Market Summary 8 Feb 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ

એશિયન બજારોમાં હોંગ કોંગ-ચીનને બાદ કરતાં પોઝીટીવ ટ્રેન્ડ
યુએસ ખાતે નાની વધ-ઘટ દર્શાવીને બંધ રહેલાં બજારો પાછળ એશિયન બજારોમાં મોટાભાગના પોઝીટીવ ટ્રેડ સાથે કામકાજ કરી રહ્યાં છે. જોકે ચીન અને હોંગ કોંગના બજારો એક ટકા સુધીનો ઘટાડો સૂચવે છે. જાપાન, સિંગાપુર, કોરિયા અને તાઈવાનનો બજારો એક ટકા મજબૂતી દર્શાવી રહ્યાં છે. યુએસ ખાતે ડાઉ જોન્સ સાધારણ પોઝીટીવ બંધ દર્શાવતો હતો. જ્યારે નાસ્ડેક 0.6 ટકા ઘટાડે બંધ રહ્યો હતો.
SGX નિફ્ટીનો ફ્લેટ-ટુ-પોઝીટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 21 પોઈન્ટ્સના સુધારે 17234.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ ફ્લેટ-ટુ-પોઝીટીવ ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટી માટે 17119નું સોમવારનું તળિયું નજીકનો સપોર્ટ ગણાશે. જે તૂટશે તો બેન્ચમાર્ક 16836ના અગાઉની બોટમ પાસે સપોર્ટ મેળવી શકે છે. ત્રણ દિવસથી સતત નરમાઈ બાદ માર્કેટ બે-ચાર ટ્રેડિંગ સત્રો દરમિયાન કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે. જ્યારબાદ તે નવી દિશા નિર્ધારિત કરે તેવું બને.
ક્રૂડ ટોચ બનાવીને રેંજ બાઉન્ડ
વૈશ્વિક ક્રૂડના ભાવ નવી ટોચ બનાવ્યા બાદ ફરી રેંજ બાઉન્ડ જોવા મળે છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો આજે સવારે 92.47 ડોલર પર સાધારણ નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો છે. તેણે સોમવારે 93.99 ડોલરની સાત વર્ષોની ટોચ દર્શાવી હતી. ત્યારબાદ તે 92-94 ડોલરની રેંજમાં જોવા મળે છે. જોકે મોમેન્ટમ મજબૂત છે અને તેથી તે સુધારાતરફી રહેવાની શક્યતાં વધુ છે.
ગોલ્ડમાં મજબૂતી
વૈશ્વિક ગોલ્ડના ભાવ 1823 ડોલર પર જોવા મળી રહ્યાં છે. ચાલુ સપ્તાહે યુએસ ખાતે જાન્યુઆરી માટેનો કન્ઝ્યૂમર ઈન્ફ્લેશન ડેટા રજૂ થવાનો છે. જે અગાઉ ગોલ્ડમાં મજબૂતી જોવા મળી શકે છે. જોકે જ્યાં સુધી ગોલ્ડ 1900 ડોલરનું સ્તર પાર ના કરે ત્યાં સુધી તે એક દિશામાં જોવા મળે તેવી શક્યતા ઓછી છે.
મહત્વની હેડલાઈન્સ
• આરબીઆઈએ 11 ફેબ્રુઆરીએ સરકારી સિક્યૂરિટીઝના ઓક્શનને રદ કર્યું છે.
• ભારત સરકાર માર્ચ સુધીમાં કેઈર્ન અને વોડાફોનને ટેક્સ રિફંડ કરશે.
• વિદેશી રોકાણકારોએ 4 ફેબ્રુઆરી રૂ. 5150 કરોડનું વેચાણ દર્શાવ્યું હતું.
• વિદેશી રોકાણકારોએ સોમવારે રૂ. 1160 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું.
• ગ્લેક્સોસ્મિથલાઈન ફાર્માએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 150 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે રૂ. 164 કરોડના અંદાજ કરતાં નીચો છે.
• પીએસયૂ સાહસ નાલ્કોએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 831 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 240 કરોડ પર હતો.
• ટીવીએસ મોટર્સે ત્રીજા ક્વાર્ટર માટે રૂ. 288 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીની આવક રૂ. 6100 કરોડ પરથી વધી રૂ. 6500 કરોડ જોવા મળી હતી. કંપનીએ અપેક્ષાથી સારા પરિણામ નોંધાવ્યાં છે.
• જિંદાલ સ્ટેનલેસ સ્ટીલે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 435 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 170 કરોડ પર હતો.કંપનીની આવક રૂ. 3585 કરોડ પરથી વધી રૂ. 5670 કરોડ રહી છે.
• રાજસ્થાન સ્પીનીંગ એન્ડ વીવીંગે રૂ. 51.67 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 30.6 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 720 કરોડ રહી છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તે રૂ. 953 કરોડ પર હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage