માર્કેટ ઓપનીંગ
યુએસ ખાતે નરમાઈ, એશિયન બજારોમાં મિશ્ર વલણ
યુએસ માર્કટમાં સાધારણ નરમાઈ વચ્ચે એશિયન બજારો મિશ્ર વલણ દર્શાવી રહ્યાં છે. શાંઘાઈ, તાઈવાન અને જાપાનનું બજાર ઘટાડો સૂચવે છે. જ્યારે હોંગ કોંગ અને કોરિયાના બજારોમાં સુધારો જોવા મળી રહ્યો છે. યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીલ એવરેજ 70 પોઈન્ટ્સ ઘટી 29999 પર બંધ રહ્યો હતો. આમ તેણે 30000ના મહત્વના સાઈકોલોજિકલ લેવલને તોડ્યું હતું.
SGX નિફ્ટી સાધારણ નરમ
સિંગાપોર નિફ્ટી 5 પોઈન્ટસનો ઘટાડો દર્શાવે છે. આમ સ્થાનિક બજાર પણ ફ્લેટ ઓપનીંગ દર્શાવે તેવું જણાય છે. નિફ્ટી ફ્યુચર્સ 13500ના સ્તર પર ખૂલતો જોવા મળી શકે છે.
ક્રૂડમાં મજબૂતી
બે સપ્તાહના કોન્સોલિડેશન બાદ બ્રેન્ટ ક્રૂડે 50 ડોલરની સપાટી પાર કરી હતી. ગુરુવારે જ તેણે 50.70 ડોલર પ્રતિ બેરલની લગભગ નવ મહિનાની ટોચ દર્શાવી હતી. સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે પણ તે રૂ. 3500ની સપાટીને પાર કરી ગયું હતું.
મહત્વની હેડલાઈન્સ
- નોમુરાના મતે ભારતની નાણાકિય ખાધ વધીને 2020-21ના 8.6 ટકા થઈ છે.
- ફ્રેન્ચ પ્રાઈવસી વોચડોગે ગુગલ, એમેઝોનને 16.3 કરોડ ડોલરનો દંડ ફટકાર્યો છે.
- સિમેન્સે બેંગલૂરુ મેટ્રો માટે ડ્રાઈવરરહિત સોલ્યુશન્સ પૂરું પાડ્યું છે.
- બ્લેકસ્ટોને પિરામલ ગ્લાસ માટે 80 કરોડ ડોલર ચૂકવ્યાં છે.
- ઈન્ડિયન ઓઈલે નવેમ્બરમાં 100 ટકા ક્ષમતા વપરાશ હાંસલ કર્યો હતો.
- એશિયન ડેવલપમેન્ટ બેંકે ચાલુ નાણા વર્ષ માટે ભારતીય જીડીપીમાં ઘટાડાને ઓછો કરી 8 ટકા કર્યો હતો.
- એનએસઈ નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિસ ઈન્ડેક્સ પર ડેરિવેટિવ્સ કોન્ટ્રેક્ટ્સ રજૂ કરશે.
- એસએન્ડપી ડીજેઆઈએ ટ્રમ્પના ઓર્ડર બાદ ચીનની કંપનીઓને ઈન્ડેક્સમાંથી દૂર કરી.