Market Summary 5 Jan 2021

Market Summary 5 Jan 2021

નિફ્ટી-સેન્સેક્સ નવી ટોચ પર બંધ રહેવામાં સફળ

બેન્ચમાર્ક નિફ્ટી નેગેટિવ ઓપનીંગ બાદ પોઝીટીવ ઝોનમાં આવવા સાથે 14216ની નવી ટોચ પર પહોંચ્યો હતો અને કામકાજને અંતે 14200ના નવા સર્વોચ્ચ બંધ પર જોવા મળ્યો હતો. સેન્સેક્સ પણ 48486ની ટોચ બનાવી 48438 પર બંધ રહ્યો હતો.

નિફ્ટી આઈટી નવી ટોચ પર બંધ

બજારને મુખ્ય સપોર્ટ આઈટી ક્ષેત્ર તરફથી સાંપડ્યો હતો. નિફ્ટી આઈટી 2.62 ટકાના સુધારે નવી ટોચ પર બંધ રહ્યો હતો. આ સિવાય નિફ્ટી મીડ-કેપ અને નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ પણ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. ટીસીએસ, ઈન્ફોસિસ, વિપ્રો અને એચસીએલ ટેક્નોલોજી જેવા આઈટી કાઉન્ટર્સ તેમની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયા હતા. જેમાં ટીસીએસે રૂ. 3100 અને વિપ્રોએ રૂ. 400ના સ્તર કૂદાવ્યાં હતાં.

મેટલ, એનર્જિ, રિઅલ્ટીમાં ઘટાડો

મેટલ, એનર્જી અને રિઅલ્ટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. મેટલ ઈન્ડેક્સ એક ટકાથી વધુ ઘટીને બંધ આવ્યો હતો. જ્યારે એનર્જિ અને રિઅલ્ટીમાં અડધા ટકા આસપાસનો ઘટાડો નોંધાયો હતો.

સોનુ-ચાંદી મજબૂત ટક્યાં

વૈશ્વિક બજાર પાછળ બુલિયનમાં મજબૂતી ટકી હતી. એમસીએક્સ ખાતે સોનું રૂ. 51700ના સ્તર પર અડધો ટકો મજબૂતી સાથે ટ્રેડ થતું હતું. જ્યારે સિલ્વર માર્ચ વાયદો 0.7 ટકા સુધારે રૂ. 504ની મજબૂતીએ રૂ. 70540 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડમાં 1.5 ટકા, કોપરમાં 1.16 ટકા, નેચરલ ગેસમાં 4 ટકાની મજબૂતી જોવા મળતી હતી.

ઈન્ફોએજનો શેર 10 ટકા ઉછળી નવી ટોચ પર

છેલ્લા કેટલાક મહિનાઓથી દૈનિક ધોરણે સુધરતાં રહેલાં ઈન્ફોએજના શેરમાં મંગળવારે 10 ટકાથી વધુનો ઉછાળો નોઁધાયો હતો. નોકરીડોટકોમની માલિક કંપની ફૂડ ડિલીવરી કંપની ઝોમેટોમાં પણ હિસ્સો ધરાવે છે અને તાજેતરમાં ઝોમેટોની સારી કામગીરી પાછળ ઈન્ફોએજનો શેર ઉછળ્યો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 4841ના બંધ ભાવ સામે રૂ. 480ના ઉછાળે રૂ. 5325ની સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યો હતો. જે ભાવે તેનું માર્કેટ-કેપ રૂ. 68000 કરોડને પાર કરી ગયું હતું. કંપનીનો શેર માર્ચ મહિનામાં રૂ. 1580ના સ્તરેથી સતત સુધરતો રહ્યો છે અને હાલમાં તે લગભગ 250 ટકા રિટર્ન દર્શાવી રહ્યો છે.

ફાર્મા કંપનીઓ ઓરોબિંદો-સિપ્લાના શેર્સ સર્વોચ્ચ સપાટીએ

ઓરોબિંદો ફાર્માનો શેર મંગળવારે તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર અગાઉના બંધ સામે 2 ટકાથી વધુ સુધરી રૂ. 996.65ના સ્તરે ટ્રેડ થયો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 58000 કરોડના સ્તર પર જોવા મળ્યું હતું અને કંપની પાંચમા ક્રમનું માર્કેટ-કેપ ધરાવતી ફાર્મા કંપની બની હતી. વર્તમાન ભાવે કંપનીનો શેર માર્ચ મહિનામાં રૂ. 281ના તળિયાથી કંપનીનો શેર 350 ટકાથી વધુનું રિટર્ન આપી ચૂક્યો છે. અન્ય ફાર્મા કંપની સિપ્લાનો શેર પણ રૂ. 843.50ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. જોકે પાછળથી તે નરમાઈ દર્શાવી રહ્યો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 67 હજાર કરોડ પર જોવા મળ્યું હતું.

લાર્જ-કેપ આઈટી સાથે મીડ-કેપ આઈટીમાં તેજી ચાલુ

આઈટી સેક્ટરમાં ખરીદીના પૂર જોવા મળી રહ્યાં છે. ટીસીએસ રૂ. 3100ની સપાટી વટાવી ગયો હતો. જ્યારે વિપ્રો રૂ. 400ને પાર કરી ગયો હતો. ઈન્ફોસિસે રૂ. 1299ની ટોચ દર્શાવી હતી. એચસીએલ ટેક્નોલોજીનો શેર પણ રૂ. 1000ની નજીક પહોંચ્યો હતો. ત્યારે મીડ અને સ્મોલ-કેપ આઈટી કંપનીઓમાં પણ ભારે લેવાલી જોવા મળી હતી. જેમા કોફોર્જ, લાર્સન ઈન્ફોટેક, લાર્સન ટેક્નોલોજી, માસ્ટેક, માઈન્ડટ્રી વગેરેએ પણ સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી.

 

સ્પેશ્યાલિટિ કેમિકલ્સ કંપનીઓના શેર્સમાં સાર્વત્રિક લેવાલી પાછળ 20 ટકા સુધીની વૃદ્ધિ

મંગળવારે અનેક રસાયણ ઉત્પાદક કંપનીઓ શેર્સે તેમની સર્વોચ્ચ ટોચ દર્શાવી

કેટલીક કંપનીઓના શેર્સ ઉપલી સર્કિટમાં બંધ રહ્યાં

 

શેરમાર્કેટમાં મંગળવારે નરમ શરૂઆત વચ્ચે કેમિકલ્સ કંપનીઓના શેર્સમાં શરૂઆતથી જ ખરીદીનો માહોલ જામ્યો હતો અને તેઓ ઉપલી સર્કિટ ફિલ્ટર્સ સુધીનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. એપ્રિલથી ઓગસ્ટ મહિના સુધીના સમયગાળામાં બજારને આઉટપર્ફોર્મ કર્યાં બાદ કોન્સોલિડેશનમાં જોવા મળેલા કેમિકલ કાઉન્ટર્સમાં ખરીદીનો નવો દોર જોવા મળી રહ્યો છે અને તેઓ દૈનિક ધોરણે મોટા ઉછાળા નોંધાવી રહ્યાં છે. જેમાં સ્પેશ્યાલિટી કેમિકલ્સ ઉપરાંત એપીઆઈ કંપનીઓનો સમાવેશ પણ થાય છે.

મંગળવારે શેરબજાર પર લિસ્ટેડ ભિન્ન કેમિકલ કંપનીઓમાંથી 26 કંપનીઓના શેર્સે એક ટકાથી લઈ 20 ટકા સુધીની વૃદ્ધિ દર્શાવી હતી. જેમાં કનોરિયા કેમિકલ્સનો શેર અગાઉના રૂ. 52.45ના બંધ સામે મંગળવારે 20 ટકાની ઉપલી સર્કિટ સાથે રૂ. 62.90ના સ્તરે બંધ જોવા મળ્યો હતો. અન્ય કેમિકલ કંપની આલ્કિલ એમાઈન્સનો શેર પણ ટ્રેડિંગ દરમિયાન 18 ટકા જેટલો ઉછળ્યો હતો અને કામકાજના અંતે 15.13 ટકાની વૃદ્ધિ સાથે બંધ આવ્યો હતો. સોમવારે રૂ. 4447.30ના ભાવે બંધ રહેલો શેર મંગળવારે રૂ. 650ના ઉછાળે રૂ. 5120 પર બંધ રહ્યો હતો. કંપની રૂ. 10 હજાર કરોડના માર્કેટ-કેપને પાર કરી ગઈ હતી. ઉપલી સર્કિટમાં બંધ રહેનાર કેમિકલ કાઉન્ટરમાં જ્યુબિલિઅન્ટ ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. કંપનીનો શેર 10 ટકાની ઉપલી સર્કિટમાં બંધ રહ્યો હતો. ઊચ્ચ સુધારો દર્શાવનારા અન્ય કાઉન્ટર્સમાં બાલાજી એમાઈન્સ(7 ટકા), આરતી ઈન્ડસ્ટ્રીઝ(4.29 ટકા), વિકાસ ઈકો(4 ટકા), ગેલેક્સિ સર્ફેક્ટન્સ્સ(3.5 ટકા) અને ગુજરાત ફ્લોરો(3.35 ટકા)નો સમાવેશ થાય છે. આમાં બાલાજી એમાઈન્સ, આરતી ઈન્ડસ્ટ્રીઝ, ગેલેક્સિ સર્ફેક્ટન્સ્ટસ અને ગુજરાત ફ્લોરો કેમિકલ્સના શેર્સ સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયા હતાં. આરતી ઈન્ડસ્ટ્રીઝે રૂ. 23 હજાર કરોડના માર્કેટ-કેપને પાર કર્યું હતું. જ્યારે ગુજરાત ફ્લોરોકેમ રૂ. 7000 કરોડના માર્કેટ-કેપ નજીક પહોંચી હતી.

આઈટી બાદ મંગળવારે બજારમાં સાર્વત્રિક સુધારો દર્શાવવામાં એકમાત્ર કેમિકલ ક્ષેત્રનો સમાવેશ થતો હતો. જેની પાછળ નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સમાં 0.63 ટકાની મજબૂતી જોવા મળી હતી.  સિવાય મેટલ સહિતના ઘણા સેક્ટરલ ઈન્ડાઈસીસ કરેક્શન દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી આઈટી 2.62 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો અને સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યો હતો. જ્યારે મેટલ, ઓટો, એનર્જી અને રિઅલ્ટી જેવા ક્ષેત્રો નેગેટિવ બંધ રહ્યાં હતાં.

 

 

મંગળવારે કેમિકલ્સ શેર્સનો દેખાવ

સ્ક્રિપ્સ    4 જાન્યુ.નો બંધ(રૂ)     5 જાન્યુ.નો બંધ(રૂ)           વૃદ્ધિ(%)

કનોરિયા કેમ       52.45     62.90     19.92

આલ્કિલ એમાઈન્સ           4447.30                 5120.00                 15.13

જ્યુબિલિઅન્ટ ઈન્ડ.          235.95   259.50   9.98

બાલાજી એમાઈન્સ            1000.60                 1069.90                 6.93

આરતી ઈન્ડ.       1282.05                 1337.00                 4.29

વિકાસ ઈકો.        3.90        4.05        3.85

ગેલેક્સિ સર્ફેકન્ટન્ટ્સ        2130.20                 2205.00                 3.51

ગુજરાત ફ્લોરો         610.05         630.50         3.35

રેલીસ ઈન્ડિયા    282.10                  291.40                  3.30

બાસ્ફ      1614.95                 1662.00                 2.91

અતુલ    6456.80                 6594.95                 2.14

સોલારા ઈન્ડ.      1098.15                 1120.00                 1.99

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage