Market Summary 29 June 2021

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

માર્કેટમાં ઊંચા મથાળે ડિસ્ટ્રીબ્યુશનના સંકેત
છેલ્લાં કેટલાંક સત્રોથી માર્કેટ પોઝીટીવ ઓપનીંગ બાદ દિવસની ટોચ પરથી ધીમા ઘસારા સાથે બંધ દર્શાવે છે. મંગળવારે નિફ્ટીએ 15836ના દિવસના ટોચના સ્તરે ઓપનીંગ દર્શાવી 15724નું તળિયું નોંધાવ્યા બાદ 66 પોઈન્ટ્સ નરમાઈ સાથે 15748 પર બંધ આપ્યું હતું. માર્કેટ મોટાભાગનો દિવસ રેડ ઝોનમાં ટ્રેડ થતું રહ્યું હતું. આમ જે સૂચવે છે કે બજારમાં ઊંચા મથાળે ડીસ્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે અને ઘટાડે ખરીદીનો અભાવ જોવા મળી રહ્યો છે.
નિફ્ટી બેંકમાં એક ટકાનો ઘટાડો
બેંકિંગ સેક્ટર માર્કેટને સપોર્ટ કરે તેવી બજારની વ્યાપક માન્યતાથી વિપરીત બેંક નિફ્ટીમાં એક ટકાનો ઘટાડો નોંધાયો હતો અને તે 35010 પર બંધ રહ્યો હતો. પીએસયૂ બેંક ઈન્ડેક્સ તો 1.5 ટકા ઘટી બંધ રહ્યો હતો. છેલ્લા કેટલાંક સમયથી સારો દેખાવ દર્શાવી રહેલી પીએસયૂ બેંક્સમાં વેચવાલી જોવા મળી હતી. જેમાં ઈન્ડિયન બેંક 6.3 ટકા, જેકે બેંક 2.7 ટકા, બેંક ઓફ ઈન્ડિયા 2.3 ટકા અને કેનેરા બેંક 2.04 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.

IRCTCનો નફો 23 ટકા ઘટી રૂ. 104 કરોડ
પ્રિમીયમ સરકારી સાહસ આઈઆરસીટીસીએ માર્ચ ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં 23 ટકા ઘટાડો દર્શાવ્યો છે. ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 135.14 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 103.78 કરોડનો નફો નોંધાવ્યો છે. કોવિડની બીજી લહેરને કારણે કંપનીની કામગીરી પર અસર પડી છે. ઓનલાઈન ટિકિટીંગ ઉપરાંત કેટરિંગ તથા વિશેષ ટ્રેઈન સર્વિસ બંધ રાખવાને કારણે કંપનીના ચોખ્ખા નફા પર અસર પડી હતી. જો ત્રિમાસિક ધોરણે સરખામણી કરીએ તો ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં માર્ચ ક્વાર્ટરમાં નફો 33 ટકા વધ્યો હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં તેણે રૂ. 78.08 કરોડનો નફો દર્શાવ્યો હતો. માર્ચ ક્વાર્ટરમાં કંપનીની આવક 41 ટકા ગગડી રૂ. 340 કરોડ રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 576 કરોડ જોવા મળી હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની રૂ. 224.37 કરોડની આવક સામે માર્ચ ક્વાર્ટરમાં જોકે સુધારો નોંધાયો હતો. કંપનીએ 50 ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી. એટલેકે રૂ. 10ની ફેસવેલ્યૂના શેર પર રૂ. 5નું વ્યાજ મળવાપાત્ર રહેશે.

RBI 2022-23ના પ્રથમ કવાર્ટર સુધી રેટ નહિ વધારેઃ બાર્ક્લેઝ
ઈન્ફ્લેશન ઊંચું હોવા છતાં નબળા આર્થિક વૃદ્ધિ દરની સ્થિતિને જોતાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આગામી નાણાકિય વર્ષે 2022-23ના પ્રથમ ક્વાર્ટર પહેલા ઈન્ટરેસ્ટ રેટમાં વૃદ્ધિ કરે તેવી શક્યતા નહિ હોવાનું વૈશ્વિક ઈન્વેસ્ટમેન્ટ બેંક બાર્ક્લેઝના ચીફ ઈન્ડિયા ઈકોનોમિસ્ટ રાહુલ બજારિયાએ જણાવ્યું છે. વચગાળાના સમય દરમિયાન મધ્યસ્થ બેંક તેનું એકોમોડેટીવ વલણ જાળવી રાખશે. તેમના જણાવ્યા પ્રમાણે ગ્રોથને સપોર્ટ કરવા માટે આરબીઆઈએ શરૂમાં રેટમાં ઘટાડો કર્યો હતો. જોકે તાજેતરમાં ફુગાવો તેના કમ્ફર્ટ ઝોનની ઉપર જોવા મળી રહ્યો છે ત્યારે બેંકની સહનશક્તિ કેટલી છે તે જોવાનું રહેશે. જોકે બીજી બાજુ આર્થિક વૃદ્ધિ દર પણ ધીમો પડી રહ્યો છે અને તેથી આરબીઆઈ કોઈ ઉતાવળુ પગલું નહિ ઉઠાવે.

સોનું-ચાંદીમાં એક ટકા સુધીનો ઘટાડો નોંધાયો

વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓમાં બાઉન્સ ટકી શક્યો નથી. જેની પાછળ સ્થાનિક બજારમાં ભાવ ફરી એક મહિનાના નીચા સ્તર પર જોવા મળી રહ્યાં છે. મંગળવારે એમસીએક્સ ઓગસ્ટ ગોલ્ડ વાયદો અડધા ટકાના ઘટાડા સાથે રૂ. 46771ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. સોમવારે વૈશ્વિક બજારમાં મજબૂતી પાછળ તે રૂ. 47000ના સ્તર પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. જોકે આ સ્તર જાળવી શક્યો નહોતો. ચાંદીમાં પણ 0.8 ટકા સુધીની નરમાઈ જોવા મળી રહી હતી અને જુલાઈ સિલ્વર વાયદો રૂ. 481ના ઘટાડા સાથે રૂ. 67660 પર ટ્રેડ થતો હતો. બેઝ મેટલ્સમાં કોપરમાં નરમાઈ પાછળ પણ ચાંદી પર વધુ નેગેટિવ અસર જોવા મળી રહી હતી.


ડોલર સામે રૂપિયો 4 પૈસા નરમાઈ સાથે બંધ

ભારતીય ચલણમાં યુએસ ડોલક સામે નરમાઈ જોવા મળી હતી. સોમવારે 1 પૈસાના સાધારણ સુધારા સાથે 74.19ના સ્તરે બંધ રહેલો રૂપિયો મંગળવારે 9 પૈસા ઘટાડા સાથે 74.28ના સ્તરે ખૂલ્યો હતો. જ્યાંથી સુધરી 74.19ના અગાઉના બંધ પર જોવા મળ્યો હતો. આખરે 74.23ના સ્તરે બંધ રહ્યો હતો. ઈક્વિટી માર્કેટમાં ઘટાડાની અસર રૂપિયા પર પણ જોવા મળી હતી. વિદેશી સંસ્થાઓએ સોમવારે ભારતીય બજારમાં ચોખ્ખી વેચવાલી દર્શાવી હતી. ફોરેક્સ એનાલિસ્ટ્સ રૂપિયામાં 74.75 સુધીની નરમાઈની શક્યતા જોઈ રહ્યાં છે.


કંપની સમાચાર


ટીએન પેટ્રોઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 64 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 7 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 269 કરોડની સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 354 કરોડ રહી હતી.

સન્ડુરઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 71 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 46 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 117 કરોડની સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 363 કરોડ રહી હતી.


શીપીંગ કંપનીઝઃ બાલ્ટીક ડ્રાય ઈન્ડેક્સ 2.1 ટકા ઉછળી 3324 પર પહોંચ્યો છે. જે જૂન 2010 પછીની તેની ટોચ છે. શીપીંગ કંપનીઓ માટે ખૂબ લાભદાયી બાબત છે.


ગોદરેજ કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સઃ રેટિંગ એજન્સી ઈકરાએ કંપનીનું લોંગ-ટર્મ રેટિંગ એએએ સ્ટેબલ પરથી સુધારી એએપ્લસ સ્ટેબલ કર્યું છે. જ્યારે શોર્ટ-ટર્મ રેટિંગને એ1પ્લસ સ્ટેબલ જાળવ્યું છે.

રામ્કો સિસ્ટમ્સઃ કંપની એડન પોર્ટ્સ ડેવલપમેન્ટ કંપની(એપીડીસી)ને તેના નેક્સ્ટ-જનરેશન ઈઆરપી સોફ્ટવેર પૂરાં પાડશે.

ગ્રેટ ઈસ્ટર્ન શીપીંગઃ કંપનીએ 1996માં બનેલું મીડસાઈઝ ગેસ કેરિયર જગ વાયુ ખરીદારોને ડિલીવર કર્યું છે.

ઝી મિડિયાઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 5.8 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 10.5 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 138 કરોડની સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 183 કરોડ રહી હતી.

વાઈસરોય હોટેલ્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 3.56 કરોડની ખોટ દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 6.97 કરોડ પર હતી. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 150.3 કરોડની સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 7.84 કરોડ રહી હતી.

એચડીએફસી લાઈફઃ સ્ટાન્ડર્ડ લાઈફ એચડીએફસી લાઈફમાં 3.46 ટકા હિસ્સાનું વેચાણ કરશે. તે રૂ. 658-678ના પ્રાઈસ બેન્ડમાં આ હિસ્સાનું વેચાણ કરશે.

ફ્યુચર લાઈફ સ્ટાઈલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 149 કરોડની ખોટ દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 148 કરોડ પર હતી. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1443 કરોડની સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 832 કરોડ રહી હતી.

પંજાબ એન્ડ સિંધ બેંકઃ પીએસયૂ બેંક તેના શેર પ્રિમીયમ એકાઉન્ટમાંથી રૂ. 3577 કરોડના એક્યૂમ્યૂલેટેડ લોસના વેચાણ માટે આગામી મહિને શેરધારકોની મંજૂરી લેશે.

આઈએફસીઆઈઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 849 કરોડની ખોટ દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 584 કરોડ પર હતી. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 859 કરોડની સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 15.76 કરોડ રહી હતી

વી2 રિટેલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 10.26 કરોડની ખોટ દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 12.08 કરોડ પર હતી. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 129 કરોડની સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 189 કરોડ રહી હતી

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage