમાં નીચા સ્તરે સ્માર્ટ બાઈંગ જોવા મળ્યું હતું. માર્કેટ ખૂલતામાં નીચલી સર્કિટમાં જોવા મળતાં ઘણા કાઉન્ટર્સ બંધ થતાં સુધીમાં ઉપલી સર્કિટમાં બંધ રહ્યાં હતાં. જે સૂચવે છે કે પંટર્સે માર્કેટમાં બાર્ગેન હંટીંગનો લાભ લીધો હતો. તેની પાછળ નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 193 પોઈન્ટ્સ જ્યારે નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 384 પોઈન્ટ્સનો ઉછાળો દર્શાવતાં હતાં. બીએસઈ ખાતે 3298 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2115 સુધારા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે 1073 શેર્સ તેમના અગાઉના બંધ સામે નરમાઈ સૂચવતાં હતાં. 139 કાઉન્ટર્સે તેમની 52-સપ્તાહની ટોચ દર્શાવી હતી. જ્યારે 308 કાઉન્ટર્સ ઉપલી સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટી 16700-16750ના ઝોન તરફ આગળ વધી રહ્યો છે. જ્યાં તેને

 

IT કાઉન્ટર્સે 2021માં 463 ટકા સુધીનું તગડું રિટર્ન દર્શાવ્યું

છેલ્લાં એક સપ્તાહમાં લાર્જ-કેપ્સ સહિત મીડ-કેપ્સ કંપનીઓના શેર્સે દર્શાવેલી સર્વોચ્ચ ટોચ

આઈટી કંપનીઓમાં ઝંઝાવાતી તેજી જોવા મળી રહી છે. છેલ્લાં સપ્તાહમાં શેરબજાર પર લિસ્ટેડ મોટાભાગની લાર્જ-કેપ્સ અને મીડ-કેપ્સ કંપનીઓએ તેમની સર્વોચ્ચ સપાટી દર્શાવી છે. જેમાં ટીસીએસ, ઈન્ફોસિસ, એચસીએલ ટેકથી લઈ માઈન્ડટ્રી, એલએન્ડટી ઈન્ફોટેક અને કોફોર્જ જેવા કાઉન્ટર્સનો સમાવેશ થાય છે. કેલેન્ડર 2021માં આઈટી કંપનીઓએ બ્રોડ માર્કેટની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવવા સાથે 463 ટકા સુધીનું તોતિંગ રિટર્ન દર્શાવ્યું છે. જ્યારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સે મંગળવારે 34263ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જે 41 ટકાથી વધુનો સુધારો સૂચવે છે.

મંગળવારે ઈન્ફોસિસ, એચસીએલ ટેક્નોલોજી, ટેક મહિન્દ્રા, માઈન્ડટ્રી, એલએન્ડટી ઈન્ફોટેક સહિતના આઈટી શેર્સે તેમની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જ્યારે છેલ્લા કેટલાંક સત્રોમાં ટીસીએસ, એમ્ફેસિસ, કોફોર્જ સહિતના આઈટી શેર્સે તેમની ટોચ નોંધાવી હતી. જાન્યુઆરીમાં કેલેન્ડરની શરૂઆતથી અત્યાર સુધીમાં લગભગ 14 જેટલા આઈટી કાઉન્ટર્સે 100 ટકાથી લઈ 463 ટકા સુધીનું રિટર્ન દર્શાવ્યું છે. જેમાં માઈન્ડટ્રી, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, માસ્ટેક, ટાટા એલેક્સિ, નેલ્કો, હેપ્પીએસ્ટ માઈન્ડ્સ, બ્રાઈટકોમ ગ્રૂપ અને મેજેસ્કોનો સમાવેશ થાય છે. એનાલિસ્ટ્સના મતે આઈટી કંપનીઓમાં મજબૂત મોમેન્ટનું કારણ કંપનીઓના સસ્ટેનેબલ માર્જિન ઉપરાંત પાઈપલાઈનમાં મોટા ડિલ્સ છે. ઉપરાંત મોટી ડીલ સાઈઝ તથા કંપનીઓ દ્વારા ક્લાઉડ માઈગ્રેશન અને ડિજિટલ ટેક્નોલોજી પર ઊંચા ખર્ચને કારણે ભારતીય આઈટી કંપનીઓનો ગ્રોથ જળવાય રહેવાની શક્યતા છે. કંપનીઓએ છેલ્લાં બે ક્વાર્ટર્સ દરમિયાન તેમની ઓર્ડર બુક્સમાં તંદુરસ્ત વૃદ્ધિ દર્શાવી છે. વૈશ્વિક સાથે સ્થાનિક સ્તરે પણ ટેક્નોલોજી ખર્ચમાં તથા માગમાં ઝડપી વૃદ્ધિ નોંધાઈ છે. બીજી બાજુ સ્થાનિક આઈટી કંપનીઓ ખર્ચ પર સારો અંકુશ જાળવ્યો છે. જેને કારણે અપેક્ષાથી સારા અર્નિંગ્સ દર્શાવી શકી છે. જૂન ક્વાર્ટરના પરિણામોની રજૂઆત વખતે મેનેજમેન્ટે રજૂ કરેલા આશાવાદી આઉટલૂકને કારણે રોકાણકારોના વિશ્વાસમાં મજબૂતી જોવા મળી છે. આમાં પણ લાર્જ-કેપ્સની સરખામણીમાં મીડ-કેપ્સ કંપનીઓ બમણી દરથી વૃદ્ધિ દર્શાવી રહી છે. જેમકે ક્વાર્ટર દરમિયાન ટાયર-વન કંપનીઓ 5.2 ટકાના દરે વધી છે. જ્યારે ટાયર-ટુ કંપનીઓ 8.2 ટકાના દરે વધી છે. વિપ્રો અને કોફોર્જ જેવી કંપનીઓએ ખૂબ જ રોબસ્ટ પરિણામો રજૂ કર્યાં હતાં. જેની પાછળ

2021માં આઈટી કંપનીઓનો દેખાવ

કંપની          શેરમાં વૃદ્ધિ(ટકામાં)

મેજેસ્કો લિ              463

બ્રાઈટ કો ગ્રૂપ          341

હેપ્પીએસ્ટ માઈન્ડ્સ    313

નેલ્કો લિ.               177

હિંદુજા ગ્લોબલ         162

ટાટા એલેક્સિ           158

ઈક્લર્ક્સ સર્વિસિઝ       155

ડેટામેટીક્સ ગ્લોબલ     139

કેપીઆઈટી ટેક્નોલોજિસ        135

માસ્ટેક લિ.             128

 

ઇન્ફોસિસ 100 બિલિયન ડોલરની ક્લબમાં સામેલ થઈ

 

ભારતની બીજા ક્રમની સૌથી મોટી આઇટી કંપની ઇન્ફોસિસનું માર્કેટકેપ મંગળવારે રૂ. 7.45 લાખ કરોડ (100 બિલિયન ડોલર)ને વટાવી ગયું હતું. 100 બિલિયન ડોલરની ક્લબમાં સામેલ થનાર ઇન્ફોસિસ ચોથી ભારતીય કંપની બની છે. હાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ) અને એચડીએફસી બેન્ક 100 બિલિયન ડોલરથી વધુ માર્કેટકેપ ધરાવે છે, એમ શેરબજારના ડેટામાં જણાવ્યું હતું. બીએસઇ ખાતેમંગળવારે ઇન્ફોસિસનો શેર આશરે એક ટકા ઉછળીને રૂ. 1755.60ના સ્તરે ટ્રેડ થતો હતો. ચાલુ વર્ષે અત્યાર સુધી ઇન્ફોસિસના શેરમાં આશરે 40 ટકા તેજી આવી છે. જેની સમાનગાળામાં સેન્સેક્સમાં 16.5 ટકા સુધારો થયો છે.
કોરોના મહામારીને કારણે ડિજિટલાઇઝેશન અને ક્લાઉડ કમ્પ્યુટીંગની માગમાં વધારાને પગલે રોકાણકારો ઇન્ફોસિસના શેર તરફ આકર્ષાયા છે. એનાલિસ્ટ્સના જણાવ્યા અનુસારા કોરોના કારણે આઇટી કંપનીઓના બિઝનેસને વેગ મળ્યો છે. ચાલુ વર્ષે નિફ્ટી આઇટી ઇન્ડેક્સમાં 41.28 ટકાનો ઉછાળો આવ્યો છે.

 

બજાજ જૂથની એનબીએફસી કંપનીઓ નવી ટોચ પર

બજાજ જૂથની બે લિસ્ટેડ કંપનીઓ બજાજ ફિનસર્વ અને બજાજ ફાઈનાન્સે તેમની આગેકૂચ જારી રાખતાં નવી ટોચ દર્શાવી છે. બજાજ ફિનસર્વને એસેટ મેનેજમેન્ટ બિઝનેસ માટે મંજૂરી મળતાં કંપનીનો શેર બુધવારે 8 ટકા અથવા રૂ. 1207 ઉછળી રૂ. 16475ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. જે સ્તરે તેનું માર્કેટ-કેપ રૂ. 2.62 લાખ કરોડ થતું હતું. કંપનીએ દિવસ દરમિયાન રૂ. 16475ની ટોચ દર્શાવી હતી. બજાજ ફાઈનાન્સનો શેર પ્રથમવાર રૂ. 7047ની ટોચ પર ટ્રેડ થયા બાદ 3.33 ટકાના સુધારે રૂ. 6979ના સ્તરે બંધ રહ્યો હતો. જેનું એમ-કેપ રૂ. 4.21 લાખ કરોડ જોવા મળ્યું હતું અને તે નિફ્ટીની સાતમા કંપની સૌથી ઊંચું માર્કેટ-કેપ ધરાવતી કંપની બની હતી.

ગોલ્ડ-ક્રૂડમાં જળવાયેલો સુધારો

વૈશ્વિક બજારમાં મક્કમ અન્ડરટોન વચ્ચે સ્થાનિક બજારમાં પણ ગોલ્ડ-સિલ્વર સહિત ક્રૂડમાં મજબૂતી જળવાય હતી. કોમેક્સ ખાતે ગોલ્ડ 1800 ડોલરના સ્તર પર ટક્યું હતું. જેની પાછળ એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 10ના સુધારે રૂ. 47670ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ચાંદી વાયદો રૂ. 300ના સુધારે રૂ. 63225 પર ટ્રેડ થતો જોવા મળતો હતો. ક્રૂડના ભાવ એક ટકાથી વધુ મજબૂતી દર્શાવી રહ્યાં હતા અને સપ્ટેમ્બર ક્રૂડ વાયદો રૂ. 60ના સુધારે રૂ. 4947 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બેઝ મેટલ્સમાં પણ પોણો ટકા સુધીનો સુધારો જોવા મળતો હતો. જોકે નચરલ ગેસ અને કોટનમાં નરમાઈ હતી.

 

 

 

 

 

સરકાર LICમાં સીધા વિદેશી રોકાણ માટે કરી રહેલી વિચારણા

મેગા આઈપીઓ માટે જઈ રહેલી કંપનીમાં કોઈએક વિદેશી રોકાણકારને મોટો હિસ્સો આપવાની યોજના

કેન્દ્ર સરકારે લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશનમાં સીધા વિદેશી રોકાણને છૂટ આપવા માટે વિચારણા ચલાવી રહી છે. જે મેગા આઈપીઓ માટે જઈ રહેલી કંપનીમાં કોઈએક વિદેશી રોકાણકારને મોટો હિસ્સો ખરીદવા માટે સક્ષમ બનાવશે એમ આ બાબત સાથે નજીકથી જોડાયેલા અધિકારી જણાવે છે.

તેઓ જણાવે છે કે કોઈપણ પ્રકારનું વ્યૂહાત્મક રોકાણ એક મર્યાદા ધરાવતું હતું. જોકે તે મર્યાદા કેટલી હશે તે અંગે કોઈ સ્પષ્ટતા હજુ સુધી નથી કરાઈ. ચાલુ સપ્તાહની શરૂઆતમાં મળેલી બેઠકમાં ભાગ લેનારાઓના જણાવ્યા મુજબ જાહેર ક્ષેત્રની બેંક્સમાં 20 ટકા એફડીઆઈ મર્યાદાની નોંધ લેવામાં આવી હતી. એલઆઈસીમાં એફડીઆઈની છૂટ કહેવાતા સ્ટ્રેટેજીક રોકાણકારોને દેશની સૌથી મોટી પ્રાઈમરી માર્કેટ ઓફરમાં ભાગ લેવાની છૂટ આપશે. આવા વિદેશી ભાગીદારમાં તોતિંગ પેન્શન ફંડ્સ અથવા તો ઈન્શ્યોરન્સ કંપનીઓનો સમાવેશ થતો હશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની વ્યાખ્યા પ્રમાણે કોઈ વિદેશી વ્યક્તિ અથવા કંપનીએ સ્થાનિક કંપનીમાં 10 ટકા કરતાં વધુ હિસ્સાની કરેલી ખરીદીને એફડીઆઈ કહેવામાં આવે છે. એલઆઈસીના આઈપીઓની ગોઠવણ કરી રહેલાં બેંકર્સે ગુરુવારે સરકાર સમક્ષ આ માટે એક પ્રેઝન્ટેશનનું આયોજન પણ કર્યું છે. કેન્દ્ર સરકાર તેની પાસેના એલઆઈસીના 100 ટકા હિસ્સામાંથી કેટલાક હિસ્સાનું વેચાણ કરી માર્ચ 2022 સુધીમાં બજેટ ખાધને ઘટાડી 6.8 ટકા કરવા માગે છે. કંપનીના એસેટ અન્ડર મેનેજમેન્ટને જોતાં લિસ્ટીંગ પર એલઆઈસીનું વેલ્યૂએશન 261 અબજ ડોલર જેટલું ઊંચું હોય શકે છે. દેશમાં મોટાભાગની વીમા કંપનીઓમાં 74 ટકા સુધીના એફડીઆઈને મંજૂરી આપવામાં આવી છે. જોકે એલઆઈસીને આ નિયમ લાગુ પડતો નથી. કેમકે તે વિશેષ નિયમ દ્વારા નિયમન ધરાવે છે. વર્તુળોના જણાવ્યા મુજબ એફડીઆઈ સંબંધી મંત્રણા શરૂઆતી તબક્કામાં છે અને હજુ સુધી આખરી નિર્ણય લેવામાં આવ્યો નથી. એલઆઈસીના આઈપીઓને મેનેજ કરવા માટે બીએનપી પારિબા એસએ, સિટિગ્રૂપ ઈન્ક અને ગોલ્ડમેને સેચ સહિતની સાત વિદેશી બેંક્સ મેદાનમાં છે. જ્યારે એચડીએફસી બેંક અને એક્સિસ કેપિટલ સહિત નવ ભારતીય કંપનીઓનો પણ સમાવેશ થાય છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage