Market Summary 17 Feb 2021

માર્કેટ સમરી

નિફ્ટીમાં બે સપ્તાહ બાદ 100 પોઈન્ટ્સથી વધુનો ઘટાડો

બજેટ દિવસથી લઈને સતત મજબૂતી દર્શાવતો રહેલો નિફ્ટી લગભગ 12 ટ્રેડિંગ સત્રો બાદ 100 પોઈન્ટ્સથી વધુનો ઘટાડો દર્શાવી રહ્યો હતો. તેણે 15209નું બંધ દર્શાવ્યું હતું. જોકે હજુ પણ તે મજબૂત છે અને પોઝીટીવ ટ્રેન્ડ અકબંધ છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીમાં 14950નો નજીકનો સપોર્ટ છે. જે તૂટે નહિ ત્યાં સુધી લોંગ પોઝીશન જાળવી શકાય. તેમજ બજારમાં ઘટાડે ખરીદી કરી શકાય.

એવન્યૂ સુપરમાર્કેટ્સનો શેર સર્વોચ્ચ સપાટીએ

 

રિટેલ આઉટલેટ ડી-માર્ટની માલિક કંપની એવન્યૂ સુપરમાર્કેટ્સનો શેર તેની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યો છે. શેર કોન્સોલિડેશનમાંથી બહાર નીકળ્યાં બાદ રૂ. 3000ની સપાટીને પાર કરી ગયો હતો અને બુધવારે તેણે રૂ. 3241ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. કંપનીનો શેર અગાઉના રૂ. 3132ના બંધ ભાવ સામે રૂ. 100થી વધુનો સુધારો દર્શાવતો હતો. કામકાજના અંતે તે 2 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 2.06 લાખ કરોડની સપાટી પર જોવા મળતું હતું અને તે દેશની ટોચની 15 વેલ્યૂએબલ કંપનીઓમાં પ્રવેશ્યો હતો.

 

ટાટા કેમિકલ, ટાટા પાવર અને ટાટા કન્ઝ્યૂમર નવી ટોચ પર

 

બ્રોડ માર્કેટમાં નરમાઈ વચ્ચે બુધવારે ટાટા જૂથની ત્રણ કંપનીઓ શેર્સે તેમના છેલ્લા કેટલાક વર્ષોની ટોચ દર્શાવી હતી. જેમાં ટાટા કેમિકલ્સનો શેર રૂ. 594ની ટોચ બનાવીને બજારમાં ઘટાડા પાછળ નરમ બંધ રહ્યો હતો. જ્યારે ટાટા પાવરનો શેર રૂ. 92.45ની ટોચ બનાવીને એક ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. ટાટા કન્ઝ્યૂમરનો શેર રૂ. 646ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયા બાદ રૂ. 633ના સ્તરે પોઝીટીવ બંધ જોવા મળ્યો હતો.

 

સ્ટરલાઈટ ટેક્નોલોજીનો શેર 2 વર્ષની ટોચ પર

 

ટેલિકોમ ક્ષેત્રે અગ્રણી સ્ટરલાઈટ ટેક્નોલોજીનો શેર બે વર્ષની ટોચ પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર બુધવારે 13 ટકા ઉછળી રૂ. 212ની સપાટી પર જોવા મળ્યો હતો. તેણે અગાઉના રૂ. 187ના બંધ સામે રૂ. 25નો ઉછાળો નોંધાવ્યો હતો. માર્ચ મહિનામાં રૂ. 59ના તળિયાથી કંપનીનો શેર લગભગ સવા ત્રણ ગણા ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. કંપની 5જી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહી છે. જેની પાછળ શેરમાં ખરીદી જોવા મળી રહી છે.

 

રૂટ મોબાઈલનો શેર રૂ. 2000ની નજીક પહોંચ્યો

 

સપ્ટેમ્બર 2020માં રૂ. 355ના ભાવે આઈપીઓમાં શેર ઓફર કરનાર રૂટ મોબાઈલના શેરે બુધવારે રૂ. 1979ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. કંપનીનો શેર રૂ. 1827ના અગાઉના બંધ ભાવ સામે રૂ. 160નો ઉછાળો દર્શાવતો હતો. કામકાજને અંતે તે 5 ટકા સુધરી બંધ રહ્યો હતો. કંપની રૂ. 11 હજાર કરોડના માર્કેટ-કેપને પાર કરી ગઈ હતી. તે અંતિમ છ મહિનામાં પ્રવેશેલા આઈપીઓમાં સૌથી ઊંચું રિટર્ન દર્શાવી રહ્યો છે.

 

 

 

પીએસયૂ બેંક શેર્સમાં બીજા દિવસે ભારે ખરીદી જળવાઈ

 

પ્રાઈવેટાઈઝેશન માટે પસંદ કરાયેલી ચારેય બેંકના શેર્સ બીજા સત્રમાં 20 ટકા ઉપલી સર્કિટમાં બંધ રહ્યાં

 

નિફ્ટી પીએસયૂ બેંક 6 ટકા ઉછળી વાર્ષિક ટોચ પર બંધ જોવા મળ્યો

 

 

 

જાહેર ક્ષેત્રના બેંક શેર્સમાં સતત બીજા દિવસે ભારે લેવાલી જોવા મળી હતી. જેની પાછળ નિફ્ટી પીએસયૂ બેંક 6 ટકા ઉછળ્યો હતો. બ્રોડ માર્કેટમાં ઘટાડા વચ્ચે નિફ્ટી પીએસયૂ તેની 2474ની વાર્ષિક ટોચ બનાવી 2451ના સ્તરે બંધ રહ્યો હતો. માર્ચ 2020માં તે 1078ના ઐતિહાસિક તળિયા પર ટ્રેડ થયો હતો. અંતિમ ત્રણ મહિના દરમિયાન પીએસયૂ બેંક ઈન્ડેક્સે 69 ટકાનું તીવ્ર રિટર્ન નોંધાવ્યું છે.

 

સોમવારે નાણામંત્રાલયે ખાનગીકરણ માટે ચાર પીએસયૂ બેંકના નામ જાહેર કર્યાં બાદથી જાહેર બેંકિંગ કંપનીઓના શેર્સમાં ભારે ખરીદી જોવા મળી રહી છે. જેમાં પ્રાઈવેટાઈઝેશન માટેની ચાર ઉમેદવાર બેંક્સના શેર્સ તો બીજા દિવસે પણ 20 ટકાની ઉપલી સર્કિટમાં બંધ રહ્યાં હતાં. આમ બે દિવસમાં તેઓએ 45 ટકા જેટલું તીવ્ર રિટર્ન નોંધાવ્યું છે. બુધવારે બેંક ઓફ ઈન્ડિયાનો શેર અગાઉના બંધની સરખામણીમાં 20 ટકા અથવા રૂ. 14.10ના સુધારે રૂ. 84.70 પર બંધ રહ્યો હતો. જે ભાવે બેંકનું માર્કેટ-કેપ રૂ. 27755 કરોડ જોવા મળ્યું હતું. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનો શેર 20 ટકા અથવા રૂ. 3.30ના ઉછાળે રૂ. 20ની સપાટી પર બંધ રહ્યો હતો અને માર્કેટ-કેપ રૂ. 11751 કરોડ પર નોંધાયું હતું. ઈન્ડિયન ઓવરસીઝ બેંકનો શેર પણ 20 ટકા અથવા રૂ. 2.60ના ઉછાળે રૂ. 15.70ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે બેંક ઓફ મહારાષ્ટ્રનો શેર 20 ટકા થવા રૂ. 3.80ના ઉછાળે રૂ. 22.85ના સ્તરે બંધ રહ્યો હતો. જે ભાવે માર્કેટ-કેપ રૂ. 15000 કરોડને પાર કરી ગયું હતું. ખાનગીકરણ સાથે જેને નિસ્બત નથી એવી પીએસયૂ બેંક્સના શેર્સમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયાનો શેર 10 ટકા ઉછળી રૂ. 38ની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે ઈન્ડિયન બેંક(10 ટકા), બેંક ઓફ બરોડા(6 ટકા), પીએનબી(6 ટકા), જેકે બેંક(5 ટકા), એસબીઆઈ(2.3 ટકા) અને કેનેરા બેંક(2.24 ટકા)નો સુધારો દર્શાવતાં હતાં. આમાં કેટલાક બેંકિંગ શેર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી.

 

 

 

 બજારમાં કોવિડની શરૂઆતથી અત્યાર સુધી નિફ્ટીએ 26 ટકા રિટર્ન આપ્યું

 

નિફ્ટી ઘટકોમાં 96 ટકા સુધીનું તીવ્ર રિટર્ન જોવા મળ્યું

 

નિફ્ટીના 50 પ્રતિનિધિઓમાંથી 42 કાઉન્ટર્સે 5-96 ટકા સુધીનું પોઝીટીવ રિટર્ન દર્શાવ્યું

 

માત્ર 8 પ્રતિનિધિઓએ 2-12 ટકા સુધીનું નેગેટિવ રિટર્ન નોંધાવ્યું

 

 

બુધવારે શેરબજારમાં કોવિડના પ્રવેશને બરાબર એક વર્ષ પૂરું થયું હતું. એક વર્ષમાં બજારની મૂવમેન્ટનો અભ્યાસ કરીએ તો બેન્ચમાર્ક નિફ્ટી 26 ટકાનું ચોખ્ખું રિટર્ન દર્શાવે છે. અલબત્ત, વચ્ચેના સમય દરમિયાન તેણે મોટી ઉથલપાથલ નોંધાવી હતી પરંતુ સરવાળે તેણે કોવિડને હરાવ્યો હતો અને એક વર્ષથી ઓછા સમયગાળામાં તે નવા ઝોનમાં પ્રવેશ્યો હતો. 17 ફેબ્રુઆરી 2020ના રોજ બજારમાં કોવિડને લઈને પ્રવેશેલા ગભરાટ વખતે 12046ના સ્તર પર ટ્રેડ થતો નિફ્ટી બુધવારે 15212ના સ્તરે ચોખ્ખા 3166 પોઈન્ટ્સના સુધારે ટ્રેડ થતો હતો.

 

નિફ્ટીના 50 ઘટક શેર્સ પર નજર કરીએ તો તેમણે ઉપરની બાજુએ તેમણે 96 ટકા જેટલું તીવ્ર રિટર્ન દર્શાવ્યું છે. જ્યારે પોઝીટીવ બાજુએ સૌથી ઓછું રિટર્ન 5 ટકાનું નોંધાયું છે. 50માંથી 42 કાઉન્ટર્સ પોઝીટીવ રિટર્ન દર્શાવી રહ્યાં છે. જ્યારે માત્ર 8 કાઉન્ટર્સ નેગેટિવ રિટર્ન સૂચવે છે. તેઓ 2-12 ટકાનો ઘટાડો દર્શાવે છે. આમ મહ્દઅંશે નિફ્ટી કાઉન્ટર્સ કોવિડના પ્રભાવમાંથી બહાર આવી ચૂક્યાં છે અને રોકાણકારોને નોંધપાત્ર રિટર્નથી નવાજી રહ્યાં છે. વ્યક્તિગત શેર્સની વાત કરીએ તો ટાટા મોટર્સનો શેર સૌથી સારો દેખાવ દર્શાવી રહ્યો છે. ટાટા જૂથનો ઓટોમોબાઈલ શેર એક વર્ષ અગાઉ 17 ફેબ્રુઆરીએ રૂ. 169ના સ્તરેથી તૂટીને રૂ. 64 બન્યાં બાદ તાજેતરમાં રૂ. 340ની ટોચ પર ટ્રેડ થયો હતો. આમ કોવિડના એક વર્ષ દરમિયાન મોટી ઉથલ-પાથલ વચ્ચે તે 96 ટકાનું તીવ્ર રિટર્ન દર્શાવી રહ્યો છે. રૂ. 64ના તળિયાથી તેણએ 4.5 ગણુ રિટર્ન નોંધાવ્યું છે. નિફ્ટીના કુલ 13 કાઉન્ટર્સ અંતિમ વર્ષમાં 50 ટકાથી વધુનું રિટર્ન દર્શાવી રહ્યાં છે. જેમાં ટાટા મોટર્સ ઉપરાંત સિપ્લા(96 ટકા), અદાણી પોર્ટ્સ(83 ટકા), વિપ્રો(77 ટકા), એમએન્ડએમ(75 ટકા), ડિવિઝ લેબ(72 ટકા), ગ્રાસિમ(69 ટકા), ઈન્ફોસિસ(68 ટકા), ટાટા સ્ટીલ(64 ટકા), હિંદાલ્કો(63 ટકા), હીરોમોટોકો(61 ટકા), એચસીએલ ટેક(56 ટકા) અને સન ફાર્મા(54 ટકા)નો સમાવેશ થાય છે. નેગેટિવ રિટર્ન દર્શાવનારા કાઉન્ટર્સમાં ઈન્ડસઈન્ડ બેંક(12 ટકા), યુપીએલ(8 ટકા), કોલ ઈન્ડિયા(8 ટકા), બીપીસીએલ(6 ટકા), એનટીપીસી(4 ટકા), આઈઓસી(4 ટકા), એસબીઆઈલાઈફ(4 ટકા) અને હિંદુસ્તાન યુનિલિવર(2 ટકા)નો સમાવેશ થાય છે.

 

અંતિમ એક વર્ષમાં સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો એક ક્ષેત્રને બાદ કરતાં તમામ ક્ષેત્રોએ પોઝીટીવ દેખાવ દર્શાવ્યો છે. જેમાં નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સે 54 ટકા સાથે સૌથી શ્રેષ્ઠ દેખાવ દર્શાવ્યો છે. ફાર્મા ઈન્ડેક્સ 8205ના સ્તરેથી સુધરીને બુધવારે 12609 પર બંધ જોવા મળ્યો હતો. કોવિડ કટોકટીએ રોકાણકારોને ફાર્મા કંપનીઓ તરફ વાળ્યા હતાં અને તેમણે ખૂબ ટૂંકાગાળામાં તીવ્ર રિટર્ન નોંધાવ્યું હતું. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ પણ 52 ટકા સાથે બીજો એવો સેક્ટરલ પર્ફોર્મર હતો જેણે વાર્ષિક 50 ટકાથી વધુનું રિટર્ન દર્શાવ્યું હોય. એક માત્ર નિફ્ટી મિડિયાએ 6 ટકાનું નેગેટિવ

રિટર્ન દર્શાવ્યું હતું. જ્યારે એકઅંકી રિટર્ન દર્શાવનારાઓમાં નિફ્ટી સીપીએસઈ 9 ટકા અને નિફ્ટી પીએસઈ 5 ટકાનો સમાવેશ થાય છે.

 

 

 

કોવિડના એક વર્ષ દરમિયાન નિફ્ટી શેર્સનો દેખાવ

 

સ્ક્રિપ્સ                  વૃદ્ધિ(%)

 

ટાટા મોટર્સ                  96%

સિપ્લા                    96%

અદાણી પોર્ટ્સ            83%

વિપ્રો                      77%

એમએન્ડએમ              75%

ડિવિઝ લેબ                  72%

ગ્રાસિમ                  69%

ઈન્ફોસિસ                      68%

ટાટા સ્ટીલ                   64%

હિંદાલ્કો                 63%

હીરોમોટોકો                  61%

એચસીએલ ટેક          56%

સન ફાર્મા                     54%

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage