Market Summary 30/01/2024

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

શેરબજારમાં તેજીના વળતાં પાણી, સેન્સેક્સ 800 પોઈન્ટ્સ તૂટ્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 3 ટકા મજબૂતી સાથે 16.10ના સ્તરે બંધ
પીએસયૂ બેંક્સ, મેટલ, રિઅલ્ટીમાં મજબૂતી
એનર્જી, એફએમસીજી, ફાર્મા, આઈટીમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં જોકે મજબૂતી યથાવત
તાતા ઈન્વેસ્ટમેન્ટ, આઈઆરબી ઈન્ફ્રા, બીઈએમએલ, અપાર ઈન્ડ. નવી ટોચે
વેદાંત ફેશન, પોલીપ્લેક્સ કોર્પ નવા તળિયે
ભારતીય શેરબજારમાં સોમવારે જોવા મળેલો ઉછાળો અલ્પજીવી નીવડ્યો હતો. એશિયન બજારોમાં નરમાઈ પાછળ સ્થાનિક બજારમાં પણ વેચવાલી નીકળી હતી અને બેન્ચમાર્ક્સ એક ટકાથી વધુ ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 802 પોઈન્ટ્સ ગગડી 71140ની સપાટીએ જ્યારે નિફ્ટી 216 પોઈન્ટ્સ ગગડી 21522ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે ખરીદી યથાવત રહી હતી. જેને કારણે બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3907 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1954 પોઝીટીવ જોવા મળતાં હતાં. જ્યારે 1864 કાઉન્ટર્સ નેગેટિવ જળવાયાં હતાં. 498 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 21 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 3 ટકા મજબૂતી સાથે 16.10ના સ્તરે બંધ રહ્યો હતો.
મંગળવારે ભારતીય બજારે પોઝીટીવ ઓપનીંગ દર્શાવ્યું હતું. શરૂઆતી કલાકમાં ઈન્ટ્રા-ડે ટોચ બનાવી માર્કેટ સતત ઘસાતું રહ્યું હતું. નિફ્ટી 21813ની ટોચ પરથી ઈન્ટ્રા-ડે 21502ના તળિયે પટકાયો હતો અને તેની નજીક જ બંધ રહ્યો હતો. એશિયન બજારોમાં ચીનનું બજાર 2 ટકા જ્યારે હોંગ કોંગનું બજાર 2.3 ટકા ઘટાડો દર્શાવતાં હતાં. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 103 પોઈન્ટ્સના પ્રિમીયમ સાથે 21625ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 137 પોઈન્ટ્સના પ્રિમીયમ સરખામણીમાં ઘટાડો સૂચવે છે. આનો અર્થ એવો થાય છે કે ઊંચા મથાળે લોંગ પોઝીશન વિતરીત થઈ છે. જે માર્કેટમાં ઘટાડો આગળ વધવાનો સંકેત છે. બેન્ચમાર્કને 21250નો સપોર્ટ છે. જ્યાંથી તે જાન્યુઆરી એક્સપાયરીના દિવસે પરત ફર્યું હતું. જોકે, આ લેવલ તૂટશે તો 20900નું લેવલ જોવા મળી શકે છે. 21800ના સ્ટોપલોસ સાથે શોર્ટ પોઝીશન જાળવી શકાય.
મંગળવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં બીપીસીએલ, તાતા મોટર્સ, ગ્રાસિમ, આઈશર મોટર્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, એસબીઆઈ, એચયૂએલ, ટેક મહિન્દ્રા, હિંદાલ્કો, બજાજ ઓટો, પાવર ગ્રીડ કોર્પોરેશન, આઈસીઆઈસીઆઈ બેંક, જેએસડબલ્યુ સ્ટીલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, બજાજ ફાઈનાન્સ, ટાઈટન કંપની, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફિનસર્વ, એનટીપીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈટીસી, કોલ ઈન્ડિયા, સન ફાર્મા, લાર્સન, એલટીઆઈમાઈન્ડટ્રી, તાતા કન્ઝ્યૂમર, સિપ્લા, એસબીઆઈ લાઈફ, ઓએનજીસી, એમએન્ડએમ, એચસીએલ ટેક્નોલોજી, બ્રિટાનિયા, યૂપીએલ, અદાણી પોર્ટ્સમાં વેચવાલી જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સિસ પર નજર નાખીએ તો પીએસયૂ બેંક્સ, મેટલ, રિઅલ્ટીમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી પીએસયૂ બેંક એક ટકા ઉછળી સર્વોચ્ચ ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ઈન્ડિયન બેંક 3 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, યૂકો બેંક, બેંક ઓફ ઈન્ડિયા, પીએનબી, બેંક ઓફ બરોડા, એસબીઆઈ, કેનેરા બેંકમાં પણ મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 0.4 ટકા મજબૂતી સૂચવતો હતો. જેના ઘટકોમાં હેમિસ્ફીઅર 15 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત સનટેક રિઅલ્ટી, ડીએલએફ, સોભા, ફિનિક્સમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મિડિયામાં પણ મજબૂતી જોવા મળી હતી. જેનું કારણ ઝી એન્ટરટેઈનમેન્ટમાં મજબૂતી હતું. બીજી બાજુ, નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 1.7 ટકા તૂટ્યો હતો. જેના ઘટકોમાં એનટીપીસી 3 ટકા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 3 ટકા અને અદાણી ગ્રીન 2 ટકા ઘટાડો દર્શાવતાં હતાં. ઓઈલ માર્કેટિંગ કંપનીઓના શેર્સમાં જોકે મજબૂતી જોવા મળી હતી. જેમાં એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસી, ત્રણેય ગ્રીન ઝોનમાં ટ્રેડ થતાં હતાં. નિફઅટી એફએમસીજી ઈન્ડેક્સ 1 ટકા તૂટ્યો હતો. જેના ઘટકોમાં આઈટીસી, તાતા કન્ઝ્યૂમર, વરુણ બેવરેજીસ, કોલગેટ, યુનાઈટેડ સ્પિરિટ્સ, બ્રિટાનિયા, પીએન્ડજી, જ્યુબિલિઅન્ટ ફૂડમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી આઈટી, નિફ્ટી ઓટો અને બેંકનિફ્ટી પણ ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ પ્લેટફોર્મની વાત કરીએ તો ઝી એન્ટરટેઈનમેન્ટ 6 ટકા ઉછળી રૂ. 171 પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત, સિન્જિન, એચપીસીએલ, આઈઈએક્સ, ભેલ, એલઆઈસી હાઉસિંગ, બોશ, ડીએલએફ, બીપીસીએલ, તાતા મોટર્સ, જિંદાલ સ્ટીલ, મણ્ણાપુરમ ફાઈનાન્સમાં નોંધપાત્ર મજબૂત જોવા મળી હતી. બીજી બાજુ, કોરોમંડલ ઈન્ટરનેશનલ, ટ્રેન્ટ, બજાજ ફાઈનાન્સ, સિમેન્સ, ચંબલ ફર્ટિલાઈઝર, ટાઈટન કંપની, પર્સિસ્ટન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઓરેકલ ફાઈનાન્સિયલ સર્વિસિઝ, મેક્સ ફાઈનાન્સિયલ, બજાજ ફિનસર્વ, એનટીપીસી, ભારત ફોર્જમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં તાતા ઈન્વેસ્ટમેન્ટ કોર્પ, આઈઆરબી ઈન્ફ્રા, બીઈએમએલ, કેફિન ટેક, અપાર ઈન્ડસ્ટ્રીઝ, એચપીસીએલ, રતનઈન્ડિયા એન્ટરપ્રાઈઝ, બિરલા કોર્પ, ઓઈલ ઈન્ડિયા, પીએનસી ઈન્ફ્રાટેક, યૂટીઆઈ એએમસી, ભેલ, સીઈએસઈ, એલઆઈસી હાઉસિંગ, ઈન્ડિયન બેંકનો સમાવેશ થાય છે. જ્યારે વેદાંત ફેશન્સ અને પોલીપ્લેક્સ કોર્પોના શેર્સમાં નવા તળિયા જોવા મળ્યાં હતાં.

બજાજ ફિનસર્વનો નેટ પ્રોફિટ 22 ટકા ઉછળી રૂ. 2158 કરોડ નોંધાયો
બજાજ ફિનસર્વે ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 2158 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 22 ટકા વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં તેણે રૂ. 1782 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. કંપનીની કુલ આવક રૂ. 29038 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 21,755 કરોડ પર હતી. કંપનીની ઈન્ટરેસ્ટ ઈન્કમ ગયા વર્ષના રૂ. 10,430 કરોડની સામે વધી રૂ. 13,992 કરોડ પર જોવા મળી હતી. કુલ ખર્ચ પણ રૂ. 17,336 કરોડ પરથી વધી રૂ. 23,609 કરોડ પર રહ્યો હતો. ક્વાર્ટર દરમિયાન કંપનીની સબસિડિયરી બજાજ આલિઆન્ઝ લાઈફ ઈન્શ્યોરન્સે રૂ. 108 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે વાર્ષિક 33 ટકા વૃદ્ધિ દર્શાવે છે. નોન-લાઈફ પાંખ બજાજ આલિઆન્ઝ જનરલ ઈન્શ્યોરન્સે રૂ. 281 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળમાં રૂ. 278 કરોડ પર હતો.

LICનો શેર લિસ્ટીંગ પછી પ્રથમવાર ઈસ્યુ પ્રાઈસ પર જોવા મળ્યો
દેશની સૌથી મોટી જીવન વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશને મંગળવારે આઈપીઓ પછી પ્રથમવાર તેની ઈસ્યુ પ્રાઈસને પાર કરી હતી. કંપનીએ મે 2022માં રૂ. 902-949ની રેંજમાં શેર આપ્યો હતો. કંપનીનો શેર ગયા નવેમ્બરમાં ઈસ્યુ ભાવથી 26 ટકા જેટલો ડિસ્કાઉન્ટ દર્શાવતો હતો. જ્યારપછી તેમાં ઝડપી સુધારો જોવા મળ્યો છે. એલઆઈસીનો શેર રૂ. 867ના ભાવે ડિસ્કાઉન્ટમાં લિસ્ટ થયો હતો. લિસ્ટીંગ પછી તે સતત ઘટતો રહ્યો હતો અને ગયા નવેમબર સુધી તે 26 ટકા ડિસ્કાઉન્ટમાં જોવા મળ્યો હતો. જોકે, ત્યારપછીના બે મહિનામાં તેણે 55 ટકાનું નોંધપાત્ર રિટર્ન આપ્યું છે. તાજેતરમાં આરબીઆઈ તરફથી કંપનીને એચડીએફસી બેંકમાં 9.99 ટકા સુધી શેર હિસ્સો ખરીદવાની છૂટ પછી શેરના ભાવમાં મજબૂતી જોવા મળી હતી. એલઆઈસીએ 24 જાન્યુઆરી, 2025 સુધીના એક વર્ષના સમયગાળામાં આ શેર્સ ખરીદવાના રહેશે. ડિસેમ્બર ક્વાર્ટરની આખર સુધીમાં તે એચડીએફસી બેંકમાં 5.19 ટકા લેખે 34 કરોડ શેર્સ ધરાવતી હતી. આમ, તે બેંકમાં વધુ 4.8 ટકા શેર્સ ખરીદી શકે છે.

ડો. રેડ્ડીઝે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1378 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો
ટોચની ફાર્મા કંપની ડો. રેડ્ડીઝ લેબોરેટરીએ ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 1379 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 11 ટકા વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીએ રૂ. 1238 કરોડનો નફો નોંધાવ્યો હતો. બ્રોકરેજિસે રૂ. 1383 કરોડના નેટ પ્રોફિટનો અંદાજ બાંધ્યો હતો. કંપનીની આવક વાર્ષિક ધોરણે 7 ટકા વૃદ્ધિ સાથે રૂ. 7215 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 7031 કરોડ પર જળવાયો હતો.
અદાણી ટોટલ ગેસે રૂ. 177 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો
અદાણી જૂથની સિટી ગેસ અને પીએનજી કંપની અદાણી ટોટલ ગેસે ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 177 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 18 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ ગયા વર્ષે રૂ. 150.19 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીનો એબિટા રૂ. 301 કરોડ રહ્યો હતો. કંપનીની આવક રૂ. 1244 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે રૂ. 1185.50 કરોડની સામે 4.93 ટકા વૃદ્ધિ સૂચવે છે. ગેસના ભાવમાં ઘટાડાને કારણે આવકમાં નીચી વૃદ્ધિ જોવા મળી હતી. કંપનીનો એબિટા વાર્ષિક ધોરણે 26 ટકા વૃદ્ધિ સૂચવતો હતો. જેની પાછળ ઊંચા વોલ્યુમ જવાબદાર હતાં.

એમએન્ડએમ ફાઈનાન્સનો નેટ પ્રોફિટ 12 ટકા ઘટી રૂ. 553 કરોડ રહ્યો
એનબીએફસી કંપની એમએન્ડએમ ફાઈનાન્સે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 553 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 12 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 629 કરોડનો પ્રોફિટ નોંધાવ્યો હતો. કંપનીના એનઆઈઆઈ રૂ. 1815 કરોડ પર જોવા મળ્યાં હતાં. જ્યારે ડિસ્બર્સમેન્ટ્સ 7 ટકા ઉછળી રૂ. 15,436 કરોડ પર નોંધાયા હતા. જે ગયા વર્ષે રૂ. 14,467 કરોડ પર હતાં. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 21 ટકા ઉછળી રૂ. 1815 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1650 કરોડ પર હતી. એમએન્ડએમ ફાઈનાન્સનો શેર 0.48 ટકા સુધારા સાથે રૂ. 279.95ની સપાટીએ બંધ રહ્યો હતો.

ભારત, જાપાન અને યુએસ ખાતે વિદેશી રોકાણકારોનો ફ્લો જળવાયેલો રહેશે
સ્મોલ-કેપ ફંડ્સમાં ઊંચો ઉછાળો નોંધાય તેવી શક્યતાં

વૈશ્વિક રોકાણકારો ભારતમાં તેમના નાણા ઠાલવી રહ્યાં છે. 2024ની શરૂથી સ્મોલ-કેપ ફંડ્સમાં ઊંચો ફ્લો જોવા મળ્યો હોવાનું એલારા કેપિટલનો ડેટા સૂચવે છે. ગયા સપ્તાહે ઈન્ડિયા-ડેડેકેટેડ ફંડ્સે લાર્જ-કેપ ફંડ્સની આગેવાની 54.9 કરોડ ડોલરનો ઈનફ્લો દર્શાવ્યો હતો. જેમાંથી 12 કરોડ ડોલર યુએસના રોકાણકારો તરફથી હતો અને 14.5 કરોડ ડોલરનો ફ્લો જાપાનના રોકાણકારોનો હતો. રિપોર્ટમાં જણાવ્યા મુજબ ભારત ડેડિકેટેડ સ્મોલકેપ ફંડ્સમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. ઓગસ્ટથી સપ્ટેમ્બર, 2023 દરમિયાન નોંધપાત્ર ઈનફ્લો આવ્યો હતો. જોકે, તાજેતરમાં વિદેશી રોકાણકારો તરફથી રોકાણનો બીજો મોટો ઈનફ્લો આવી રહ્યો છે. છેલ્લાં પાંચ સપ્તાહ દરમિયાન ઈન્ડિયા સ્મોલકેપ ફંડ્સમાં 21.2 કરોડ ડોલરનો ફ્લો આવ્યો હતો. વૈશ્વિક સ્તરે આઈટી સેક્ટરમાં સૌથી ઊંચો ફ્લો જોવા મળ્યો છે. બીજા ક્રમે ઈન્ડસ્ટ્રીઅલ્સમાં ફ્લો જળવાયો છે. વૈશ્વિક સ્તરે હાઈ-યિલ્ડ બોન્ડ્સમાં પણ રિકવરી જોવા મળી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage