Market Summary 25 June 2021

બ્લોગ કન્ટેન્ટ

 

માર્કેટ સમરી

 

પોઝીટીવ ટ્રેડ સાથે જુલાઈ સિરિઝનો શુભારંભ

વૈશ્વિક બજારોના સપોર્ટ વચ્ચે જુલાઈ એક્સપાયરીનો શુભારંભ થયો હતો. નિફ્ટી 15871ની ટોચ પર ટ્રેડ થઈ 70 પોઈન્ટ્સના સુધારે 15860ના સ્તરે બંધ રહ્યો હતો. માર્કેટને મેટલ, બેંકિંગ, આઈટી સહિત અન્ય ક્ષેત્રોનો સપોર્ટ સાંપડ્યો હતો. બેન્ચમાર્ક તેની ટોચ નજીક બંધ  રહ્યો હતો. આમ આગામી સપ્તાહ ફરી એકવાર 16000નું સ્તર જોવા મળે છે કે નહિ તે જોવા માટે મહત્વનું બની રહેશે.

 

નવી સિરિઝની શરૂઆત સાથે બજારમાં વોલેટિલિટી ઈન્ડેક્સ તળિયા પર પહોંચ્યો

 

ઈન્ડિયા વિક્સ 12 ટકા તૂટી 13.36ની 3 જાન્યુઆરી 2020 પછીના તળિયા પર જોવા મળ્યો

 

માર્ચ 2020માં 85ની ટોચ પર જોવા મળેલો વિક્સ 13 મહિના બાદ 15ના સ્તર નીચે ઉતરી ગયો

 

એનાલિસ્ટ્સના મતે વીક્સનો ઘટાડો આગામી 30 ટ્રેડિંગ દિવસોમાં માર્કેટમાં વોલેટિલિટી નીચી રહેશે એમ દર્શાવે છે

 

 

 

શુક્વારે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સત્ર દરમિયાન ભારતીય શેરબજાર સાંકડી રેંજમાં ટ્રેડ થવા સાથે પોઝીટીવ નોંધ સાથે બંધ રહ્યું હતું. જોકે ડેરિવેટિવ્સ ટ્રેડર્સ માટે એક ખૂબ મહત્વની ઘટનામાં ઈન્ડિયા વિક્સ તીવ્ર ઘટાડા સાથે તેના દોઢ વર્ષના તળિયા પર પટકાયો હતો. તે 12 ટકા તૂટી 13.36ના સ્તરે બંધ રહ્યો હતો. જે 3 જાન્યુઆરી 2020 પછીનું તેનું સૌથી નીચું લેવલ છે. વોલેટિલિટી ઈન્ડેક્સનું આ રીતે પટકાવું ટૂંકાગાળા માટે બજારમાં વધ-ઘટ ખૂબ નીચી જળવાય રહે તેવી બજારની અપેક્ષાનું પ્રતિબિંબ છે.

 

 

ડેરિવેટિવ્સ એનાલિસ્ટ્સના મતે શેરબજાર જ્યારે તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે ત્યારે વોલેટિલિટી ઈન્ડેક્સનું તૂટવું આશ્ચર્યકારક છે. ટેકનિકલી આનો અર્થ એવો થાય છે કે આગામી 30 સત્રો સુધી બજારમાં નીચી વધ-ઘટ જોવા મળશે. હજુ જુલાઈ સિરિઝની શરુઆત થઈ છે અને તે ઘણી લાંબી સિરિઝ છે. નવી સિરિઝ 29 જુલાઈએ એક્સપાયર થવાની છે. વિક્સનું ઘટવું લોંગ ટ્રેડર્સ માટે બે રીતે રાહતની વાત બન્યું છે. એક તો તેમણે લોંગ પોઝીશનને લઈને જૂન મહિનામાં જોવા મળી હતી તેવી ચિંતા કરવાની રહેશે નહિ. કેમકે માર્કેટ નવી ટોચ નહિ દર્શાવે તો પણ મોટો ઘટાડો નહિ દર્શાવે તેવો સંકેત આપી રહ્યું છે. બીજું ડેરિવિટિવ્સ સેગમેન્ટમાં ઓપ્શન બાયર્સ માટે સસ્તાં પ્રિમીયમ પર કોલ ઓપ્શન ખરીદવાની તક ઊભી થઈ છે. ઓપ્શન બાયર્સ માટે આ ખૂબ સારો સમય છે. વિક્સ એ મૂળે ઓપ્શન ખરીદવા કે વેચવા માટે આપવા પડતાં પ્રિમીયમ એટલેકે ઈન્ટરેસ્ટને સૂચવે છે. આમ વિક્સના ઘટાડાથી ઓપ્શન્સના પ્રિમીયમ સિરિઝની શરૂઆતમાં જ તૂટી ગયાં છે. સામાન્યરીતે સિરિઝની શરૂમાં કોલના પ્રિમીયમ 4-5 ટકા રહેતાં હોય છે. જે શુક્રવારે 3 ટકાના નીચા સ્તરે જોવા મળી રહ્યાં હતાં. જેઓએ ગુરુવારે જૂન એક્સપાયરીમાં અથવા તો શુક્રવારે સવારે બજાર નીચે હતું ત્યારે કોલ્સની ખરીદી કરી હતી તેઓએ બજારમાં સુધારા છતાં પ્રિમીયમમાં ઘટાડો અનુભવ્યો હતો. આમ લાંબી ડેરિવેટિવ્સ સિરિઝની શરૂમાં જ કોલ્સના પ્રિમીયમ નીચા રહેવાથી કોલ બાયર્સ માટે સારી તક ઊભી થઈ છે. બીજી બાજુ કોલ સેલર્સ માટે કઠિન સમય આવ્યો છે. હજુ સમગ્ર સિરિઝ બાકી છે અને તેથી નીચા પ્રિમીયમે કોલ્સ વેચવામાં શાણપણ નથી.

 

અગાઉ માર્ચ 2020માં માર્કેટમાં તીવ્ર કડાકા પાછળ વોલેટિલિટી ઈન્ડેક્સ 85ની તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. જ્યારબાદ શુક્રવારે તેણે સૌથી નીચું તળિયું નોંધાવ્યું હતું. અગાઉ ફેબ્રુઆરીમાં બજેટ બાદ માર્કેટમાં તીવ્ર સુધારા વખતે તે 15ના સ્તર પર જોવા મળ્યો હતો. જ્યારબાદ તેણે એપ્રિલમાં 29ની ટોચ દર્શાવી હતી. જોકે 15 મે બાદ ભારતીય બજારે દર્શાવેલા બ્રેકઆઉટ બાદ તે ફરી ઘટાડાતરફી બન્યો હતો અને 20ની નીચે જોવા મળી રહ્યો હતો.

 

ટોચની આઈટી કંપનીઓના શેર સર્વોચ્ચ સપાટીએ

 

જુલાઈ સિરિઝના પ્રથમ દિવસે આઈટી ક્ષેત્રે ભારે ખરીદી જોવા મળી હતી. જેમાં દેશની ટોચની બે આઈટી સર્વિસ કંપનીઓના શેર્સે તેમની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. ટીસીએસનો શેર રૂ. 3399.65ની સર્વોચ્ચ ટોચ બનાવી રૂ. 3380.80ના સ્તરે બંધ રહ્યો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 12.51 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. જ્યારે ઈન્ફોસિસ શેર રૂ. 1578ની નવી ટોચ દર્શાવી રૂ. 1574.20ના સ્તરે બંધ રહ્યો હતો. જેનું માર્કેટ-કેપ રૂ. 6.71 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. આ સિવાય ટેક મહિન્દ્રાનો શેર પણ રૂ. 1102ની ટોચ બનાવી રૂ. 1090ના સ્તરે બંધ રહ્યો હતો. આ ઉપરાંત માઈન્ડટ્રી રૂ. 2574ની ટોચ પર ટ્રેડ થઈ રૂ. 2553 પર બંધ રહ્યો હતો. કોફોર્જે પણ રૂ. 4158ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી.

 

 

ડોલર સામે રૂપિયામાં સાધારણ નરમાઈ

 

સપ્તાહના આખરી સત્ર દરમિયાન યુએસ ડોલર સામે ભારતીય ચલણમાં 3 પૈસાનો સાધારણ ઘટાડો નોઁધાયો હતો અને તે 3 પૈસા ઘટી 74.20ના સ્તરે બંધ આવ્યો હતો. ગયા સપ્તાહના 74.08ના બંધ સામે તેણે સાપ્તાહિક ધોરણે 12 પૈસાનો ઘટાડો નોંધાવ્યો હતો. શરૂઆતી દિવસોમાં નરમ રહ્યાં બાદ પાછળના દિવસોમાં તે સુધારાતરફી રહ્યો હતો. સપ્તાહ દરમિયાન તે 74.37ની સૌથી નીચી સપાટીએ બંધ રહ્યો હતો.

 

 

પીએસયૂ બેંક ઈન્ડેક્સ 3 ટકા ઉછળ્યો

 

સપ્તાહ દરમિયાન બીજીવાર જાહેર ક્ષેત્રના શેર્સમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. સપ્તાહની શરૂમાં સરકાર તરફથી ખાનગીકરણ માટે બે બેંકના નામ જાહેર કર્યાં ત્યારે 4 ટકાથી વધુના ઉછાળા બાદ શુક્રવારે નિફ્ટી પીએસયૂ ઈન્ડેક્સ વધુ 3 ટકા સુધર્યો હતો. પીએસયૂ બેંક ઈન્ડેક્સમાં સુધારા પાછળ સેન્ટ્રલ બેંકમાં 7 ટકા સહિત અન્ય જાહેર ક્ષેત્રના બેંકિંગ શેર્સમાં ખરીદી કારણભૂત હતી. અગ્રણી પીએસયૂ બેંક્સમાં બેંક ઓફ બરોડા 3.3 ટકા, કેનેરા બેંક 3 ટકા, યુનિયન બેંક 3 ટકા, એસબીઆઈ 3 ટકા અને પીએબી 2 ટકાનો સુધારો દર્શાવતાં હતાં.

 

 

 

હોસ્પિટલ કંપનીઓના શેર્સમાં લેવાલી પાછળ નવી ટોચ જોવા મળી

 

 

એપોલો હોસ્પિટલ્સ, એચસીજીના શેર્સ નવી ટોચ પર પહોંચ્યાં

 

 

 

માર્કેટમાં ઊંચા સ્તરે ડિફેન્સિવ પ્લેમાં હોસ્પિટલ કંપનીઓના શેરમાં ભારે લેવાલી જોવા મળી હતી. શુક્રવારે જાણીતી હોસ્પિટલ ચેઈન્સના શેર્સ 7 ટકાથી વધુ સુધારા સાથે બંધ રહ્યાં હતાં. ઈન્ટ્રા-ડે ધોરણે તેમણે 12 ટકા જેટલી તીવ્ર વૃદ્ધિ નોંધાવી હતી. લાંબા સમયબાદ હોસ્પિટલ કંપનીઓના શેર્સમાં સાગમટે ખરીદી જોવા મળી હતી.

 

એનાલિસ્ટ્સના મતે ફાર્માસ્યુટિકલ્સ અને એફએમસીજી શેર્સ વેલ્યૂએશન્સની રીતે ઊંચા જોવા મળી રહ્યાં છે ત્યારે ઈન્વેસ્ટર્સ બજારમાં વાજબી ભાવ સાથે ઓછા રિસ્ક અને ઊંચો રિવોર્ડ ધરાવતી તકો શોધી રહ્યાં છે. હોસ્પિટલ શેર્સ અન્ય વર્ટિકલ્સ કરતાં વાજબી વેલ્યૂએશન્સ પર મળી રહ્યાં છે. તેમજ તાજેતરમાં તેમણે અપેક્ષા કરતાં સારા પરિણામો દર્શાવ્યાં છે અને તેની પાછળ સુધરેલા ભાવોએ પણ તેઓ આકર્ષક જણાય રહ્યાં છે. તાજેતરમાં માર્ચ ક્વાર્ટરનું પરિણામ જાહેર કરનાર એપોલો હોસ્પિટલના શેરમાં 7 ટકાથી વધુનો સુધારો નોંધાયો હતો અને તે રૂ. 3430ના સર્વોચ્ચ બંધ પર જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન તેણે રૂ. 3465ની ટોચ દર્શાવી હતી. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 50 હજાર કરોડ નજીક પહોંચી ગયું હતું. શુક્રવારે નોંધપાત્ર સુધારો દર્શાવનાર કેટલાંક અન્ય હોસ્પિટલ્સ કાઉન્ટર્સમાં લોટસ આઈ 6.88 ટકા, એચસીજી 5.93 ટકા, શેલ્બી 3.84 ટકા, ફોર્ટિસ હેલ્થકેર 3.37 ટકા અને ડો. અગરવાલ આઈ 2.39 ટકાનો સમાવેશ થાય છે. એચસીજીનો શેર દિવસ દરમિયાન રૂ. 234.30ની ટોચ દર્શાવી રૂ. 219.50ના સ્તરે બંધ રહ્યો હતો. તેણે પણ ગયા સપ્તાહાંતે ખૂબ સારા પરિણામ રજૂ કર્યાં હતાં જેની પાછળ કંપનીના શેર્સમાં સતત ખરીદી જોવા મળી હતી. જોકે એક્સચેન્જિસ પર લિસ્ટેડ એક ડઝન હોસ્પિટલ કંપનીઓમાં કેટલીક કંપનીઓ શુક્રવારની તેજીમાં નહોતી જોડાઈ. જેમાં મેક્સ હેલ્થકેર, એસ્ટરડીએમ અને કેએમસી સ્પેશ્યાલિટીનો સમાવેશ થાય છે. આ કંપનીઓ શેર્સ સાધારણ નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં.

 

 

 

શુક્રવારે હોસ્પિટલ શેર્સનો દેખાવ

 

સ્કિપ્સ          શુક્રવારનો બંધ ભાવ    વૃદ્ધિ(%)

 

એપોલો હોસ્પિટલ          3430          7.08

લોટસ આઈ               55.9           6.88

HCG                    218.7          5.93

શેલ્બી                    166.5          3.84

ફોર્ટિસ                  240.75         3.37

ડો. અગર. આઈ         428.95         2.39

ઈન્દ્રમેડિકો                 84.9           0.35

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage