Market Summary 29/01/2024

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

રિલાયન્સ પાછળ બેન્ચમાર્ક્સમાં 2 ટકાનો ઉછાળો નોંધાયો
નિફ્ટી 21700ની સપાટી કૂદાવી ગયો
રિલાયન્સ 7 ટકા ઉછળી રૂ. 2900ની નજીક સર્વોચ્ચ ટોચે
બ્રોડ માર્કેટમાં પણ ભારે ખરીદી જોવાઈ
એનર્જી, પીએસઈ, મેટલ, ઓટો, બેંકિંગમાં મજબૂતી
એફએમસીજીમાં નરમાઈ
વોલેટિલિટી ઈન્ડેક્સ 13 ટકા ઉછળી 15.68ના સ્તરે બંધ
આઈઆરબી ઈન્ફ્રા, એનએમડીસી, એસજેવીએન, એનબીસીસી નવી ટોચે
નવીન ફ્લોરિન નવા તળિયે

શેરબજારમાં નવા સપ્તાહની શરૂઆત ધમાકેદાર તેજી સાથે થઈ હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાનીમાં માર્કેટમાં ભારે તેજી જોવા મળી હતી. બેન્ચમાર્ક્સ લગભગ 2 ટકા જેટલા ઉછળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 1.8 ટકા ઉછળી 71942ની સપાટીએ જ્યારે નિફ્ટી 385 પોઈન્ટ્સ ઉછળી 21738ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ મજબૂતી જોવા મળી હતી. જેની પાછળ બ્રેડ્થ પોઝીટીવ રહી હતી. બીએસઈ ખાતે કુલ 4061 કાઉન્ટર્સમાં ટ્રેડિંગમાંથી 2252 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1671 કાઉન્ટર્સે નેગેટિવ બંધ આપ્યું હતું. 473 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 26 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 13 ટકા ઉછળી 15.68ના સ્તરે બંધ રહ્યો હતો.
સોમવારે એશિયન બજારોમાં મિશ્ર વલણ વચ્ચે ભારતીય બજાર ગેપ-અપ ઓપનીંગ પછી સતત સુધરતું રહ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 21,352ના બંધ સામે 21433ની સપાટીએ ખૂલી ઉપરમાં 21763ની ટોચ પર ટ્રેડ થઈ તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 137 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 21875 પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રની સરખામણીમાં પ્રિમીયમમાં સાધારણ ઘટાડો સૂચવે છે. આમ, ઊંચા મથાળે લોંગ પોઝીશનમાં લિક્વિડેશન સંભવ છે. ટેક્નિકલી નિફ્ટીને 21800નો અવરોધ નડી શકે છે. જે પાર થશે તો ફરી 22 હજારની સપાટી જોવા મળી શકે છે. ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગનો વ્યૂહ જાળવવો જોઈએ એમ બજાર નિરીક્ષકોનું કહેવું છે.
સોમવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ટોચના ઘટકોમાં ઓએનજીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, કોલ ઈન્ડિયા, અદાણી એન્ટરપ્રાઈઝિસ, અદાણી પોર્ટ્સ, બીપીસીએલ, તાતા મોટર્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, હીરો મોટોકોર્પ, લાર્સન, એનટીપીસી, કોટક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, એસબીઆઈ લાઈફ, એપોલો હોસ્પિટલ, ટાઈટન કંપની, સન ફાર્મા, એક્સિસ બેંક, એસબીઆઈ, એચસીએલ ટેક્નોલોજી, બજાજ ફાઈનાન્સ, આઈશર મોટર્સ, એચડીએફસી બેંકનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, સિપ્લા, આઈટીસી, એલટીઆઈમાઈન્ડટ્રી, ઈન્ફોસિસ, બજાજ ઓટો, ટેક મહિન્દ્રા, જેએસડબલ્યુ સ્ટીલ, ટીસીએસ, ડિવિઝ લેબ્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ, બ્રિટાનિયામાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો એનર્જી, પીએસઈ, મેટલ, ઓટો, બેંકિંગમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે એફએમસીજીમાં નરમાઈ જળવાય હતી. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 5.2 ટકા ઉછળી સર્વોચ્ચ ટોચે બંધ રહ્યો હતો. જેના મુખ્ય ઘટકોમાં ઓએનજીસી 8 ટકા ઉછળ્યો હતો. હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 7 ટકા ઉછળી તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 19.6 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. આ ઉપરાંત, એચપીસીએલ, તાતા પાવર, બીપીસીએલ, ગેઈલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, એનટીપીસી, અદાણી ગ્રીન એનર્જીમાં પણ નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 4 ટકા ઉછળી નવી ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ઓએનજીસી, પાવર ફાઈનાન્સ, આરઈસી, કોલ ઈન્ડિયા, એચપીસીએલ, એનએચપીસી, બીપીસીએલ, ગેઈલ, કોન્કોર, પાવર ગ્રીડ કોર્પોરેશન, એનટીપીસી, નાલ્કો, ઓઈલ ઈન્ડિયા, હિંદુસ્તાન એરોનોટીક્સ, આઈઓસી, એનએમડીસીમાં ભારે ખરીદી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.6 ટકા મજબૂતી દર્શાવતો હતો. જેના ઘટકોમાં કોલ ઈન્ડિયા 6 ટકા ઉછળી સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. આ ઉપરાંત, અદાણી એન્ટરપ્રાઈઝ, મોઈલ, નાલ્કો, એપીએલ એપોલો, જિંદાલ સ્ટીલ, એનએમડીસી, વેદાંત, સેઈલ, તાતા સ્ટીલ, હિંદુસ્તાન ઝીંકમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ઓટો 1.7 ટકા ઉછળી સર્વોચ્ચ ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં એમઆરએફ 5 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, ભારત ફોર્જ, તાતા મોટર્સ, હીરો મોટોકોર્પ, અશોક લેલેન્ડ, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ, બોશ, સોના બીએલડબલ્યુ, આઈશર મોટર્સ, ટીવીએસ મોટરમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 2.5 ટકા ઉછળી નવી ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં પંજાબ એન્ડ સિંધ બેંક, આઈઓબી, ઈન્ડિયન બેંક, યૂકો બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક, પીએનબી, કેનેરા બેંક, એસબીઆઈ, જેકે બેંકમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. એકમાત્ર નિફ્ટી એફએમસીજીમાં નરમાઈ જોવા મળી હતી. જેના ઘટકોમાં યુનાઈટેડ બ્રૂઅરિઝ, મેરિકો, આઈટીસી, યુનાઈટેડ સ્પિરિટ્સ, બ્રિટાનિયામાં નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો ઓએનજીસી 8 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, પાવર ફાઈનાન્સ, આરઈસી, એમસીએક્સ ઈન્ડિયા, કોલ ઈન્ડિયા, એમઆરએફ, એચપીસીએલ, ઈન્ડિયન હોટેલ્સ, તાતા પાવર, ગોદરેજ પ્રોપર્ટઈઝ, અદાણી પોર્ટ્સ, શ્રીરામ ફાઈનાન્સ, ક્યુમિન્સ, આઈડીએફસી ફર્સ્ટ બેંક, બીપીસીએલમાં નોંધપાત્ર તેજી જોવા મળી હતી. બીજી બાજુ, એયૂ સ્મોલ ફાઈનાન્સ, એસબીઆઈ કાર્ડ, સિપ્લા, યુનાઈડેટ બ્રૂઅરિઝ, મેરિકો, ટોરેન્ટ ફાર્મા, સીજી કન્ઝ્યૂમર, આઈટીસી, લૌરસ લેબ્સ, ઓરેકલ ફિન સર્વ, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, એસઆરએફ, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયામાં નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ સપાટી દર્શાવનારા કાઉન્ટર્સમાં આઈઆરબી ઈન્ફ્રા, એનએમડીસી સ્ટીલ, એસજેવીએન, એનબીસીસી, એનસીસી, ઓએનજીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, પાવર ફાઈનાન્સ, આરઈસી, તાતા ઈન્વે. કોર્પ, કરુર વૈશ્ય, એમસીએક્સ ઈન્ડિયા, કોલ ઈન્ડિયા, રેઈન ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, નવીન ફ્લોરિને વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું.

બજાજ ફાઈનાન્સનો નેટ પ્રોફિટ 22.4 ટકા ઉછળી રૂ. 3,639 કરોડ પર નોંધાયો

દેશમાં સૌથી મોટી નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની બજાજ ફાઈનાન્સે અપેક્ષા કરતાં નીચા પરિણામો દર્શાવ્યાં છે. કંપનીનો ડિસેમ્બર ક્વાર્ટર નફો 22.4 ટકા ઉછળી રૂ. 3639 કરોડ પર નોંધાયો હતો. જે રૂ. 3756 કરોડના એનાલિસ્ટ્સના અંદાજથી સાધારણ નીચો હતો. કંપનીની બેડ લોનમાં વૃદ્ધિ પાછળ નફાકારક્તા પર અસર ડી હતી. કંપનીના કોન્સોલિડેટેડ આંકડાઓમાં લેન્ડરની સબસિડિયરીઝ બજાજ હાઉસિંગ ફાઈનાન્સ અને બજાજ ફાઈનાન્સિયલ સિક્યૂરિટીઝનો સમાવેશ થતો હતો.

અદાણી એનર્જી સોલ્યુશન્સનો નફો 27 ટકા ઉછળી રૂ. 348 કરોડ નોંધાયો
અદાણી એનર્જી સોલ્યુશને ડિસેમ્બર ક્વાર્ટર માટે 27 ટકા વૃદ્ધિ સાથે રૂ. 348.25 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 478.07 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. જેમાં વન-ટાઈમ રૂ. 240 કરોડને રેગ્યુલેટરી ઈન્કમનો સમાવેશ થતો હતો. અદાણી એનર્જીની કુલ આવક રૂ. 4824.42 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 3719.31 કરોડ પર હતી. કંપનીએ ક્વાર્ટર દરમિયાન 302 સર્કિટ કિલોમીટર્સનો ઉમેરો કર્યો હતો. જે સાથે તે કુલ 20,422 સર્કિટ કિલોમીટર ટ્રાન્સમિશન નેટવર્ક પર પહોંચી હતી. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં 21.69 કરોડ યુનિટ્સની સરખામણીમાં ચાલુ વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં 24.89 કરોડ યુનિટ્સનું વેચાણ કર્યું હતું.

ગેઈલનો નફો 10-ગણો ઉછળી રૂ. 2843 કરોડ પર જોવા મળ્યો
જાહેર ક્ષેત્રની ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ગેઈલે ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 2843 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 10 ગણી વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીએ રૂ. 245.73 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીના રૂ. 2405 કરોડના નફા સરખામણીમાં ડિસેમ્બર ક્વાર્ટરમાં વધુ સારો દેખાવ જોવા મળ્યો હતો. કંપનીના પેટ્રોકેમિકલ્સ બિઝનેસે ટર્નએરાઉન્ડ દર્શાવ્યું હતું. તેણે ટેક્સ અગાઉ રૂ. 62 કરોડનો નફા રળ્યો હતો. ગયા વર્ષે સમાનગાળામાં તે રૂ. 349 કરોડનું નુકસાન નોંધાવ્યું હતું. કંપનીની કામકાજી આવક રૂ. 34,254 કરોડ પર ફ્લેટ જોવા મળી હતી. એપ્રિલથી ડિસેમ્બર, 2023ના નવ મહિનામાં કંપનીનો નેટ પ્રોફિટ 42 ટકા ઉછળી રૂ. 6659.51 કરોડ પર જોવા મળ્યો હતો. જ્યારે કામકાજી આવક રૂ. 98,304 કરોડ પર રહી હતી.

BPCLનો ડિસેમ્બર ક્વાર્ટર નફો 82 ટકા ઉછળી રૂ. 3181 કરોડ નોંધાયો
સરકારી માલિકીની ઓઈલ માર્કેટિંગ કંપની બીપીસીએલે ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 3181 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. કંપનીએ ઊંચા રિફાઈનીંગ માર્જિન્સને જોતાં ઊંચો પ્રોફિટ દર્શાવ્યો છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1747 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. જોકે, ગયા સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 8244 કરોડના નેટ પ્રોફિટની સરખામણીમાં ડિસેમ્બરમાં નફો નોંધપાત્ર નીચો જોવા મળ્યો હતો. સરકાર તરફથી 21-મહિનાથી ફ્યુઅલ પ્રાઈસને સ્થિર જાળવવામાં આવ્યાં હતાં. કંપનીએ પ્રતિ બેરલ ક્રૂડ ઓઈલ 13.3 યુએસ ડોલરનું માર્જિન દર્શાવ્યાંનો અંદાજ છે. ટેક્સ અગાઉ કંપનીનો નફો ઉછળી રૂ. 4373 કરોડ પર જોવા મળ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 2619 કરોડ પર હતો. કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 11,283 કરોડનો વિક્રમી એબિટા દર્શાવ્યો હતો.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage