Market Summary 7 Sep 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ
ભારતીય બજારમાં મંગળવારે બે બાજુની વધ-ઘટ જોવા મળી હતી અને આખરે ફ્લેટ બંધ જોવા મળ્યું હતું. નિફ્ટી 17437ની સર્વોચ્ચ ટોચ દર્શાવી 17362ના સ્તરે બંધ રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં પ્રોફિટ બુકિંગ પાછળ માર્કેટબ્રેડ્થ નરમ હતી. બેકિંગમાં નરમાઈ જળવાય હતી. આઈટીમાં પણ હેવીવેઈટ્સમાં વેચાણ જોવા મળ્યું હતું. એફએમસીજીનો સપોર્ટ બજારને સાંપડ્યો હતો. એનાલિસ્ટ્સના મતે બજારને 17425-17450ના ઝોનમાં અવરોધ છે અને ત્યાંથી જ બજાર પરત ફર્યું છે. આગામી સમયમાં તે કરેક્શન અને કોન્સોલિડેશન દર્શાવી શકે છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં આગેકૂચ જારી
શેરબજારમાં સૌથી વધુ એમ-કેપ ધરાવતાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં સતત ચોથા દિવસે સુધારો જોવા મળ્યો હતો. બ્રોડ માર્કેટમાં ઊંચી વધ-ઘટ વચ્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરે મંગળવારે મોટાભાગે પોઝીટીવ ઝોનમાં ટ્રેડ દર્શાવ્યા બાદ 0.63 ટકા સુધારા સાથે રૂ. 2440.90ના સર્વોચ્ચ સ્તરે બંધ આપ્યું હતું. જે ભાવે તેનું માર્કેટ-કેપ રૂ. 15.73 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. બીજા ક્રમના કાઉન્ટર ટીસીએસમાં લગભગ એક ટકા નરમાઈ જોવા મળી હતી અને તેથી બંને વચ્ચે ફરી રૂ. 1.5 લાખ કરોડના એમ-કેપનો ગાળો ઊભો થયો હતો.
PSU બેંક શેર્સમાં જોવા મળેલી વેચવાલી
શેરબજારે બુધવારે લગભગ ફ્લેટ બંધ દર્શાવ્યું હતું. જોકે બેંકિંગમાં નરમાઈ જોવા મળી હતી. જેમાં પણ પીએસયૂ બેંક શેર્સમાં વેચવાલી જોવા મળતી હતી. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 1.25 ટકા ઘટી બંધ આવ્યો હતો. જ્યારે વ્યક્તિગત બેંક શેર્સમાં 3 ટકાથી વધુની નરમાઈ જોવા મળી હતી. જેમાં બેંક ઓફ ઈન્ડિયા 3.26 ટકા ગગડી રૂ. 57.95ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે બેંક ઓફ મહારાષ્ટ્ર 3.17 ટકા, કેનેરા બેંક 2.5 ટકા અને જેકે બેંક 2.43 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. એસબીઆઈનો શેર 0.5 ટકાનો સાધારણ ઘટાડો નોંધાવી બંધ રહ્યો હતો.
બેંકોનો ક્રેડિટ ગ્રોથ 8.9 ટકા રહેશેઃ ઈન્ડિયા રેટિંગ્સ
ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે જણાવ્યા મુજબ આર્થિક રિકવરી અને રિટેલ માગ પરત ફરતાં નાણાકિય વર્ષ 2021-22માં ભારતીય બેંકિંગ ક્ષેત્ર 8.9 ટકાનો ક્રેડિટ ગ્રોથ દર્શાવે તેવો અંદાજ છે. પ્રથમ ક્વાર્ટર બાદ આર્થિક કામગીરીમાં જોવા મળેલી તેજી તથા કેન્દ્ર સરકાર તરફથી ઊંચા ખર્ચ અને રિટેલ લોન્સમાં રિવાઈવલ આ માટેના મુખ્ય કારણો છે. રેટિંગ એજન્સીના જણાવ્યા મુજબ ચાલુ નાણા વર્ષમાં ગ્રોસ એનપીએ 8.6 ટકા રહેવાનો જ્યારે સ્ટ્રેસ્ડ એસેટ્સ 10.3 ટકા રહેવાનો અંદાજ છે. જ્યારે બેંક્સનો પ્રોવિઝનીંગ પાછળનો ખર્ચ તેના અગાઉના 1.5 ટકાના અંદાજની સામે વધીને 1.9 ટકા રહેવાની શક્યતા તેણે વ્યક્ત કરી છે.

ઓગસ્ટમાં પેસેન્જર વેહીકલ રિટેલ સેલ્સમાં 39 ટકા વૃદ્ધિ
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશન્સે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં રિટેલ પેસેન્જર વેહીકલ્સનું વેચાણ 2,53,363 યુનિટ્સ પર રહ્યું હતું. જે ઓગસ્ટ 2020ના 1,82,651 યુનિટ્સના વેચાણ કરતાં 39 ટકા જેટલું વધારે હતું. તમામ કેટેગરીઝની વાત કરીએ તો વેચાણ 14 ટકા વધી 13,84,711 યુનિટ્સ પર રહ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 12,09,550 યુનિટ્સ પર હતું. આમાં ટુ-વ્હીલર્સના વેચાણમાં 7 ટકા વૃદ્ધિ જોવા મળી હતી અને તે ગયા વર્ષે ઓગસ્ટમાં 9,15,126 યુનિટ્સ સામે 9,76,051 યુનિટ્સ પર પહ્યું હતું. કમર્યિસલ વેહીકલ્સનું વેચાણ 98 ટકા ઉછળી 53,130 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 26,851 યુનિટ્સ પર હતું. થ્રી-વ્હીલર્સનું વેચાણ પણ 80 ટકા ઉછળી 30,410 યુનિટ્સ પર રહ્યું હતું. જે વર્ષ અગાઉ 16,923 યુનિટ્સ પર હતું.

IRCTCએ રૂ. 50 હજારના માર્કેટ-કેપનું પાર કર્યું
કંપનીનો શેર એક મહિનામાં 32 ટકા ઉછળ્યો
ઓક્ટોબર 2019માં રૂ. 320ના ઓફરભાવ સામે બે વર્ષથી ઓછા સમયગાળામાં 1000 ટકા રિટર્ન
ભારતીય રેલ્વેની સબસિડિયરી આઈઆરસીટીસીનો શેર વધુ 9.26 ટકા ઉછળી રૂ. 3287ના સ્તરે બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 52590 કરોડ પર જોવા મળ્યું હતું. જે સાથે કંપનીએ શેરબજારમાં ટોચની 100 એમ-કેપ કંપનીઓમાં સ્થાન મેળવ્યું હતું. છેલ્લાં એક મહિનામાં જ કંપનીના શેરમાં 32 ટકાનો તીવ્ર ઉછાળો નોંધાયો છે. કંપનીનો શેર રૂ. 2200ના સ્તરેથી સતત સુધરતો જોવા મળ્યો છે તેણે મંગળવારે રૂ. 3305ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી.
રેલ્વેમાં કેટરિંગ, ઓનલાઈન ટિકિટીંગ અને પેકેજ્ડ ડ્રિંકીંગ વોટર જેવી સેવાઓ માટે એકાધિકાર ધરાવતી કંપની ઓક્ટોબર 2019માં રૂ. 320ના ઓફરભાવ સાથે મૂડીબજારમાં પ્રવેશી હતી. કંપનીનો શેર રૂ. 644ના સ્તરે 100 ટકાથી વધુ પ્રિમીયમ પર લિસ્ટ થયા બાદ સતત સુધરતો રહ્યો હતો અને રૂ. 1700 સુધી પહોંચ્યો હતો. જોકે કોવિડને લીધે પ્રથમ લોકડાઉન વખતે રેલ્વે મુસાફરી બંધ રહેવાના કારણે શેર ગગડી રૂ. 800 સુધી પટકાયો હતો. જ્યાંથી ધીમે-ધીમે ફરી સુધારાતરફી બની રહ્યો હતો. છેલ્લા 17 ટ્રેડિંગ સત્રોમાં જોકે તેણે ઉત્તરોત્તર સુધારો જાળવી રાખ્યો હતો. ચાલુ સપ્તાહના પ્રથમ બે સત્રોમાં તે 14 ટકા જેટલો ઉછળ્યો છે. મંગળવારે એનએસઈ ખાતે આઈઆરસીટીસીમાં જંગી કામકાજ સાથે તેજી જોવા મળી હતી. છેલ્લા 20-દિવસના સરેરાશ 24.94 લાખ શેર્સની સામે 1.56 કરોડ શેર્સનું ટ્રેડિંગ થયું હતું. આમ રોકાણકારોનો ઊંચો રસ જોવા મળ્યો હતો. રૂ. 52590 કરોડના માર્કેટ-કેપ સાથે કંપની બીએસઈ ખાતે એમ-કેપની રીતે 88મા સ્થાન પર પહોંચી હતી. તેણે પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, સેઈલ અને મેક્રોટેકને માર્કેટ-કેપમાં પાછળ છોડ્યાં હતાં.
આઈઆરસીટીસી ઓનલાઈન રેઈલ બુકિંગ્સમાં 73 ટકા જ્યારેપેકેજ્ડ ડ્રિંકિંગ વોટરમાં 45 ટકાના હિસ્સા સાથે પ્રભુત્વ ધરાવે છે. કંપનીના બોર્ડે 12 ઓગસ્ટે મળેલી બેઠસમાં એક શેરને પાંચ ટુકડાઓમાં વિભાગવાની મંજૂરી આપી હતી. જ્યારબાદથી શેરમાં ઝડપી તેજી જોવા મળી રહી છે. એકવાર રેલ્વે મંત્રાલય બોર્ડના નિર્ણયને મંજૂરી આપશે ત્યારબાદ કંપનીનો શેર રૂ. 10ની ફેસવેલ્યૂમાંથી રૂ. 2ની ફેસવેલ્યૂમાં સ્પિલ્ટ કરવામાં આવશે. 2020-21ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં કંપનીના બિઝનેસમાં રિવાઈવલ જોવા મળ્યું હતું અને તેમે 61 ટકા ઓક્યુપન્સી સાથે ભારત દર્શન ટ્રેઈન્સ ચલાવી હતી. કંપનીની વિવિધ રૂટ્સ પર ચાલતી તેજસ ટ્રેઈન્સ પણ હાલમાં કાર્યરત છે અને આગામી સમયગાળામાં તે સારો દેખાવ દર્શાવે તેવી ધારણા છે. અલબત્ત, માર્કેટ એનાલિસ્ટ્સ વર્તમાન ભાવે શેરને ઓવરવેલ્યૂડ ગણાવી રહ્યાં છે અને તેથી રોકાણકારોને નવી ખરીદી માટે ઘટાડાની રાહ જોવાનું સૂચન કરે છે.

2021માં ટોચના 10 ઔદ્યોગિક જૂથોના માર્કેટ-કેપમાં 108 ટકા સુધીની વૃદ્ધિ
અદાણી જૂથના એમ-કેપમાં સૌથી વધુ 108 ટકા જ્યારે વેદાંત અને બિરલા જૂથના એમ-કેપમાં અનુક્રમે 59 ટકા અને 51 ટકા વૃદ્ધિ નોંધાઈ
ઊંચા બેઝ છતાં ટાટા જૂથની કંપનીઓનું કુલ માર્કેટ-કેપ 42.1 ટકા વધી રૂ. 22.4 લાખ કરોડ પર પહોંચ્યું
કેલેન્ડર 2021માં સતત બીજા વર્ષે દેશના ટોચના 10 ઔદ્યોગિક જૂથોની માર્કેટ-વેલ્થમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી છે. તાજેતરના બુલ રન બાદ કેલેન્ડરમાં વિવિધ જૂથોનું માર્કેટ-કેપ 108 ટકા સુધીનો તીવ્ર વધારો દર્શાવે છે. જેમાં અદાણી જૂથ 108.3 ટકા સાથે સૌથી સારો દેખાવ દર્શાવી રહ્યું છે. જ્યારે બીજા ક્રમે મેટલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેદાંત જૂથનો આવે છે. જેના એમ-કેપમાં પ્રથમ આંઠ મહિનામાં 58.6 ટકાનો ઉછાળો નોંધાયો છે. જ્યારે આદિત્ય બિરલા જૂથની માર્કેટ-વેલ્થ 51.2 ટકા વૃદ્ધિ સાથે ત્રીજા ક્રમે આવે છે. આમાં કુલ વેલ્થની બાબતમાં વેદાંત જૂથ ટોચના 10 જૂથોમાં છેલ્લા ક્રમે આવે છે જ્યારે આદિત્ય બિરલા જૂથ પાંચમા ક્રમે આવે છે.
દેશના અગ્રણી જૂથોમાં તમામની વેલ્થમાં વૃદ્ધિ થયું હોય તેવું આ અસાધારણ વર્ષ છે. જેનું મુખ્ય કારણ માર્કેટની બ્રોડ બેઝ તેજી છે. જેને કારણે લગભગ તમામ ક્ષેત્રની કંપનીઓની કામગીરી તેમજ શેરબજાર પર તેમની વેલ્થમાં સુધારો નોંધાયો છે. દેશમાં સૌથી મોટા ટાટા જૂથની વાત કરીએ તો લગભગ ત્રણ ડઝન લિસ્ટેડ કંપનીઓ સાથે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 22.4 લાખ કરોડ પર જોવા મળે છે. જે ડિસેમ્બર 2020ના રોજ રૂ. 15.8 લાખ કરોડ પર હતું. આમ જૂથની માર્કેટ વેલ્થમાં રૂ. 6.6 લાખ કરોડની તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી. કોઈ એક વર્ષમાં જૂથની વેલ્થમાં જોવા મળેલો આ સૌથી મોટો ઉછાળો છે. આમાં જૂથની આઈટી કંપની ટીસીએસ અને ટાટા સ્ટીલ સહિત મીડ-સાઈઝ કંપની જેવીકે ટાટા એલેક્સિ, ટાટા કોમ્યુનિકેશન્સનું યોગદાન મહત્વનું છે. જૂથની 7 કંપનીઓ રૂ. 50 હજાર કરોડથી વધુનું માર્કેટ-કેપ ધરાવે છે. બીજા ક્રમે એમ-કેપ ધરાવતાં મુકેશ અંબાણી જૂથની સંપત્તિ પણ 23.3 ટકા વૃદ્ધિ સાથે રૂ. 16.3 લાખ કરોડ પર જોવા મળે છે. જે ડિસેમ્બર 2020ની આખરમાં રૂ. 13.2 લાખ કરોડ પર હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર લાંબા સમય સુધી કોન્સોલિડેશનમાં રહ્યાં બાદ છેલ્લા એક મહિનામાં 15 ટકાનો ઉછાળો દર્શાવી રહ્યો છે અને તેને કારણે જૂથનો દેખાવ સારો જોવા મળે છે. બજાજ જૂથે પણ ખૂબ સારો દેખાવ દર્શાવ્યો છે. ખાસ કરીને જૂથની બે એનબીએફસી બજાજ ફાઈનાન્સ અને બજાજ ફિનસર્વ પાછળ જૂથનું એમ-કેપ 47.8 ટકા ઉછળી રૂ. 9 લાખ કરોડ પર પહોંચ્યું છે અને તેઓ ત્રીજા ક્રમે આવ્યાં છે. ડિસેમ્બરના અંતે જૂથની વેલ્થ રૂ. 6.1 લાખ કરોડ પર હતી. અદાણી જૂથની વેલ્થ 108.3 ટકા ઉછળી રૂ. 4.2 લાખ કરોડ પરથી રૂ. 8.8 લાખ કરોડ પર પહોંચી છે. ચાલુ વર્ષે જૂથના શેર્સમાં ખૂબ મોટી વધ-ઘટ જોવા મળી છે. વર્ષની શરૂમાં ઝડપી સુધારા બાદ જૂન મહિનામાં જૂથના શેર્સ ઊંધે માથે પટકાયાં હતાં. જોકે છેલ્લા એક મહિનામાં તેઓ ફરી સુધારાતરફી બન્યાં હતાં. આદિત્ય બિરલા જૂથની વેલ્થમાં અલ્ટાટ્રેક સિમેન્ટ અને હિંદાલ્કોના ભાવમાં તીવ્ર વૃદ્ધિને કારણે 51.2 ટકા વૃદ્ધિ જોવા મળી હતી અને તે રૂ. 5 લાખ કરોડના સ્તરે પહોંચ્યાં હતાં. કેપિટલ ગુડ્ઝ કંપની લાર્સન અને જૂથ કંપનીઓના સારા દેખાવ પાછળ તેમની વેલ્થ 46.8 ટકા ઉછળી રૂ. 4.6 લાખ કરોડ પર પહોંચી હતી. જેમાં 50 ટકાથી વધુ હિસ્સો લાર્સન એન્ડ ટુબ્રોનો છે. આઈટી ક્ષેત્રે એચસીએલ જૂથની વેલ્થ 27 ટકા વધી રૂ. 3.3 લાખ કરોડ પર પહોંચી હતી. જ્યારે ઓટો ક્ષેત્રે મહિન્દ્રાએ અન્યો કરતાં સારો દેખાવ દર્શાવ્યો છે અને જૂથની વેલ્થ 26.5 ટકા વધી રૂ. 2.7 લાખ કરોડ પર જોવા મળે છે.


અગ્રણી ઔદ્યોગિક જૂથોનું માર્કેટ-કેપ
જૂથ 31 ડિસેમ્બર 2020(રૂ. લાખ કરોડમાં) 6 સપ્ટેમ્બર વૃદ્ધિ(ટકામાં)
ટાટા જૂથ 15.8 22.4 42.1
રિલાયન્સ(મુકેશ અંબાણી) 13.2 16.3 23.3
બજાજ 6.1 9.0 47.8
અદાણી 4.2 8.8 108.3
આદિત્ય બિરલા 3.3 5.0 51.2
એલએન્ડટી 3.2 4.6 46.8
ભારતી 3.4 4.2 23.6
શિવ નાદાર(એચસીએલ) 2.6 3.3 26.9
મહિન્દ્રા 2.2 2.7 26.5
વેદાંત 1.7 2.7 58.6

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage