Market Summary 8 March 2021

માર્કેટ સમરી

 

ઊંચી વધ-ઘટ બાદ નિફ્ટી સાધારણ પોઝીટીવ બંધ

નિફ્ટીમાં લગભગ 190 પોઈન્ટ્સની વધ-ઘટ જોવા મળી હતી. જોકે હરિફ એશિયન બજારોથી વિપરીત તે પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યો હતો. જોકે સતત બીજા દિવસે તે 15000ના સ્તર નીચે બંધ આવ્યો હતો અને તે તેજીવાળાઓ માટે થોડુ ચિંતાનું કારણ કહી શકાય. યુએસ બજારમાં મજબૂતી છતાં એશિયન બજારો નરમ રહ્યાં હતાં. જ્યારે યુરોપમાં પણ નરમાઈ જોવા મળતી હતી. ડાઉ ફ્યુચર્સ 21 પોઈન્ટ્સની સાધારણ મજબૂતી દર્શાવતો હતો. આમ યુએસ બજાર ખાતે સોમવારે રાતે મોટી તેજીના અભાવે મંગળવારે એશિયન બજારો વધુ નરમાઈ દર્શાવી શકે છે.

નિફ્ટી મીડ-કેપ અને સ્મોલ-કેપ સાધારણ પોઝીટીવ બંધ રહ્યાં

લાર્જ-કેપ્સની સાથે મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ કોન્સોલિડેશન જોવા મળ્યું હતુ. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 0.30 ટકાના સુધારે જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.45 ટકાના સુધારે બંધ રહ્યાં હતાં. મીડ-કેપ આઉટપર્ફોર્મર્સમાં જેએસડબલ્યુ એનર્જી 7 ટકા, બેંક ઓફ ઈન્ડિયા 6 ટકા, એબી કેપિટલ 6 ટકા, અદાણી પાવર 5 ટકા, એમઆરપીએલ 4 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. જ્યારે સ્મોલ-કેપમાં બીઈએમએલ 20 ટકા, જસ્ટ ડાયલ 10 ટકા, આઈઆરબી ઈન્ફ્રા 10 ટકા, ડીસીએમ શ્રીરામ 6 ટકા, બલરામપુર ચીની 6 ટકા અને જીએનએફસી 4 ટકાનો સુધારો દર્શાવતાં હતાં.

વેદાંતનો શેર નવી ટોચ પર પહોંચ્યો

એલ્યુમિનિયમ સહિતની મેટલ્સ ઉત્પાદક વેદાંત લિ.નો શેર ઉઘડતાં સપ્તાહે તેની છેલ્લા ઘણા વર્ષોની ટોચ પર ટ્રેડ થયો હતો. અન્ય મેટલ શેર્સ પ્રમાણમાં સ્થિર જોવા મળતાં હતાં ત્યારે વેદાંતમાં ખરીદી જોવા મળી હતી અને શેર અગાઉના રૂ. 219.55ના બંધ સામે 4 ટકા ઉછળી રૂ. 229ની સપાટી પર ટ્રેડ થયો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 85000 કરોડ નજીક જોવા મળ્યું હતું. માર્ચ 2020માં રૂ. 60ના તળિયાથી તે લગભગ 4 ગણા ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીએ બીપીસીએલમાં બહુમતી હિસ્સા માટે પણ બીડ કર્યું છે.

સોનું નરમ, ચાંદીમાં સાધારણ સુધારો

ઉઘડતાં સપ્તાહે સોનામાં નરમાઈ ચાલુ રહી હતી. વૈશ્વિક બજારમાં નરમાઈ પાછળ સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે ગોલ્ડ એપ્રિલ વાયદો 0.5 ટકા અથવા રૂ. 228ના ઘટાડે રૂ. 44455 પર ટ્રેડ થતો હતો. તેણે રૂ. 44382ની દિવસની નીચી સપાટી દર્શાવી હતી. જો રૂ. 44200નું સ્તર તૂટશે તો તે વધુ ઘટાડો દર્શાવે તેવી શક્યતા છે. સિલ્વરમાં જોકે સાધારણ મજબૂતી જોવા મળતી હતી અને સિલ્વર માર્ચ વાયદો 0. 75 ટકા થવા રૂ. 493ના સુધારે રૂ. 66096ની સપાટી પર ટ્રેડ થતો હતો. તેણે રૂ. 66455ની ટોચ દર્શાવી હતી. બેઝ મેટલ્સમાં નિકલ, કોપર, લેડ અને એલ્યુમિનિયમમાં સાધારણ નરમાઈ જોવા મળતી હતી.

ઈન્ડિયા વીક્સમાં 5 ટકાનો ઘટાડો નોંધાયો

સોમવારે સ્થાનિક બજારમાં મજબૂતી જળવાતાં વોલેટિલિટી ઈન્ડેક્સમાં વધુ ઘટાડો નોંધાયો હતો. જોકે દિવસ દરમિયાન તેમાં મોટી વધ-ધટ જોવા મળતી હતી. સવારે ખૂલતામાં તે 7 ટકાનો ઘટાડો દર્શાવતો હતો. જોકે બજાર ફ્લેટ બનતાં તે માત્ર 3 ટકા ઘટાડો દર્શાવી રહ્યો હતો. જોકે બપોર બાદ બજારમાં મજબૂતી પરત ફરતાં વીક્સ 5 ટકા ઘટાડા સાથે 24.42 પર જોવા મળતો હતો. અંતિમ પખવાડિયા દરમિયાન તે 21.5થી 29.5ની રેંજમાં અથડાતો જોવા મળ્યો છે. માર્ચ 2020માં તે 84ની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયો હતો.

 

PSU શેર્સમાં નવેસરથી લેવાલી, અગ્રણી કંપનીઓ ટોચ પર

ઓઈલ-ગેસ ક્ષેત્રની કંપનીઓ સહિત મેટલ, પાવર અને એનબીએફસી કંપનીઓના શેર્સમાં સુધારો ચાલુ

 

નવા સપ્તાહે માર્કેટમાં કોન્સોલિડેશન વચ્ચે સરકારી સાહસોના શેર્સમાં ખરીદી ચાલુ રહી હતી અને વિવિધ ક્ષેત્રની કંપનીઓએ તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જેમાં ઓઈલ અને ગેસ ક્ષેત્રની કંપનો ઉપરાંત મેટલ, પાવર અને એનબીએફસી કંપનીઓનો સમાવેશ થતો હતો. સરકારી જનરલ ઈન્શ્યોરન્સ કંપનીઓના શેર્સમાં પણ લેવાલી જળવાય હતી અને તેઓ 7 ટકા સુધીનો સુધારો દર્શાવતાં હતાં. નિફ્ટી પીએસઈ 3387ની નવી ટોચ દર્શાવી 1.82 ટકા વૃદ્ધિ સાથે 3348 પર બંધ રહ્યો હતો.

પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝિસમાં ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સનો શેર 7 ટકા ઉછળ્યો હતો. જ્યારે તે સિવાય ગેસ ઈન્ફ્રાસ્ટ્રકચર કંપની ગેઈલનો શેર 5 ટકા ઉછળીને બંધ રહ્યો હતો. કંપનીનો શેર રૂ. 157.95ની તેની અંતિમ ઘણા સમયની ટોચ બનાવી રૂ. 154.15 પર બંધ રહ્યો હતો. પાવર ફાઈનાન્સ કોર્પોરેશનનો શેર 4 ટકા ઉછળી રૂ. 134 અને માઈનીંગ કંપની એનએમડીસીનો શેર 4 ટકા ઉછળી રૂ. 138.25 પર બંધ રહ્યો હતો. એલ્યુમિનિયમ કંપની નાલ્કોનો શેર 4 ટકા ઉછળી રૂ. 60 પર બંધ આવ્યો હતો. મોટાભાગના પીએસયૂ કંપનીઓના શેર્સે ગયા સપ્તાહે આખરી બે સત્રોમાં બજારમાં ઘટાડા વખતે ગુમાવેલી સપાટી પરત મેળવી હતી. સરકારે વિવિધ પીએસયૂને લઈને ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા શરૂ કરી હોવાથી જાહેર સાહસોને લઈને રોકાણકારોમાં પોઝીટીવ સેન્ટિમેન્ટ જળવાયેલું છે. ઉપરાંત પીએસયૂ સાહસો તરફથી ઈન્ટરિમ ડિવિડન્ડ માટેની શક્યતાઓ પણ રોકાણકારોને આકર્ષી રહી છે. એનએમડીસી બે દિવસ બાદ 11 માર્ચે વચગાળાના ડિવિડન્ડ અંગે વિચારણા કરવાનું છે. જેની પાછળ શેરનો ભાવ છેલ્લા ઘણા વર્ષોની નવી ટોચ પર ટ્રેડ થયો હતો. કંપનીએ ગયા નાણાકિય વર્ષ માટે 529 ટકા ડિવિડન્ડ ચૂકવ્યું છે. આમ  રૂ. એકની ફેસવેલ્યુના શેર પણ રૂ. 5.29નું ડિવિડન્ડ તેણે ચૂકવ્યું છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓમાં મજબૂતીનું કારણ સરકાર તરફથી ક્રૂડ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવે તેવી શક્યતા છે. જેની પાછળ આઈઓસી, બીપીસીએલ જેવી કંપનીઓના શેર્સમાં મજબૂતી જોવા મળી હતી.

 

જાહેર સાહસોનો સોમવારે દેખાવ

સ્ક્રિપ્સ          વૃદ્ધિ(%)

ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ  7.30

ગેઈલ          4.8

પાવર ફાઈનાન્સ        4.05

એનએમડીસી           4.03

નાલ્કો          3.90

ભેલ            3.72

સેઈલ          3.12

ઓઈલ ઈન્ડિયા         2.91

ઓએનજીસી             2.87

જનરલ ઈન્શ્યોરન્સ     2.70

આરઈસી               2.4

આઈઓસી              2.12

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage