Market Summary 5 August 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
નિફ્ટીએ ત્રીજા દિવસે નવી ટોચ દર્શાવી
ભારતીય બજારે ત્રીજા દિવસે તેની સર્વોચ્ચ સપાટી દર્શાવવાનું જાળવ્યું હતું. નિફ્ટી 36 પોઈન્ટ્સના સુધારે 16295ના સ્તરે બંધ આવ્યો હતો. જોકે બ્રોડ માર્કેટમાં સુસ્તી જોવા મળતી હતી. અલબત્ત, બુધવારે મીડ અને સ્મોલ-કેપ્સમા જોવા મળી હતી તેવી વેચવાલીનો અભાવ હતો અને તેથી રિટેલ ઈન્વેસ્ટર્સ પ્રમાણમાં રાહતનો અનુભવ કરી રહ્યાં હતાં. બજારને ટેલિકોમ, એફએમસીજી, ઓટો અને ટેક્નોલોજીમાં પસંદગીના કાઉન્ટર્સનો સપોર્ટ મળ્યો હતો. મેટલે પણ મહત્વનો સુધારો દર્શાવ્યો હતો અને ગ્રીન બંધ દર્શાવ્યું હતું. જોકે બેંકિંગ અને એનબીએફસીમાં નરમાઈ જોવા મળી હતી. જેનું મુખ્ય કારણ વોડાફોન આઈડિયાને લઈને જોવા મળતી ચિંતા હતું.
ભારતી એરટેલની ગૂગલ ક્લાઉડ અને સિસ્કો સાથે ભાગીદારી
અગ્રણી ટેલિકોમ ઓપરેટર ભારતી એરટેલે ગૂગલ ક્લાઉડ અને સિસ્કો સાથે ભાગીદારી કરી છે. તેણે એરટેલ ઓફિસ ઈન્ટરનેટ લોંચ કરવા માટે વૈશ્વિક કંપનીઓ સાથે જોડાણ કર્યું છે. એરટેલ ઓફિસ ઈન્ટરનેટ સ્ટેટીક આઈપી અને પેરેલલ રિંગીગ જેવી એડ-ઓન સર્વિસ પૂરી પાડશે. એન્ટરપ્રાઈઝ-ગ્રેડ પ્રોડક્ટ નાના બિઝનેસિસ, નાની ઓફિસિસ અને નવા ટેક સ્ટાર્ટ-અપ્સના ડિજીટલ ટ્રાન્સફોર્મેશનને વેગ આપશે. ભારતીય એરટેલે એક્સચેન્જને ફાઈલીંગમાં જણાવ્યું હતું કે એરટેલ ઓફિસ ઈન્ટરનેટ હાઈ-સ્પીડ ડેટા કનેક્ટિવિટી, કોન્ફરન્સિંગ અને બિઝનેસ પ્રોડક્ટિવિટી ટુલ્સ પૂરા પાડશે. કંપનીની આ જાહેરાત બાદ શેરમાં 8 ટકાનો ઉછાળો આવ્યો હતો. કામકાજના અંતે શેર 4.23 ટકાના સુધારા સાથે રૂ. 598.70ની સપાટીએ બંધ રહ્યો હતો.
વોડાફોનનો શેર 25 ટકા ઘટાડો દર્શાવી પરત ફર્યો
વોડાફોન આઈડિયાનો શેર ગુરુવારે ખૂલતામાં 25 ટકા જેટલો નીચે પટકાયો હતો. બુધવારે સાંજે બજાર બંધ થયા બાદ કંપનીના નોન-એક્ઝિક્યૂટીવ ચેરમેન પદેથી કુમારમંગલમ બિરલાએ રાજીનામુ આપ્યું હતું. જેનું કંપનીના બોર્ડે સ્વીકાર કર્યો હતો. જેની અસરે શેર સવારમાં રૂ. 4.55ના તળિયા પર ખૂલ્યો હતો. જોકે ત્યારબાદ દિવસ દરમિયાન શેરમાં ધીમો સુધારો જળવાયો હતો એક તબક્કે તે અગાઉના રૂ. 6ના બંધ સામે રૂ. 6.10ના સ્તરે ટ્રેડ થયો હતો. કામકાજના અંતે 0.83 ટકા ઘટાડે રૂ. 5.95ના સ્તરે બંધ રહ્યો હતો. કાઉન્ટરમાં એનએસઈ ખાતે 215 કરોડ શેર્સનું જંગી વોલ્યુમ નોંધાયું હતું. જ્યારે બીએસઈ ખાતે 51.5 કરોડ શેર્સનું કામકાજ જોવા મળ્યું હતું. છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રોમાં શેર 38 ટકા જેટલો ઘટાડો દર્શાવે છે.
એપ્ટસ વેલ્યૂ હાઉસિંગ રૂ. 2800 કરોડ ઊભા કરશે
દક્ષિણ ભારતમાં નોંધપાત્ર હાજરી ધરાવતી એપ્ટસ વેલ્યૂ હાઉસિંગ ફાઈનાન્સ આઈપીઓ મારફતે લગભગ રૂ. 2800 કરોડ ઉભા કરશે. કંપની રૂ. 346-353ની પ્રાઈસ બેન્ડમાં શેર ઓફર કરશે. કંપનીનો આઈપીઓ 10 ઓગસ્ટે ખૂલશે અને 12 ઓગસ્ટે બંધ થશે. રિટેલ માટે લઘુત્તમ 42 શેર્સનું બિડીંગ કરવાનું રહેશે.

વોડાફોન આઈડિયાના જંગી ડેટની ચિંતામાં બેંકિંગ શેર્સમાં ડરનો માહોલ
સારા પરિણામો છતાં એસબીઆઈનો શેર રૂ. 11000 કરોડના ડેટને લઈને નિફ્ટી કાઉન્ટર્સમાં સૌથી વધુ ઘટ્યો
આઈડીએફસી ફર્સ્ટ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, પીએનબી, આઈસીઆઈસીઆઈ બેંક સહિતના શેર્સમાં વેચવાલી
વોડાફોન આઈડિયાના નોન-એક્ઝિક્યૂટીવ ચેરમેન પદેથી કુમારમંગલમ બિરલાના રાજીનામા બાદ કંપનીને લઈને ઊભી થયેલી ચિંતા પાછળ કંપનીની ક્રેડિટર્સ એવી અગ્રણી બેકિંગ કંપનીઓના શેર્સ પર ગુરુવારે દબાણ જોવા મળ્યું હતું અને જો સ્થિતિ વણસશે તો આ કંપનીઓના શેર્સમાં વધુ ઘટાડાની શક્યતા માર્કેટ વર્તુળો જોઈ રહ્યાં છે. વોડાફોન આઈડિયાના કુલ રૂ. 1.8 લાખ કરોડના ઋણમાંથી વિવિધ બેંક્સે રૂ. 25000 કરોડથી વધુની રકમ લેવાની રહે છે. જેમાં દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ રૂ. 11000 કરોડની મોટી રકમ તેની પાસેથી લેવી થાય છે.
બે દિવસથી નોંધપાત્ર સુધારા બાદ ગુરુવારે શેરબજારમાં કોન્સોલિડેશન જોવા મળ્યું હતું. જોકે બુધવારે 2.4 ટકાનો તીવ્ર સુધારો દર્શાવનાર બેંક નિફ્ટી શરૂઆતથી જ નરમાઈ દર્શાવી રહ્યો હતો. જેની પાછળનું મુખ્ય કારણ અગ્રણી બેકિંગ શેર્સમાં ઘટાડો હતો. આમ તો છેલ્લા કેટલાંક સત્રોમાં પ્રાઈવેટ તથા પીએસયૂ બેંક્સ તરફથી જૂન ક્વાર્ટર માટે અપેક્ષાથી સારા પરિણામો રજૂ કરવામાં આવ્યાં હતાં અને તેથી બેકિંગ શેર્સને લઈને પોઝીટીવ સેન્ટિમેન્ટ પ્રવર્તી રહ્યું હતું. એસબીઆઈના શેરે ત્રિમાસિક ધોરણે સૌથી ઊંચા નફા બદલ બુધવારે તેના લાઈફ હાઈ દર્શાવી હતી. જોકે બજાર બંધ થયા બાદ કુમારમંગલમના રાજીનામા પાછળ કંપનીને લઈને શંકાના વાદળો ઊભાં થયાં હતાં અને બેંકની એસેટ ક્વોલિટી પર નેગેટિવ અસરની શક્યતાએ ગુરુવારે તેણે નેગેટિવ ઓપનીંગ દર્શાવ્યું હતું. વોડાફોનના અન્ય ક્રેડિટર્સના શેર્સ ગેપ-ડાઉન ખૂલ્યાં હતાં. જેમાં આઈડીએફસી ફર્સ્ટ બેંકનો શેર 6 ટકા જેટલો તૂટી રૂ. 46ના તળિયા પર જોવા મળ્યો હતો. ઈન્ડસઈન્ડ બેંક 4 ટકા ઘટાડા સાથે રૂ. 986 પર, પીએનબી 3 ટકા ઘટાડે રૂ. 38, એસબીઆઈ 3 ટકા ઘટાડે રૂ. 445 પર ટ્રેડ થતાં હતાં. બપોરે બજારમાં ખરીદી પાછળ મજબૂતી જોવા મળી હતી. જોકે આ શેર્સમાં ખાસ કોઈ સુધારો નોંધાયો નહોતો. જૂન પરિણામો બાદ મોટાભાગના બ્રોકરેજિસે એસબીઆઈના શેરને લઈને શુક્રવારે નવેસરથી ટાર્ગેટ્સ રજૂ કર્યાં હતાં. જોકે બેંકના રોકાણકારોમાં વોડાફોન એકાઉન્ટને લઈને ચિંતા જોવા મળતી હતી. માર્કેટ નિરીક્ષકોના મતે જો વોડાફોનને લઈને બેંકિંગ કંપનીઓને કોઈ ખાતરી આપવામાં નહિ આવે તો તેમના શેર્સમાં આગામી દિવસોમાં તીવ્ર ધોવાણ જોવા મળી શકે છે. આમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક, યસ બેંક, ઈન્ડસઈન્ડ બેંક અને એસબીઆઈ મુખ્ય છે.
એસબીઆઈએ રૂ. 11000 કરોડ સાથે ટેલિકોમ કંપની પાસેથી સૌથી વધુ નાણા લેવાના થાય છે. જોકે બેંકની કુલ લોન બુકના તે માત્ર 0.5 ટકા છે. જોકે તે બેંકના જૂન મહિનાના રૂ. 6300 કરોડથી વધુના ચોખ્ખા નફા કરતાં ઊંચી રકમ છે. સૌથી કફોડી હાલત આઈડીએફસી ફર્સ્ટ બેંકની જોવા મળશે. બેંકે વોડાફોન પાસેથી રૂ. 3240 કરોડ લેવાના નીકળે છે. જે બેંકની લોન બુકના 4 ટકાથી વધુ રકમ છે. યસ બેંકે રૂ. 4000 કરોડ લેવાના થાય છે. જે તેની લોન બુકના 2.4 ટકા જેટલી રકમ છે. પીએનબીએ રૂ. 3000 કરોડ લેવાના નીકળે છે. જે લોન બુકના 0.5 ટકા જેટલી રકમ છે. આ જ રીતે આઈસીઆઈસીઆઈ બેંકે રૂ. 1700 કરોડ(લોન બુકના 0.2 ટકા), એક્સિસ બેંકે રૂ. 1300 કરોડ(લોન બુકના 0.2 ટકા) અને એચડીએફસી બેંકે રૂ. 1000 કરોડ(લોન બુકના 0.1 ટકા) લેવાના બને છે.
વોડાફોનના અગ્રણી ક્રેડિટર્સ
બેંક લેવાની થતી રકમ(રૂ. કરોડમાં) કુલ લોન બુકનો હિસ્સો(ટકામાં)
એસબીઆઈ 11000 0.5
યસ બેંક 4000 2.4
આઈડીએફસી ફર્સ્ટ બેંક 3240 4.0
પીએનબી 3000 0.5
આઈસીઆઈસીઆઈ બેંક 1700 0.2
એક્સિસ બેંક 1300 0.2
એચડીએફસી બેંક 1000 0.1

કંપની સમાચાર

કોસ્મો ફિલ્મસઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 86.7 કરોડનો નફો દર્શાવ્યો હતો. ગયા વર્ષે કંપનીએ રૂ. 47 કરોડનો નફો દર્શાવ્યો હતો. કંપનીએ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 481 કરોડની આવક સામે ચાલુ વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 687 કરોડની આવક દર્શાવી હતી.
ટાટા કોમ્યુનિકેશન્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 296 કરોડનો નફો દર્શાવ્યો હતો. ગયા વર્ષે કંપનીએ રૂ. 258 કરોડનો નફો દર્શાવ્યો હતો. કંપનીએ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 4402 કરોડની આવક સામે ચાલુ વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 4102 કરોડની આવક દર્શાવી હતી.
સોનાટા સોફ્ટવેરઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 82.4 કરોડનો નફો દર્શાવ્યો હતો. ગયા વર્ષે કંપનીએ રૂ. 49.7 કરોડનો નફો દર્શાવ્યો હતો. કંપનીએ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 952 કરોડની આવક સામે ચાલુ વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1268 કરોડની આવક દર્શાવી હતી.
બોરોસીલ રિન્યૂએબલઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 39.6 કરોડનો નફો દર્શાવ્યો હતો. ગયા વર્ષે કંપનીએ રૂ. 1.9 કરોડનો નફો દર્શાવ્યો હતો. કંપનીએ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 540 કરોડની આવક સામે ચાલુ વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1361 કરોડની આવક દર્શાવી હતી.
સુમીટોમો કેમિકલઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 105 કરોડનો નફો દર્શાવ્યો હતો. ગયા વર્ષે કંપનીએ રૂ. 79 કરોડનો નફો દર્શાવ્યો હતો. કંપનીએ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 647 કરોડની આવક સામે ચાલુ વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 781 કરોડની આવક દર્શાવી હતી.
કોફોર્જઃ નોમુરા ઈન્વેસ્ટમેન્ટ ફંડ મધર ફંડે કંપનીમાં રૂ. 4710 પ્રતિ શેરના ભાવે 3.5 લાખ શેર્સની ખરીદી કરી છે.
એનબીસીસીઃ કંપનીએ જણાવ્યું છે કે અગાઉના આમ્રપાલી ગ્રૂપના ઉત્તર પ્રદેશમાં છ અટકી પડેલા પ્રોજેક્ટ્સને પૂરા કરવા માટે એસબીઆઈકેપ વેન્ચર્સ લિ. રૂ. 650 કરોડની ક્રેડિટ પૂરી પાડવા સહમત થયું છે.
સીઈએસસીઃકંપની કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢ માટેની પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીમાં 100 ટકા હિસ્સો ખરીદવા માટે સૌથી ઊંચા બીડર તરીકે ઊભરી આવી છે.
પ્રકાશ ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ ભાસ્કરપારા કોલ માઈન મેળવી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage