માર્કેટ ઓપનીંગ
યુએસ શેરબજારોમાં મજબૂતી જોવા મળી હતી અને ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 185 પોઈન્ટ્સના સુધારે 29824 પર બંધ રહ્યો હતો. સતત બે દિવસ નરમાઈ બાદ તેણે મંગળવારે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. જોકે એશિયન બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેમાં કોસ્પી સતત બીજી દિવસે 1.4 ટકાની મજબૂતી દર્શાવી રહ્યો છે. તાઈવાન, ઈન્ડોનેશિયા અને મલેશિયામાં પણ પોઝીટીવ ટ્રેડ જોવા મળી રહ્યો છે. જોકે ચીન, હોંગ કોંગ અને જાપાનની બજાર નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે.
SGX નિફ્ટીમાં સાધારણ પોઝીટીવ ટ્રેડ
સિંગાપુર નિફ્ટી 14 પોઈન્ટ્સના સુધારે 13165 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજારનું ઓપનીંગ પોઝીટીવ હશે. જે દરમિયાન બેન્ચમાર્ક નિફ્ટી તેની નવી ટોચ દર્શાવી શકે છે. મંગળવારે નિફ્ટી 13109ની સૌથી ઊંચી ટોચ પર બંધ રહ્યો હતો. જોકે કેશ નિફ્ટી 13145ની અગાઉની ટોચને સ્પર્શી શક્યો નહોતો.
ક્રૂડમાં નરમાઈ
વૈશ્વિક બજારમાં ક્રૂડ કરેક્શન અને કોન્સોલિડેશનમાં જોવા મળી રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડ એક ટકાથી વધુ ઘટાડે 47 ડોલરની નીચે ઉતરી ગયું છે. જો તે 45 ડોલરની સપાટી તોડશે તો ટ્રેન્ડ રિવર્સલ ગણાશે. નજીકમાં તેને 50 ડોલરનો અવરોધ છે.
સોનું-ચાંદી ઉછળ્યાં
વૈશ્વિક બજારમાં મજબૂતી પાછળ સ્થાનિક બજારમાં પણ સોનું-ચાંદી મંગળવારે રાતે ઉછળ્યાં હતાં. દિવસ દરમિયાન તેઓ સાધારણ પોઝીટીવ ટ્રેડ દર્શાવતાં રહ્યાં હતાં. જોકે મોટી રાતે તેમાં ઝડપી સુધારો નોંધાયો હતો અને એમસીએક્સ સિલ્વર 5.21 ટકા અથવા રૂ. 3078ના ઉછાળે રૂ. 62200ના સ્તરને પાર કરી ગઈ હતી. આ જ રીતે ગોલ્ડ પણ 1.45 ટકા અથવા રૂ. 645ની મજબૂતીએ રૂ. 48486 પર બંધ રહ્યું હતું. કોપર, નિકલ અને એલ્યુમિનિયમમાં પણ મજબૂતી જોવા મળી હતી.
મહત્વની હેડલાઈન્સ
- રેલ્વે ભાડામાં વાર્ષિક ધોરણે નવેમ્બરમાં 9 ટકા વૃદ્ધિ નોંધાઈ
- કોલ ઈન્ડિયાનું નવેમ્બર મહિનામાં ઉત્પાદન વાર્ષિક ધોરણે 3.3 ટકા વધી 5.17 કરોડ ટન રહ્યું
- સુપ્રીમ કોર્ટ લોન મોરેટોરિયમ કેસ અંગે સુનાવણી ફરી શરૂ કરશે.
- નવેમ્બર મહિનામાં જીએસટીની કુલ આવક 1.05 લાખ ટન રહી. વાર્ષિક ધોરણે 1.4 ટકા વૃદ્ધિ
- મંગળવારે વૈશ્વિક સંસ્થાઓએ 3240 કરોડની ચોખ્ખી ખરીદી કરી.
- સ્થાનિક સંસ્થાઓએ મંગળવારે 1040 કરોડની વેચવાલી નોંધાવી
- ડિવિઝ લેબોરેટરીએ કાકીનાડા નજીક 1500 કરોડના ખર્ચે નવી સુવિધાનું બાંધકામ શરૂ કર્યું
- ડો. રેડ્ડીઝે આરડીઆઈએફ સાથે મળીને ભારતમાં સ્પુટનિક વીનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કર્યું
- આઈશર મોટર્સે નવેમ્બરમાં વાર્ષિક ધોરણે 6 ટકા વેચાણ વૃદ્ધિ સાથે 63,782 વાહનોનું વેચાણ કર્યું
- હીરોમોટોકોર્પે નવેમ્બરમાં 14.4 ટકા વેચાણ વૃદ્ધિ સાથે 5,91,091 વાહનો વેચ્યો.
- રિલાયન્સ પાવર ત્રણ બેંકોને ઈન્ટરેસ્ટ ચૂકવણીમાં નાદાર બની છે.