માર્કેટ સમરી
નિફ્ટી 250 દિવસો બાદ 12000 પર બંધ આપવામાં સફળ
અગાઉ 19 ફેબ્રુઆરીએ નિફ્ટીએ 12100 પર બંધ દર્શાવ્યું હતું. જ્યારબાદ 5 નવેમ્બરે ગુરુવારે તે આ સ્તર પર બંધ આપી શક્યો હતો. સતત ચોથા દિવસે ભારતીય બજારોએ સુધારો દર્શાવ્યો હતો. ગુરુવારે હોંગ કોંગ, જાપાન, કોરિયા સાથે ઊંચો સુધારો દર્શાવનારા બજારોમાં ભારતીય બજાર પણ એક હતું. માર્કેટમાં બ્રોડ બેઝ રેલી જોવા મળી હતી અને ઉન્માદ બની રહ્યો હોવાનું જણાઈ આવતું હતું.
બ્લ્યૂ વેવની ગેરહાજરીમાં પણ માર્કેટ તેજીમય બન્યું
યુએસ પ્રમુખની ચૂંટણીમાં બ્લ્યૂ વેવની અપેક્ષા રાખવામાં આવતી હતી. એટલેકે જે પક્ષનો પ્રમુખ હોય તે પક્ષ સેનેટમાં પણ બહુમતી ધરાવતી હોય અને તેથી કામ કરવામાં આસાની બની રહે. જોકે હવે સ્પ્લિટ ગવર્મેન્ટને કારણે જંગી ફિસ્કલ સ્ટીમ્યુલસની આશા બની છે. તેમજ તેને કારણે ડેમોક્રેટ્સના ટેક્સ વધારવાના પ્રયાસો પણ સફળ નહિ બની શકે એમ માનવામાં આવે છે. જેણે બજારના માહોલને તેજીમાં પલટાવ્યું હતું.
માર્કટ બ્રેડ્થ પોઝીટીવ
બીએસઈ ખાતે લાંબા સમય બાદ ખૂબ પોઝીટીવ માર્કેટ બ્રેડ્થ જોવા મળી હતી. કુલ 2828 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1737 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 912માં ઘટાડો જોવા મળ્યો હતો.
બેંકિંગ, ટેક્નોલોજી અને એફએમસીજીમાં 6 ટકા સુધીનો ઉછાળો
સેન્સેક્સ શેર્સમાં એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફાઈ., બજાજ ફિનસર્વ અને એચસીએલ ટેકનોલોજી જેવા કાઉન્ટર્સે 6 ટકા સુધીનો સુધારો દર્શાવ્યો હતો.
મેટલ ઈન્ડેક્સમાં 4 ટકાથી વધુ વૃદ્ધિ
સેક્ટરલ સૂચકાંકોમાં મેટલ ઈન્ડેક્સ 4.43 ટકા ઉછળ્યો હતો. જ્યારે ઓઈલએન્ડગેસ 3.19 ટકા, બેઝિક મટિરિયલ્સ 2.57 ટકાની વૃદ્ધિ દર્શાવતો હતો.
મજબૂત પરિણામો પાછળ એસઆરએફ 10 ટકાની અપર સર્કિટમાં બંધ જોવાયો
ડાયવર્સિફાઈડ બિઝનેસમાં સક્રિય એસઆરએફ લિ.નો શેર ગુરુવારે 10 ટકાની ઉપલી સર્કિટમાં બંધ રહ્યો હતો. કંપનીએ બીજા ક્વાર્ટર માટે સારા પરિણામો દર્શાવતાં કંપનીનો શેર અગાઉના બંધની સરખામણીમાં રૂ. 443ના ઉછાળે રૂ. 4883ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. જે સ્તરે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 29 હજાર પર પહોંચ્યું હતું. કંપનીનો શેર રૂ. 2492ના માર્ચના બોટમથી સતત સુધરતો રહ્યો છે.
વોલ્ટાસ 3 ટકા ઉછળી તેની સર્વોચ્ચ સપાટી પર જોવાયો
ટાટા જૂથની કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક કંપની વોલ્ટાસનો શેર ગુરુવારે 3 ટકા ઉછળી રૂ. 744 પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર અંતિમ ઘણા સમયથી બ્રોડ માર્કેટની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવી રહ્યો છે. કંપની રૂ. 24500 કરોડના માર્કેટ-કેપને પાર કરી ગયો છે. માર્ચમાં તેણે દર્શાવેલા રૂ. 428ના તળિયાથી તે નોંધપાત્ર સુધારો દર્શાવી રહ્યો છે.
ઈન્ડસઈન્ડ બેંક પાંચ ટ્રેડિંગ સત્રોમાં 25 ટકા ઉછળ્યો
સારા પરિણામો રજૂ કરવા ઉપરાંત બેંકિંગ ક્ષેત્રે સુધરેલાં સેન્ટિમેન્ટ પાછળ મીડ-સાઈઝ પ્રાઈવેટ બેંક ઈન્ડ્સઈન્ડનો શેર અંતિમ પાંચ ટ્રેડિંગ સત્રોમાં 25 ટકા જેટલો ઉછળ્યો છે. ગુરુવારે તેણે 6.09 ટકા અથવા રૂ. 41ના સુધારા સાથે રૂ. 719ના સ્તર પર બંધ આપ્યું હતું. જે અંતિમ છ મહિનાની ટોચ હતી. કંપનીનો શેર ત્રણેક વર્ષ અગાઉ રૂ. 1900ના સ્તરેથી તૂટતો રહી એપ્રિલમાં રૂ. 235ના તળિયે પટકાયો હતો.