Market Summary 27/05/2024

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

શેરબજાર નવી ટોચ બનાવી પરત ફર્યુઃ વોલેટિલિટી ઈન્ડેક્સ સાત ટકા ઉછળ્યો
ઈન્ટ્રા-ડે નિફ્ટીએ 23110ની સર્વોચ્ચ સપાટી દર્શાવી
પીએસયૂ બેંક્સ, રિઅલ્ટી, આઈટી, બેંકિંગમાં મજબૂતી
મેટલ, પીએસઈ, એફએમસીજી, ફાર્મા, ઓટોમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં ખરીદીનો અભાવ
ફિનોલેક્સ કેબલ્સ, ગ્લેનમાર્ક, અશોક લેલેન્ડ, આરઈસી નવી ટોચે
ભારતીય શેરબજારમાં નવા સપ્તાહની શરૂઆત પોઝીટીવ જોવા મળી હતી. બેન્ચમાર્ક્સ સર્વોચ્ચ ટોચ પર ખૂલી વધુ ઊંચી ટોચ બનાવી કામકાજની આખરમાં ફ્લેટ બંધ જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 20 પોઈન્ટ્સના ઘટાડે 75391ની સપાટીએ જ્યારે નિફ્ટી 25 પોઈન્ટ્સ ગગડી 22932ની સપાટીએ બંધ રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં ખરીદીના અભાવે બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 4105 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2256 નેગેટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1706 કાઉન્ટર્સ નેગેટીવ બંધ દર્શાવતાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 6.82 ટકા ઉછળી 23.19ની વાર્ષિક ટોચ પર બંધ રહ્યો હતો.
સોમવારે બેન્ચમાર્ક નિફ્ટી 23039ની સર્વોચ્ચ ટોચ પર ખૂલી ઉપરમાં 23111ની ટોચ દર્શાવી 23 હજાર પર બંધ દર્શાવી શક્યો નહોતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 69 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 23110ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ, ફ્યુચરનું પ્રિમીયમ વધ્યું હતું. જે લોંગ રોલઓવર સારું થઈ રહ્યું હોય તેમ સૂચવે છે. માર્કેટ એનાલિસ્ટ્સના મતે લોંગ ટ્રેડર્સ 22500ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશિન જાળવી શકે છે.
સપ્તાહના પ્રથમ સત્રમાં બેન્ચમાર્કને સપોર્ટ કરનારા કાઉન્ટર્સમાં ડિવિઝ લેબ્સ, ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ બેંક, અદાણી પોર્ટ્સ, એલટીઆઈમાઈન્ડટ્રી, બજાજ ફાઈનાન્સ, લાર્સન, એચડીએફસી બેંક, હિંદાલ્કો, એચયૂએલ, એસબીઆઈ, એચસીએલ ટેક્નોલોજી, ટેક મહિન્દ્રા, બજાજ ઓટો, કોટક મહિન્દ્રા બેંકનો સમાવેશ થાય છે. બીજી બાજુ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, વિપ્રો, ગ્રાસિમ, ઓએનજીસી, એસબીઆઈ લાઈફ, આઈશર મોટર્સ, એનટીપીસી, સન ફાર્મા, કોલ ઈન્ડિયા, એમએન્ડએમ, આઈટીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો પીએસયૂ બેંક્સ, રિઅલ્ટી, આઈટી, બેંકિંગમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે મેટલ, પીએસઈ, એફએમસીજી, ફાર્મા, ઓટો નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી પીએસયૂ બેંક 1.33 ટકા વૃદ્ધિ સાથે તેની અગાઉની ટોચ નજીક પહોંચી હતી. જેના ઘટકોમાં આઈઓબી, યૂકો બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક, પીએનબી, યુનિયન બેંક, બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેંકનો સમાવેશ થતો હતો. નિફ્ટી રિઅલ્ટી પણ 0.9 ટકા વૃદ્ધિ સાથે સર્વોચ્ચ ટોચ પર પહોંચ્યો હતો. જેના ઘટકોમાં ગોદરેજ પ્રોપર્ટીઝ, સોભા, સનટેક રિઅલ્ટી, બ્રિગેડ એન્ટરપ્રાઈઝિસ, ડીએલએફમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. નિફ્ટી એનર્જી 0.8 ટકા ઘટાડો દર્શાવતો હતો. જ્યારે નિફ્ટી મેટલ પણ 0.6 ટકા ગગડ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો ગ્લેનમાર્ક ફાર્મા 8 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત, અશોક લેલેન્ડ, જ્યુબિલિઅન્ટ ફૂડ, પર્સિસ્ટન્ટ, આરઈસી, પાવર ફાઈનાન્સ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ડિવિઝ લેબ્સ, કોફોર્જ, પેજ ઈન્ડસ્ટ્રીઝ, વોલ્ટાસ, બિરલાસોફ્ટ, એચડીએફસી એએમસી, મધરસન, એચપીસીએલમાં ભારે ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, સન ટીવી નેટવર્ક, ઓરોબિંદો ફાર્મા, અદાણી એન્ટરપ્રાઈઝિસ, મણ્ણાપુરમ ફાઈ., વિપ્રો, ભેલ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, બલરામપુર ચીની, આલ્કેમ લેબ, ગ્રાસિમ, એનએમડીસી, એસબીઆઈ લાઈફ, આઈશર મોટર્સ, ઝી એન્ટરટેઈનમેન્ટમાં નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં ફિનોલેક્સ કેબલ્સ, ગ્લેનમાર્ક, અશોક લેલેન્ડ, જ્યુપિટર વેગન્સ, એજિસ લોજિસ્ટીક્સ, આરઈસી, પાવર ફાઈનાન્સ, એક્સાઈસ ઈન્ડ., કોચીન શીપયાર્ડ, આર આર કેબલ, થર્મેક્સ, સોભાનો સમાવેશ થતો હતો.NSEએ ટીક સાઈઝને ઘટાડી 1 પૈસા કરી, 1300થી વધુ સ્ટોક્સ પર અસર પડશે
નીચી ટીક સાઈઝથી વધુ સારુ પ્રાઈસ ડિસ્કવરી શક્ય બનશે, માર્કેટ કાર્યદક્ષતા વધશે

નેશનલ સ્ટોક એક્સચેન્જે ગયા શુક્રવારે ટિક સાઈઝમાં ઘટાડાની જાહેરાત કરી હતી. તેણે રૂ. 250થી નીચું મૂલ્ય ધરાવતાં શેર્સમાં ટિક સાઈઝને ઘટાડી એક પૈસા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. હાલમાં એનએસઈ ખાતે ટીક સાઈઝ 5 પૈસાની છે. જે હવેથી એક પૈસા અથવા રૂ. 0.01 બનશે. જેનો અર્થ એ થશે કે બાયર્સ અને સેલર્સ રૂ. 250થી નીચો ભાવ ધરાવતાં શેરમાં 1 પૈસાના ગુણાંકમાં સોદો મૂકી શકશે. જેમકે રૂ. 101.01ના ભાવે ખરીદ કે વેચાણ માટે બીડ કરી શકશે.
એનએસઈના જણાવ્યા મુજબ રૂ. 250થી નીચેનું મૂલ્ય ધરાવતાં તમામ શેર્સમાં ટિક પ્રાઈસ સુધારવામાં આવશે. જોકે, ઓપ્શન્સને તેમાંથી બાકાત રાખવામાં આવશે. એનએસઈના હરિફ બોમ્બે સ્ટોક એક્સચેન્જ(બીએસઈ) ખાતે અગાઉથી જ 0.01 પૈસાની ટિક પ્રાઈસ અસ્તિત્વમાં છે. જોકે, ત્યાં રૂ. 100થી નીચેના મૂલ્યના શેર્સમાં જ આ બાબત લાગુ પડે છે. એનાલિસ્ટ્સના મતે નીચી ટિક સાઈઝ વધુ સારી પ્રાઈસ ડિસ્કવરીમાં સહાયરૂપ બનશે.
નવી ટિક સાઈઝનો અમલ 10 જૂનથી કરવામાં આવશે. જ્યારે ફ્યુચર્સ સેગમેન્ટમાં તેનો અમલ 8 જુલાઈથી પછી કરાશે. 24 મે, 2024ના રોજ એનએસઈ ખાતે લગભગ 50 ટકા શેર્સ રૂ. 250ના મૂલ્યથી નીચો ભાવ ધરાવતાં હતાં. શુક્રવારે 2749 ટ્રેડેડ શેર્સમાંથી 1381 રૂ. 250થી નીચે બંધ જોવા મળ્યાં હતાં.
અદાણી એનર્જી સોલ્યુશન્સ રૂ. 12500 કરોડ ઊભા કરશે
કંપની QIP અથવા અન્ય વિકલ્પો મારફતે નાણા એકત્ર કરશે
સોમવારે કંપનીનો શેર રૂ. 1104.70ના ભાવે બંધ રહ્યો હતો
અદાણી એનર્જી સોલ્યુશન્સે સોમવારે ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશ્નલ પ્લેસમેન્ટ(ક્યૂઆઈપી) મારફતે રૂ. 12500 કરોડ ઊભા કરશે એમ જણાવ્યું હતું. કંપની એકથી વધુ તબક્કામાં આ નાણા ઊભા કરી શકે છે. સોમવારે કંપનીનો શેર રૂ. 1104.70ના ભાવે બંધ રહ્યો હતો.
કંપનીએ સ્ટોક એક્સચેન્જિસને ફાઈલીંગમાં જણાવ્યું હતું કે કંપની ક્વિપ અથવા અન્ય વિકલ્પો મારફતે આ નાણા ઊભા કરશે. જોકે, આ માટે જરૂરી મંજૂરીઓ મેળવવાની રહેશે. દરમિયાનમાં, અદાણી એન્ટરપ્રાઈઝિસનું બોર્ડ 28 મે-મંગળવારના રોજ ફંડ રેઈઝીંગ યોજના અંગે વિચારણા માટે મળશે.
પોર્ટ્સથી પાવર સુધીની કોન્ગ્લોમેરટ કંપનીએ જાન્યુઆરી, 2023થી લઈ અત્યાર સુધીમાં નામી રોકાણકારો પાસેથી 6 અબજ ડોલરથી વધુ ઊભા કર્યાં છે. જેમાં રાજીવ જૈનની જીક્યૂજી પાર્ટનર્સ એલએલસી, કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી અને ટોટલએનર્જીસ એસઈનો સમાવેશ થાય છે. કંપની આ નાણા તેના બિઝનેસ વિસ્તરણ માટે લઈ રહી છે.


ગોલ્ડમાન સાચે 2024 માટે ભારતીય GDP વૃદ્ધિ દર સુધારી 6.7 ટકા કર્યો
ઈન્વેસ્ટમેન્ટ બેંકરના મતે આરબીઆઈ ડિસેમ્બર ક્વાર્ટરમાં રેટ કટ કરશે
ગોલ્ડમાન સાચે કેલેન્ડર 2024માં ભારતીય અર્થતંત્ર 6.7 ટકાની વૃદ્ધિ દર્શાવે તેવો અંદાજ મૂક્યો છે. જે અગાઉના તેના અંદાજમાં 10 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ સૂચવે છે. ગોલ્ડમાનના મતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ડિસેમ્બર ક્વાર્ટરમાં રેટમાં ઘટાડો કરશે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ એપ્રિલ 2024 સુધીમાં વાર્ષિક ધોરણે ભારતમાં કોર ઈન્ફ્લેશન સરેરાશ 3.4 ટકા પર જોવા મળ્યું હતું. જે કેલેન્ડર 2024ના બીજા ક્વાર્ટરમાં બોટમ આઉટ થવાની અપેક્ષા છે અને કેલેન્ડરના બીજા અર્ધવાર્ષિક ગાળામાં વધી 4-4.5 ટકા પર પહોંચી શકે છે. આમ થવા પાછળ કોર ગુડ્ઝ ઈન્ફ્લેશનમાં વૃદ્ધિ જવાબદાર હશે. મેન્યૂફેક્ચરિંગમાં પાછોતરી ખર્ચ વૃદ્ધિને તે કારણભૂત ગણાવે છે.
ગોલ્ડમાનના મતે આરબીઆઈ તરફથી 50 બેસીસ પોઈન્ટ્સનો રેટ ઘટાડો કરવામાં આવે તેવી અપેક્ષા છે. જેમાં 25 બેસીસ પોઈન્ટ્સ ડિસેમ્બર ક્વાર્ટરમાં જ્યારે 25 બેસીસ પોઈન્ટ્સ જાન્યુઆરી-2025 ક્વાર્ટરમાં કરવામાં આવશે. યૂએસ ફેડરલ રિઝર્વ પણ સપ્ટેમ્બર મિટિંગમાં રેટ ઘટાડે તેવી શક્યતાં ગોલ્ડમાન સાચ રાખી રહ્યું છે. તેના મતે કેલેન્ડર 2024માં ફેડ તરફથી બે રેટ કટની અપેક્ષા હજુ પણ જીવંત છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage