Market Opening 16 Feb 2021

Daily-Market-Update-16

માર્કેટ ઓપનીંગ

યુએસ બજારોમાં રજા પાછળ એશિયા મજબૂત

સોમવારે યુએસ માર્કેટ્સ બંધ હતાં. યુરોપ બજારો પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જોકે સવારે એશિયન માર્કેટ્સ મજબૂતી દર્શાવી રહ્યાં છે. જેમાં નિક્કાઈ 1.6 ટકાના ઉછાળે અંતિમ 30 વર્ષની નવી ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે હોંગ કોંગનો હેંગ સેંગ પણ 1.5 ટકા સુધારા સાથે છેલ્લા ઘણા વર્ષોની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. કોસ્પી 0.4 ટકા મજબૂતી દર્શાવી રહ્યો છે.

SGX નિફ્ટી સાધારણ મજબૂત

સિંગાપુર નિફ્ટી સાધારણ મજબૂતી દર્શાવી રહી છે. તે 7 પોઈન્ટ્સના સુધારે 15347 પર ટ્રેડ થઈ રહી છે. આમ સ્થાનિક બજાર પણ લગભગ આ સ્તર આસપાસ જ ખૂલે તેવી શક્યતા છે.

ક્રૂડ મક્કમ

ક્રૂડના ભાવમાં તત્કાળ ઘટાડાની શક્યતા ઓછી છે. કેમકે વૈશ્વિક સ્તરે આર્થિક રિકવરીનો આશાવાદ ખૂબ પ્રબળ છે. યુએસ ખાતેથી ડેટા સતત સારા આવી રહ્યાં છે. ઈમર્જિંગ અર્થતંત્રો લિક્વિડીટીની છત પાછળ સારા ડેટા દર્શાવશે. ચીન અને ભારતની ક્રૂડ માગ પણ નવી ટોચ પર પહોંચે તેવી શક્યતા છે.

ગોલ્ડ-સિલ્વરમાં સુધારો

સોનુ-ચાંદી મજબૂતી દર્શાવી રહ્યાં છે. જોકે બંનેમાં ચાંદી ખૂબ મજબૂત છે અને ટૂંક સમય માટે તે સારો ટ્રેડિંગ વિકલ્પ પૂરો પાડી રહી છે. વૈશ્વિક બજારમાં તે 26.5-30 ડોલરની રેંજમાં અથડાઈ રહી છે. જો એકવાર 30 ડોલરનું સ્તર કૂદાવી જશે તો 37-40 ડોલર સુધીનો ઉછાળો દર્શાવી શકે છે. મતલબ સ્થાનિક બજારમાં ચાંદી રૂ. 95 હજારથી રૂ. એક લાખ સુધીના સ્તર હાંસલ કરી શકે છે. મંગળવારે સવારે કોમેક્સ ખાતે ગોલ્ડ વાયદો 2 ડોલરના સુધારે 1825 ડોલર પર જ્યારે ચાંદી 2 ટકા ઉછળી 27.9 ડોલર પર ટ્રેડ થતાં હતાં. એમસીએક્સ ખાતે સોમવારે રાતે ચાંદી 1.45 ટકાના સુધારે રૂ 70120 પર બંધ આવી હતી. આમ તે ફરી રૂ. 70000 પર બંધ આપવામાં સફળ રહી હતી.

મહત્વની હેડલાઈન્સ

 • જાન્યુઆરીમાં ભારતની નિકાસમાં 6.16 ટકા વૃદ્ધિ જોવા મળી હતી અને વેપાર ખાધ સંકડાઈને 14.54 અબજ ડોલર થઈ હતી.
 • રાજ્યોની નાણાકિય ખાધ 2021-22માં સંકડાઈને 4.3 ટકા રહેશે એમ ઈન્ડિયા રેટિંગ્સનો રિપોર્ટ
 • આરબીઆઈએ અર્બન કો-ઓપરેટીવ બેંક્સને મજબૂત અને કોન્સોલિડેટ કરવા માટે પેનલની કરેલી રચના.
 • કેઈર્ન ઓઈલ એન્ડ ગેસ રાજસ્થાન બ્લોકમાં બીડીંગ કરશે.
 • ભારતે ઓપેકના ઉત્પાદન કાપને કારણે તેની ઓઈલની આયાતને આફ્રિકા અને નોર્થ અમેરિકા તરફ ખસેડી.
 • સરકાર નાણાકિય ફ્રોડ અને પેસ્કી કોલ્સ સામે કામ પાર પાડવા માટે ઈન્ટેલિજન્સ યુનિટની રચના કરશે.
 • સરકાર ચાર પીએસયૂ બેંક્સનું ખાનગીકરણ કરશે. જેમાં બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ ઈન્ડિયા, આઈઓબી અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનો સમાવેશ થાય છે.
 • નાસ્કોમના મતે આઈટી ક્ષેત્રનું કદ 2020-21માં 2 ટકા વૃદ્ધિ સાથે 194 અબજ ડોલર પર પહોંચશે. તે 1.38 લાખ કર્મચારીઓનો ઉમેરો કરશે.
 • અગ્રણી એડટેક કંપની બૈજુસ તેની હરિફ એડટેક કંપની ટોપરને 15 કરોડ ડોલરમાં ખરીદવા તૈયાર.
 • ઓએનજીસી તેના કેજી બેસીન ગેસ ઉત્પાદનને ઊપર લઈ જશે.
 • જાન્યુઆરીમાં ડબલ્યુપીઆઈ વધી 2.03 ટકા થયો.
 • એમેઝોને સુપ્રીમમાં કરેલી અરજીનો ફ્યુચર રિટેલ વિરોધ કરશે.
 • ગરવારે ટેકનિકલ ફાઈબરનો ચોખ્ખો નફો 49 ટકા વધી રૂ. 43.2 કરોડ રહ્યો.
 • શ્રેઈ ઈન્ફ્રાએ ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 3810 કરોડથી વધુની ખોટ દર્શાવી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage