Market Summary 28/02/2024

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

શેરબજારમાં રેંજ બાઉન્ડ ટ્રેડ, લાર્જ-કેપ્સમાં મજબૂતી, મીડ-સ્મોલ કેપ્સમાં નરમાઈ
વોલેટિલિટી ઈન્ડેક્સ એક ટકો મજબૂતી સાથે 15.72ના સ્તરે બંધ
ચીન, હોંગ કોંગ, કોરિયન બજારોમાં મજબૂતી
ઓટો, આઈટી, ફાર્મા, મેટલ, રિઅલ્ટીમાં ખરીદી
પીએસયૂ બેંક્સ, એફએમસીજી, પીએસઈમાં નરમાઈ
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, પીબી ફિનટેક, સ્વાન એનર્જી, હેવેલ્સ ઈન્ડિયા નવી ટોચે
શારડા કોર્પ, વ્હર્લપુલ નવા તળિયે

ભારતીય શેરબજારે સપ્તાહના બીજા સત્રમાં સાંકડી રેંજમાં ટ્રેડિંગ દર્શાવ્યું હતું. લાર્જ-કેપ્સમાં મજબૂતી જળવાય હતી. તો મીડ અને સ્મોલ-કેપ્સમાં વેચવાલીનો ક્રમ જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 305 પોઈન્ટ્સની મજબૂતી સાથે 73095ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 76 પોઈન્ટ્સ સુધારે 22198ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. બ્રોડ માર્કેટમાં નરમાઈને પગલે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3929 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2301 ઘટાડો સૂચવતાં હતાં. જ્યારે 1536 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. 327 કાઉન્ટર્સે તેમની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 20 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 0.80 ટકા ઘટાડે 15.72ના સ્તરે બંધ રહ્યો હતો.
મંગળવારે એશિયન બજારોમાં મજબૂતી જોવા મળી હતી. ચીન, હોંગ કોંગ અને કોરિયાના બજારો એક ટકાથી વધુ સુધારા સાથે બંધ જળવાયાં હતાં. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 22122ના બંધની સરખામણીમાં 22090ની સપાટીએ ખૂલી ઈન્ટ્રા-ડે 22218ની સપાટી દર્શાવી પોઝીટીવ બંધ દર્શાવવામાં સફળ રહ્યો હતો. જોકે, તે 22200ની સપાટી પર બંધ આપી શક્યો નહોતો. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર એક પોઈન્ટ્સના ડિસ્કાઉન્ટમાં 22197ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં 17 પોઈન્ટ્સ પ્રિમીયમ સૂચવતો હતો. આમ, માર્કેટમાં લોંગ પોઝીશન લિક્વિડેટ થઈ હોય તેમ જણાય રહ્યું છે. જે નવી ખરીદીમાં સાવચેતીનો સંકેત છે. લોંગ ટ્રેડર્સ 21850ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી શકે છે.
નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા મુખ્ય ઘટકોમાં તાતા મોટર્સ, ટીસીએસ, ઈન્ડસઈન્ડ, સન ફાર્મા, પાવર ગ્રીડ, ભારતી એરટેલ, આઈશર મોટર્સ, જેએસડબલ્યુ સ્ટીલ, સિપ્લા, તાતા સ્ટીલ, એમએન્ડએમ, લાર્સન, હિંદાલ્કો, એચડીએફસી લાઈફ, ટાઈટન કંપની, ગ્રાસિમ, આઈસીઆઈસીઆઈ બેંક, નેસ્લેનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, હીરો મોટોકોર્પ, બજાજ ફાઈનાન્સ, એસબીઆઈ, ડિવિઝ લેબ્સ, યૂપીએલ, બજાજ ફિનસર્વ, અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, એક્સિસ બેંક, એનટીપીસી, એલટીઆઈમાઈન્ડટ્રી, એસબીઆઈ લાઈફમાં ઘટાડો જોવા મળ્યો હતો.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો ઓટો, આઈટી, ફાર્મા, મેટલ, રિઅલ્ટીમાં ખરીદી જોવા મળી હતી. જ્યારે પીએસયૂ બેંક્સ, એફએમસીજી, પીએસઈમાં નરમાઈ જળવાય હતી. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ પોણો ટકો ઉછળી સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં તાતા મટર્સ, આઈશર મોટર્સ, એમએન્ડએમ, બોશ, મારુતિ સુઝુકી મજબૂતી દર્શાવતાં હતાં. બીજી બાજુ, હીરો મોટોકોર્પ અને ટીવીએસ મોટરમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ પણ પોણો ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ટીસીએસ, પર્સિસ્ટન્ટ, એચસીએલ ટેક્નોલોજી, એમ્ફેસિસમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા અડધો ટકો મજબૂતી સૂચવતો હતો. જેના ઘટકોમાં સન ફાર્મા, સિપ્લા, લ્યુપિન, બાયોકોન, ઓરોબિંદો ફાર્મા પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જ્યારે ડિવિઝ લેબ્સ, આલ્કેમ લેબમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી રિઅલ્ટી વધુ એક ટકા મજબૂતી સાથે સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં સોભા, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, ડીએલએફ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ઓબેરોય રિઅલ્ટીમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ અડધો ટકા ગગડ્યો હતો. જેમાં પંજાબ એન્ડ સિંધ બેંક 4 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, આઈઓબી, સેન્ટ્રલ બેંક, યૂકો બેંક, એસબીઆઈ, પીએનબી, બેંક ઓફ મહારાષ્ટ્ર, યુનિયન બેંક, બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંકમાં પણ નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ 5 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, હેવેલ્સ ઈન્ડિયા, એબીબી ઈન્ડિયા, તાતા મોટર્સ, ટીસીએસ, બિરલાસોફ્ટ, જેકે સિમેન્ટ, ટ્રેન્ટ, તાતા કોમ, બલરામપુર ચીની, વોલ્ટાસ, ઈન્ડસઈન્ડ બેંક, ફેડરલ બેંક, ઈન્ફો એજ, સન ફાર્મા, ઈન્ડિયન હોટેલ્સ, પાવર ગ્રીડ કોર્પોરેશનમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, વોડાફોન આઈડિયા 6 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત, શ્રીરામ ફાઈનાન્સ, એનએમડીસી, મેટ્રોપોલીસ, હિંદ કોપર, આરઈસી, આરબીએલ બેંક, ડિક્સોન ટેક્નોલોજી, ઈન્ડુસ ટાવર્સ, પાવર ફાઈનાન્સ, આઈઓસી, ભેલ, એચપીસીએલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, પીબી ફિનટેક, સ્વાન એનર્જી, હેવેલ્સ ઈન્ડિયા, પીએનસી ઈન્ફ્રા, તાતા મોટર્સ ડીવીઆર, એનસીસી, સોભા, રાઈટ્સ, વોલ્ટાસ, સન ફાર્મા, પાવર ગ્રીડ, ડીએલએફ, નિપ્પોન, બિરલા કોર્પ, સોનાટા, સિપ્લા, એમએન્ડએમ, સુપ્રાજિત એન્જી., ગોદરેજ ફિલીપ્સ, એચડીએફસી એએમસીનો સમાવેશ થતો હતો. બીજી બાજ, શારડા કોર્પ, વ્હર્લપુલ નવા તળિયે ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં.




સેબીએ સ્મોલ-કેપ અને મીડ-કેપ ફંડ્સને જોખમોને લઈ વધુ ડિસ્ક્લોઝર માટે જણાવ્યું
દેશના માર્કેટ રેગ્યુલેટર સેબીએ સ્મોલ અને મીડ-કેપ ફંડ્સ મેનેજર્સને તેમના ફંડ્સ સાથે જોડાયેલા જોખમો અંગે રોકાણકારોને વધુ વિગતો આપવા માટે જણાવ્યું હોવાનું જાણકાર વર્તુળોનું કહેવું છે. સ્મોલ અને મીડ-સાઈઝ્ડ ફંડ્સ છેલ્લાં કેટલાંક મહિનાઓમાં ઊંચો ઈનફ્લો મેળવી રહ્યાં છે. જેણે સત્તાવાળાઓમાં ચિંતા જગાવી છે. માર્કેટમાં તીવ્ર વેચવાલી વખતે રોકાણકારોના હિતને ધ્યાનમાં રાખી તેઓ આ ચેતવણી આપી રહ્યાં છે. સેબી આવા ફંડ્સે તેમના ફંડના હાથ ધરેલા સ્ટ્રેસ ટેસ્ટ્સની સમીક્ષા પણ કરી રહી હોવાનું વર્તુળોએ અગાઉ જણાવ્યું હતું.
સેબી તરફથી ફંડ્સને મોટા રિડમ્પ્શન્સને કેટલે સુધી પચાવી શકશે તે અંગે ડિસ્ક્લોઝર માટે જણાવાય રહ્યું છે. મોટા આઉટફ્લોને કારણે પોર્ટફોલિયોના મૂલ્ય પર થનારી અસર અંગે સેબી તેમને પૂછી રહી છે. ફંડ આઉટફ્લોના પાલન માટે ફંડ કેટલી કેશ અને કેટલી લિક્વિડ એસેટ્સ જાળવશે તે પણ પૂછવામાં આવી રહ્યું છે. કોટક મ્યુચ્યુલ ફંડના સીઆઈઆઈ હર્ષા ઉપાધ્યાયના મતે ઈન્વેસ્ટમેન્ટ કમિટિઝને હંમેશા લિક્વિડીટી સંબંધી પડકારોનો ખ્યાલ હોય છે પરંતુ રોકાણકારોને નથી હોતો. એકવાર તેમને આ માહિતી પ્રાપ્ય હોય તો તેઓ દરેક ફંડની સરખામણી કરી શકે છે. સેબી સાથે મળી કામ કરી રહેલી એમ્ફીએ જોખમોના ડિસ્ક્લોઝર માટે સ્ટાન્ડર્ડાઈઝ્ડ ફોર્મેટનો પ્રસ્તાવ મૂક્યો છે. છેલ્લાં એક વર્ષમાં ઊંચા ઈનફ્લો પાછળ નિફ્ટી સ્મોલ-કેપ 250 ઈન્ડેક્સ 71 ટકા જેટલો ઉછળ્યો છે. જ્યારે નિફ્ટી મીડકેપ 100 ઈન્ડેક્સ 64 ટકા ઉછળ્યો છે.



2023માં પ્રમોટર્સ, એફઆઈઆઈએ 42 અબજ ડોલરનું વેચાણ નોંધાવ્યું
સ્થાનિક સંસ્થાઓ અને રિટેલર્સે આ વેચાણને પચાવ્યું હતું

કેલેન્ડર 2023માં ભારતીય શેરબજારમાં પ્રમોટર્સ, વિદેશી રોકાણકારો અને વ્યક્તિગત રોકાણકારોએ 42 અબજ ડોલરનું વેચાણ નોંધાવ્યું હતું. જેને સ્થાનિક મ્યુચ્યુલ ફંડ્સ તથા કેટલાંક વિદેશી રોકાણકારો તરફથી પચાવવામાં આવ્યું હતું એમ એક રિસર્ચ રિપોર્ટ જણાવે છે. ભારતીય બજારમાં 40 ટકા ઈક્વિટીઝના માલિક પ્રમોટર્સ તરફથી સૌથી ઊંચી વેચવાલી જોવા મળી હતી. બીજા ક્રમે 38 ટકા સાથે વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ વેચાણ કર્યું હતું. જ્યારે 16 ટકા સાથે વ્યક્તિગત રોકાણકારોએ પણ વેચવાલી દર્શાવી હતી. જ્યારે 6 ટકાના હિસ્સા સાથે ઈન્શ્યોરન્સ કંપનીઓનું નાનુ યોગદાન રહ્યું હતું.
વિદેશી રોકાણકારો અને મ્યુચ્યુલ ફંડ્સે આ વેચાણ સામે 21 અબજ ડોલરની ખરીદી કરી હતી. તેમની મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં મોટી ખરીદી જોવા મળી હતી. જેને કારણે લાર્જ-કેપ્સની સરખામણીમાં તેમનો દેખાવ ઊંચો જોવા મળ્યો હતો. સરવાળે, પ્રમોટર્સ અને વિદેશી રોકાણકારોના વેચાણની અસરને ખાળવામાં સહાયતા મળી હતી એમ રિપોર્ટ નોંધે છે.
કેલેન્ડર 2024માં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ 3.5 અબજ ડોલરનું ચોખ્ખું વેચાણ દર્શાવ્યું છે. જ્યારે ડીઆઈઆઈએ 5.6 અબજ ડોલરની ચોખ્ખી ખરીદી કરી છે. સેક્ટરવાર જોઈએ તો ફાઈનાન્સિયલ્સ, ડિસ્ક્રિશઅનરી કન્ઝ્મ્પ્શન અને એફએમસીજીમાં મોટો આઉટફ્લો જોવા મળ્યો છે. જ્યારે આઈટી, એનર્જી, પાવર અને ટેલિકોમમાં ઈનફ્લો નોંધાયો છે.


NTPC ગ્રીન એનર્જીએ IPO માટે મર્ચન્ટ બેંકર્સની નિમણૂંકની પ્રક્રિયા આદરી
એનટીપીસીની સબસિડીયરી એનટીપીસી ગ્રીન એનર્જીએ આઈપીઓ સાથે બજારમાં પ્રવેશવા માટેની પ્રક્રિયા શરૂ કરી હોવાનું કંપનીના ટોચના વર્તુળો તરફથી જાણવા મળે છે. કંપનીના સીઈઓના જણાવ્યા મુજબ હાલમાં તેઓ મર્ચન્ટ બેંકર્સની નિમણૂંક કરવાની પ્રક્રિયામાં છે અને લગભગ આંઠથી નવ મહિનામાં તેઓ બજારમાં પ્રવેશ કરી શકે છે. એનટીપીસી ગ્રીન એનર્જી એ એનટીપીસીની સબસિડિયરી કંપની છે. જે દેશમાં ગ્રીન એનર્જી ડેવલપમેન્ટમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. હાલમાં કંપની 25-26 ગીગાવોટની પાઈપલાઈન પર કામ કરી રહી છે. જેમાંથી 8 ગીગાવોટ બાંધકામ હેઠળ છે.


અદાણી ગ્રીન એનર્જી ડોલર-ડિનોમિનેટેડ બોન્ડ્સ મારફતે 41 કરોડ ડોલર ઊભા કરશે
અદાણી જૂથની અદાણી ગ્રીન એનર્જી યુએસ ડિનોમિનેટેડ બોન્ડ્સ મારફતે 40.9 કરોડ ડોલર એકત્ર કરવા માટે વિચારી રહી છે. જેની મુદત 18 વર્ષની હશે એમ કંપનીએ રેગ્યુલેટરી ફાઈલીંગમાં જણાવ્યું હતું. ઈસ્યુનો આધાર માર્કેટની સ્થિતિ પર હશે અને બોન્ડ્સની વેઈટેડ એવરેજ લાઈફ 12.7 વર્ષોની હશે એમ કંપનીએ જણાવ્યું હતું. ઈસ્યુમાંથી મળનારી રકમનો ઉપયોગ 2024માં પાકનારા 50 કરોડ ડોલરના 6.25 ટકાના કૂપન રેટ સાથેના સિનિયર સિક્યોર્ડ નોટ્સના રિફાઈનાન્સમાં થશે. જે 10 જૂન, 2019ના રોજ ઈસ્યુ કરવામાં આવ્યાં હતાં. ઈસ્યુઅર્સે આ માટે વિદેશી બેંક્સની નિમણૂંક પણ કરી છે. જેમાં બાર્ક્લેઝ, ડીબીએસ બેંક, ડોઈશે બેંક, એમિરાટ્સ એનબીડી બેંક, ફર્સ્ટ અબુ ધાબી બેંક, આઈએનજી બેંક, ઈનટેસા સાનપોલો, એમયૂએફજી સિક્યૂરિટીઝ એશિયા, એમએમબીસી નિક્કો સિક્યૂરિટીઝ, સોસાયટી જનરાલી અને સ્ટાન્ડર્ડ ચાર્ડર્ડ બેંકનો સમાવેશ થાય છે. આ બેંક્સ તરફથી 29 ફેબ્રુઆરીથી શરૂ થાય તે રીતે એશિયા, મધ્ય-પૂર્વ, યૂરોપ અને યૂએસ ખાતે ફિક્સ્ડ ઈન્કમ ઈન્વેસ્ટર્સ સાથે શ્રેણીબધ્ધ બેઠકોનું આયોજન પણ હાથ ધરાયું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage