Market Summary 26/03/2024

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

માર્ચ એક્સપાયરી વીકની નરમાઈ સાથે શરૂઆત, બ્રોડ માર્કેટમાં ભારે વેચવાલી
વોલેટિલિટી ઈન્ડેક્સ 5 ટકા વધી 12.82ના સ્તરે બંધ
પીએસઈ, મેટલ, રિઅલ્ટી, પીએસયૂ બેંક્સમાં મજબૂતી
આઈટી, એફએમજીસી, ફાઈ. સર્વિસિઝ, ઓટોમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં વર્ષાંતે લોસ બુકિંગ પાછળ બ્રેડ્થ નરમ
અપાર ઈન્ડ., ટોરેન્ટ પાવર, ઈન્ડિગો, થર્મેક્સ નવી ટોચે

સોમવારે માર્ચ સિરીઝ એક્સપાયરી વીકની સપ્તાહ નરમાઈ સાથે થઈ હતી. લાર્જ-કેપ્સ સહિત બ્રોડ માર્કેટમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. જેની પાછળ બીએસઈ સેન્સેક્સ 362 પોઈન્ટ્સ ઘટી 7247ની સપાટીએ જ્યારે નિફ્ટી 92 પોઈન્ટ્સ ગગડી 22005ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ વેચવાલી જોવા મળી હતી. જેની પાછળ બ્રેડ્થ નરમ રહી હતી. બીએસઈ ખાતે 4090 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2546 કાઉન્ટર્સ ઘટાડો સૂચવતાં હતાં. જ્યારે 1413 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. 145 કાઉન્ટર્સે વાર્ષિક અથવા ઓલ-ટાઈમ હાઈ દર્શાવી હતી. જ્યારે 102 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 320 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 354 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 5 ટકા વધી 12.82ના સ્તરે બંધ જોવા મળ્યાં હતાં.
સોમવારે એશિયન બજારોમાં મહ્દઅંશે પોઝીટીવ ટોન વચ્ચે ભારતીય બજારે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 21948ની સપાટીએ ખૂલી ઉપરમાં 22073ની સપાટીએ ટ્રેડ થયાં પછી સાંકડી રેંજમાં અથડાયો હતો. જોકે, તે 22 હજારનું લેવલ જાળવવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી સ્પોટ સામે નિફ્ટી ફ્યુચર 90 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 22095ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 58 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે 32 પોઈન્ટ્સ વૃદ્ધિ સૂચવે છે. આમ, માર્કેટમાં લોંગ પોઝીશનમાં ઉમેરો થયાંના સંકેતો છે. જે બજારમાં સુધારાતરફી સંકેત છે. જોકે, માર્ચ એક્સપાયરીને જોતાં અને વર્ષાંતે પ્રોફિટ-લોસ બુકિંગને જોતાં માર્કેટમાં ઊંચી વધ-ઘટ જોવા મળી શકે છે. નિફ્ટીમાં 21900ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી શકાય છે. જો 21900નું લેવલ તૂટશે તો 21700 અને ત્યારપછી 21500 સુધીનો ઘટાડો સંભવ છે.
નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા મહત્વના ઘટકોમાં બજાજ ફાઈનાન્સ, હિંદાલ્કો, બ્રિટાનિયા, અદાણી પોર્ટ્સ, લાર્સન, એનટીપીસી, બીપીસીએલ, કોલ ઈન્ડિયા, ઓએનજીસી, ગ્રાસિમ, એક્સિસ બેંક, તાતા મોટર્સ, એચડીએફસી લાઈફ, નેસ્લે, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફનસર્વ, તાતા સ્ટીલ, એચસીએલ ટેક્નોલોજીનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, પાવર ગ્રીડ કોર્પોરેશન, આઈશર મોટર્સ, ભારતી એરટેલ, વિપ્રો, કોટક મહિન્દ્રા, એચડીએફસી બેંક, ડિવિઝ લેબ્સ, ડો.રેડ્ડીઝ લેબ્સ, ઈન્ફોસિસ, યૂપીએલ, એસબીઆઈ લાઈફ, એશિયન પેઈન્ટ્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને તાતા કન્ઝ્યૂમરમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો પીએસઈ, મેટલ, રિઅલ્ટી, પીએસયૂ બેંક્સમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 0.9 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. તે ફરીવાર 9000ની સપાટી પાર કરી ગયો હતો. તેના ઘટકોમાં ઓઈલ ઈન્ડિયા, હિંદુસ્તાન એરોનોટીક્સ, ગેઈલ, નાલ્કો, આઈઓસી, એનટીપીસી, બીપીસીએલ, ભારત ઈલે., કોલ ઈન્ડિયા, ઓએનજીસી, પાવર ફાઈનાન્સ, એનએચપીસી, સેઈલમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મેટલ 0.4 ટકા મજબૂતી સૂચવતો હતો. જેના ઘટકોમાં નાલ્કો, હિંદાલ્કો, કોલ ઈન્ડિયા, જિંદાલ સ્ટીલ, સેઈલ, તાતા સ્ટીલમાં સુધારો નોંધાયો હતો. નિફ્ટી રિઅલ્ટી 1.6 ટકા મજબૂતી દર્શાવતો હતો. જેના ઘટકોમાં ફિનિક્સ મિલ્સ, પ્રેસ્ટીજ એસ્ટેટ, ઓબેરોય રિઅલ્ટી, ગોદરેજ પ્રોપર્ટીઝ, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, ડીએલએફમાં સુધારો નોંધાયો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.6 ટકા ગગડ્યો હતો. જેના ઘટકોમાં વિપ્રો, ઈન્ફોસિસ, ટીસેસ, ટેક મહિન્દ્રા, એલટીઆઈમાઈન્ડટ્રીમાં ઘટાડો નોંધાયો હતો.
એનએસઈ ડેરીવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો ડો. લાલ પેથલેબ્સ, ઈન્ટરગ્લોબ એવિએશન, હિંદ કોપર, મેક્સ ફાઈનાન્સિયલ, ઓરેકલ ફિન., ઈન્ડુસ ટાવર્સ, આલ્કેમ લેબ, મૂથૂત ફાઈનાન્સ, હિંદુસ્તાન એરોનોટીક્સ, તાતા કેમિકલ્સ, ગુજરાત ગેસ, ગેઈલ, વોલ્ટાસ, ઓબેરોય રિઅલ્ટી, મેટ્રોપોલીસ, ઓરોબિંદો ફાર્મામાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, ઝી એન્ટરટેઈનમેન્ટ, પાવર ગ્રીડ કોર્પો., આઈશર મોટર્સ, ભારતી એરટેલ, ગોદરેજ કન્ઝ્યૂમર, ટ્રેન્ટ, વિપ્રો, જેકે સિમેન્ટ, અબોટ ઈન્ડિયા, આઈઈએક્સ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, અતુલ, કોટક મહિન્દ્રામાં વેચવાલી જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં અપાર ઈન્ડસ્ટ્રીઝ, ટોરેન્ટ પાવર, ત્રિવેણી ટર્બાઈન, ઈન્ડિગો, શેલે હોટેલ, થર્મેક્સ, ઝોમેટો, ઓરેકલ ફિન., ઈન્ડુસ ટાવર્સ, એવેન્યૂ સુપરમાર્ટ, જિંદાલ સ્ટેનલેસ, ક્રિસિલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, સ્ટરલાઈટ ટેક્નોલોજી, આઈઆઈએફએલ ફાઈનાન્સ, જીએમએફ ફોડલર, ડેલ્ટા કોર્પ, રાજેશ એક્સપોર્ટ્સ, વિનતી ઓર્ગેનિક્સ, હેપ્પીએસ્ટ માઈન્ડ્સ વાર્ષિક તળિયું દર્શાવતાં હતાં.


એશિયાના બિલિયોનર કેપિટલ તરીકે મુંબઈએ બૈજિંગને પ્રથમવાર પાછળ પાડ્યું
ઐતિહાસિક ઘટનામાં મુંબઈમાં 92 અબજોપતિ જ્યારે બૈજિંગ ખાતે 51 અબજોપતિ નોંધાયા

ભારતની નાણાકિય રાજધાની મુંબઈ પ્રથમવાર એશિયાનું બિલિયોનર કેપિટલ બન્યું છે. ભારતીય બિલિયોનર્સની કુલ વેલ્થ 1 ટ્રિલીયન યુએસ ડોલર પર પહોંચી છે. જેણે ચીનના પ્રતિ બિલિયોનર સરેરાશ વેલ્થને પાછળ રાખી છે. ચીનના બિલિયોનરની સરેરાશ 3.2 અબજ ડોલર સામે ભારતીય બિલિયોનર સરેરાશ 3.8 અબજ ડોલરની વેલ્થ ધરાવે છે એમ હૂરૂન ગ્લોબલ રિચ લિસ્ટ-2024 જણાવે છે.
આ અસાધારણ વૃદ્ધિ પાછળ એક વર્ષમાં ભારતમાં 94 નવા બિલિયોનર્સની વૃદ્ધિ છે. જેણે ચીનના 55 બિલિયોનર્સને પાછળ રાખી દીધાં છે. વૈશ્વિક સ્તરે બિલિયોનરની વસ્તીમાં ભારતનું યોગદાન બીજા ક્રમે રહ્યું છે. 271 બિલિયોનર્સ સાથે ભારત હવે વિશ્વમાં ત્રીજા ક્રમે બિલિયોનર્સ ધરાવે છે. તેણે જર્મનીને પાછળ રાખી દીધું છે. વૈશ્વિક સ્તરે બિલિયોનર્સની સંખ્યામાં 5 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જોકે, ભારતે ઊંચી વૃદ્ધિ દર્શાવી છે. યુએસ ખાતે 109 બિલિયોનર્સની વૃદ્ધિ પછી ભારતે બીજી ક્રમે 94 બિલિયોનર્સની વૃદ્ધિ નોંધાવી છે. જે સાથે ભારત વિશ્વમાં બિલિયોનર્સની બાબતમાં ત્રીજા ક્રમે પહોંચ્યું છે.
રિલાયન્સના મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ છે. 2024માં 24 અબજોપતિઓની સંપત્તિમાં ઘટાડા સામે 247 ભારતીય અબજોપતિની સંપત્તિમાં વૃદ્ધિ જોવા મળી હતી. જે સંખ્યા ચીનમાં 241 પર હતી. બિલિયોનર્સની સઁખ્યામાં મજબૂત વૃદ્ધિને કારણે ભારત ખાતે અબજોપતિઓની કુલ વેલ્થમાં 51 ટકા ઉછાળો નોંધાયો હતો.
જો સિટીવાર જોઈએ તો મુંબઈએ 27 નવા બિલિયોનર્સનો ઉમેરો કર્યો હતો. જેની સામે બૈજિંગે માત્ર 6 અબજોપતિ બનાવ્યાં હતાં. મુંબઈની સમગ્રતયા વેલ્થ 47 ટકા ઉછળી હતી. જ્યારે બૈજિંગની વેલ્થમાં 28 ટકા ઘટાડો નોંધાયો હતો.
એસએન્ડપી ગ્લોબલે 2024-25 માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર અંદાજ વધારી 6.8 ટકા કર્યો
એજન્સીના મતે 2024માં ભારતમાં 75 બેસીસ પોઈન્ટ્સ રેટ કટની શક્યતાં

વૈશ્વિક રેટિંગ એજન્સી એસએન્ડપી ગ્લોબલે મંગળવારે ભારતના 2024-25ના જીડીપી ગ્રોથ રેટના અંદાજમાં વૃદ્ધિ કરી હતી. સંસ્થાએ તેના અગાઉના 6.4 ટકાના અંદાજને 40 બેસીસ પોઈન્ટ્સ વધારી 6.8 ટકા કર્યો હતો. જે આરબીઆઈ અને સરકારના 7 ટકાના પ્રોજેક્શન કરતાં નીચો છે. એસએન્ડપીએ 2023-24 માટે ભારત 7.6 ટકા વૃદ્ધિ દર દર્શાવે તેવો અંદાજ વ્યક્ત કર્યો છે.
એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સના એશિયા-પેસિફિક ચીફ ઈકોનોમિસ્ટ લૂઈસ કૂજિસના જણાવ્યા મુજબ એશિયન ઈમર્જિંગ માર્કેટ અર્થતંત્રો માટે અમે સામાન્યરીતે મજબૂત ગ્રોથ જોઈ રહ્યાં છીએ. જેમાં ભારત, ઈન્ડોનેશિયા, ફિલિપિન્સ અને વિએટનામ અગ્રણી છે. એસએન્ડપીના જણાવ્યા મુજબ સ્થાનિક વપરાશ આધારિત અર્થતંત્રો જેવાંકે ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયામાં ઘરગથ્થુ ખર્ચ પર ઈન્ટરેસ્ટ રેટ્સ અને ઈન્ફ્લેશનની અસર ઘટતી જોવા મળે છે. એજન્સીના મતે કેલેન્ડર 2024માં ભારતમાં 75 બેસીસ પોઈન્ટ્સ રેટ કટની શક્યતાં છે.
એસએન્ડપીએ ભારત માટે જીડીપી વૃદ્ધિ દર વધાર્યો છે જ્યારે બીજીબાજુ 2024-25 માટે ચીનના જીડીપી વૃદ્ધિ દર માટેનો અંદાજ અગાઉના 5.2 ટકા પરથી ઘટાડી 4.6 ટકા કર્યો છે. એશિયા-પેસિફિકમાં વિકસિત અર્થતંત્રો માટે એસએન્ડપી ગ્લોબલે જણાવ્યું છે કે વેપાર-આધારિત અર્થતંત્રો જેવાકે સાઉથ કોરિયા, તાઈવાન અને સિંગાપુર માટે ગ્રોથમાં વૃદ્ધિ જોવા મળશે.ફંડિંગ ખર્ચ વધતાં બેંક્સના NIMsમાં 10-20 બેસીસ પોઈન્ટ્સનો ઘટાડો જોવાશેઃ ફિચ રેટિંગ્સ
ભારતીય બેકિંગ સંસ્થાઓ માટે ફંડિંગ ખર્ચમાં વૃદ્ધિ નેટ ઈન્ટરેસ્ટ માર્જિનમાં સંકોચનનું કારણ બનશે એમ ફિટ રેટિંગ્સે જણાવ્યું છે. તેણે માર્ચ 2026 માટેના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે બેંકના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 2023-24ના પ્રથમ નવ મહિનામાં 3.6 ટકાની ટોચ બનાવી ચૂક્યાં છે. માર્જિનમાં સમગ્રતયા ઘટાડા પાછળ ઊંચો ફંડિંગ ખર્ચ કારણભૂત હશે. જેમાં ડિપોઝીટ્સ માટેની ઊંચી સ્પર્ધા જવાબદાર બનશે. એકબાજુ લિક્વિડિટીની સ્થિતિ સામાન્ય બની રહી છે. જ્યારે બીજી બાજુ લોનની માગ ઊંચા સ્તરે જળવાય રહેતાં ફંડિંગ ખર્ચ વધ્યો છે એમ રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું.
ફિટ રેટિંગ્સના જણાવ્યા મુજબ બેંક્સ માટે તેમના કામકાજી ખર્ચને ઘટાડવા માટે જગા છે. જેમ કરી તેઓ ક્રેડિટ ખર્ચમાં વૃદ્ધિને સરભર કરી શકે છે. તેઓ ખર્ચ પર અંકુશ અને ડિજિટાઈઝેશન મારફતે કાર્યદક્ષતા વધારી શકે છે. રેટિંગ એજન્સી બેંક્સની નફાકારક્તાને લઈ તેજીમાં જોવા મળે છે. તેના મતે નિમ્સમાં સંકોચનને કારણે મધ્યમગાળામાં અર્નિંગ્સમાં વૃદ્ધિ મર્યાદિત રહેશે. જોકે, લાંબાગાળે તેઓ સારો દેખાવ દર્શાવશે. ભારતીય બેંક્સ કાયદાકીય જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં સરકારી જામીનગીરીઓમાં તેમની ફાળવણી વધારશે એમ રેટિંગ એજન્સીએ જણાવ્યું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage