Market Summary 9 June 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

નિફ્ટીએ 15600નું સ્તર જાળવ્યું
વૈશ્વિક બજારોમાં નિરસતા વચ્ચે બુધવારે ભારતીય બજારે પણ મજબૂત ઓપનીંગ બાદ બપોરે વેચવાલીની એક ઝપાટ જોઈ હતી. જેની પાછળ માર્કેટમાં ત્રણેક સપ્તાહ બાદ નિફ્ટીમાં 100 પોઈન્ટ્સથી વધુનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી 15800ની સર્વોચ્ચ ટોચ પરથી ગગડી 15567 થયા બાદ 15635ના સ્તરે બંધ રહ્યો હતો. આમ તેણે 15600નો મહત્વનો સપોર્ટ જાળવ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે 15600ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવવી જોઈએ. નિફ્ટીનું પ્રથમ ટાર્ગેટ 15850 અને ત્યારબાદ 16000નું રહેશે.
ટ્રેડર્સ ઊંઘતાં ઝડપાયા
છેલ્લા કેટલાંક સત્રોથી ઈન્ટ્રા-ડે પોઝીશ પર નફા સાથે એક્ઝિટ મેળવતાં ટ્રેડર્સ બુધવારે ઊંઘતાં ઝડપાયા હતા અને બજારમાં ઓચિંતી વેચવાલીને કારણે રિટેલ ટ્રેડર્સ તેમની પોઝીશન છોડવાની થઈ હતી. મોટાભાગના કાઉન્ટર્સ તેમની ટોચથી નોંધપાત્ર નીચે બંધ આવ્યાં હોવા છતાં માર્કેટબ્રેડ્થ બહુ ખરાબ નહોતી. જોકે કામકાજની શરૂમાં પોઝીટીવ માર્કેટબ્રેડ્થ બજાર બંધ થયું ત્યારે નેગેટિવ જોવા મળી હતી.
એકમાત્ર પીએસઈ ઈન્ડેક્સ પોઝીટીવ, ઈન્ડેક્સ નવી ટોચ પર
જાહેર સાહસોનું પ્રતિનિધિત્વ કરતાં નિફ્ટી પીએસઈએ બુધવારે નવી ટોચ દર્શાવી હતી. ઈન્ડેક્સ 3687ના અગાઉના બંધ સામે 3766ની ટોચ દર્શાવી 3699ના સ્તરે 0.31 ટકા સુધારે બંધ રહ્યો હતો. પીએસયૂ કંપનીઓ જેવીકે આરઈસી, પાવર ફાઈનાન્સ કોર્પોરેશન, પાવર ગ્રીડ કોર્પોરેશન, સેઈલ અને એનટીપીસી તથા એનએમડીસીમાં મજબૂતી પાછળ ઈન્ડેક્સ પોઝીટીવ જોવા મળ્યો હતો. આરઈસીમાં 6 ટકાથી વધુનો સુધારો જોવા મળ્યો હતો. જ્યારે પાવર ફાઈનાન્સ કોર્પોરેશનનો શેર 4 ટકા સુધારો દર્શાવતો હતો. પાવર ગ્રીડ કોર્પોરેશનમાં 3.5 ટકાનો સુધારો જોવા મળ્યો હતો અને શેર સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. સેઈલમાં પણ 2.5 ટકાનો તથા એનટીપીસીમાં 1.6 ટકાનો સુધારો નોંધાયો હતો.
અગ્રણી ફાર્મા કંપનીઓએ નવી ટોચ દર્શાવી
રોકાણકારો ફરી ફાર્મા કંપનીઓ તરફ વળી રહ્યાં છે. બુધવારે માર્કેટમાં ઊંચી વધ-ઘટ વચ્ચે ફાર્મા કંપનીઓના શેર્સમાં ધીમી ખરીદી જોવા મળી હતી. જેની પાછળ કેટલીક જાણીતી ફાર્મા કંપનીઓના શેર્સે નવી ટોચ દર્શાવી હતી. જેમાં બીજા ક્રમની ફાર્મા કંપની ડિવિઝ લેબનો શેર રૂ. 4241ના બંધ સામે રૂ. 4316ની ટોચ પર ટ્રેડ થયો હતો અને આખરે રૂ. 4265 પર બંધ રહ્યો હતો. જે સ્તરે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.13 લાખ કરોડની નવી ટોચ પર જોવા મળ્યું હતું. જાણીતી ફાર્મા કંપની સિપ્લાનો શેર પણ રૂ. 953ના બંધ સામે રૂ. 975ની ટોચ પર ટ્રેડ થયો હતો. જ્યારે મીડ સાઈઝ કંપનીઓમાં આલ્કેમ લેબોરેટરીઝનો શેર રૂ. 3224ની સર્વોચ્ચ સપાટી દર્શાવી નરમાઈ સાથે બંધ રહ્યો હતો. એ જ રીતે ગ્લેનમાર્ક ફાર્માનો શેર પણ રૂ. 643ની ટોચ બનાવીને નરમ બંધ આવ્યો હતો.
શ્યામ મેટાલિક્સ બજારમાંથી રૂ. 909 કરોડ એકત્ર કરશે
મેટલ ક્ષેત્રે સક્રિય કંપની શ્યામ મેટાલિક્સ રૂ. 909 કરોડ એકત્ર કરવા માટે મૂડીબજારમાં પ્રવેશ રહી છે. કંપનીનો આઈપીઓ 14 જૂને ખૂલશે અને 16 જૂને બંધ થશે. કંપની રૂ. 303-306ના પ્રાઈસ બેંડમાં શેર્સ ઓફર કરશે. રિટેલ માટે 45 શેર્સની લઘુત્તમ લોટ સાઈઝ રહેશે. કુલ રૂ. 909 કરોડમાંથી રૂ. 657 કરોડ ફ્રેશ ઈક્વિટી મારફતે જ્યારે રૂ. 252 કરોડ ઓફર-ફોર-સેલ મારફતે ઊભા કરાશે.

પરિણામો
તાલબ્રોસ ઓટોઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 27.4 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં માત્ર રૂ. 30 લાખ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 91.6 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 158 કરોડ રહી હતી.
ગેલેક્સિ સર્ફેક્ટન્ટ્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 78.7 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં માત્ર રૂ. 62.8 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 657 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 784 કરોડ રહી હતી.
શેમારોઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2.2 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં માત્ર રૂ. 14 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 122 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 77.6 કરોડ રહી હતી.
મેક્સ ફાઈનાન્સિયલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 70 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં માત્ર રૂ. 6.7 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 4266 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 9760 કરોડ રહી હતી.
આયોન એક્સચેન્જઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 70.48 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં માત્ર રૂ. 28.86 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 351 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 445 કરોડ રહી હતી.
પ્રેસ્ટીજ એસ્ટેટ્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1336.3 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં માત્ર રૂ. 15.4 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2017 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 2361 કરોડ રહી હતી..
એચસીએલ ટેક્નોલોજિસઃ કંપનીએ તેના ડોમીનો એપ્લિકેશન ડેવલપમેન્ટ પ્લેટફોર્મના ક્લાઉડ-નેટિવ, વેબ અને મોબાઈલ-રેડી વર્જન લોંચ કર્યાં છે.
ગ્લેનમાર્કઃ કંપનીના ફેવિપિરાવિર પરના પીએમએસ સ્ટડીનો વચગાળાનો ડેટા રિઅલ વર્લ્ડમાં તેની સુરક્ષા અને અસરકારક્તાને સપોર્ટ કરે છે.
વેલસ્પન કોર્પઃ કંપનીએ અંદાજે 164 કિલોમીટરની લંબાઈ ધરાવતાં પાઈપ્સના રૂ. 1725 કરોડના મૂલ્યના મલ્ટીપલ ઓર્ડર્સ મેળવ્યાં છે.
એનઆઈઆઈટીઃ ફ્રાન્સ સ્થિત ફાઈનાન્સિયલ સર્વિસિસ કંપની સોસાયટી જનરાલીએ કંપનીમાં 8,54,589 ઈક્વિટી શેર્સ ખરીદ્યાં છે.
ટાટા પાવરઃ કમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ કંપનીની ઓરિસ્સા સ્થિત ત્રણ પાવર યુટિલિઝમાં પ્રસ્તાવિત 51 ટકા હિસ્સો ખરીદવા માટે મંજૂરી આપી છે.
આઈસીઆઈસીઆઈ બેંકઃ આરબીઆઈએ બેંકના નોન-એક્ઝિક્યૂટીવ પાર્ટ-ટાઈમ ચેરમેન તરીકે ત્રણ વર્ષ માટે ગિરીશ ચતુર્વેદીની નિમણૂંકને મંજૂરી આપી છે.
ટાટા મોટર્સઃ કંપનીએ ટીએમએલ સીવી મોબિલિટી સોલ્યુશન્સ લિ. નામે નવી પેટાકંપની શરૂ કરી છે. જે ઓપરેટિંગ, રિપેર, એન્યૂલ મેઈન્ટેનન્સ કોન્ટ્રેક્ટ્સની એન્ડ-ટુ-એન્ડ સર્વિવિસ પૂરી પાડશે.
પાવરગ્રીડઃ પીએસયૂ સાહસે દેશના પ્રથમ વોલ્ટેજ સોર્સ કન્વર્ટર આધારિત એચવીડીસી ઈલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન સિસ્ટમને સંપૂર્ણપણે કાર્યાન્વિત કર્યો છે.
સીએસબી બેંકઃ પ્રાઈવેટ ક્ષેત્ર બેંકે પ્રલય માંડલને ડેપ્યૂટી એમડી તથા સુનીલ શ્રીવાસ્તવને એડિશ્નલ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યાં છે.
ક્રોમ્પ્ટન ગ્રિવ્ઝઃ પીઈ ફર્મ એડવેન્ટે બ્લોક ડિલ મારફતે કંપનીમાં 2.9 ટકા હિસ્સાનું વેચાણ કર્યું છે. તેણે રૂ. 398.50 પ્રતિ શેરના ભાવે તેનો હિસ્સો વેચ્યો છે.
યુએફઓ મુવીઝઃ પી5 એશિયા હોલ્ડિંગ ઈન્વેસ્ટમેન્ટ્સ(મોરેશ્યસે) યુએફઓ મૂવીઝમાં હિસ્સો વેચ્યો છે. તેણે રૂ. 94.11 પ્રતિ શેરના ભાવે 4,36,117 ઈક્વિટી શેર્સનું વેચાણ કર્યું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage